Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures
Search :
Frequently Searched: , aare , कौशिक , अतिचन्द्र , Agaam

Search Results (36429)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-१ जीव अस्तित्व Gujarati 8 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अपरिण्णाय-कम्मे खलु अयं पुरिसे, जो इमाओ दिसाओ वा अनुदिसाओ वा अनुसंचरइ, सव्वाओ दिसाओ सव्वाओ अनुदिसाओ सहेति।

Translated Sutra: કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહીં જાણનાર પુરૂષ અર્થાત્ આત્મા જ કર્મબંધના કારણે આ દિશા – વિદિશામાં વારંવાર આવાગમન કરે છે. અને પોતાનાં કર્મો અનુસાર સર્વે દિશા અને વિદિશામાં જાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-१ जीव अस्तित्व Gujarati 10 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ खलु भगवया परिण्णा पवेइया।

Translated Sutra: આ કર્મ અને સમારંભ અર્થાત્ કર્મબંધના કારણભૂતક્રિયાઓના વિષયમાં ભગવંતે ‘પરિજ્ઞા’ એટલે કે શુદ્ધ સમજણ અને તદનુસાર આચરણ કહેલ છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-१ जीव अस्तित्व Gujarati 11 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] इमस्स चेव जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जाई-मरण-मोयणाए, दुक्खपडिघायहेउं।

Translated Sutra: આ જીવનના માટે, વંદન – સન્માન અને પૂજનને માટે તથા જન્મ અને મરણથી છૂટવાને માટે અને દુઃખોના વિનાશને માટે અનેક મનુષ્યો કર્મ સમારંભ અર્થાત્ હિંસાના કારણભૂત ક્રિયાઓમાં પ્રવર્તે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-१ जीव अस्तित्व Gujarati 13 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्सेते लोगंसि कम्म-समारंभा परिण्णाया भवंति, से हु मुनी परिण्णाय-कम्मे।

Translated Sutra: લોકમાં જેણે આ કર્મ સમારંભોને જાણ્યા છે, તે નિશ્ચયથી પરિજ્ઞાતકર્મા છે એટલે કે કર્મબંધના હેતુઓને જાણનાર અને તેનો ત્યાગ કરનાર વિવેકી મુનિ છે – તેમ ભગવંત પાસેથી સાંભળીને હું તમને કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-२ पृथ्वीकाय Gujarati 14 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अट्टे लोए परिजुण्णे, दुस्संबोहे अविजाणए। अस्सिं लोए पव्वहिए। तत्थ तत्थ पुढो पास, आतुरा परितावेंति।

Translated Sutra: વિષયકષાયથી ‘પીડિત’, જ્ઞાનાદિ ભાવોથી ‘હીન’, મુશ્કેલીથી ‘બોધ’ પ્રાપ્ત કરનાર અજ્ઞાની જીવ આ લોકમાં ઘણા જ વ્યથિત છે. કામ, ભોગાદિ માટે આતુર થયેલા તેઓ ઘર બનાવવા આદિ ભિન્ન ભિન્ન કાર્યોને માટે સ્થાને સ્થાને પૃથ્વીકાયિક જીવોને પરિતાપ કે કષ્ટ આપે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-२ पृथ्वीकाय Gujarati 15 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] संति पाणा पुढो सिया। लज्जमाणा पुढो पास। अनगारा मोत्ति एगे पवयमाणा। जमिणं विरूवरूवेहिं सत्थेहिं पुढवि-कम्म-समारंभेणं पुढवि-सत्थं समारंभेमाणे अन्ने वणेगरूवे पाणे विहिंसति।

Translated Sutra: પૃથ્વીકાયિક જીવો પૃથક્‌ પૃથક્‌ શરીરમાં રહે છે અર્થાત્‌ તે પ્રત્યેક શરીરી છે. તેથી જ સંયમી જીવો પૃથ્વીકાય જીવોની હિંસા કરવામાં લજ્જા અનુભવે છે. અર્થાત્‌ પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવન નિર્વાહ કરે છે તેને હે શિષ્ય તું જો. કેટલાક ભિક્ષુઓ – વેશધારીઓ કહે છે ‘‘અમે સાધુ છીએ.’’ આવું કહેનારા અનેક પ્રકારના શસ્ત્રોથી
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-२ पृथ्वीकाय Gujarati 16 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ खलु भगवया परिण्णा पवेइया। इमस्स चेव जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जाई-मरण-मोयणाए, दुक्खपडिघायहेउं। से सयमेव पुढवि-सत्थं समारंभइ, अन्नेहिं वा पुढवि-सत्थं समारंभावेइ, अन्ने वा पुढवि-सत्थं समारंभंते समणुजाणइ।

Translated Sutra: પૃથ્વીકાયના આરંભ વિષયમાં ભગવંતે પરિજ્ઞા એટલે કે શુદ્ધ સમજ બતાવી છે કે – આ જીવિતનો વંદન – માનન અને પૂજનને માટે, જન્મ – મરણથી છૂટવા માટે, દુઃખોનો નાશ કરવાને માટે તેઓ સ્વયં જ પૃથ્વીશસ્ત્રોનો સમારંભ કરે છે, બીજા પાસે પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરાવે છે, પૃથ્વી – શસ્ત્રનો આરંભ કરનારની અનુમોદના કરે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-२ पृथ्वीकाय Gujarati 17 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तं से अहियाए, तं से अबोहीए। से तं संबुज्झमाणे, आयाणीयं समुट्ठाए। सोच्चा खलु भगवओ अनगाराणं वा अंतिए इहमेगेसिं णातं भवति–एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु नरए। इच्चत्थं गढिए लोए। जमिणं ‘विरूवरूवेहिं सत्थेहिं’ पुढवि-कम्म-समारंभेणं पुढवि-सत्थं समारंभेमाणे अन्ने वणेगरूवे पाणे विहिंसइ। से बेमि–अप्पेगे अंधमब्भे, अप्पेगे अंधमच्छे। अप्पेगे पायमब्भे, अप्पेगे पायमच्छे, अप्पेगे गुप्फमब्भे, अप्पेगे गुप्फमच्छे, अप्पेगे जंघमब्भे, अप्पेगे जंघमच्छे, अप्पेगे जाणुमब्भे, अप्पेगे जाणुमच्छे, अप्पेगे ऊरुमब्भे, अप्पेगे ऊरुमच्छे, अप्पेगे कडिमब्भे, अप्पेगे कडिमच्छे,

