Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1059)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ चतुर्विंशतिस्तव

Gujarati 4 Gatha Mool-01 View Detail
Mool Sutra: [गाथा] उसभमजियं च वंदे संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे ॥

Translated Sutra: સૂત્ર– ૪. ઋષભ અને અજિતને, સંભવ અભિનંદન અને સુમતિને, પદ્મપ્રભુ સુપાર્શ્વ તથા ચંદ્રપ્રભુ એ સર્વે જિનને હું વંદન કરું છું. સૂત્ર– ૫. સુવિધિ (અથવા)પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંતને, તથા ધર્મ અને શાંતિ જિનને હું વંદન કરું છું. સૂત્ર– ૬. કુંથુ અર અને મલ્લિને, મુનિસુવ્રત અને નમિને, અરિષ્ટનેમિ
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ प्रतिक्रमण

Gujarati 15 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] इच्छामि पडिक्कमिउं जो मे देवसिओ अइयारो कओ काइओ वाइओ माणसिओ उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुव्विचिंतिओ अणायारो अणिच्छियव्वो असमणपाउग्गो नाणे दंसणे चरित्ते सुए सामाइए तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं पंचण्हं महव्वयाणं छण्हं जीवनिकायाणं सत्तण्हं पिंडेसणाणं अट्ठण्हं पवयणमाऊणं नवण्हं बंभचेरगुत्तीणं दसविहे समणधम्मे समणाणं जोगाणं जं खंडियं जं विराहियं तस्स मिच्छा मि दुक्कडं।

Translated Sutra: હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું. (આ અતિચાર સેવન) – કાયાથી, વચનથી, મનથી કરેલ હોય. ઉત્સૂત્રભાષણ કે ઉન્માર્ગ સેવનથી (હોય). અકલ્પ્ય કે અકરણીયથી (થયેલ હોય). દુર્ધ્યાન કે દુષ્ટ ચિંતવનથી (થયેલ હોય). અનાચારથી, અનિચ્છનીયથી, અશ્રમણપ્રાયોગ્યથી હોય. જ્ઞાન, દર્શન કે ચારિત્ર – શ્રુત અને સામાયિકમાં હોય. ત્રણ
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ प्रतिक्रमण

Gujarati 21 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] पडिक्कमामि तिहिं सल्लेहिं- मायासल्लेणं निआणसल्लेणं मिच्छादंसणसल्लेणं, पडिक्कमामि तिहिं गारवेहिं इड्ढीगारवेणं रसगारवेणं सायागारवेणं, पडिक्कमामि तिहिं विराहणाहिं- नाणाविराहणाए दंसणविराहणाए चरित्तविराहणाए, पडिक्कमामि चउहिं कसाएहिं-कोहकसाएणं माणकसाएणं मायाकसाएणं लोभकसाएणं, पडिक्कमामि चउहिं सण्णाहिं-आहारसण्णाए भयसण्णाए मेहुणसण्णाए परिग्गहसण्णाए, पडिक्कमामि चउहिं विकहाहिं- इत्थिकहाए भत्तकहाए देसकहाए रायकहाए, पडिक्कमामि चउहिं झाणेहिं-अट्टेणं झाणेणं रुद्देणं झाणेणं धम्मेणं झाणेणं सुक्केणं झाणेणं।

Translated Sutra: હું પ્રતિક્રમું છું (કોને ?) ત્રણ શલ્ય – માયા, નિદાન અને મિથ્યાદર્શન શલ્યથી થયેલા અતિચારોને. હું પ્રતિક્રમું છું, ત્રણ ગારવો – ઋદ્ધિ ગારવ, રસ ગારવ અને શાતા ગારવ વડે થયેલા અતિચારોને. હું પ્રતિક્રમું છું, ત્રણ વિરાધના – જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના વડે થયેલા અતિચારોને. હું પ્રતિક્રમું છું, ચાર
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ प्रतिक्रमण

Gujarati 23 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] पडिक्कमामि पंचहिं कामगुणेहिं- सद्देणं रूवेणं गंधेणं रसेणं फासेणं, पडिक्कमामि पंचहिं महव्वएहिं-पाणाइवायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदिन्नादाणाओ वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं, पडिक्कमामि पंचहिं समईहिं- इरियासमिईए भासासमिईए एसणासमिईए आयाणभंड-मत्तनिक्खेवणासमिईए उच्चार-पासवण-खेल-सिंघाण-जल्ल-पारिट्ठावणियासमिईए।

Translated Sutra: હું શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વડે લાગતા અતિચારોને પ્રતિક્રમું છું. હું પાંચ મહાવ્રતો – પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણને આચરતા લાગેલા અતિચારોને પ્રતિક્રમું છું. હું પાંચ સમિતિ – ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ प्रतिक्रमण

Gujarati 34 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] अड्ढाइज्जेसु दीवसमुद्देसु पन्नरससु कम्मभूमीसु जावंत केई साहू रयहरण-गुच्छ-पडिग्गहधरा पंचमहव्वयधरा अट्ठारस सहस्स सीलंगधरा अक्खयायारचरित्ता ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि।

Translated Sutra: અઢીદ્વીપ અને બે સમુદ્રમાંની પંદર કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ગુચ્છા તથા પાત્રાને ધારણ કરનારા, પંચ મહાવ્રતના ધારક, ૧૮,૦૦૦ શીલાંગના ધારક, અક્ષત આચાર ચારિત્રવાળા, તે બધાને શિર વડે, અંતઃકરણથી મસ્તક નમાવીને હું વાંદુ છું.
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ कायोत्सर्ग

Gujarati 40 Gatha Mool-01 View Detail
Mool Sutra: [गाथा] लोगस्स उज्जोयगरे धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं चउवीसंपि केवली ॥

