Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-३ मदनिषेध | Gujarati | 80 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से अबुज्झमाणे ‘हतोवहते जाइ-मरणं अणुपरियट्टमाणे’।
जीवियं पुढो पियं इहमेगेसिं माणवाणं, खेत्त-वत्थ ममायमाणाणं।
आरत्तं विरत्तं मणिकुंडलं सह हिरण्णेण, इत्थियाओ परिगिज्झ तत्थेव रत्ता।
न एत्थ तवो वा, दमो वा, नियमो वा दिस्सति।
संपुण्णं बाले जीविउकामे लालप्पमाणे मूढे विप्परियासुवेइ। Translated Sutra: તે બોધ ન પામેલ જીવ રોગાદિથી પીડિત થઈ, અપયશથી કલંકિત થઇ જન્મ – મરણના ચક્રમાં વારંવાર ભટકે છે. ક્ષેત્ર – વાસ્તુ આદિમાં મમત્વ રાખનારને અસંયત જીવન જ પ્રિય લાગે છે. તે રંગબેરંગી મણિ, કુંડલ, સોનું, ચાંદી તથા સ્ત્રીઓમાં અનુરક્ત રહે છે. તેનામાં તપ, ઇન્દ્રિયદમન કે નિયમ દેખાતા નથી. તે અજ્ઞાની જીવો અસંયમી જીવનની કામના | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-३ मदनिषेध | Gujarati | 81 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] इणमेव नावकंखंति, जे जना धुवचारिनो । जाती-मरणं परिण्णाय, चरे संकमणे दढे ॥ Translated Sutra: જે પુરૂષ ધ્રુવચારી અર્થાત્ શાશ્વત સુખના કેન્દ્રરૂપ મોક્ષ પ્રતિ ગતિશીલ એટલે કે સંયમશીલ છે. તે આવા અસંયમી જીવનની ઇચ્છા કરતા નથી. જન્મ – મરણના સ્વરૂપને સારીરીતે જાણીને ચારિત્રમાં દૃઢ થઈને વિચરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-३ मदनिषेध | Gujarati | 82 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] नत्थि कालस्स नागमो।
सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविनो जीविउकामा।
सव्वेसिं जीवियं पियं।
तं परिगिज्झ दुपयं चउप्पयं अभिजुंजियाणं संसिंचियाणं तिविहेणं जा वि से तत्थ मत्ता भवइ– अप्पा वा बहुगा वा।
से तत्थ गढिए चिट्ठइ, भोयणाए।
तओ से एगया विपरिसिट्ठं संभूयं महोवगरणं भवइ।
तं पि से एगया दायाया विभयंति, अदत्तहारो वा से अवहरति, रायानो वा से विलुंपंति, नस्सति वा से, विणस्सति वा से, अगारदाहेण वा से डज्झइ।
इति से परस्स अट्ठाए कूराइं कम्माइं बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासुवेइ।
मुनिणा हु एयं पवेइयं।
अनोहंतरा एते, नोय ओहं तरित्तए ।
अतीरंगमा Translated Sutra: મૃત્યુ માટે કોઈ અકાળ નથી, સર્વે પ્રાણીને આયુષ્ય પ્રિય છે, સર્વેને સુખ ગમે છે, દુઃખ પ્રતિકૂળ લાગે છે, બધાને જીવન પ્રિય છે, સૌ જીવવા ઇચ્છે છે. પરિગ્રહમાં આસક્ત પ્રાણી દ્વિપદ, ચતુષ્પદને કામમાં જોડીને ધન સંચય કરે છે. પોતાના, બીજાના, ઉભયના માટે તેમાં મત્ત બની અલ્પ કે ઘણું ધન ભેગું કરી તેમાં આસક્ત થઈને રહે છે. વિવિધ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-४ भोगासक्ति | Gujarati | 84 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ से एगया रोग-समुप्पाया समुप्पज्जंति।
जेहिं वा सद्धिं संवसति ते वा णं एगया णियया पुव्विं परिवयंति, सो वा ते नियगे पच्छा परिवएज्जा।
नालं ते तव ताणाए वा, सरणाए वा। तुमंपि तेसिं नालं ताणाए वा, सरणाए वा।
जाणित्तु दुक्खं पत्तेयं सायं।
भोगामेव अणुसोयंति। इहमेगेसिं माणवाणं। Translated Sutra: પછી તેને કોઈ વખતે રોગ ઉત્પન્ન થાય છે. જેની સાથે તે રહે છે તે જ સ્વજન કોઈ વખતે તેનો તિરસ્કાર – નિંદા કરે છે. પછી તે પણ તેઓનો તિરસ્કાર – નિંદા કરે છે. હે પુરૂષ !) તે તને શરણ આપવા કે રક્ષણ કરવા સમર્થ નથી. તું પણ તેને શરણ આપવા કે રક્ષણ કરવા સમર્થ નથી. સુખ – દુઃખ પ્રત્યેકના પોતાના જાણીને ઇન્દ્રિય વિજય કર. કેટલાક મનુષ્યો, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-४ भोगासक्ति | Gujarati | 85 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] तिविहेण जावि से तत्थ मत्ता भवइ–अप्पा वा बहुगा वा।
से तत्थ गढिए चिट्ठति, भोयणाए।
ततो से एगया विपरिसिट्ठं संभूयं महोवगरणं भवति।
तं पि से एगया दायाया विभयंति, अदत्तहारो वा से अवहरति, रायानो वा से विलुंपंति, णस्सइ वा से, विणस्सइ वा से, अगारडाहेण वा डज्झइ।
