Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 355 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा सा नईण पवरा सलिला सागरंगमा ।
सीया नीलवंतपवहा एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જે પ્રકારે નીલવંતથી વહેતી, જળપ્રવાહથી પરિપૂર્ણ, સમુદ્રગામીની સીતા નદી, બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 356 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से नगाण पवरे सुमहं मंदरे गिरी ।
नानोसहिपज्जलिए एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ વિવિધ પ્રકારની ઔષધીથી દીપ્ત મહાન મેરુ પર્વત બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 357 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से सयंभूरमणे उदही अक्खओदए ।
नाणारयणपडिपुन्ने एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ સદૈવ અક્ષયજળથી પરિપૂર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર વિવિધ રત્નોથી પરિપૂર્ણ રહે છે, તેમજ બહુશ્રુત અક્ષય જ્ઞાનથી પરિપૂર્ણ રહે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 358 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समुद्दगंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसया ।
सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्तु कम्मं गइमुत्तमं गया ॥ Translated Sutra: સમુદ્ર સમાન ગંભીર, દુરાસય, અવિચલિત, અપરાજેય, વિપુલ શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કર્મોનો ક્ષય કરી ઉત્તમ ગતિ પામે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 359 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तम्हा सुयमहिट्ठेज्जा उत्तमट्ठगवेसए ।
जेणप्पाणं परं चेव सिद्धिं संपाउणेज्जासि ॥ –त्ति बेमि ॥ Translated Sutra: ઉત્તમાર્થ ગવેષક મુનિ શ્રુતનો આશ્રય લે જેનાથી તે પોતે અને બીજાને પણ સિદ્ધિ અપાવી શકે તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 360 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सोवागकुलसंभूओ गुणुत्तरधरो मुनी ।
हरिएसबलो नाम आसि भिक्खू जिइंदिओ ॥ Translated Sutra: હરિકેશબલ ચાંડાલકુલમાં ઉત્પન્ન થયા, તો પણ જ્ઞાનાદિ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 361 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इरिएसणभासाए उच्चारसमिईसु य ।
जओ आयाणनिक्खेवे संजओ सुसमाहिओ ॥ Translated Sutra: તેઓ ઇર્યા, એષણા, ભાષા, ઉચ્ચારપારિષ્ઠાપનિકા), આદાન – નિક્ષેપ સમિતિ એ પાંચમાં યત્નશીલ અને સુસમાધિસ્થ સંયમી હતા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 362 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मनगुत्तो वयगुत्तो कायगुत्तो जिइंदिओ ।
भिक्खट्ठा बंभइज्जम्मि जन्नवाडं उवट्ठिओ ॥ Translated Sutra: મન – વચન – કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય મુનિ ભિક્ષાર્થે યજ્ઞમંડપમાં ગયા કે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 363 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तं पासिऊणमेज्जंतं तवेण परिसोसियं ।
पंतोवहिउवगरणं उवहसंति अनारिया ॥ Translated Sutra: તપથી તે મુનિનું શરીર સૂકાઈ ગયેલું, ઉપધિ અને ઉપકરણ પણ પ્રાંત હતા. એવા મુનિને આવતા જોઈને અનાર્યો તેનો ઉપહાસ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 364 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जाईमयपडिथद्धा हिंसगा अजिइंदिया ।
अबंभचारिणो बाला इमं वयणमब्बवी ॥ Translated Sutra: જાતિમદથી ગર્વિષ્ઠ, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આ પ્રમાણે કહ્યું – બિભત્સ રૂપવાળો, કાળો, વિકરાળ, મોટા નાકવાળો, અલ્પ વસ્ત્રવાળો, ધૂળથી મલિન થઈ પિશાચ જેવો લાગતો ગળામાં શંકરવસ્ત્ર ધારણ કરનારો આ કોણ આવી રહ્યો છે ? સૂત્ર સંદર્ભ– ૩૬૪, ૩૬૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 365 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कयरे आगच्छइ दित्तरूवे काले विगराले फोक्कनासे ।
ओमचेलए पंसुपिसायभूए संकरदूसं परिहरिय कंठे? ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૬૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 366 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कयरे तुमं इय अदंसणिज्जे काए वा आसा इहमागओसि? ।