Translated Sutra: પૃથ્વીકાયનો સમારંભ અર્થાત્ હિંસા, તે હિંસા કરનાર જીવોને અહિતને માટે થાય છે, અબોધી અર્થાત્ બોધી બીજના નાશને માટે થાય છે. જે સાધુ આ વાતને સારી રીતે સમજે છે, તે સંયમ – સાધનામાં તત્પર થઈ જાય છે. ભગવંત અને શ્રમણના મુખેથી ધર્મશ્રવણ કરીને કેટલાક મનુષ્યો એવું જાણે છે કે – આ પૃથ્વીકાયની હિંસા ગ્રંથિ અર્થાત્ કર્મબંધનું
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-२ पृथ्वीकाय Gujarati 18 Sutra Ang-01 View Detail
Mool Sutra: एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाता भवंति। एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाता भवंति। तं परिण्णाय मेहावी नेव सयं पुढवि-सत्थं समारंभेज्जा, नेवन्नेहिं पुढवि-सत्थं समारंभावेज्जा, नेवण्णे पुढवि-सत्थं समारंभंते समणुजाणेज्जा। जस्सेते पुढवि-कम्म-समारंभा परिण्णाता भवंति, से हु मुनी परिण्णात-कम्मे।

Translated Sutra: જે પૃથ્વીકાય જીવો પર શસ્ત્રનો સમારંભ કરતા નથી, તે જ આ આરંભોનો પરિજ્ઞાતા – વિવેકી છે. આ પૃથ્વીકાયનો સમારંભ જાણીને બુદ્ધિમાન મનુષ્ય સાધુ) સ્વયં પૃથ્વીકાય શસ્ત્રનો સમારંભ હિંસા) કરે નહીં, બીજા દ્વારા પૃથ્વીકાય શસ્ત્રનો સમારંભ કરાવે નહીં અને પૃથ્વીકાય શસ્ત્રનો સમારંભ કરનારની અનુમોદના કરે નહીં. જેણે આ પૃથ્વીકર્મ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 19 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से बेमि–से जहावि अनगारे उज्जुकडे, णियागपडिवण्णे, अमायं कुव्वमाणे वियाहिए।

Translated Sutra: મુનિના સ્વરૂપને વિશેષથી દર્શાવતા જણાવે છે – ભગવંત પાસેથી સાંભળીને હું તમને કહું છું. – જે સરળ આચરણવાળા છે, મોક્ષમાર્ગને પ્રાપ્ત કરેલ છે અને જેઓ કપટરહિત હોય છે તેને અણગાર અર્થાત્‌ સાધુ કહે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 22 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं।

Translated Sutra: ભગવંતની આજ્ઞાથી અપ્‌કાયના જીવોને જાણીને તેઓને ભયરહિત કરે અર્થાત્ તે જીવોને કોઈ પ્રકારે પીડા ન પહોંચાડે, તેમના પ્રત્યે સંયમી રહે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 24 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] लज्जमाणा पुढो पास। अनगारा मोत्ति एगे पवयमाणा। जमिणं विरूवरूवेहिं सत्थेहिं उदय-कम्म-समारंभेणं उदय-सत्थं समारंभमाणे अन्ने वणेगरूवे पाणे विहिंसति। तत्थ खलु भगवया परिण्णा पवेदिता। इमस्स चेव जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जाई-मरण-मोयणाए, दुक्खपडिघायहेउं। से सयमेव उदय-सत्थं समारंभति, अन्नेहिं वा उदय-सत्थं समारंभावेति, अन्ने वा उदय-सत्थं समारंभंते समणुजाणति। तं से अहियाए, तं से अबोहीए। से तं सुबंज्झमाणे, आयाणीयं समुट्ठाए। सोच्चा खलु भगवओ अनगाराणं वा अंतिए इहमेगेसिं नायं भवति–एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु नरए। इच्चत्थं गढिए लोए। जमिणं ‘विरूवरूवेहिं

Translated Sutra: હે શિષ્ય! સંયમી સાધુ હિંસાથી લજ્જા પામતા હોવાથી જીવ – હિંસા કરતા નથી તેને તું જો અને આ શાક્ય આદિ સાધુઓને તું જો ! કે જેઓ ‘‘અમે અણગાર છીએ’’ એમ કહીને અપ્‌કાયના જીવોની અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા સમારંભ કરતા બીજા જીવોની પણ હિંસા કરે છે. આ વિષયમાં ભગવંતે પરિજ્ઞા અર્થાત્ વિવેક કહેલ છે. અજ્ઞાની જીવ આ ક્ષણિક જીવિતના
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 25 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] इह च खलु भो! अनगाराणं उदय-जीवा वियाहिया। सत्थं चेत्थ अणुवीइ पासा।

Translated Sutra: અહીં જિનપ્રવચનમાં નિશ્ચયથી હે શિષ્ય! સાધુઓને અપ્‌કાયને ‘જીવ’ રુપે જ ઓળખાવાયેલ છે. અપ્‌કાયના જે શસ્ત્રો છે, તેના વિશે ચિંતન કરીને જો.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 27 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अदुवा अदिन्नादानं।

Translated Sutra: અપ્‌કાયની હિંસા માત્ર હિંસા નહીં પણ અદત્તાદાન અર્થાત્ ચોરી પણ છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 29 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] पुढो सत्थेहिं विउट्टंति।