इति से परस्स अट्ठाए कूराइं कम्माइं बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासुवेइ। Translated Sutra: સ્વ, પર કે ઉભય ત્રણ પ્રકારે તેની પાસે થોડી કે ઘણી મિલકત થાય છે. તેમાં ભોગી આસક્ત બનીને રહે છે. એ રીતે કોઈ વખતે તેની પાસે ભોગવ્યા પછી બચેલી સંપત્તિ એકઠી થાય છે. તેને પણ કોઈ વખતે સ્વજનો વહેંચી લે છે, ચોરો ચોરી લે છે, રાજા લૂંટી લે છે, નાશ કે વિનાશ પામે છે. આગ લાગવાથી તે બળી જાય છે. તે અજ્ઞાની બીજાને માટે ક્રૂર કર્મો કરતો | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-४ भोगासक्ति | Gujarati | 86 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] आसं च छंदं च विगिंच धीरे।
तुमं चेव तं सल्लमाहट्टु।
जेण सिया तेण णोसिया।
इणमेव नावबुज्झंति, जेजना मोहपाउडा।
थीभि लोए पव्वहिए।
ते भो वयंति–एयाइं आयतणाइं।
से दुक्खाए मोहाए माराए नरगाए नरग-तिरिक्खाए।
उदाहु वीरे– अप्पमादो महामोहे।
अलं कुसलस्स पमाएणं।
संति-मरणं संपेहाए, भेउरधम्मं संपेहाए।
नालं पास।
अलं ते एएहिं। Translated Sutra: હે ધીર પુરૂષ ! તું વિષયભોગની આશા અને સંકલ્પ છોડી દે – આ ભોગશલ્યનું સર્જન તેં જ કર્યું છે. જે ભોગથી સુખ છે, તેનાથી જ દુઃખ પણ છે. આ વાત મોહથી ઘેરાયેલો મનુષ્ય સમજી શકતો નથી. આ સંસારના પ્રાણીઓ સ્ત્રીઓના મોહથી પરાજિત છે. હે પુરૂષ ! તે લોકો કહે છે કે આ સ્ત્રીઓ ભોગની સામગ્રી છે. આ કથન દુઃખ, મોહ, મૃત્યુ, નરકનાં કારણરૂપ છે. તથા | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-४ भोगासक्ति | Gujarati | 87 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] एयं पास मुनि! महब्भयं।
नाइवाएज्ज कंचणं।
एस वीरे पसंसिए, जे न निविज्जति आदाणाए।
‘न मे देति’ न कुप्पिज्जा, थोवं लद्धुं न खिंसए।
‘पडिसेहिओ परिणमिज्जा’।
एयं मोणं समणुवासेज्जासि। Translated Sutra: હે મુનિ ! આ ભોગોને મહાભયરૂપ સમજ. કોઈના પ્રાણની હિંસા ન કરો, જે સંયમથી ઉદ્વેગ ન પામે તે વીર પ્રશંસાને પામે છે. કોઈ કંઈ ન આપે તો કોપ ન કરે, અલ્પ પ્રાપ્ત થાય તો નિંદા ન કરે, ગૃહસ્થ ના પાડે ત્યારે ત્યાંથી પાછા ફરી જવું જોઈએ. મુનિ આ મુનિ ધર્મનું સમ્યક્ પાલન કરે. તેમ હું કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-५ लोकनिश्रा | Gujarati | 88 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] जमिणं विरूवरूवेहिं ‘सत्थेहिं लोगस्स कम्म-समारंभा’ कज्जंति, तं जहा–अप्पनो से पुत्ताणं धूयाणं सुण्हाणं नातीणं धातीणं राईणं दासाणं दासीणं कम्मकराणं कम्मकरीणं आएसाए, पुढो पहेणाए, सामासाए, पायरासाए।
सन्निहि-सन्निचओ कज्जइ इहमेगेसिं माणवाणं भोयणाए। Translated Sutra: ગૃહસ્થો વિવિધ શસ્ત્રો વડે પોતા કે અન્ય માટે લોકમાં કર્મ સમારંભ – પચન – પાચન કરે છે. તે આ પ્રમાણે – તે પોતાના પુત્રો, પુત્રી, પુત્રવધૂ, કુટુંબી, ધાઈ, રાજા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારીણી, મહેમાન આદિને માટે, વિવિધ લોકોને દેવા માટે, સાંજ – સવારના ભોજન માટે, આ પ્રકારે આરંભ અર્થાત્હિંસા કરી આહારાદિનો સંનિધિ અને સંનિચય | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-५ लोकनिश्रा | Gujarati | 89 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] समुट्ठिए अनगारे आरिए आरियपण्णे आरियदंसी ‘अयं संधीति अदक्खु’।
से नाइए, नाइआवए, न समणुजाणइ।
सव्वामगंधं परिण्णाय, निरामगंधो परिव्वए। Translated Sutra: સંયમમાં ઉદ્યત, આર્ય, બુદ્ધિસંપન્ન, ન્યાયદર્શી, અવસરજ્ઞ, તત્ત્વજ્ઞ, અણગાર સદોષ આહાર ગ્રહણ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં તે સર્વે પ્રકારના દૂષણો રહિત નિર્દોષપણે સંયમ પાળે – ભિક્ષાચરી કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-५ लोकनिश्रा | Gujarati | 90 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] अदिस्समाणे कय-विक्कएसु। से न किणे, न किनावए, किणंतं न समणुजाणइ।