Translated Sutra: ‘લોગસ્સ ઉજ્જોઅગરે૦ સાત ગાથાનું એવું આ સૂત્ર પૂર્વે બીજા અધ્યયનમાં સૂત્ર – ૩ થી ૯ ના ક્રમમાં કહેવાયેલ છે, તે જોઈ લેવું. સૂત્ર સંદર્ભ– ૪૦–૪૬
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ कायोत्सर्ग

Gujarati 48 Gatha Mool-01 View Detail
Mool Sutra: [गाथा] पुक्खरवरदीवड्ढे धायइसंडे य जंबुद्दीवे य । भरहेरवय विदेहे धम्माइगरे नमंसामि ॥

Translated Sutra: સૂત્ર– ૪૮. અર્દ્ધ પુષ્કરવરદ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ (એ અઢીદ્વીપ)માં આવેલ ભરત, ઐરવત અને વિદેહ ક્ષેત્રમાં રહેલા શ્રુત ધર્મના આદિ કરોને હું નમસ્કાર કરું છું. સૂત્ર– ૪૯. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ, મોહની જાળને તોડી નાંખનારા, મર્યાદાધરને વંદુ છું. સૂત્ર– ૫૦. જન્મ
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ कायोत्सर्ग

Gujarati 59 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] इच्छामि खमासमणो पिअं च मे जं मे हट्ठाणं तुट्ठाणं अप्पायं काणं अभग्गजोगाणं सुसीलाणं सुव्वयाणं सायरिय उवज्झायाणं नाणेणं दंसणेणं चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेणं भे दिवसो पोसहो पक्खो वइक्कंतो अन्नो य भे कल्लालेणं पज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि –तुब्भेहिं समं।

Translated Sutra: હે ક્ષમાશ્રમણ ! હું ઇચ્છું છું. (શું ઇચ્છે છે ?) મને જે પ્રિય અને માન્ય પણ છે. જે આપનો (જ્ઞાનાદિ આરાધના – પૂર્વક પક્ષ શરૂ થયો અને પૂર્ણ થયો તે મને પ્રિય છે) નિરોગી એવા આપનો, ચિત્તની પ્રસન્નતાવાળા – આતંકથી સર્વથા રહિત, અખંડ સંયમ વ્યાપારવાળા, શીલાંગ સહિત, સુવ્રતી, બીજા પણ આચાર્ય, ઉપાધ્યાય સહિત, જ્ઞાન – દર્શન – ચારિત્ર
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 63 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ समणोवासओ पुव्वामेव मिच्छत्ताओ पडिक्कमइ सम्मत्तं उवसंपज्जइ नो से कप्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा अन्नउत्थियपरिग्गहियाणि वा अरिहंतचेइयाणि वा वंदित्तए वा नमंसित्तए वा पुव्वि अणालत्तएणं आलवित्तए वा संलवित्तए वा तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अनुप्पयाउं वा नन्नत्थ रायाभिओगेणं गणाभिओगेणं बलाभिओगेणं देवयाभिओगेणं गुरुनिग्गहेणं वित्तीकंतारेणं से य सम्मत्ते पसत्थ-समत्त-मोहणिय-कम्माणुवेयणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्ते सम्मत्तस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा न समायरियव्वा तं

Translated Sutra: તેમાં – શ્રમણોપાસકો પૂર્વે જ અર્થાત શ્રાવક બનતા પહેલા જ મિથ્યાત્વને પ્રતિક્રમે (છોડે)છે અને સમ્યક્‌ત્વને અંગીકાર કરે. તેઓને કલ્પે નહીં – (શું ન કલ્પે ?) આજથી અન્યતીર્થિક કે અન્યતીર્થિકના દેવો કે અન્યતીર્થિકે પરિગૃહિત અરહંત પ્રતિમાને વંદન કરવા કે નમસ્કાર કરવો. (ન કલ્પે.) પૂર્વે ભલે ગ્રહણ ન કરી હોય, પણ હાલ અન્યતીર્થિક
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 65 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] थूलगमुसावायं समणोवासओ पच्चक्खाइ से य मुसावाए पंचविहे पन्नत्ते तं जहा–कन्नालीए गवालीए भोमालीए नासावहारे कूडसक्खिज्जे, थूलगमुसावायवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– सहस्सब्भक्खाणे रहस्सब्भक्खाणे सदारमंतभेए मोसुवएसे कूडलेहकरणे।

Translated Sutra: શ્રાવકો સ્થૂલ મૃષાવાદનું પચ્ચક્‌ખાણ કરે. તે મૃષાવાદ પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – કન્યાલીક, ગવાલિક, ભૌમાલિક, ન્યાસાપહાર, કૂટસાક્ષિક. સ્થૂલમૃષાવાદ વિરમણ કરેલ શ્રાવકોને આ પાંચ અતિચારો છે, તે જાણવા જોઈએ – સહસાભ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદારા મંત્રભેદ, મૃષા ઉપદેશ અને ખોટા લેખ કરવા.
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 67 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] परदारगमणं समणोवासओ पच्चक्खाइ सदारसंतोसं वा पडिवज्जइ से य परदारगमणे दुविहे पन्नत्ते तं जहा–ओरालियपरदारगमणे वेउव्वियपरदारगमणे सदारसंतोस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– अपरिगहियागमणे इत्तरियपरिगहियागमणे अनंगकीडा परवीवाहकरणे कामभोगतिव्वाभिलासे