Translated Sutra: તેઓ એમ કહીને વિવિધ પ્રકારના શસ્ત્રો વડે અપ્‌કાય જીવોની હિંસા કરે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 31 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति। एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति। तं परिण्णाय मेहावी नेव सयं उदय-सत्थं समारंभेज्जा, नेवन्नेहिं उदय-सत्थं समारंभावेज्जा, उदय-सत्थं समारंभंतेवि अन्ने न समणुजाणेज्जा। जस्सेते उदय-सत्थ-समारंभा परिण्णाया भवंति, से हु मुनी परिण्णात-कम्मे।

Translated Sutra: જલકાય શસ્ત્રના સમારંભકર્તા મનુષ્ય પૂર્વોક્ત આરંભના ફળથી અજ્ઞાત છે. જેઓ જલકાય શસ્ત્રનો સમારંભ નથી કરતા એવા મુનિ આરંભોના ફળના જ્ઞાતા છે. આ જાણીને મેધાવી મુનિ અપ્‌કાય શસ્ત્રનો સમારંભ અર્થાત્ હિંસા જાતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી કે કરનારની અનુમોદના કરતા નથી. જે મુનિએ આ બધાં અપ્‌કાય શસ્ત્ર સમારંભને જાણેલા
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 33 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे दीहलोग-सत्थस्स खेयण्णे, से असत्थस्स खेयण्णे। जे असत्थस्स खेयण्णे, से दीहलोग-सत्थस्स खेयण्णे।

Translated Sutra: જે દીર્ઘલોક એટલે વનસ્પતિ અને શસ્ત્ર અર્થાત્‌ અગ્નિનાં સ્વરૂપને જાણે છે, તે અશસ્ત્ર અર્થાત્ સંયમના સ્વરૂપને પણ જાણે છે. જે સંયમને જાણે છે તે દીર્ઘલોકશસ્ત્ર અર્થાત્ વનસ્પતિના શસ્ત્રરૂપ અગ્નિકાયને પણ જાણે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 34 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] वीरेहिं एयं अभिभूय दिट्ठं, संजतेहिं सया जतेहिं सया अप्पमत्तेहिं।

Translated Sutra: સદા સંયત, સદા અપ્રમત્ત અને સદા યતનાવાન્ એવા વીરપુરૂષોએ પરિષહ આદિ જીતી, ઘનઘાતિકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન દ્વારા આ સંયમનું સ્વરૂપ જોયું છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 35 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे पमत्ते गुणट्ठिए, से हु दंडे पवुच्चति।

Translated Sutra: જે પ્રમાદી છે, રાંધવું – પકાવવું આદિ ગુણના અથવા ઇન્દ્રિય સુખોના અર્થી છે, તે જ દંડદેનાર અથવા હિંસક કહેવાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 36 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तं परिण्णाय मेहावी इयाणिं नो जमहं पुव्वमकासी पमाएणं।

Translated Sutra: તે ‘દંડ’ને જાણીને અર્થાત્ અગ્નિકાયની હિંસાના દંડરૂપ ફળને જાણીને તે મેઘાવી સાધુ સંકલ્પ કરે કે મેં જે પ્રમાદને વશ થઈને પહેલા હિંસા કરેલ છે તે હિંસા હું હવે કરીશ નહીં.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 37 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] लज्जमाणा पुढो पास। अनगारा मोत्ति एगे पवयमाणा। जमिणं विरूवरूवेहिं सत्थेहिं अगणि-कम्म-समारंभेणं अगणि-सत्थं समारंभमाणे, अन्ने वणेगरूवे पाणे विहिंसति। तत्थ खलु भगवया परिण्णा पवेइया। इमस्स चेव जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जाई-मरण-मोयणाए, दुक्खपडिघायहेउं। से सयमेव अगणि-सत्थं समारंभइ, अन्नेहिं वा अगणि-सत्थं समारंभावेइ, अन्ने वा अगणि-सत्थं समारंभमाणे समणुजाणइ। तं से अहियाए, तं से अबोहीए। से तं संबुज्झमाणे, आयाणीयं समुट्ठाए। सोच्चा खलु भगवओ अनगाराणं वा अंतिए इहमेगेहिं नायं भवति– एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु नरए। इच्चत्थं गढिए लोए। जमिणं विरूवरूवेहिं

Translated Sutra: હે શિષ્ય! સંયમી સાધુ હિંસાથી લજ્જા પામતા હોવાથી જીવ – હિંસા કરતા નથી તેને તું જો અને આ શાક્ય આદિ સાધુઓને તું જો ! કે જેઓ ‘‘અમે અણગાર છીએ’’ એમ કહીને અનેક પ્રકારના શસ્ત્રોથી અગ્નિકાયના સમારંભ દ્વારા અગ્નિકાય જીવોની તથા અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. આ વિષયમાં ભગવંતે પરિજ્ઞા અર્થાત્ વિવેક કહેલ છે કે
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 38 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से बेमि– अप्पेगे अंधमब्भे, अप्पेगे अंधमच्छे। अप्पेगे पायमब्भे, अप्पेगे पायमच्छे।(जाव) अप्पेगे संपमारए, अप्पेगे उद्दवए। से बेमि– संति पाणा पुढवि- निस्सिया, तण- निस्सिया, पत्त- निस्सिया, कट्ठ- निस्सिया, गोमय- निस्सिया, कयवर- निस्सिया। संति संपातिमा पाणा, आहच्च संपयंति य। अगणिं च खलु पुट्ठा, एगे संघायमावज्जंति। जे तत्थ संघायमावज्जंति, ते तत्थ परियावज्जंति। जे तत्थ परियावज्जंति, ते तत्थ उद्दायंति।