से भिक्खू कालण्णे बलण्णे मायण्णे खेयण्णे खणयण्णे विणयण्णे समयण्णे भावण्णे, परिग्गहं अममायमाणे, कालेणुट्ठाइ, अपडिण्णे। Translated Sutra: મુનિ ક્રય – વિક્રયથી દૂર રહે. તે ક્રય – વિક્રય સ્વયં ન કરે, બીજા પાસેન કરાવે, કે કરનારને અનુમોદે નહીં. તે ભિક્ષુ કાલ, બલ, માત્રા, ક્ષેત્ર, ક્ષણ, વિનય, સ્વસમય – પરસમય અને ભાવને જાણનાર છે. પરિગ્રહનું મમત્વ ન રાખનાર, યથાકાળ અનુષ્ઠાન કરનાર મુનિ ભિક્ષાવૃતિમાં રાગયુક્ત સંકલ્પ ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-५ लोकनिश्रा | Gujarati | 93 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] ‘अन्नहा णं पासए परिहरेज्जा’।
एस मग्गे आरिएहिं पवेइए।
जहेत्थ कुसले णोवलिंपिज्जासि Translated Sutra: આ પ્રકારે જોઈને – વિચારીને અર્થાત્ ધર્મોપકરણને માત્ર સંયમનું સાધન સમજી પરિગ્રહનો ત્યાગ કરે. આ માર્ગ તીર્થંકરોએ બતાવેલ છે. જેથી કુશલ પુરૂષ પરિગ્રહમાં ન લેપાય. તેમ હું કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-५ लोकनिश्रा | Gujarati | 95 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] आयतचक्खू लोग-विपस्सी लोगस्स अहो भागं जाणइ, उड्ढं भागं जाणइ, तिरियं भागं जाणइ।
गढिए अणुपरियट्टमाणे।
संधिं विदित्ता इह मच्चिएहिं।
एस वीरे पसंसिए, जे बद्धे पडिमोयए।
जहा अंतो तहा बाहिं, जहा बाहिं तहा अंतो।
अंतो अंतो पूतिदेहंतराणि, पासति पुढोवि सवंताइं।
पंडिए पडिलेहाए। Translated Sutra: દીર્ઘદર્શી અર્થાત્ આ – લોક પર – લોકના દુઃખને જોનાર, અને લોકદર્શી અર્થાત્ લોકના સ્વરૂપને જાણનાર – પુરુષ લોકના અધોભાગને, ઉર્ધ્વભાગને, તિર્છાભાગને જાણે છે. વિષયમાં આસક્ત લોકો સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. જે ‘સંધિ’ અર્થાત્ ધર્મના અવસરને જાણીને વિષયોથી દૂર રહે તે વીર છે, પ્રશંસનીય છે. જે સંસાર બંધનમાં બંધાયેલને | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-५ लोकनिश्रा | Gujarati | 96 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से मइमं परिण्णाय, मा य हु लालं पच्चासी।
मा तेसु तिरिच्छमप्पाणमावातए।
कासकंसे खलु अयं पुरिसे, बहुमाई, कडेण मूढे पुनो तं करेइ लोभं।
वेरं वड्ढेति अप्पणो।
जमिणं परिकहिज्जइ, इमस्स चेव पडिवूहणयाए।
अमरायइ महासड्ढी।
अट्ठमेतं पेहाए।
अपरिण्णाए कंदति। Translated Sutra: તે મતિમાન ઉક્ત વિષય જાણીને વમન કરેલા ભોગોને પુનઃ ન સેવે. પોતાને તિર્છા વિપરીત) માર્ગમાં ન ફસાવે. આવો કામાસક્ત પુરૂષ મેં કર્યું, હું કરીશ એવા વિચારોથી ઘણી માયા કરીને મૂઢ બને છે. પછી તે લોભ કરીને પોતાના વૈર વધારે છે, તેથી એમ કહેવાય છે કે ભોગાસક્ત પુરૂષ ક્ષણભંગુર શરીરને પુષ્ટ બનાવવા પ્રયત્ન કરે છે, જાણે કે તે અજર | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-५ लोकनिश्रा | Gujarati | 97 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] ‘से तं जाणह जमहं बेमि’।
‘तेइच्छं पंडिते’ पवयमाणे।
से हंता ‘छेत्ता भेत्ता’ ‘लुंपइत्ता विलुंपइत्ता’ उद्दवइत्ता।
अकडं करिस्सामित्ति मन्नमाणे।
जस्स वि य णं करेइ।
अलं बालस्स संगेणं।
जे वा से कारेइ बाले।
‘न एवं’ अणगारस्स जायति। Translated Sutra: જે હું કહું છું તે તમે જાણો. પોતાને ચિકિત્સા પંડિત બતાવતા કેટલાક વૈદ્ય જીવહિંસામાં પ્રવૃત્ત હોય છે. તેઓ ચિકિત્સા માટે અનેક જીવોનું હનન, છેદન, ભેદનકરે છે, પ્રાણીના સુખનો નાશ કરે છે. અને પ્રાણવધ કરે છે. જે પૂર્વે કોઈએ નથી કર્યું એવું હું કરીશ એવું માનીને તે જેની ચિકિત્સા કરે છે, તે પણ જીવવધમાં સહભાગી થાય છે તેથી | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 98 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए।
तम्हा पावं कम्मं, ने व कुज्जा न कारवे। Translated Sutra: પહેલા કહેલા વસ્તુ સ્વરૂપને સારી રીતે જાણીને જ્ઞાન આદિ સાધનામાં પ્રયત્નશીલ રહેનાર સાધક સ્વયં પાપકર્મ ન કરે, બીજા પાસે ન કરાવે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 99 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] सिया से एगयरं विप्परामुसइ, छसु अन्नयरंसि कप्पति।
सुहट्ठी लालप्पमाणे सएण दुक्खेण मूढे विप्परियासमुवेति।
सएण विप्पमाएण, पुढो वयं पकुव्वति।
जंसिमे पाणा पव्वहिया। पडिलेहाए णोणिकरणाए।
एस परिण्णा पवुच्चइ।