Translated Sutra: શ્રમણોપાસકે પરદારાગમનના પચ્ચક્‌ખાણ કરવા અથવા સ્વપત્નીમાં સંતોષ રાખવો. (તે ચોથું વ્રત). તે પરદારાગમન બે ભેદે છે, તે આ પ્રમાણે – (૧) ઔદારિક પરદારાગમન, (૨) વૈક્રિય પરદારાગમન. સ્વદારા સંતોષ વ્રત લેનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે – (૧) અપરિગૃહિતા ગમન, (૨) ઇત્વરિક પરિગૃહિતાગમન, (૩) અનંગક્રીડા, (૪)
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 68 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] अपरिमियपरिग्गहं समणोवासओ पच्चक्खाइ इच्छापरिणामं उवसंपज्जइ से परिग्गहे दुविहे पन्नत्ते तं जहा–सचित्तपरिग्गहे अचित्तपरिग्गहे य इच्छापरिमाणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– धणधन्नपमाणाइक्कमे खित्तवत्थुपमाणाइक्कमे हिरन्नसुवन्नपमाणाइक्कमे दुपयचउप्पय-पमाणाइक्कमे कुवियपमाणाइक्कमे।

Translated Sutra: શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહના પચ્ચક્‌ખાણ કરે. ઇચ્છાનું પરિમાણ સ્વીકાર કરે, એ પાંચમું અણુવ્રત. તે પરિગ્રહ બે ભેદે છે. તે આ પ્રમાણે – સચિત્તનો પરિગ્રહ અને અચિત્તનો પરિગ્રહ. ઇચ્છા પરિમાણ કરેલા શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તે દોષોનું આચરણ ન કરવુંજોઈએ. તે આ પ્રમાણે – ૧) ધન – ધાન્ય પ્રમાણાતિક્રમ, ૨) ક્ષેત્ર
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 69 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] दिसिवए तिविहे पन्नत्ते– उड्ढदिसिवए अहोदिसिवए तिरियदिसिवए दिसिवयस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– उड्ढदिसिपमाणाइक्कमे अहोदिसिपमाणाइक्कमे तिरियदिसिपमाणाइक्कमे खित्तुवुड्ढी सइअंतरद्धा।

Translated Sutra: દિશાવ્રત ત્રણ પ્રકારે કહેલ છે – ઉર્ધ્વદિશિવ્રત, અધોદિશિવ્રત અને તીર્છાદિશિવ્રત. દિશાવ્રતધારી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે – ઉર્ધ્વદિશિ પ્રમાણાતિક્રમ, અધોદિશિ પ્રમાણાતિક્રમ, તીર્છાદિશિ પ્રમાણા તિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ, સ્મૃતિઅંતર્ધાન.
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 70 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] उवभोगपरिभोगवए दुविहे पन्नत्ते तं जहा–भोअणओ कम्मओ अ, भोअणओ समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– सचित्ताहारे सचित्तपडिबद्धाहारे अप्पउलिओसहिभक्खणया तुच्छोसहिभक्खणया दुप्पउलि- ओसहिभक्खणया।

Translated Sutra: ઉપભોગ – પરિભોગવ્રત બે ભેદે કહેલ છે. તે આ – ભોજન વિષયક અને કર્માદાન વિષયક. ભોજન સંબંધી પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ – સચિત્તાહાર, સચિત્તપ્રતિબદ્ધાહાર, અપક્વ ઔષધિ ભક્ષણ, તુચ્છૌષધિ ભક્ષણ, દુષ્પક્વ ઔષધિ ભક્ષણ.
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 72 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] अनत्थदंडे चउव्विहे पन्नत्ते तं जहा– अवज्झाणारिए पमत्तायरिए हिंसप्पयाणे पावकम्मोवएसे अनत्थदंडवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– कंदप्पे कुक्कुइए मोहरिए संजुत्ताहिगरणे उवभोगपरिभोगाइरेगे।

Translated Sutra: અનર્થ દંડ ચાર ભેદે કહેલ છે – અપધ્યાનાચરિત, પ્રમત્તાચરિત, હિંસાપ્રદાન, પાપકર્મોપદેશ. અનર્થદંડ વિરમણ વ્રતી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ – કંદર્પ, કૌકુત્ચ્ય, મૌખરિક, સંયુક્તાધિકરણ, ઉપભોગ પરિભોગાતિરિક્ત.
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 73 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] सामाइयं नामं सावज्जजोगपरिवज्जणं निरवज्जजोगपडिसेवणं च।

Translated Sutra: સામાયિક એટલે સાવદ્યયોગનું પરિવર્જન અને નિરવદ્ય યોગનું પ્રતિસેવન. એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે ઉપપાત – સ્થિતિ, ગતિ, કષાય, કર્મબંધ અને કર્મવેદન આ પાંચ અતિક્રમણ વર્જવા. સામાયિક કરેલ હોય ત્યારે શ્રાવક શ્રમણ જેવો થાય છે. આ કારણે વારંવાર સામાયિક કરવી જોઈએ. બધે જ ‘વિરતિ’ કહેવાઈ છે, ખરેખર બધે ‘વિરતિ’ હોતી
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 78 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] दिसिव्वयगहियस्स दिसापरिमाणस्स पइदिनं परिमाणकरणं देसावगासियं देसावगासियस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– आणवणप्पओगे पेसवणप्पओगे सद्दाणुवाए रूवाणुवाए बहिया पुग्गलपक्खेवे।

Translated Sutra: દિશાવ્રત ગ્રહણ કરેલાને પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેશાવકાશિક (નામે બીજું શિક્ષાપદ વ્રત છે.) દેશાવકાસિક વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ – આનયન પ્રયોગ, પ્રેષ્ય પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહાર પુદ્‌ગલ પ્રક્ષેપ.
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 79 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] पोसहोववासे चउव्विहे पन्नत्ते तं जहा– आहारपोसहे सरीरसक्कारपोसहे बंभचेरपोसहे अव्वावारपोसहे, पोसहोववासस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– अप्पडिलेहिय-दुप्पडिलेहिय-सिज्जासंथारए, अप्पमज्जिय-दुप्पमज्जिय-सिज्जासंथारए, अप्पडि-लेहिय-दुप्पडिलेहिय-उच्चारपासवणभूमीओ, अप्पमज्जिय-दुप्पमज्जिय-उच्चारपासवणभूमीओ, पोसहोववासस्स सम्मं अननुपालणया।