Translated Sutra: તે હું તમને કહું છું કે – પૃથ્વી, તૃણ, પત્ર, લાકડું, છાણ અને કચરો એ સર્વેને આશ્રીને ત્રસ જીવો હોય છે, ઉડનારા જીવો પણ અગ્નિમાં પડે છે, આ જીવો અગ્નિના સ્પર્શથી સંકોચ પામે છે. અગ્નિમાં પડતા જ આ જીવો મૂર્ચ્છા પામે છે. મૂર્ચ્છા પામેલા તે મૃત્યુ પામે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 39 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति। एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति। तं परिण्णाय मेहावी नेव सयं अगणि-सत्थं समारंभेज्जा, नेवन्नेहिं अगणि-सत्थे समारंभावेज्जा, अगणि-सत्थं समारंभमाणे अन्ने न समणुजाणेज्जा। जस्सेते अगणि-कम्म-समारंभा परिण्णाया भवंति, से हु मुनी परिण्णाय-कम्मे।

Translated Sutra: અગ્નિકાયમાં શસ્ત્રનો સમારંભ ન કરનાર અર્થાત્ હિંસા ન કરનાર આ બધા આરંભનો અર્થાત્ હિંસાના પરિણામનો જ્ઞાતા હોય છે. આ આરંભને જાણીને મેઘાવી સાધુ અગ્નિશસ્ત્ર સમારંભ જાતે કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારની અનુમોદના કરે નહીં. જેણે આ બધા અગ્નિકર્મ સમારંભના અશુભ પરિણામને જાણ્યા છે અને જાણીને તેનો ત્યાગ કર્યો
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 40 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तं नो करिस्सामि समुट्ठाए । मंता मइमं अभयं विदित्ता। तं जे नो करए एसोवरए, एत्थोवरए एस अनगारेत्ति पवुच्चइ।

Translated Sutra: સંયમના સ્વરૂપને સમજીને અને પ્રત્યેક જીવ અભય ઇચ્છે છે એ જાણીને જે બુદ્ધિમાન સાધુ એવો નિર્ણય કરે કે હું સંયમ અંગીકાર કરીને હું કોઈને પણ પીડા આપીશ નહી, તેઓ વનસ્પતિની હિંસા ન કરે. તે જ હિંસાથી નિવૃત્ત થવાથી વિરત કહેવાય છે અને જિનમતમાં જે પરમાર્થથી વિરત છે, તે જ અણગાર કહેવાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 42 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अड्ढं अहं तिरियं पाईणं ‘पासमाणे रूवाइं पासति’, ‘सुणमाणे सद्दाइं सुणेति’।

Translated Sutra: આ જીવ ઉર્ધ્વ, અધો, તિર્છુ અને પૂર્વ આદિ દિશામાં અનેક પદાર્થોના સંપર્કમાં આવતા વિવિધ રૂપોને જુએ છે, સાંભળતો એવો તે શબ્દોને સાંભળે છે. ઉર્ધ્વ, અધો, તિર્છુ અને પૂર્વ આદિ દિશામાં જોયેલ રૂપમાં અને સાંભળેલ શબ્દમાં આસક્ત થાય છે. આ આસક્તિ એ સંસાર કહેવાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 43 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] उड्ढं अहं तिरियं पाईणं मुच्छमाणे रूवेसु मुच्छति, सद्देसु आवि। एस लोए वियाहिए। एत्थ अगुत्ते अणाणाए।

Translated Sutra: આ પ્રમાણે શબ્દ આદિ વિષયરૂપ ‘લોક’ કહ્યો. જે આ શબ્દાદિ વિષયોમાં પોતાની ચિત્ત – વૃત્તિનું ગોપન કરતા નથી, તે ભગવંતની આજ્ઞાથી બહાર છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 46 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] लज्जमाणा पुढो पास। अनगारा मोत्ति एगे पवयमाणा। जमिणं विरूवरूवेहिं सत्थेहिं वणस्सइ-कम्म-समारंभेणं वणस्सइ-सत्थं समारंभमाणे अन्ने वगेणरूवे पाणे विहिंसति। तत्थ खलु भगवया परिण्णा पवेदिता। इमस्स चेव जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जाती-मरण-मोयणाए, दुक्खपडिघायहेउं। से सयमेव वणस्सइ-सत्थं समारंभइ, अन्नेहिं वा वणस्सइ-सत्थं समारंभावेइ, अन्ने वा वणस्सइ-सत्थं समारंभमाणे समणुजाणइ। तं से अहियाए, तं से अबोहीए। से तं संबुज्झमाणे, आयाणीयं समुट्ठाए। सोच्चा भगवओ, अनगाराणं वा अंतिए इहमेगेसिं नायं भवति–एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए। जमिणं

Translated Sutra: હે શિષ્ય! સંયમી સાધુ હિંસાથી લજ્જા પામતા હોવાથી જીવ – હિંસા કરતા નથી તેને તું જો અને આ શાક્ય આદિ સાધુઓને તું જો ! કે જેઓ ‘‘અમે અણગાર છીએ’’ એમ કહીને અનેક પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિ કર્મ સમારંભથી વનસ્પતિ જીવોની હિંસા કરતા બીજા પણ અનેક જીવોની હિંસા કરે છે. આ વિષયમાં ભગવંતે પરિજ્ઞા અર્થાત્ વિવેક કહ્યો છે. આ જીવનને
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 47 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से बेमि–अप्पेगे अंधमब्भे, अप्पेगे अंधमच्छे। अप्पेगे पायमब्भे, अप्पेगे पायमच्छे। (जाव) अप्पेगे संपमारए, अप्पेगे उद्दवए। से बेमि–इमंपि जाइधम्मयं, एयंपि जाइधम्मयं। इमंपि बुड्ढिधम्मयं, एयंपि बुड्ढिधम्मयं। इमंपि चित्तमंतयं, एयंपि चित्तमंतयं। इमंपि छिन्नं मिलाति, एयंपि छिन्नं मिलाति। इमंपि आहारगं, एयंपि आहारगं। इमंपि अनिच्चयं, एयंपि अनिच्चयं। इमंपि असासयं, एयंपि असासयं। इमंपि चयावचइयं, एयंपि चयावचइयं। इमंपि विपरिनामधम्मयं, एयंपि विपरिनामधम्मयं।