ओमचेलगा पंसुपिसायभूया गच्छ क्खलाहि किमिहं ठिओसि? ॥ Translated Sutra: અરે ! અદર્શનીય તું કોણ છે ? કઈ આશાથી તું અહીં આવેલ છો ? ગંદા અને ધૂળીયા વસ્ત્રોથી, અર્ધનગ્ન પિશાચ જેવો તું દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહીંથી, અહીં કેમ ઊભો છે ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 367 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जक्खो तहिं तिंदुयरुक्खवासी अणुकंपओ तस्स महामुनिस्स ।
पच्छायइत्ता नियगं सरीरं इमाइं वयणाइमुदाहरित्था ॥ Translated Sutra: ત્યારે તે મહામુનિની અનુકંપાવાળા તિંદુક વૃક્ષવાસી યક્ષે પોતાના શરીરને છૂપાવીને આવા વચનો ઉચ્ચાર્યા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 368 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समणो अहं संजओ बंभयारी विरओ धनपयणपरिग्गहाओ ।
परप्पवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओ मि ॥ Translated Sutra: હું શ્રમણ છું, સંયત છું, બ્રહ્મચારી છું. હું ધન, પચન – રાંધવુ, પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષા કાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલ છું. અહીં પ્રચૂર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા અન્નમાંથી કંઈક આ તપસ્વીને પણ મળે. સૂત્ર સંદર્ભ– ૩૬૮, ૩૬૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 369 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वियरिज्जइ खज्जइ भुज्जई य अन्नं पभूयं भवयाणमेयं ।
जाणाहि मे जायणजीविणु त्ति सेसावसेसं लभऊ तवस्सी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૬૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 370 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उवक्खडं भोयण माहणाणं अत्तट्ठियं सिद्धमिहेगपक्खं ।
न ऊ वयं एरिसमन्नपाणं दाहामु तुज्झं किमिहं ठिओसि? ॥ Translated Sutra: આ ભોજન માત્ર બ્રાહ્મણને માટે બનાવેલ છે, આ એકપક્ષીય છે. અમે તને આ યજ્ઞાર્થે નિષ્પન્ન અન્ન – પાણી દઈશું નહીં. તો પછી તું અહીં કેમ ઊભો છે ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 371 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] थलेसु बीयाइ ववंति कासगा तहेव निन्नेसु य आससाए ।
एयाए सद्धाए दलाह मज्झं आराहए पुण्णमिणं खु खेत्तं ॥ Translated Sutra: સારા પાકની આશાએ ખેડૂત ઊંચી અને નીચી ભૂમિમાં પણ બીજ વાવે છે. આ ખેડૂત દૃષ્ટિથી જ મને દાન આપો. હું પણ પુન્યક્ષેત્ર છું તેથી મારી આરાધના કરો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 372 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खेत्ताणि अम्हं विइयाणि लोए जहिं पकिण्णा विरुहंति पुण्णा ।
जे माहणा जाइविज्जोववेया ताइं तु खेत्ताइं सुपेसलाइं ॥ Translated Sutra: સંસારમાં અમને એવા ક્ષેત્રની ખબર છે કે જ્યાં વાવેલ બીજ પૂર્ણ રૂપે ઊગે છે. જે બ્રાહ્મણ જાતિ અને વિદ્યા સંપન્ન છે, તે જ પુન્યક્ષેત્ર છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 373 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कोहो य मानो य वहो य जेसिं मोसं अदत्तं च परिग्गहं च ।
ते माहणा जाइविज्जाविहूणा ताइं तु खेत्ताइं सुपावयाइं ॥ Translated Sutra: જેનામાં ક્રોધ, માન, હિંસા, જૂઠ, ચોરી અને પરિગ્રહ છે, તેઓ બ્રાહ્મણ જાતિ અને વિદ્યાથી રહિત પાપયુક્ત ક્ષેત્રો છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 374 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तुब्भेत्थ भो! भारधरा गिराणं अट्ठं न जाणाह अहिज्ज वेए ।
उच्चावयाइं मुनिणो चरंति ताइं तु खेत्ताइं सुपेसलाइं ॥ Translated Sutra: હે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે માત્ર વાણીનો જ ભાર વહન કરો છો. વેદોને ભણીને પણ તેનો અર્થ જાણતા નથી. જે મુનિ ભિક્ષાર્થે સમભાવપૂર્વક ઊંચ – નીચ ઘરોમાં જાય છે, તેઓ જ પુન્યક્ષેત્ર છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 375 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अज्झावयाणं पडिकूलभासी पभाससे किं तु सगासि अम्हं ।