Translated Sutra: પૌષધોપવાસ ચાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – આહાર પૌષધ, શરીર સત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ, અવ્યાપાર પૌષધ. પૌષધોપવાસ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે – અપ્રતિલેખિત – દુષ્પ્રતિલેખિત શય્યા સંસ્તારક, અપ્રમાર્જિત – દુષ્પ્રમાર્જિત શય્યા સંસ્તારક. અપ્રતિલેખિત દુષ્પ્રતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 80 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] अतिहिसंविभागो नाम नायागयाणं कप्पणिज्जाणं अन्नपाणाईणं दव्वाणं देसकालसद्धा-सक्कारकमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाणं दानं, अतिहिंसविभागस्स समणोवसएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– सच्चित्तनिक्खेवणया सचित्तपिहणया कालाइक्कमे परवएसे मच्छरिया य।

Translated Sutra: અતિથિ સંવિભાગ એટલે સાધુ – સાધ્વીને કલ્પનીય અન્ન – પાણી આપવા. દેશ, કાળ, શ્રદ્ધા, સત્કારયુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિથી સંયતોને દ્રવ્યોનું દાન આપવું. આ અતિથિ સંવિભાગ વ્રતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચારો જાણવા – સચિત્ત નિક્ષેપણા, સચિત્ત પિધાનતા, કાલાતિક્રમ, પરવ્યપદેશ, મત્સરતા.
Aavashyakasutra આવશ્યક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ पच्चक्खाण

Gujarati 81 Sutra Mool-01 View Detail
Mool Sutra: [सूत्र] इत्थं पुण समणोवासगधम्मे पंचाणुव्वयाइं तिन्नि गुणव्वयाइं आवकहियाइं चत्तारि सिक्खा-वयाइं इत्तरियाइं एयस्स पुणो समणोवासगधम्मस्स मूलवत्थु सम्मत्तं तं जहा– तं निसग्गेण वा अभिगमेणं वा पंच अइयारविसुद्धं अणुव्वय-गुणव्वयाइं च अभिग्गा अन्नेवि पडिमादओ विसेसकरणजोगा। अपच्छिमा मारणंतिया संलेहणाझूसणाराहणया इमीसे समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा तं जहा– इहलोगासंसप्पओगे, परलोगासंसप्पओगे, जीवियासंसप्पओगे, मरणासंसप्पओगे, काम-भोगासंसप्पओगे।

Translated Sutra: આ પ્રમાણે શ્રાવકધર્મમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને યાવત્કથિત કે ઇત્વરકથિત અર્થાત ચિરકાળ કે અલ્પકાળ માટે ચાર શિક્ષાવ્રત કહ્યા છે. આ બધાની પૂર્વે શ્રાવકધર્મની મૂલ વસ્તુ સમ્યક્‌ત્વ છે તે આ – તે નિસર્ગથી કે અભિગમથી બે ભેદે અથવા પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવ્રત અને ગુણવ્રતની પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પ્રતિમા
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-३ अप्काय Gujarati 28 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ णे, कप्पइ णे पाउं, अदुवा विभूसाए।

Translated Sutra: અન્ય મતવાદીઓ કહે છે – અમને લોકોને પીવા માટે અથવા વિભૂષા માટે પાણી વાપરવામાં કોઈ દોષ નથી.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-४ अग्निकाय Gujarati 35 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे पमत्ते गुणट्ठिए, से हु दंडे पवुच्चति।

Translated Sutra: જે પ્રમાદી છે, રાંધવું – પકાવવું આદિ ગુણના અથવા ઇન્દ્રિય સુખોના અર્થી છે, તે જ દંડદેનાર અથવા હિંસક કહેવાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 40 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तं नो करिस्सामि समुट्ठाए । मंता मइमं अभयं विदित्ता। तं जे नो करए एसोवरए, एत्थोवरए एस अनगारेत्ति पवुच्चइ।

Translated Sutra: સંયમના સ્વરૂપને સમજીને અને પ્રત્યેક જીવ અભય ઇચ્છે છે એ જાણીને જે બુદ્ધિમાન સાધુ એવો નિર્ણય કરે કે હું સંયમ અંગીકાર કરીને હું કોઈને પણ પીડા આપીશ નહી, તેઓ વનસ્પતિની હિંસા ન કરે. તે જ હિંસાથી નિવૃત્ત થવાથી વિરત કહેવાય છે અને જિનમતમાં જે પરમાર્થથી વિરત છે, તે જ અણગાર કહેવાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-५ वनस्पतिकाय Gujarati 42 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अड्ढं अहं तिरियं पाईणं ‘पासमाणे रूवाइं पासति’, ‘सुणमाणे सद्दाइं सुणेति’।

Translated Sutra: આ જીવ ઉર્ધ્વ, અધો, તિર્છુ અને પૂર્વ આદિ દિશામાં અનેક પદાર્થોના સંપર્કમાં આવતા વિવિધ રૂપોને જુએ છે, સાંભળતો એવો તે શબ્દોને સાંભળે છે. ઉર્ધ્વ, અધો, તિર્છુ અને પૂર્વ આદિ દિશામાં જોયેલ રૂપમાં અને સાંભળેલ શબ્દમાં આસક્ત થાય છે. આ આસક્તિ એ સંસાર કહેવાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

उद्देशक-६ त्रसकाय Gujarati 49 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से बेमि–संतिमे तसा पाणा, तं जहा–अंडया पोयया जराउया रसया संसेयया संमुच्छिमा उब्भिया ओव-वाइया। एस संसारेत्ति पवुच्चति।