Translated Sutra: તે હું તમને કહું છું – માનવ શરીર સાથે વનસ્પતિકાયની સમાનતા દર્શાવતા કહે છે) જે રીતે માનવ શરીર જન્મ લે છે, વૃદ્ધિ પામે છે, ચેતનવંત છે, છેદાતા કરમાય છે, આહાર લે છે, અનિત્ય છે, અશાશ્વત છે, વધે – ઘટે છે અને વિકારને પામે છે એ જ રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, ચેતનાયુક્ત છે, છેદાતા કરમાય છે, આહાર લે છે, અનિત્ય
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 48 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति। एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति। तं परिण्णाय मेहावी– नेव सयं वणस्सइ-सत्थं समारंभेज्जा, नेवन्नेहिं वणस्सइ-सत्थं समारंभावेज्जा, नेवन्नेवणस्सइ-सत्थं समारंभंते समणुजाणेज्जा। जस्सेते वणस्सइ-सत्थ-समारंभा परिण्णाया भवंति, से हु मुनी परिण्णाय-कम्मे।

Translated Sutra: વનસ્પતિકાયનો સમારંભ કરનાર તેના આરંભના પરિણામોથી અજાણ હોય છે અને વનસ્પતિશસ્ત્રનો સમારંભ ન કરનાર આ હિંસાજન્ય વિપાકોનો પરિજ્ઞાતા હોય છે અર્થાત્ ઉપર કહેલ હિંસા આદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે એવો વિવેક તેને હોય છે. આવું જાણી મેઘાવી પુરુષ વનસ્પતિકાયની હિંસા સ્વયં ન કરે, બીજા પાસે ન કરાવે, કરનારને અનુમોદે નહીં.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-६ त्रसकाय Gujarati 51 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] निज्झाइत्ता पडिलेहित्ता पत्तेयं परिणिव्वाणं। सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं अस्सायं अपरिणिव्वाणं महब्भयं दुक्खं ति बेमि। तसंति पाणा पदिसोदिसासु य।

Translated Sutra: હું સારી રીતે ચિંતવીને અને જોઈને કહું છું – પ્રત્યેક પ્રાણી પોત – પોતાનું સુખ ભોગવે છે. બધાં પ્રાણી અર્થાત્ વિકલેન્દ્રિય, બધાં ભૂત અર્થાત્ વનસ્પતિ, બધાં જીવ અર્થાત્ પંચેન્દ્રિય, બધાં સત્ત્વ અર્થાત્ એકેન્દ્રિયને અશાતા અને અશાંતિ મહાભયંકર અને દુઃખદાયી છે. તેમ હું કહું છું. આ પ્રાણી દિશા – વિદિશાથી ભયભીત બની
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-६ त्रसकाय Gujarati 52 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ-तत्थ पुढो पास, आउरा परितावेंति।

Translated Sutra: તું જો, વિષય સુખના અભિલાષી મનુષ્ય અનેક સ્થાને આ જીવોને પરિતાપ – દુઃખ આપે છે. આ ત્રસકાયિક પ્રાણીઓ જુદા જુદા શરીરોને આશ્રીને સર્વત્ર રહેલા છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-६ त्रसकाय Gujarati 53 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] संति पाणा पुढो सिया। लज्जमाणा पुढो पास। अनगारा मोत्ति एगे पवयमाणा। जमिणं विरूवरूवेहिं सत्थेहिं तसकाय-समारंभेणं तसकाय-सत्थं समारंभमाणे अन्ने वणेगरूवे पाणे विहिंसति। तत्थ खलु भगवता परिण्णा पवेइया। इमस्स चेव जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जाई-मरण-मोयणाए, दुक्खपडिघायहेउं। से सयमेव तसकाय-सत्थं समारंभति, अन्नेहिं वा तसकाय-सत्थं समारंभावेइ, अन्ने वा तसकाय-सत्थं समारंभमाणे समणुजाणइ। तं से अहियाए, तं से अबोहीए। से तं संबुज्झमाणे, आयाणीयं समुट्ठाए। सोच्चा भगवओ, अनगाराणं ‘वा अंतिए’ इहमेगेसिं नायं भवइ– एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु नरए। इच्चत्थं गढिए

Translated Sutra: હે શિષ્ય! સંયમી સાધુ હિંસાથી લજ્જા પામતા હોવાથી જીવ – હિંસા કરતા નથી તેને તું જો અને આ શાક્ય આદિ સાધુઓને તું જો ! કે જેઓ ‘‘અમે અણગાર છીએ’’ એમ કહીને અનેક પ્રકારના શસ્ત્રોથી ત્રસકાયના સમારંભ દ્વારા ત્રસકાય જીવોની હિંસા કરતા તેઓ બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. આ વિષયમાં નિશ્ચયથી ભગવંતે પરિજ્ઞા અર્થાત્
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-६ त्रसकाय Gujarati 54 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से बेमि–अप्पेगे अंधमब्भे, अप्पेगे अंधमच्छे। अप्पेगे पायमब्भे, अप्पेगे पायमच्छे। अप्पेगे संपमारए, अप्पेगे उद्दवए। से बेमि–अप्पेगे अच्चाए वहंति, अप्पेगे अजिणाए वहंति, अप्पेगे मंसाए वहंति, अप्पेगे सोणियाए वहंति, अप्पेगे हिययाए वहंति, अप्पेगे पित्ताए वहंति, अप्पेगे वसाए वहंति, अप्पेगे पिच्छाए वहंति, अप्पेगे पुच्छाए वहंति, अप्पेगे बालाए वहंति, अप्पेगे सिंगाए वहंति, अप्पेगे विसाणाए वहंति, अप्पेगे दंताए वहंति, अप्पेगे दाढाए वहंति, अप्पेगे नहाए वहंति, अप्पेगे ण्हारुणीए वहंति, अप्पेगे अट्ठीए वहंति, अप्पेगे अट्ठिमिंजाए वहंति, अप्पेगे अट्ठाए वहंति, अप्पेगे अणुट्ठाए