अवि एयं विणस्सउ अन्नपाणं न य णं दाहामु तुमं नियंठा! ॥ Translated Sutra: અમારી સામે અધ્યાપકો સામે પ્રતિકૂળ બોલનારા હે નિર્ગ્રન્થ ! તું શું બકવાસ કરે છે ? આ અન્ન – જળ ભલે સડીને નષ્ટ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 376 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समिईहि मज्झं सुसमाहियस्स गुत्तीहिं गुत्तस्स जिइंदियस्स ।
जइ मे न दाहित्थ अहेसणिज्जं किमज्ज जन्नाण लहित्थ लाहं? ॥ Translated Sutra: હું સમિતિઓમાં સુસમાહિત છું, ગુપ્તિઓથી ગુપ્ત છું, જિતેન્દ્રિય છું. આ એષણીય આહાર જો તમે મને નથી આપતા, તો આ જ યજ્ઞોનો તમને શું લાભ થશે ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 377 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] के एत्थ खत्ता उवजोइया वा अज्झावया वा सह खंडिएहिं ।
एयं दंडेण फलेण हंता कंठम्मि घेत्तूण खेलज्ज जो णं? ॥ Translated Sutra: અહીં કોઈ ક્ષત્રિય ઉપજ્યોતિષ, રસોઈયા, અધ્યાપક કે છાત્ર છે. જે આ નિર્ગ્રન્થને ડંડાથી કે પાટીયાથી મારીને અને કંઠેથી પકડીને અહીંથી બહાર કાઢી મૂકે ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 378 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अज्झावयाणं वयणं सुणेत्ता उद्धाइया तत्थ बहू कुमारा ।
दंडेहि वित्तेहि कसेहि चेव समागया तं इसि तालयंति ॥ Translated Sutra: અધ્યાપકના આ વચન સાંભળીને ઘણા કુમારો દોડતા ત્યાં આવ્યા અને દંડાથી, વેંતથી, ચાબૂકથી તે ઋષિને મારવા લાગ્યા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 379 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रन्नो तहिं कोसलियस्स धूया भद्द त्ति नामेण अनिंदियंगी ।
तं पासिया संजय हम्ममाणं कुद्धे कुमारे परिनिव्ववेइ ॥ Translated Sutra: રાજા કૌશલિકની અનિંદિત અંગવાળી ભદ્રા નામક કન્યા, મુનિને મારપીટ કરાતા જોઈને ક્રુદ્ધ કુમારોને રોક્યા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 380 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवाभिओगेण निओइएणं दिन्ना मु रन्ना मनसा न ज्झाया ।
नरिंददेविंदऽभिवंदिएणं जेणम्हि वंता इसिणा स एसो ॥ Translated Sutra: દેવતાના અભિયોગથી નિયોજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન ઇચ્છી. જેણે મને વમી નાંખેલ છે તેવા આ મુનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિવંદિત છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી છે, જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઇચ્છા પણ કરી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 381 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एसो हु सो उग्गतवो महप्पा जिइंदिओ संजओ बंभयारी ।
जो मे तया नेच्छइ दिज्जमाणि पिउणा सयं कोसलिएण रन्ना ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 382 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] महाजसो एस महानुभागो घोरव्वओ घोरपरक्कमो य ।
मा एयं हीलह अहीलणिज्जं मा सव्वे तेएण भे निद्दहेज्जा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 383 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयाइं तीसे वयणाइ सोच्चा पत्तीइ भद्दाइ सुहासियाइं ।
इसिस्स वेयावडियट्ठयाए जक्खा कुमारे विनिवाडयंति ॥ Translated Sutra: ભદ્રાના આ વચનો – સુભાષિતોને સાંભળીને ઋષિની વૈયાવચ્ચ માટે રહેલો યક્ષ કુમારોને રોકવા લાગ્યો. આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, ક્રુદ્ધ યક્ષ, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને ક્ષત – વિક્ષત અને લોહીની ઊલટી કરતા જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું. સૂત્ર સંદર્ભ– ૩૮૩, ૩૮૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 384 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ते घोररूवा ठिय अंतलिक्खे असुरा तहिं तं जणं तालयंति ।
ते भिन्नदेहे रुहिरं वमंते पासित्तु भद्दा इणमाहु भुज्जो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 385 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गिरिं नहेहिं खणह अयं दंतेहिं खायह ।