Translated Sutra: હું કહું છું કે – આ બધા ત્રસ પ્રાણી છે. તે આ પ્રમાણે – અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સંમૂર્ચ્છિમ, ઉદ્ભિજ્જ અને ઔપપાતિક. આ આઠ પ્રકારના ત્રસજીવોનો સમુદાય જ સંસાર કહેવાય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-२ अद्रढता Gujarati 76 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] विणइत्तु लोभं निक्खम्म, एस अकम्मे जाणति-पासति। पडिलेहाए नावकंखति। एस अनगारेत्ति पवुच्चति। अहो य राओ य परितप्पमाणे, कालाकालसमुट्ठाई, संजोगट्ठी अट्ठालोभी, आलुंपे सहसक्कारे, विनिविट्ठचित्ते एत्थ सत्थे पुणो-पुणो से आय-बले, से नाइ-बले, से मित्त-बले, से पेच्च-बले, से देव-बले, से राय-बले, से चोर-बले, से अतिहि-बले, से किवण-बले, से समण-बले। इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंड-समायाणं। सपेहाए भया कज्जति। पाव-मोक्खोत्ति मन्नमाणे। अदुवा आसंसाए।

Translated Sutra: જે લોભથી નિવૃત્ત થઈ પ્રવ્રજ્યા લે છે, તે કર્મરહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. જે લોભના વિપાકોનો વિચાર કરી, આકાંક્ષા – રહિત બને છે, તે જ સાચા અણગાર કહેવાય છે. અજ્ઞાની જીવ રાતદિન દુઃખ પામતો, કાળ – અકાળની પરવા ન કરી સ્વજન તથા ધનાદિમાં આસક્ત બની ભોગવાંછુક, ધનલોભી, લૂંટારો, સહસાકાર્ય કરનાર, વ્યાકુળ ચિત્ત થઈ પુનઃ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-५ लोकनिश्रा Gujarati 88 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जमिणं विरूवरूवेहिं ‘सत्थेहिं लोगस्स कम्म-समारंभा’ कज्जंति, तं जहा–अप्पनो से पुत्ताणं धूयाणं सुण्हाणं नातीणं धातीणं राईणं दासाणं दासीणं कम्मकराणं कम्मकरीणं आएसाए, पुढो पहेणाए, सामासाए, पायरासाए। सन्निहि-सन्निचओ कज्जइ इहमेगेसिं माणवाणं भोयणाए।

Translated Sutra: ગૃહસ્થો વિવિધ શસ્ત્રો વડે પોતા કે અન્ય માટે લોકમાં કર્મ સમારંભ – પચન – પાચન કરે છે. તે આ પ્રમાણે – તે પોતાના પુત્રો, પુત્રી, પુત્રવધૂ, કુટુંબી, ધાઈ, રાજા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારીણી, મહેમાન આદિને માટે, વિવિધ લોકોને દેવા માટે, સાંજ – સવારના ભોજન માટે, આ પ્રકારે આરંભ અર્થાત્હિંસા કરી આહારાદિનો સંનિધિ અને સંનિચય
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-५ लोकनिश्रा Gujarati 96 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से मइमं परिण्णाय, मा य हु लालं पच्चासी। मा तेसु तिरिच्छमप्पाणमावातए। कासकंसे खलु अयं पुरिसे, बहुमाई, कडेण मूढे पुनो तं करेइ लोभं। वेरं वड्ढेति अप्पणो। जमिणं परिकहिज्जइ, इमस्स चेव पडिवूहणयाए। अमरायइ महासड्ढी। अट्ठमेतं पेहाए। अपरिण्णाए कंदति।

Translated Sutra: તે મતિમાન ઉક્ત વિષય જાણીને વમન કરેલા ભોગોને પુનઃ ન સેવે. પોતાને તિર્છા વિપરીત) માર્ગમાં ન ફસાવે. આવો કામાસક્ત પુરૂષ મેં કર્યું, હું કરીશ એવા વિચારોથી ઘણી માયા કરીને મૂઢ બને છે. પછી તે લોભ કરીને પોતાના વૈર વધારે છે, તેથી એમ કહેવાય છે કે ભોગાસક્ત પુરૂષ ક્ષણભંગુર શરીરને પુષ્ટ બનાવવા પ્રયત્ન કરે છે, જાણે કે તે અજર
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-६ अममत्त्व Gujarati 99 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] सिया से एगयरं विप्परामुसइ, छसु अन्नयरंसि कप्पति। सुहट्ठी लालप्पमाणे सएण दुक्खेण मूढे विप्परियासमुवेति। सएण विप्पमाएण, पुढो वयं पकुव्वति। जंसिमे पाणा पव्वहिया। पडिलेहाए णोणिकरणाए। एस परिण्णा पवुच्चइ। कम्मोवसंती।

Translated Sutra: છ કાય જીવોમાંથી કોઈ એક કાયનો પણ સમારંભ અર્થાત્ હિંસા કરે, તો છ એ કાયના જીવોનો સમારંભ કરનારો ગણાય છે. સુખને ઈચ્છાનારો, સુખ માટે દોડધામ કરતો જીવ પોતે જાતે ઉભા કરેલા દુઃખથી મૂઢ બની વિશેષ દુઃખી થાય છે. તે પોતાના પ્રમાદને કારણે વ્રતોનો ભંગ કરે છે. જે દશામાં પ્રાણી અત્યંત દુઃખી થાય છે. એ જાણીને પર – પીડાકારી પ્રવૃત્તિનો
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-६ अममत्त्व Gujarati 103 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] पंतं लूहं सेवंति, वीरा समत्तदंसिणो। एस ओघंतरे मुनी, तिण्णे मुत्ते विरत्ते, वियाहिते

Translated Sutra: રાગ – દ્વેષ રહિત કે પરમાર્થદૃષ્ટિવાળા તે મુનિ લૂખો – સૂકો કે નિરસ આહાર કરે છે. આવા રુક્ષ – આહારી તેમજ સમત્વસેવી મુનિ ભવસમુદ્રને તરેલા, મુક્ત અને વિરત કહેવાય છે. તેમ હું તમને કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-३ शीतोष्णीय