Translated Sutra: હું કહું છું કે, કેટલાક લોકો દેવ – દેવીની પૂજાને માટે ત્રસકાય જીવોને હણે છે, કોઈ ચર્મને માટે, કોઈ માંસને માટે, કોઈ લોહી માટે, એ પ્રમાણે હૃદય, પિત્ત, ચરબી, પિંછા, પુચ્છ, વાળ, શીંગડું, વિષાણ, દાંત, દાઢા, નખ, સ્નાયુ, અસ્થિ, અસ્થિમિંજ માટે ત્રસકાયની હિંસા કરે છે. કોઈ સકારણ કે અકારણ હિંસા કરે છે. કોઈ મને માર્યો કે મને મારે
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-६ त्रसकाय Gujarati 55 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति। एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति। तं परिण्णाय मेहावी नेव सयं तसकाय-सत्थं समारंभेज्जा, नेवन्नेहिं तसकाय-सत्थं समारंभावेज्जा, नेवन्नेतसकाय-सत्थं समारंभंते समणुजाणेज्जा। जस्सेते तसकाय-सत्थ-समारंभा परिण्णाया भवंति, से हु मुनी परिण्णाय-कम्मे।

Translated Sutra: આ ત્રસકાય હિંસામાં પ્રવૃત્ત જીવને તેના કટુ વિપાકો – કડવા ફળનું જ્ઞાન હોતું નથી. ત્રસકાયની હિંસા ન કરનારને હિંસા કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન હોય છે. આવું જાણીને મેઘાવી મુનિ ત્રસકાય જીવોની હિંસા સ્વયં કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારની અનુમોદના ન કરે.જે આ ત્રસકાય સમારંભનો પરિજ્ઞાતા છે, તે જ મુનિ પરિજ્ઞાતકર્મા
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-७ वायुकाय Gujarati 58 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] इह संतिगया दविया, नावकंखंति वीजिउं

Translated Sutra: આ જૈનશાસનમાં આવેલ, શાંતિને પ્રાપ્ત થયેલ સંયમી મુનિ વાયુકાયની હિંસા કરી જીવવાની ઇચ્છા ન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-७ वायुकाय Gujarati 59 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] लज्जमाणा पुढो पास। अनगारा मोत्ति एगे पवयमाणा। जमिणं विरूवरूवेहिं सत्थेहिं वाउकम्म-समारंभेणं वाउ-सत्थं समारंभमाणे अन्ने वणेगरूवे पाणे विहिंसति। तत्थ खलु भगवया परिण्णा पवेइया। इमस्स चेव जीवियस्स, परिवंदण-माणण-पूयणाए, जाई-मरण-मोयणाए, दुक्खपडिघायहेउं। से सयमेव वाउ-सत्थं समारंभति, अन्नेहिं वा वाउ-सत्थं समारंभावेति, अन्ने वा वाउ-सत्थं समारंभंते समणुजाणइ। तं से अहियाए, तं से अबोहीए। से तं संबुज्झमाणे, आयाणीयं समुट्ठाए। सोच्चा भगवओ, अनगाराणं वा अंतिए इहमेगेसिं नायं भवइ–एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए। जमिणं विरूवरूवेहिं सत्थेहिं

Translated Sutra: હે શિષ્ય! સંયમી સાધુ હિંસાથી લજ્જા પામતા હોવાથી જીવ – હિંસા કરતા નથી તેને તું જો અને આ શાક્ય આદિ સાધુઓને તું જો ! કે જેઓ ‘‘અમે અણગાર છીએ’’ એમ કહીને અનેક પ્રકારના શસ્ત્રોથી વાયુકાયનો સમારંભ કરતા વાયુજીવોની હિંસા કરવા વડે તેના આશ્રિત અન્ય અનેક જીવોની હિંસા કરે છે. આ વિષયમાં ભગવંતે પરિજ્ઞા અર્થાત્ વિવેક બતાવેલ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-७ वायुकाय Gujarati 60 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से बेमि–अप्पेगे अंधमब्भे, अप्पेगे अंधमच्छे। अप्पेगे पायमब्भे, अप्पेगे पायमच्छे। अप्पेगे संपमारए, अप्पेगे उद्दवए। से बेमि–संति संपाइमा पाणा, आहच्च संपयंति य। फरिसं च खलु पुट्ठा, एगे संघायमावज्जंति। जे तत्थ संघायमावज्जंति, ते तत्थ परियावज्जंति, जे तत्थ परियावज्जंति, ते तत्थ उद्दायंति। एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति। एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति। तं परिण्णाय मेहावी नेव सयं वाउ-सत्थं समारंभेज्जा, नेवन्नेहिं वाउ-सत्थ समारंभावेज्जा, नेवन्नेवाउ-सत्थं समारंभंते समणुजाणेज्जा। जस्सेते वाउ-सत्थ-समारंभा परिण्णाया

Translated Sutra: તે હું કહું છું – જે ઉડતા જીવ છે તે વાયુકાય સાથે એકઠા થઈને પીડા પામે છે. જેઓ આવા સંઘાતને પામે છે તે જીવો પરિતાપ પામે છે અને મૃત્યુ પામે છે. વાયુકાય – હિંસામાં પ્રવૃત્તને હિંસાદિ ક્રિયા કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન નથી. જેમણે આ શસ્ત્ર સમારંભનો ત્યાગ કર્યો છે તેઓ વાયુકાય હિંસાના પરિજ્ઞાતા છે. આ પ્રમાણે પરિજ્ઞા
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-७ वायुकाय Gujarati 61 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] एत्थं पि जाणे उवादीयमाणा। जे आयारे न रमंति। आरंभमाणा विणयं वियंति। छंदोवणीया अज्झोववण्णा। ‘आरंभसत्ता पकरेंति संगं’।