कम्मोवसंती। Translated Sutra: છ કાય જીવોમાંથી કોઈ એક કાયનો પણ સમારંભ અર્થાત્ હિંસા કરે, તો છ એ કાયના જીવોનો સમારંભ કરનારો ગણાય છે. સુખને ઈચ્છાનારો, સુખ માટે દોડધામ કરતો જીવ પોતે જાતે ઉભા કરેલા દુઃખથી મૂઢ બની વિશેષ દુઃખી થાય છે. તે પોતાના પ્રમાદને કારણે વ્રતોનો ભંગ કરે છે. જે દશામાં પ્રાણી અત્યંત દુઃખી થાય છે. એ જાણીને પર – પીડાકારી પ્રવૃત્તિનો | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 100 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] जे ममाइय-मतिं जहाति, से जहाति ममाइयं।
से हु दिट्ठपहे मुनी, जस्स नत्थि ममाइयं।
तं परिण्णाय मेहावी।
विदित्ता लोगं, वंता लोगसण्णं, ‘से मतिमं’ परक्कमेज्जासि Translated Sutra: જે મમત્વ બુદ્ધિનો ત્યાગ કરે છે, તે મમત્વનો ત્યાગ કરે છે. જેને મમત્વ નથી તે જ મોક્ષમાર્ગને જાણનાર મુનિ છે, એવું જાણીને મેઘાવી મુનિ લોકના સ્વરૂપને જાણે, જાણીને લોકસંજ્ઞાનો ત્યાગ કરી સંયમમાં પુરૂષાર્થ કરે – એમ ભગવંતે કહ્યું તે હું તમને કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 101 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नारतिं सहते वीरे, वीरे नो सहते रतिं ।
जम्हा अविमणे वीरे, तम्हा वीरे न रज्जति ॥ Translated Sutra: વીર સાધક અરતિ અર્થાત્ સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને સહન કરતો નથી. રતિ અર્થાત્ બાહ્ય પદાર્થમાં થતી રુચિને પણ સહન કરતો નથી. તે વીર બંનેમાં અવિમનસ્ક – સ્થિર થઈ રતિ કે અરતિ – નિમિત્તમાં રાગ ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 102 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सद्दे य फासे अहियासमाणे। निव्विंव नंदिं इह जीवियस्स।
मुनी मोनं समादाय, धुणे कम्म-सरीरगं॥ Translated Sutra: શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શજન્ય કષ્ટોને સહન કરતા હે મુનિ! આ લોકના પુદ્ગલજન્ય અર્થાત્ બાહ્ય આનંદરૂપ અસંયમ જીવિતથી વિરત થા. નિર્વેદભાવને પામ, હે મુનિ! સંયમને ગ્રહણ કરી કર્મ શરીરને ખંખેરી નાખ. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 103 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] पंतं लूहं सेवंति, वीरा समत्तदंसिणो।
एस ओघंतरे मुनी, तिण्णे मुत्ते विरत्ते, वियाहिते Translated Sutra: રાગ – દ્વેષ રહિત કે પરમાર્થદૃષ્ટિવાળા તે મુનિ લૂખો – સૂકો કે નિરસ આહાર કરે છે. આવા રુક્ષ – આહારી તેમજ સમત્વસેવી મુનિ ભવસમુદ્રને તરેલા, મુક્ત અને વિરત કહેવાય છે. તેમ હું તમને કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 104 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] दुव्वसु मुनी अणाणाए। तुच्छए गिलाइ वत्तए। एस वीरे पसंसिए।
अच्चेइ लोयसंजोयं। एस णाए पवुच्चइ। Translated Sutra: જિન આજ્ઞા ન માનનાર, સ્વેચ્છાચારી મુનિ મોક્ષગમન માટે અયોગ્ય છે. તે ધર્મકથનમાં ગ્લાનિ પામે છે કેમ કે તે તુચ્છ છે અર્થાત્ જ્ઞાન આદિથી રહિત છે. તે સાધક ‘વીર’ પ્રશસ્ય છે જે લોક સંયોગ અર્થાત્ ધન, પરિવાર આદિ સંસારની જંજાળથી દૂર થઇ જાય છે. તીર્થંકર દ્વારા પ્રરૂપિત આ જ માર્ગને ન્યાય્યમાર્ગ કહેલ છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 105 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] जं दुक्खं पवेदितं इह माणवाणं, तस्स दुक्खस्स कुसला परिण्णमुदाहरंति।
इति कम्म परिण्णाय सव्वसो।
जे अनन्नदंसी, से अणण्णारामे। जे अणण्णारामे, से अनन्नदंसी॥
जहा पुण्णस्स कत्थइ, तहा तुच्छस्स कत्थइ । जहा तुच्छस्स कत्थइ, तहा पुण्णस्स कत्थइ ॥ Translated Sutra: અહીં મનુષ્યોના જે દુઃખો અથવા દુઃખના કારણો બતાવ્યા છે. તેનાથી મુક્ત થવાનો માર્ગ તીર્થંકરો દેખાડે છે. દુઃખના આ કારણોને જાણીને, પ્રત્યાખ્યાન દ્વારા તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો સંયમ ગ્રહણ કરવો). જૈન સિવાયના તત્ત્વને માને તે અન્યદર્શી અને વસ્તુ તત્ત્વનાં યથાર્થ સ્વરૂપને જાણનાર તે અનન્યદર્શી, આવો સમ્યગ્દ્રષ્ટિ, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 106 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] अवि य हणे अनादियमाणे। एत्थंपि जाण, सेयंति नत्थि।
के यं पुरिसे? कं च नए?