उद्देशक-१ भावसुप्त Gujarati 111 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से ‘आयवं नाणवं वेयवं धम्मवं बंभवं’। पण्णाणेहिं परियाणइ लोयं, ‘मुनीति वच्चे’, धम्मविउत्ति अंजू। आवट्टसोए संगमभिजाणति।

Translated Sutra: જેણે આ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને યથાર્થપણે જાણી લીધા છે. તે જ આત્મ સ્વરૂપનો જ્ઞાતા, જ્ઞાની, શાસ્ત્રવેત્તા, ધર્મવાન્‌, બ્રહ્મજ્ઞાની છે. તે પ્રજ્ઞા વડે સમગ્ર લોકને જાણે છે; તે મુનિ કહેવાય છે. તે ધર્મને જાણનાર, સરળ હૃદયી મુનિ સંસાર, આશ્રવ અને કર્મબંધનાં સ્વરૂપને જાણે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-३ शीतोष्णीय

उद्देशक-३ अक्रिया Gujarati 125 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] संधिं लोगस्स जाणित्ता। आयओ बहिया पास। तम्हा न हंता न विघायए। जमिणं अन्नमन्नवितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्मं, किं तत्थ मुनी कारणं सिया?

Translated Sutra: હે સાધક! ધર્માનુષ્ઠાન – રૂપ સુઅવસર જાણીને પ્રાણીઓને દુખ આપવા રૂપ પ્રમાદ ન કરે. પ્રત્યેક જીવોને પોતાના આત્મા સમાન જ જુએ. તેથી સ્વયં જીવ હિંસા ન કરે, ન અન્ય પાસે હિંસા કરાવે. શ્રમણ થઈ જે એકબીજાની આશંકાથી, શરમથી કે ભયથી પાપકર્મ કરતો નથી તો પાપકર્મ ન કરવાપણામાં શું એ તેનું મુનિપણું કારણભૂત કહેવાય? ના ન કહેવાય)
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-४ सम्यक्त्व

उद्देशक-१ सम्यक्वाद Gujarati 141 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्स नत्थि इमा णाई, अण्णा तस्स कओ सिया? दिट्ठं सुयं मयं विण्णायं, जमेयं परिकहिज्जइ। समेमाणा पलेमाणा, पुणो-पुनो जातिं पकप्पेंति।

Translated Sutra: જે સાધકને લોકૈષણા અર્થાત્ કામ – ભોગ આદિ સંસાર – પ્રવાહ નથી તેનાથી અન્ય સાવદ્ય પ્રવૃત્તિ કેમ થઈ શકે ? આ જે અહિંસાધર્મ કહેવાયછે તે સર્વ ભગવંતોએ કેવળજ્ઞાન દ્વારા જોયેલ છે, શ્રોતા દ્વારા સાંભળેલ છે, ભવ્ય જીવોએ માનેલ છે, સર્વજ્ઞ એ અનુભવેલ છે જે સંસારમાં અતિ આસક્ત, વિષયમાં લીન રહે છે તે વારંવાર સંસારમાં પરિભ્રમણ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-४ सम्यक्त्व

उद्देशक-१ धर्मप्रवादी परीक्षा Gujarati 143 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा, जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा – एए पए संबुज्झमाणे, लोयं च आणाए अभिसमेच्चा पुढो पवेइयं।

Translated Sutra: જે આસ્રવના સ્થાન અર્થાત્ કર્મબંધનાં કારણો છે, તે પરિસ્રવના સ્થાન અર્થાત્ કર્મનિર્જરાના કારણો છે અને જે પરિસ્રવના સ્થાન છે તે આસ્રવના સ્થાન છે. જે અનાશ્રવ અર્થાત્ વ્રત – વિશેષ છે તે પણ ક્યારેક પ્રમાદના કારણે અપરિસ્રવ અર્થાત્ કર્મ – નિર્જરાનું કારણ ન બને અને જે અપરિસ્રવના સ્થાન છે તે પણ ક્યારેક કર્મ વૈચિત્ર્યથી
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-४ सम्यक्त्व

उद्देशक-३ अनवद्यतप Gujarati 149 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] इमं निरुद्धाउयं संपेहाए दुक्खं च जाण अदुवागमेस्सं। पुढो फासाइं च फासे। लोयं च पास विप्फंदमाणं। जे निव्वुडा पावेहिं कम्मेहिं, अनिदाणा ते वियाहिया। तम्हा तिविज्जो नो पडिसंजलिज्जासि।

Translated Sutra: આ મનુષ્યભવને અલ્પકાલીન જાણીને ક્રોધથી ઉત્પન્ન થનારા દુઃખો અને ભાવિમાં ઉત્પન્ન થનાર દુઃખોને જાણ. ક્રોધી જીવ ભિન્ન – ભિન્ન દુઃખોનો અનુભવ કરે છે. સંસારના દુઃખનો પ્રતિકાર કરવા માટે અહીં – તહીં ભાગદોડ કરતા જીવોને જો. જે પાપકર્મોથી નિવૃત્ત છે, તે અનિદાન અર્થાત્ કર્મોથી મુક્ત કહેવાય છે. તેથી હે અતિવિદ્વાન ! તું
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-५ लोकसार

उद्देशक-१ एक चर Gujarati 157 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे छेए से सागारियं ण सेवए। ‘कट्टु एवं अविजाणओ’ बितिया मंदस्स बालया। लद्धा हुरत्था पडिलेहाए आगमित्ता आणविज्जा अनासेवनयाए

Translated Sutra: જે કુશળ છે તે મૈથુન સેવે નહીં, જે મૈથુન સેવીને પણ, ગુરુ જ્યારે પૂછે ત્યારેછૂપાવે છે, તે એ અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે. દીર્ઘદૃષ્ટિથી વિચારીને અને કટુ વિપાકોને જાણીને, ઉપલબ્ધ કામભોગોનું સેવન ન કરે અને બીજાને પણ સેવન કરવાનો ઉપદેશન આપે. તેમ હું કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-५ लोकसार