Translated Sutra: આ વાયુકાય તથા બીજા કાયોની હિંસા કરનારને જાણો. જે આચારમાં રહેતા નથી તેવા શાક્યાદિ આરંભને જ વિનય કહે છે. આવા સ્વચ્છંદાચારી, વિષયાસક્ત અને આરંભરક્ત જીવો કર્મબંધનો સંગ કરે છે. કર્મ બાંધે છે.)
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-७ वायुकाय Gujarati 62 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से वसुमं सव्व-समन्नागय-पण्णाणेणं अप्पाणेणं अकरणिज्जं पावं कम्मं। तं णोअन्नेसिं। तं परिण्णाय मेहावी नेव सयं छज्जीव-णिकाय-सत्थं समारंभेज्जा, नेवन्नेहिं छज्जीव-णिकाय-सत्थं समारंभावेज्जा, नेवन्नेछज्जीवणिकाय-सत्थं समारंभंते समणुजाणेज्जा। जस्सेते छज्जीव-णिकाय-सत्थ-समारंभा परिण्णाया भवंति, से हु मुनी परिण्णाय-कम्मे।

Translated Sutra: તે સંયમરૂપી ધનથી યુક્ત છે, જે સર્વ – પ્રકારે બોધ અને જ્ઞાનયુક્ત આત્મા ન કરવા યોગ્ય પાપકર્મ ન કરે. આ પાપકર્મને જાણીને મેઘાવી સાધુ છ જીવનિકાયની હિંસા સ્વયં કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારને અનુમોદે નહીં. જેણે આ બધા છ જીવનિકાયશસ્ત્ર સમારંભ જાણ્યા છે, તે જ ‘‘પરિજ્ઞાતકર્મા’’ એટલે કે કર્મબંધના હેતુઓને જાણનાર
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-१ स्वजन Gujarati 63 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे गुणे से मूलट्ठाणे, जे मूलट्ठाणे से गुणे। इति से गुणट्ठी महता परियावेणं वसे पमत्ते– माया मे, पिया मे, भाया मे, भइणी मे, भज्जा मे, पुत्ता मे, धूया मे, सुण्हा मे, सहि-सयण-संगंथ-संथुया मे, विवित्तोवगरण-परियट्टण-भोयण-अच्छायणं मे, इच्चत्थं गढिए लोए– वसे पमत्ते। अहो य राओ य परितप्पमाणे, कालाकाल-समुट्ठाई, संजोगट्ठी अट्ठालोभी, आलुंपे सहसक्कारे, विणि-विट्ठचित्ते एत्थ सत्थे पुणो-पुणो। अप्पं च खलु आउं इहमेगेसिं माणवाणं, तं जहा–

Translated Sutra: જે શબ્દાદિ વિષય છે તે સંસારનું કારણ છે. અને જે સંસારના મૂળ કારણ છે, તે શબ્દાદિ વિષય છે, આ રીતે તે વિષય અભિલાષી પ્રાણી પ્રમાદી બની શારીરિક અને માનસિક પરિતાપ ભોગવે છે. તે આ પ્રમાણે માને છે કે – મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, મિત્ર, સ્વજન, સંબંધી છે. મારા હાથી, ઘોડા, મકાન આદિ સાધન,
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-१ स्वजन Gujarati 64 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] सोय-परिण्णाणेहिं परिहायमाणेहिं, चक्खु-परिण्णाणेहिं परिहायमाणेहिं, घाण-परिण्णाणेहिं परिहाय-माणेहिं, रस-परिण्णाणेहिं परिहायमाणेहिं, फास-परिण्णाणेहिं परिहायमाणेहिं। अविक्कंतं च खलु वयं संपेहाए। तओ से एगया मूढभावं जणयंति।

Translated Sutra: આ લોકમાં મનુષ્યનું આયુ ઘણું અલ્પ છે, તેમાં વૃદ્ધાવસ્થાને કારણે – કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શનું જ્ઞાન પ્રતિદિન ઓછું થતું જાય છે. યૌવનને જલદીથી જતું જોઈને તે એક દિવસ મૂઢભાવને પામે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-१ स्वजन Gujarati 68 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] उवाइय-सेसेण वा सन्निहि-सन्निचओ कज्जइ, इहमेगेसिं असंजयाणं भोयणाए। तओ से एगया रोग-समुप्पाया समुप्पज्जंति। जेहिं वा सद्धिं संवसति ते वा णं एगया नियगा तं पुव्विं परिहरंति, सो वा ते नियगे पच्छा परिहरेज्जा। नालं ते तव ताणाए वा, सरणाए वा। तुमंपि तेसिं नालं ताणाए वा, सरणाए वा।

Translated Sutra: મનુષ્ય ઉપભોગ પછી બચેલી કે સંચિત કરી રાખેલી વસ્તુ બીજાને ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે. પછી કોઈ વખતે તેને રોગની પીડા ઉત્પન્ન થાય છે, ત્યારે જે સ્વજનાદિ સાથે તે વસે છે તેઓ જ તેને ઘૃણા કરી પહેલા છોડી દે છે. પછી તે પણ નિરાશ થઇ પોતાના સ્વજન – સ્નેહીઓને છોડી દે છે, આ સમયે તે ધન કે સ્વજન તારી રક્ષા કરવા કે શરણ આપવા સમર્થ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-१ स्वजन Gujarati 69 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जाणित्तु दुक्खं पत्तेयं सायं।

Translated Sutra: પ્રત્યેક પ્રાણીના સુખ, દુઃખ પોતાના છે તેમ જાણીને. ...
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-१ स्वजन Gujarati 70 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अणभिक्कंतं च खलु वयं संपेहाए।

Translated Sutra: વીતી ગઈ નથી તેવી ઉંમરને જોઈને યુવાનીમાં તું આત્મહિત કર.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-१ स्वजन Gujarati 72 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जाव- सोय-पण्णाणा अपरिहीणा, जाव नेत्त-पण्णाणा अपरिहीणा, जाव घाण-पण्णाणा अपरिहीणा, जाव जीह-पण्णाणा अपरिहीणा, जाव फास-पण्णाणा अपरिहीणा। इच्चेतेहिं विरूवरूवेहिं पण्णाणेहिं अपरिहीणेहिं आयट्ठं सम्मं समणुवासिज्जासि।