एस वीरे पसंसिए, जे बद्धे पडिमोयए।
उड्ढं अहं तिरियं दिसासु, से सव्वतो सव्वपरिण्णचारी।
न लिप्पई छणपएण वीरे।
से मेहावी अणुग्घायणस्स खेयण्णे, जे य बंधप्पमोक्खमन्नेसि।
कुसले पुण नोबद्धे, नोमुक्के। Translated Sutra: ધર્મોપદેશ સમયે ક્યારેક કોઈ શ્રોતા પોતાનાં સિદ્ધાંત કે મતનો અનાદર થવાથી ક્રોધિત થઇ ઉપદેશકને મારવા લાગે, તો ધર્મકથા કરનાર એમ જાણે કે અહીં ધર્મકથા કરવી કલ્યાણકારી નથી. ઉપદેશકે પહેલાં એ જાણવું જોઈએ કે – શ્રોતા કોણ છે ? તે ક્યા દેવને કે ક્યા સિદ્ધાંતને માને છે? ઉર્ધ્વદિશામાં રહેલ – જ્યોતિષ્ક આદિ, અધોદિશામાં રહેલ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-२ लोकविजय |
उद्देशक-६ अममत्त्व | Gujarati | 107 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से जं च आरभे, जं च नारभे, अणारद्धं च नारभे।
छणं छणं परिण्णाय, लोगसण्णं च सव्वसो। Translated Sutra: તે કુશલ સાધક જે સંયમ અનુષ્ઠાનને સંપૂર્ણ ક્ષય માટે આદરે તેઓ આચરણ કરવા યોગ્યનું આચરણ કરે છે અને આચરણ ન કરવા યોગ્યનું આચરણ કરતા નથી, શાસ્ત્રમાં નિષેધ છે તેને ક્યારેય આચરતા નથી જે જે કાર્યોથી હિંસા થાય તેને જાણીને સર્વ પ્રકારે હિંસાનો અને લોકસંજ્ઞા અર્થાત્ વિષયસુખ ઈચ્છાનો ત્યાગ કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-१ भावसुप्त | Gujarati | 109 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] सुत्ता अमुनी सया, मुनिनो सया जागरंति। Translated Sutra: અમુનિ અર્થાત્ અજ્ઞાની સદા સૂતેલા છે. મુનિ અર્થાત્ જ્ઞાની સદા જાગતા છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-१ भावसुप्त | Gujarati | 110 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] लोयंसि जाण अहियाय दुक्खं।
समयं लोगस्स जाणित्ता, एत्थ सत्थोवरए।
जस्सिमे सद्दा य रूवा य गंधा य रसा य फासा य अभिसमन्नागया भवंति... Translated Sutra: લોકમાં સર્વ પ્રાણીઓના વિષયમાં તું જાણ કે દુઃખ સર્વને માટે અહિતકર છે. લોકના આ હિંસામય આચારને જાણીને તું સર્વ જીવોની હિંસાનો ત્યાગ કર. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-१ भावसुप्त | Gujarati | 112 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] सीओसिनच्चाई से निग्गंथे अरइ-रइ-सहे फरुसियं णोवेदेति।
जागर-वेरोवरए वीरे।
एवं दुक्खा पमोक्खसि।
जरामच्चुवसोवणीए नरे, सययं मूढे धम्मं नाभिजाणति। Translated Sutra: તે નિર્ગ્રન્થ – મુનિ સુખ – દુઃખના ત્યાગી છે, અરતિ – રતિ સહન કરે છે. તેઓ કષ્ટ અને દુઃખનું વેદન કરતા નથી. તેઓ સદા જાગૃત રહે છે, વૈરથી દૂર રહે છે. હે વીર ! એ રીતે સંસારરૂપ દુઃખથી મુક્તિ પામીશ. વૃદ્ધત્વ અને મૃત્યુને વશ થયેલ મનુષ્ય સતત મૂઢ રહે છે તે ધર્મને જાણી શકતો નથી. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-१ भावसुप्त | Gujarati | 113 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] पासिय आउरे पाणे, अप्पमत्तो परिव्वए।
मंता एयं मइमं! पास।
आरंभजं दुक्खमिणं ति नच्चा।
माई पमाई पुनरेइ गब्भं।
उवेहमानो सद्द-रूवेसु अंजू, माराभिसंकी मरणा पमुच्चति।
अप्पमत्तो कामेहिं, उवरतो पावकम्मेहिं, वीरे आयगुत्ते ‘जे खेयण्णे’।
जे पज्जवजाय-सत्थस्स खेयण्णे, से असत्थस्स खेयण्णे, जे असत्थस्स खेयण्णे, से पज्जवजाय-सत्थस्स खेयण्णे।
अकम्मस्स ववहारो न विज्जइ।
कम्मुणा उवाही जायइ। कम्मं च पडिलेहाए। Translated Sutra: સંસારમાં મનુષ્યને દુઃખથી પીડાતા જોઈને સાધક સતત અપ્રમત્ત બની સંયમમાં વિચરે. હે મતિમાન્ ! મનન કરી તું આ દુઃખી પ્રાણીને જો. તેઓના આ બધાં દુઃખ આરંભ અર્થાત્ હિંસાજનિત છે. તે જાણી તું અનારંભી બન. માયાવી, પ્રમાદી કષાયી પ્રાણી વારંવાર જન્મ – મરણ કરે છે. પરંતુ જે શબ્દાદિ વિષયમાં રાગ – દ્વેષ કરતા નથી, ઋજુતા આર્જવતા આદિ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-१ भावसुप्त | Gujarati | 114 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] ‘कम्ममूलं च’ जं छणं।
पडिलेहिय सव्वं समायाय।
दोहिं अंतेहिं अदिस्समाणे।
तं परिण्णाय मेहावी।
विदित्ता लोगं, वंता लोगसण्णं से मइमं परक्कमेज्जासि। Translated Sutra: કર્મનું મૂળ જાણીને હિંસાનું નિરીક્ષણ કરી સર્વ ઉપદેશ ગ્રહણ કરીને રાગ – દ્વેષ રૂપ બે છેડાથી દૂર રહે. મેધાવી સાધક તે રાગ – દ્વેષને અહિતકર જાણીને, રાગાદિના કારણે લોકને દુઃખમય જાણે અને લોકસંજ્ઞા અર્થાત્ સાંસારિક રુચિનો ત્યાગ કરી સંયમમાં પરાક્રમ કરે – તે પ્રમાણે ભગવંતે કહ્યું છે હું તમને કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 115 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] जातिं च वुड्ढिं च इहज्ज! पासे। भूतेहिं जाणे पडिलेह सातं।