उद्देशक-२ विरत मुनि Gujarati 160 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] एस समिया-परियाए वियाहिते। जे असत्ता पावेहिं कम्मेहिं, उदाहु ते आयंका फुसंति। इति उदाहु वीरे ते फासे पुट्ठो हियासए। से पुव्वं पेयं पच्छा पेयं भेउर-धम्मं, विद्धंसण-धम्मं, अधुवं, अणितियं, असासयं, चयावचइयं, विपरिनाम धम्मं, पासह एयं रूवं।

Translated Sutra: આવા પરીષહ સહેનારા સાધુ સમ્યક્ પર્યાયવાળા કહેવાય છે. જે પાપકર્મોમાં આસક્ત નથી, તેને કદાચ આતંક પીડે ત્યારે તે દુઃખ સ્પર્શોને સહન કરે એવું ભગવંતે કહ્યું છે. આ દુઃખ પહેલાં કે પછી મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્ન – ભિન્ન થનારું, વિધ્વંસન સ્વભાવવાળું, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. વધવા – ઘટવા વાળું અને નાશવંત
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-५ लोकसार

उद्देशक-३ अपरिग्रह Gujarati 167 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] ‘जुद्धारिहं खलु दुल्लहं’। जहेत्थ कुसलेहि परिण्णा-विवेगे भासिए। चुए हु बाले गब्भाइसु रज्जइ। अस्सिं चेयं पव्वुच्चति, रूवंसि वा छणंसि वा। से हु एगे संविद्धपहे मुनी, अन्नहा लोगमुवेहमाणे। इति कम्मं परिण्णाय, सव्वसो से ण हिंसति। संजमति नोपगब्भति। उवेहमानो पत्तेयं सायं। वण्णाएसी नारभे कंचणं सव्वलोए। एगप्पमुहे विदिसप्पइण्णे, निव्विन्नचारी अरए पयासु।

Translated Sutra: હે સાધક આ કર્મ – શરીર સાથે યુદ્ધ કર, બીજા સાથે લડતા શું મળશે ? ભાવયુદ્ધ કરવા માટે જે ઔદારિક શરીર આદિ મળેલ છે, તે વારંવારપ્રાપ્ત થવા દુર્લભ છે. તીર્થંકરોએ આત્મયુદ્ધના સાધનરૂપે સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ આચારરૂપ વિવેક બતાવેલ છે. ધર્મથી ચ્યુત અજ્ઞાની જીવ ગર્ભાદિમાં ફસાય છે. આ જિન – શાસનમાં એવું કહ્યું છે – જે રૂપાદિમાં
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-५ लोकसार

उद्देशक-३ अपरिग्रह Gujarati 168 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से वसुभं सव्व-समन्नागय-पण्णाणेणं अप्पाणेणं अकरणिज्जं पाव कम्मं। तं नो अन्नेसिं। जं सम्मं ति पासहा, तं मोणं ति पासहा । जं मोणं ति पासहा, तं सम्मं ति पासहा ॥ न इमं सक्कं सिढिलेहिं अद्दिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं। मुनी मोणं समायाए, धुणे कम्म-सरीरगं। पंतं लूहं सेवंति, वीरा समत्तदंसिणो। एस ओहंतरे मुनी, तिण्णे मुत्ते विरए वियाहिए।

Translated Sutra: એવા સંયમવાન્ સાધુ સર્વ રીતે ઉત્તમ બોધને પ્રાપ્ત કરી ન કરવા યોગ્ય પાપકર્મ તરફ દૃષ્ટિ રાખતા નથી. જે સમ્યક્ત્વ છે અર્થાત્ સમ્યક્ આચરણવાળા છે તે મુનિધર્મ અર્થાત્ ભાવમુનિપણામાં છે અને જે ‘ભાવમુનિપણામાં છે તે સમ્યક્ આચરણવાળા છે’ એમ જાણો. શિથિલાચારી, સ્નેહમાં આસક્ત, વિષય આસ્વાદનમાં લોલુપ, કપટી, અને પ્રમાદી, તથા
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-६ द्युत

उद्देशक-१ स्वजन विधूनन Gujarati 186 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] ओबुज्झमाणे इह माणवेसु आघाइ से नरे। जस्सिमाओ जाईओ सव्वओ सुपडिलेहियाओ भवंति, अक्खाइ से नाणमणेलिसं। से किट्टति तेसिं समुट्ठियाणं णिक्खित्तदंडाणं समाहियाणं पण्णाणमंताणं इह मुत्तिमग्गं। एवं पेगे महावीरा विप्परक्कमंति। पासह एगेवसीयमाणे अणत्तपण्णे। से बेमि–से जहा वि कुम्मे हरए विनिविट्ठचित्ते, पच्छन्न-पलासे, उम्मग्गं से णोलहइ। भंजगा इव सन्निवेसं णोचयंति, एवं पेगे – ‘अनेगरूवेहिं कुलेहिं’ जाया, ‘रूवेहिं सत्ता’ कलुणं थणंति, नियाणाओ ते न लभंति मोक्खं। अह पास ‘तेहिं-तेहिं’ कुलेहिं आयत्ताए जाया–

Translated Sutra: કેવલજ્ઞાની પુરૂષ સંસારના સ્વરૂપને જાણીને જનકલ્યાણને માટે ઉપદેશ આપે છે. એકેન્દ્રિયાદિ જાતિને સારી રીતે જાણનાર શ્રુતકેવલી આદિ પણ અનુપમ બોધ આપે છે. જ્ઞાની પુરૂષ ત્યાગમાર્ગમાં ઉત્સાહિત થયેલા, હિંસક ક્રિયાઓથી નિવૃત્ત બનેલ, બુદ્ધિમાન અને સાવધાન, સાધકોને મુક્તિનો માર્ગ બતાવે છે. તેમાં જે મહાવીર છે, તે જ પરાક્રમ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-६ द्युत