Translated Sutra: જ્યાં સુધી કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ એ પાંચે ઇન્દ્રિયોની જ્ઞાન શક્તિ પરિપૂર્ણ છે ત્યાં સુધીમાં આત્મહિતને માટે સમ્યક્‌ પ્રકારે પ્રયત્નશીલ બન – તેમ હું કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-२ अद्रढता Gujarati 74 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अणाणाए पुट्ठा ‘वि एगे’ नियट्टंति। मंदा मोहेण पाउडा। ‘अपरिग्गहा भविस्सामो’ समुट्ठाए, लद्धे कामेहिगाहंति। अणाणाए मुनिनो पडिलेहंति। एत्थ मोहे पुनो पुनो सण्णा। नो हव्वाए नो पाराए।

Translated Sutra: વીતરાગની આજ્ઞાથી વિપરીત આચરણ કરનાર કોઈ અજ્ઞાની જીવ મોહનાં ઉદયે સંયમથી ભ્રષ્ટ થાય છે.. “અમે અપરિગ્રહી થઈશું’’ એમ બોલી દીક્ષિત થવા છતાં પ્રાપ્ત કામભોગોને સેવે છે અને વિતરાગની આજ્ઞાથી વિપરીતવર્તી મુનિવેશ લજવે છે. કામ – ભોગમાં વારંવાર લીન બની તે આ પાર કે પેલે પાર જઈ શકતા નથી.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-२ अद्रढता Gujarati 75 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] विमुक्का हु ते जना, जे जना पारगामिणो। लोभं अलोभेण दुगंछमाणे, लद्धे कामे नाभिगाहइ।

Translated Sutra: જે મનુષ્ય જ્ઞાન – દર્શન – ચારિત્રનાં પારગામી’ છે તે જ ખરેખર પૂર્વ સંબંધોથી મુક્ત થાય છે. અલોભથી લોભને પરાજિત કરનારો કામભોગ પ્રાપ્ત થાય તો પણ ન સેવે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-२ अद्रढता Gujarati 76 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] विणइत्तु लोभं निक्खम्म, एस अकम्मे जाणति-पासति। पडिलेहाए नावकंखति। एस अनगारेत्ति पवुच्चति। अहो य राओ य परितप्पमाणे, कालाकालसमुट्ठाई, संजोगट्ठी अट्ठालोभी, आलुंपे सहसक्कारे, विनिविट्ठचित्ते एत्थ सत्थे पुणो-पुणो से आय-बले, से नाइ-बले, से मित्त-बले, से पेच्च-बले, से देव-बले, से राय-बले, से चोर-बले, से अतिहि-बले, से किवण-बले, से समण-बले। इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंड-समायाणं। सपेहाए भया कज्जति। पाव-मोक्खोत्ति मन्नमाणे। अदुवा आसंसाए।

Translated Sutra: જે લોભથી નિવૃત્ત થઈ પ્રવ્રજ્યા લે છે, તે કર્મરહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. જે લોભના વિપાકોનો વિચાર કરી, આકાંક્ષા – રહિત બને છે, તે જ સાચા અણગાર કહેવાય છે. અજ્ઞાની જીવ રાતદિન દુઃખ પામતો, કાળ – અકાળની પરવા ન કરી સ્વજન તથા ધનાદિમાં આસક્ત બની ભોગવાંછુક, ધનલોભી, લૂંટારો, સહસાકાર્ય કરનાર, વ્યાકુળ ચિત્ત થઈ પુનઃ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-२ अद्रढता Gujarati 77 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तं परिण्णाय मेहावी नेव सयं एएहिं कज्जेहिं दंडं समारंभेज्जा, नेवण्णं एएहिं कज्जेहिं दंडं समारंभावेज्जा, नेवण्णं एएहिं कज्जेहिं दंडं समारंभंतं समणुजाणेज्जा। एस मग्गे आरिएहिं पवेइए। जहेत्थ कुसले नोवलिंपिज्जासि।

Translated Sutra: ઉપરોક્ત હિંસા અહિતરૂપ છે તેમ જાણીને મેઘાવી સાધક, સ્વયં હિંસા કરે નહીં, બીજા પાસે હિંસા કરાવે નહીં, હિંસા કરતા બીજાને અનુમોદે નહીં. આ અહિંસા – માર્ગ તીર્થંકરોએ બતાવ્યો છે. તેથી કુશળ પુરૂષો દંડ સમારંભ અર્થાત્ હિંસાદિ વૃત્તિ કે પ્રવૃત્તિમાં લેપાય નહીં. તેમ જે ભગવંતે કહ્યું તે હું તમને કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-३ मदनिषेध Gujarati 78 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] ‘से असइं उच्चागोए, असइं नीयागोए। नो हीणे, नो अइरित्ते, नो पीहए’। इति संखाय के गोयावादी? के मानावादी? कंसि वा एगे गिज्झे? तम्हा पंडिए नो हरिसे, नो कुज्झे। भूएहिं जाण पडिलेह सातं।

Translated Sutra: આ આત્મા અનેકવાર ઉચ્ચગોત્ર અને નીચગોત્રમાં ઉત્પન્ન થયો છે. તેથી કોઈ નીચ નથી કે કોઈ ઉચ્ચ નથી. એ જાણીને ઉચ્ચ ગોત્રની સ્પૃહા ન કરે. આ જાણીને કોણ ગોત્રનો ગર્વ કરશે? કોણ અભિમાન કરશે? કોણ કોઈ એક ગોત્રમાં આસક્ત થશે ? તેથી બુદ્ધિમાને ઉચ્ચ ગોત્ર મળતા હર્ષ ન કરે કે નીચ ગોત્ર મળે તો રોષ ન કરે.
Showing 701 to 750 of 36429 Results