तम्हा तिविज्जो परमंति नच्चा, समत्तदंसी न करेति पावं॥ Translated Sutra: હે આર્ય ! આ સંસારમાં તું જન્મ અને વૃદ્ધિને જો. તું પ્રાણીઓને પોતાના સમાન જાણ, જેમ તને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, તેમ અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. આ રીતે કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણીને સમત્વદર્શી પાપકર્મને કરતા નથી. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 116 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] उम्मुंच पासं इह मच्चिएहिं। आरंभजीवी ‘उ भयाणुपस्सी’।
कामेसु गिद्धा निचयं करेंति, संसिच्चमाणा पुणरेंति गब्भं॥ Translated Sutra: આ મનુષ્યલોકમાં મનુષ્યો સાથેની સ્નેહજાળથી દૂર રહેવું. કેમ કે તેઓ હિંસા આદિ આરંભથી આજીવિકા કરે છે. અને ઉભયલોકમાં કામોભોગોની લાલસા કરે છે. કામભોગોમાં આસક્ત બની કર્મ બંધન કરે છે. તેમ કરીને વારંવાર જન્મ – મરણ કરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 117 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अवि से हासमासज्ज, हंता णंदीति मन्नति ।
अलं बालस्स संगेण, वेरं वड्ढेति अप्पनो ॥ Translated Sutra: અજ્ઞાની જીવો હાસ્ય, વિનોદ માટે જીવ વધ કરીને આનંદ મનાવે છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું, તેનાથી અન્ય જીવો સાથે પોતાનું વેર વધે છે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 118 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] तम्हा तिविज्जो परमंति नच्चा, आयंकदंसी न करेति पावं।
‘अग्गं च मूलं च विगिंच धीरे’। पलिच्छिंदिया णं निक्कम्मदंसी॥ Translated Sutra: તેથી ઉત્તમ જ્ઞાની પુરુષ પરમ મોક્ષપદને જાણીને તથા નરકના દુઃખોને જાણીને પાપ – કર્મ ન કરે. હે ધીર ! તું અગ્ર અર્થાત્ ભવોપગ્રાહી કે મોહનીય અને મૂલ અર્થાત્ ઘાતી કે શેષ ૭ કર્મને દૂર કર. કર્મો તોડીને કર્મરહિત બન. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 120 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] सच्चंसि धितिं कुव्वह।
एत्थोवरए मेहावी सव्वं पावकम्मं झोसेति। Translated Sutra: આ જીવે પૂર્વે ઘણા પાપકર્મોનો બંધ કર્યો છે. એ કર્મો નષ્ટ કરવા તું સંયમમાં દૃઢતા ધારણ કર. સંયમમાં લીન રહેનાર મેધાવી સાધક સર્વ પાપકર્મોનો ક્ષય કરી દે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 121 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] अनेगचित्ते खलु अयं पुरिसे, से केयण अरिहए पूरइत्तए।
से अन्नवहाए अन्नपरियावाए अन्नपरिग्गहाए, जणवयवहाए जणवयपरियावाए जणवयपरिग्गहाए। Translated Sutra: સંસારનાં સુખના અભિલાષી તે અસંયમી પુરુષ અનેક પ્રકારે સંકલ્પ – વિકલ્પો કરે છે. તે ચાળણી વડે સમુદ્રને ભરવા ઇચ્છે છે. તે બીજાના અને જનપદ અર્થાત્ દેશના વધ, પરિતાપ અને આધિન કરવા પ્રવૃત્તિ કરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 122 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] आसेवित्ता एतमट्ठं, इच्चेवेगे समुट्ठिया, तम्हा तं बिइयं नो सेवए।
निस्सारं पासिय नाणी, उववायं चवणं नच्चा। अनन्नं चर माहणे!
से न छणे न छनावए, छणंतं णाणुजाणइ।
निव्विंद नंदिं अरते पयासु।
अणोमदंसी निसन्ने पावेहिं कम्मेहिं। Translated Sutra: વધ – પરિતાપ આદિનું આસેવન કરી, છેલ્લે તે સર્વેનો ત્યાગ કરી કેટલાયે પ્રાણી સંયમમાર્ગમાં ઉદ્યમવંત થયા છે. તેથી જ્ઞાની પુરુષો કામભોગને અસાર સમજી છોડ્યા પછી ફરી મૃષાવાદ આદિ અસંયમનું સેવન ન કરે. હે જ્ઞાની મુનિ! વિષયોને સાર રહિત જાણો, દેવોના પણ ઉપપાત – ચ્યવન અર્થાત્ જન્મ અને મરણ નિશ્ચિત છે તે જાણીને હે માહણ ! તું અનન્ય | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 123 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] कोहाइमाणं हणिया य वीरे, लोभस्स पासे निरयं महंतं ।
तम्हा हि वीरे विरते वहाओ, छिंदेज्ज सोयं लहुभूयगामी ॥ Translated Sutra: વીર પુરૂષ ક્રોધ અને માન આદિને મારે, લોભને દુઃખદાયી નરકરૂપે જુએ, લઘુભૂતગામી અર્થાત્ મોક્ષ કે સંયમનો અભિલાષી વીર, હિંસા આદિ પાપકર્મોથી વિરત થઈ વિષય વાસનાને છેદે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-२ दुःखानुभव | Gujarati | 124 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] गंथं परिण्णाय इहज्जेव वीरे, सोयं परिण्णाय चरेज्ज दंते ।