जायतेयं पाएहि हणह जे भिक्खुं अवमन्नह ॥ Translated Sutra: જે ભિક્ષુની અવમાનના કરે છે, તેઓ નખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢું ચાવે છે, પગોથી અગ્નિને કચડે છે. મહર્ષિ આશીવિષ છે, ઘોર તપસ્વી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિક્ષુને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે. જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધા મળીને, નતમસ્તક થઈને, આ ઋષિનું શરણુ લ્યો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 386 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसीविसो उग्गतवो महेसी घोरव्वओ घोरपरक्कमो य ।
अगणिं व पक्खंद पयंगसेणा जे भिक्खुयं भत्तकाले वहेह ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 387 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सीसेण एयं सरणं उवेह समागया सव्वजणेण तुब्भे ।
जइ इच्छह जीवियं वा धनं वा लोगं पि एसो कुविओ डहेज्जा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 388 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अवहेडिय पिट्ठिसउत्तमंगे पसारिया बाहु अकम्मचेट्ठे ।
निब्भेरियच्छे रुहिरं वमंते उड्ढमुहे निग्गयजीहनेत्ते ॥ Translated Sutra: મુનિને તાડન કરનારા છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભૂજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચેત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી. આ પ્રમાણે છાત્રોને કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ જોઈને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્ની સાથે લઈને મુનિને પ્રસન્ન | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 389 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ते पासिया खंडिय कट्ठभूए विमनो विसण्णो अह माहणो सो ।
इसिं पसाएइ सभारियाओ हीलं च निंदं च खमाह भंते! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 390 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बालेहि मूढेहि अयाणएहिं जं हीलिया तस्स खमाह भंते! ।
महप्पसाया इसिणो हवंति न हु मुनी कोवपरा हवंति ॥ Translated Sutra: ભગવન્ ! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ તો મહાન અને પ્રસન્નચિત્ત હોય છે. તેથી તેઓ કોઈ પરત્વે કોપવાળા થતા નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 391 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुव्विं च इण्हिं च अनागयं च मनप्पदोसो न मे अत्थि कोइ ।
जक्खा हु वेयावडियं करेंति तम्हा हु एए निहया कुमारा ॥ Translated Sutra: મારા મનમાં કોઈ દ્વેષ પહેલાં ન હતો, અત્યારે નથી, આગળ પણ નહીં હોય. યક્ષો વૈયાવચ્ચ કરે છે, તેમણે જ કુમારોને હણ્યા છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 392 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अत्थं च धम्मं च वियाणमाणा तुब्भे न वि कुप्पह भूइपण्णा ।
तुब्भं तु पाए सरणं उवेमो समागया सव्वजनेन अम्हे ॥ Translated Sutra: ધર્મ અને અર્થને યથાર્થરૂપે જાણનારા ભૂતિપ્રજ્ઞ આપે ક્રોધ કરેલ નથી. અમે બધા મળીને આપના ચરણનું શરણ સ્વીકારીએ છીએ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 393 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अच्चेसु ते महाभाग! न ते किंचि न अच्चिमो ।
भुंजाहि सालिमं कूरं नानावंजणसंजुयं ॥ Translated Sutra: હે મહાભાગ ! અમે આપની અર્ચા કરીએ છીએ. આપનુ એવુ કંઈ નથી કે અમે જેની અર્ચા ન કરીએ. હવે તમે વિવિધ વ્યંજનોથી મિશ્રિત શાલિ – ચાવલથી નિષ્પન્ન ભોજન કરો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 394 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इमं च मे अत्थि पभूयमन्नं तं भुंजसु अम्ह अनुग्गहट्ठा ।
बाढं ति पडिच्छइ भत्तपानं मासस्स ऊ पारणए महप्पा ॥ Translated Sutra: આ અમારું પ્રચૂર અન્ન છે. અમારા અનુગ્રહાર્થે તેને સ્વીકારો. પુરોહિતના આ આગ્રહથી મહાત્માએ તેની સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચર્યાના પારણાને માટે આહાર – પાણી ગ્રહણ કર્યા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 395 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तहियं गंधोदयपुप्फवासं दिव्वा तहिं वसुहारा य वुट्ठा ।