उम्मग्ग लद्धुं इह माणवेहिं, नो पाणिणं पाणे समारभेज्जासि ॥ Translated Sutra: હે ધીર! ગ્રંથ અર્થાત્ પરિગ્રહને જાણીને આજે જત્યાગ કર. એ જ રીતે સંસારના સ્રોતરૂપ વિષયોને જાણીને ઇન્દ્રિયનું દમન કર. આ માનવજન્મમાં ‘ઉન્મજ્જન’નો અર્થાત્ સંસાર – સાગર તરવાનો કે ઉંચે ઉઠવાનો અવસર મળેલ છે, તો પ્રાણીઓના પ્રાણનો સંહાર અર્થાત્ હિંસા ન કર. તે પ્રમાણે ભગવંતે કહ્યું છે, તે હું તમને કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 125 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] संधिं लोगस्स जाणित्ता। आयओ बहिया पास।
तम्हा न हंता न विघायए।
जमिणं अन्नमन्नवितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्मं, किं तत्थ मुनी कारणं सिया? Translated Sutra: હે સાધક! ધર્માનુષ્ઠાન – રૂપ સુઅવસર જાણીને પ્રાણીઓને દુખ આપવા રૂપ પ્રમાદ ન કરે. પ્રત્યેક જીવોને પોતાના આત્મા સમાન જ જુએ. તેથી સ્વયં જીવ હિંસા ન કરે, ન અન્ય પાસે હિંસા કરાવે. શ્રમણ થઈ જે એકબીજાની આશંકાથી, શરમથી કે ભયથી પાપકર્મ કરતો નથી તો પાપકર્મ ન કરવાપણામાં શું એ તેનું મુનિપણું કારણભૂત કહેવાય? ના ન કહેવાય) | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 126 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] समयं तत्थुवेहाए, अप्पाणं विप्पसायए।
अनन्नपरमं नाणी, नोपमाए कयाइ वि ॥
आयगुत्ते सया वीरे, जायामायाए जावए ।
विरागं रूवेहिं गच्छेज्जा, महया खुड्डएहि वा॥ Translated Sutra: સમતાનો વિચાર કરી આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાની મુનિ સંયમમાં કદાપિ પ્રમાદ ન કરે. આત્માનું ગોપન કરી સદૈવ વીર બની દેહને સંયમયાત્રાનું સાધન માની નિર્વાહ કરે. નાના – મોટા રૂપોમાં આસક્તિ ન કરે, વિરક્ત રહે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 127 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] आगतिं गतिं परिण्णाय, दोहिं वि अंतेहिं अदिस्समाणे ।
से ण छिज्जइ ण भिज्जइ न डज्झइ, न हम्मइ कंचणं सव्वलोए ॥ Translated Sutra: જીવોની ગતિ – આગતિ જાણીને જે સાધક રાગ – દ્વેષથી દૂર રહે છે તે સર્વ લોકમાં કોઈથી છેદાતા, ભેદાતા, બળાતા, મરાતા નથી રાગ – દ્વેષરહિત આત્મા દુઃખોથી મુક્ત થઇ જાય છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 128 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] ‘अवरेण पुव्वं न सरंति एगे, किमस्सतीतं? किं वागमिस्सं?
भासंति एगे इह माणव उ, जमस्सतीतं आगमिस्सं ॥ Translated Sutra: કેટલાક મૂઢ જીવો ભૂતકાળ કે ભાવિના બનાવોને યાદ કરતા નથી કે આ જીવ પહેલાં કેવો હતો ? ભાવિમાં શું થનાર છે ? કેટલાંક એવું માને છે કે જેવો તે ભૂતકાળમાં હતો તેવો ભાવિમાં થશે અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય થશે, પશુ મારીને પશુ. પરંતુ... | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 129 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नातीतमट्ठं न य आगमिस्सं, अट्ठं नियच्छंति तहागया उ ।
विधूत-कप्पे एयाणुपस्सी, निज्झोसइत्ता खवगे महेसी ॥ Translated Sutra: તથાગત અર્થાત્ બૌદ્ધ દાર્શનિકો અતીત કે અનાગતના અર્થનું સ્મરણ કરતા નથી. પણ વિદ્યુતકલ્પી અર્થાત્ અનેક પ્રકારે આઠ કર્મને ધોવાના આચારવાળા સાધુઓ, શુદ્ધ સંયમપાલક મહર્ષિ ત્રણે કાળનું અન્વેષણ કરી, આ સત્યને જાણી તપના આચરણ દ્વારા કર્મનો ક્ષય કરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 130 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] का अरई? के आनंदे? एत्थंपि अग्गहे चरे। सव्वं हासं परिच्चज्ज, आलीण-गुतो परिव्वए ॥
पुरिसा! तुममेव तुमं मित्तं, किं बहिया मित्तमिच्छसि? Translated Sutra: તે વિધુતકલ્પીને અરતિ શું? અને આનંદ શું ? તે આવા હર્ષ અને શોકના પ્રસંગોમાં અનાસક્ત થઈ વિચરે. સર્વ હાસ્યાદિ પ્રમાદનો ત્યાગ કરે, અને કાચબાની જેમ અંગો સંકોચીને સદા સંયમ – પાલન કરતાં વિચરે. હે જીવ ! તું સ્વયં જ તારો મિત્ર છે, તો બહારના અન્ય મિત્રને તું કેમ ઇચ્છે છે ? | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 131 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] जं जाणेज्जा उच्चालइयं, तं जाणेज्जा दूरालइयं ।
जं जाणेज्जा दूरालइयं, तं जाणेज्जा उच्चालइयं ॥
पुरिसा! अत्ताणमेव अभिणिगिज्झ, एवं दुक्खा पमोक्खसि।
पुरिसा! सच्चमेव समभिजाणाहि।
सच्चस्स आणाए ‘उवट्ठिए से’ मेहावी मारं तरति।
सहिए धम्ममादाय, सेयं समणुपस्सति। Translated Sutra: જે કર્મોને દૂર કરનાર છે તે મોક્ષને પ્રાપ્ત કરનાર છે અને જે મોક્ષને પ્રાપ્ત કરનાર છે તે કર્મોને દૂર કરનાર છે, એવું સમજીને હે પુરૂષ ! તું પોતાના આત્માનો નિગ્રહ કર, એમ કરવાથી તું દુઃખકર્મ) મુક્ત થઈશ. તું સત્યનું સેવન કર. કેમ કે સત્યની આજ્ઞામાં રહેનાર મેઘાવી સાધક સંસારને તરી જાય છે અને ધર્મનું યથાર્થ પાલન કરીને | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-३ अक्रिया | Gujarati | 132 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] दुहओ जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जंसि एगे पमादेंति। Translated Sutra: રાગ, દ્વેષથી કલુષિત જીવ આ ક્ષણભંગુર જીવન માટે, પોતાના કીર્તિ, માન અને પૂજાને માટે હિંસાદિ પાપ કરવામાં પ્રવૃત્ત થાય છે. કોઈ સાધક સન્માન આદિને માટે પ્રમાદ આચરણ અર્થાત્ પાપકારી પ્રવૃત્તિ કરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-४ कषाय वमन | Gujarati | 134 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से वंता कोहं च, माणं च, मायं च, लोभं च।
एयं पासगस्स दंसणं ‘उवरयसत्थस्स पलियंतकरस्स’।
आयाणं निसिद्धा? सगडब्भि। Translated Sutra: હિંસાથી નિવૃત્ત થનાર તથા સર્વ કર્મનો અંત કરનાર સર્વજ્ઞ તીર્થંકરનો ઉપદેશ છે કે સાધક ક્રોધ, માન, માયા, લોભનો પૂર્ણપણે ત્યાગ કરે છે. અને કર્મના આસ્રવોનો નિરોધ કરીને પોતાના કરેલા કર્મોનો નાશ કરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-४ कषाय वमन | Gujarati | 136 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] सव्वतो पमत्तस्स भयं, सव्वतो अप्पमत्तस्स नत्थि भयं।
‘जे एगं नामे, से बहुं नामे, जे बहुं नामे, से एगं नामे’।
दुक्खं लोयस्स जाणित्ता।
वंता लोगस्स संजोगं, जंति वीरा महाजाणं ।
परेण परं जंति, नावकंखंति जीवियं ॥ Translated Sutra: પ્રમાદી એવા સંસારીને બધી બાજુથી ભય હોય છે અપ્રમાદી એવા સંયમીને ક્યાયથી ભય હોતો નથી. જે એક મોહનીયકર્મને અથવા અનંતાનુબંધીક્રોધને ખપાવે છે), તે જ્ઞાનાવરણીય આદિ અનેક કર્મને અથવા માન આદિને) ખપાવે છે, જે જ્ઞાનાવરણીય આદિ અનેક કર્મને નમાવે તે એક મોહનીયકર્મને ને નમાવે છે. સંસારના દુઃખને જાણીને લોકસંયોગનો ત્યાગ કરી, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-४ कषाय वमन | Gujarati | 137 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] एगं विगिंचमाणे पुढो विगिंचइ, पुढो विगिंचमाणे एगं विगिंचइ।
सड्ढी आणाए मेहावी।
लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं।
अत्थि सत्थं परेण परं, नत्थि असत्थं परेण परं। Translated Sutra: ક્ષપકશ્રેણીએ ચઢેલ સાધુ એક અનંતાનુબંધી ક્રોધને ખપાવતા બીજા દર્શનાદિને પણ ખપાવે છે. અથવા અન્યને ખપાવતા એક અનંતાનુબંધીને પણ અવશ્ય ખપાવે છે. વીતરાગની આજ્ઞામાં શ્રદ્ધા રાખનાર મેધાવી સાધક છ – કાયરૂપ અથવા કષાય – લોકને જાણીને જિન – આગમ અનુસાર જીવોને ભય ન થાય તેમ વર્તે તેમ કરવાથી ‘અકુતોભય’ થાય છે. શસ્ત્ર અર્થાત્ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-३ शीतोष्णीय |
उद्देशक-४ कषाय वमन | Gujarati | 138 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] जे कोहदंसी से माणदंसी, जे माणदंसी से मायदंसी।
जे मायदंसी से लोभदंसी, जे लोभदंसी से पेज्जदंसी।
जे पेज्जदंसी से दोसदंसी, जे दोसदंसी से मोहदंसी।
जे मोहदंसी से गब्भदंसी, जे गब्भदंसी से जम्मदंसी।
जे जम्म-दंसी से मारदंसी, जे मारदंसी से निरयदंसी।
जे निरयदंसी से तिरियदंसी, जे तिरियदंसी से दुक्खदंसी।
से मेहावी अभिनिवट्टेज्जा कोहं च, माणं च, मायं च, लोहं च, पेज्जं च, दोसं च, मोहं च, गब्भं च, जम्मं च, मारं च, नरगं च, तिरियं च, दुक्खं च।
एयं पासगस्स दंसणं उवरयसत्थस्स पलियंतकरस्स।
आयाणं णिसिद्धा सगडब्भि।
किमत्थि उवाही पासगस्स न विज्जइ? नत्थि। Translated Sutra: જે ક્રોધના અનર્થકારી સ્વરૂપને જાણે છે અને તેનો પરિત્યાગ કરે છે તે માનદર્શી છે અર્થાત્ માનને પણ જાણે છે અને ત્યાગ કરે છે, એ જ પ્રમાણે જે માનદર્શી છે તે માયાને જાણીને તજે છે, જે માયાદર્શી છે તે લોભદર્શી છે, જે લોભદર્શી છે તે રાગદર્શી છે, જે રાગદર્શી છે તે દ્વેષદર્શી છે, જે દ્વેષદર્શી છે તે મોહદર્શી છે, જે મોહદર્શી |