पहयाओ दुंदुहीओ सुरेहिं आगासे अहो दाणं च घुट्ठं ॥ Translated Sutra: દેવોએ ત્યાં સુગંધિત જળ, પુષ્પ અને દિવ્ય ધનની વૃષ્ટિ કરી, દુંદુભિ નાદ કર્યો, આકાશમાં ‘અહોદાનમ્’ એવો ઘોષ કર્યો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 396 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सक्खं खु दीसइ तवोविसेसो न दीसई जाइविसेस कोई ।
सोवागपुत्ते हरिएससाहू जस्सेरिसा इड्ढि महानुभागा ॥ Translated Sutra: પ્રત્યક્ષમાં તપની જ વિશેષતા દેખાઈ રહી છે, જાતિની કોઈ વિશેષતા દેખાતી નથી. જેની આવા પ્રકારની મહાન ઋદ્ધિ છે, તે મહાનુભાગ હરિકેશ મુનિ ચાંડાલપુત્ર છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 397 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] किं माहणा! जोइसमारभंता उदएण सोहिं बहिया विमग्गहा? ।
जं मग्गहा बाहिरियं विसोहि न त सुदिट्ठं कुसला वयंति ॥ Translated Sutra: બ્રાહ્મણો ! અગ્નિનો સમારંભ કરતા એવા તમે બહારથી જળથી શુદ્ધિ કરવા ઇચ્છો છો ? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેને કુશળ પુરુષ સુદૃષ્ટ કહેતા નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 398 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कुसं च जूवं तणकट्ठमग्गिं सायं च पायं उदगं फुसंता ।
पाणाइ भूयाइ विहेडयंता भुज्जो वि मंदा! पगरेह पावं ॥ Translated Sutra: કુશ, યૂપ, તૃણ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યાકાળે જળનો સ્પર્શ – આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લોકો પ્રાણીઓ અને ભૂતોનો વિનાશ કરતા એવા પાપકર્મી રહ્યા છો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 399 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कहं चरे? भिक्खु! वयं जयामो? पावाइ कम्माइ पणोल्लयामो? ।
अक्खाहि णे संजय! जक्खपूइया! कहं सुजट्ठं कुसला वयंति? ॥ Translated Sutra: હે ભિક્ષુ ! અમે કઈ રીતે પ્રવૃત્તિ કરીએ, કઈ રીતે યજ્ઞ કરીએ ? કઈ રીતે પાપકર્મોને દૂર કરીએ ? હે યક્ષપૂજિત સંયત ! અમને બતાવો કે તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞ કયો બતાવે છે ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 407 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जाईपराजिओ खलु कासि नियाणं तु हत्थिणपुरम्मि ।
चुलणीए बंभदत्तो उववन्नो पउमगुम्माओ ॥ Translated Sutra: જાતિથી પરાજિત સંભૂત મુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા માટે નિયાણુ કર્યું, ત્યાંથી મરીને પદ્મગુલ્મ વિમાનમાં દેવ થયો. પછી બ્રહ્મદત્ત રૂપે ચૂલણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 408 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कंपिल्ले संभूओ चित्तो पुण जाओ पुरिमतालम्मि ।
सेट्ठिकुलम्मि विसाले धम्मं सोऊण पव्वइओ ॥ Translated Sutra: કાંપિલ્યપુરમાં સંભૂત અને ચિત્ર પુરિમતાલ નગરમાં જન્મ્યો. વિશાળ શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો. ધર્મ સાંભળીને તે પ્રવ્રજિત થયો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 409 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कंपिल्लम्मि य नयरे समागया दो वि चित्त-संभूया ।
सुहदुक्खफलविवागं कहेंति ते एक्कमेक्कस्स ॥ Translated Sutra: કાંપિલ્યપુરમાં ચિત્ર અને સંભૂત બંને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુઃખ રૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 410 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चक्कवट्टी महिड्ढीओ बंभदत्तो महायसो ।
भायरं बहुमानेनं इमं वयणमब्बवी ॥ Translated Sutra: મહર્દ્ધિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્તે અતિ આદર સહિત પોતાના પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું – આ પહેલાં આપણે બંને પરસ્પર વશવર્તી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતૈષી ભાઈ – ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 411 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसिमो भायरा दो वि अन्नमन्नवसाणुगा ।
अन्नमन्नमनुरत्ता अन्नमन्नहिएसिणो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૧૦ |