उद्देशक-३ उपकरण शरीर विधूनन Gujarati 199 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] आगयपण्णाणाणं किसा बाहा भवंति, पयणुए य मंससोणिए। विस्सेणिं कट्टु, परिण्णाए। एस तिण्णे मुत्ते विरए बियाहिए

Translated Sutra: તપ આચરણ વડે પ્રજ્ઞાવાન મુનિઓની ભૂજાઓ દુર્બળ થઈ જાય છે, તેના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. રાગ – દ્વેષાદિ રૂપ સંસાર શ્રેણીનો સમભાવથી વિનાશ કરી, સમદૃષ્ટિથી તત્ત્વના જ્ઞાતા હોય છે, તેવા મુનિ સંસારથી તરેલા, ભાવ બંધનથી મુક્ત અને પાપકર્મથી નિવૃત્ત કહેવાય છે. એમ હું તમને કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-६ द्युत

उद्देशक-३ उपकरण शरीर विधूनन Gujarati 200 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] विरयं भिक्खुं रीयंतं, चिररातोसियं, अरती तत्थ किं विधारए? संधेमाणे समुट्ठिए। जहा से दीवे असंदीणे, एवं से धम्मे ‘आयरिय-पदेसिए’। ‘ते अणवकंखमाणा’ अणतिवाएमाणा दइया मेहाविनो पंडिया। एवं तेसिं भगवओ अणुट्ठाणे जहा से दिया पोए। एवं ते सिस्सा दिया य राओ य, अणुपुव्वेण वाइय।

Translated Sutra: જે અસંયમથી નિવૃત્ત છે, અપ્રશસ્ત ભાવોથી નીકળી પ્રશસ્ત ભાવમાં રમણ કરનાર છે, દીર્ઘકાળથી સંયમનું પાલન કરી રહ્યા છે. એવા સંયમી મુનિને અરતિ વિચલિત કરી શકાતી નથી. એવા સાવધાન મુનિ શુભ પરિણામોની શ્રેણી ચઢતા જાય છે. જેમ પાણીથી ક્યારેય ન ઢંકાતા દ્વીપ યાત્રિકોનું આશ્વાસન સ્થાન છે, તેમ તીર્થંકર ઉપદિષ્ટ ધર્મ મુનિને આશ્રય
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-६ द्युत

उद्देशक-४ गौरवत्रिक विधूनन Gujarati 205 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अहम्मट्ठी तुमंसि नाम बाले, आरंभट्ठी, अणुवयमाणे, हणमाणे, घायमाणे, हणओ यावि समणुजाणमाणे, घोरे धम्मे उदीरिए, उवेहइ णं अणाणाए। एस विसण्णे वितद्दे वियाहिते

Translated Sutra: સંયમને અંગીકાર કરવા છતાં પાપાચરણ કરનારને સાચો સંયમી આ પ્રમાણે ઉપદેશ આપે કે – તું અધર્મનો અર્થી છે, અજ્ઞાની છે, આરંભ અને પરિગ્રહનો અર્થી છે. ‘પ્રાણીને મારો’ એવો ઉપદેશ આપે છે, હિંસાની અનુમોદના કરે છે. જ્ઞાનીઓએ કઠીન ધર્મની પ્રરૂપણા કરી છે, પણ તું તેની આજ્ઞાની ઉપેક્ષા કરી રહ્યો છે. ધર્મની ઉપેક્ષા કરનાર આવા સાધુ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-६ द्युत

उद्देशक-४ गौरवत्रिक विधूनन Gujarati 206 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] किमणेण भो! जणेण करिस्सामित्ति मण्णमाणा–‘एवं पेगे वइत्ता’, मातरं पितरं हिच्चा, णातओ य परिग्गहं । ‘वीरायमाणा समुट्ठाए, अविहिंसा सुव्वया दंता’ ॥ अहेगे पस्स दीणे उप्पइए पडिवयमाणे। वसट्टा कायराजना लूसगा भवंति। अहमेगेसिं सिलोए पावए भवइ, ‘से समणविब्भंते समणविब्भंते’। पासहेगे समण्णागएहिं असमण्णागए, णममाणेहिं अणममाणे, विरतेहिं अविरते, दविएहिं अदविए। अभिसमेच्चा पंडिए मेहावी णिट्ठियट्ठे वीरे आगमेणं सया परक्कमेज्जासि।

Translated Sutra: કેટલાક સાધક વિચારે છે આ સ્વજનોથી મારું શું કલ્યાણ થવાનું છે? એવું માનતા અને કહેતા કેટલાક લોકો માતા, પિતા, જ્ઞાતિજન અને પરિગ્રહનો ત્યાગ કરી, વીર પુરુષ સમાન આચરણ કરતા દીક્ષા લે છે, અહિંસક બને છે, સુવ્રતધારી બને છે, જિતેન્દ્રિય બને છે. છતાં અશુભકર્મના ઉદયથી સંયમથી પતિત થઈ તે દીન બને છે, તેવા વિષયોથી પીડિત અને કાયર
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-३ अंग चेष्टाभाषित Gujarati 220 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] मज्झिमेणं वयसा एगे, संबुज्झमाणा समुट्ठिता। ‘सोच्चा वई मेहावी’, पंडियाणं निसामिया। समियाए धम्मे, आरिएहिं पवेदिते। ते अणवकंखमाणा अणतिवाएमाणा अपरिग्गहमाणा नो ‘परिग्गहावंतो सव्वावंतो’ च णं लोगंसि। णिहाय दंडं पाणेहिं, पावं कम्मं अकुव्वमाणे, एस महं अगंथे वियाहिए। ओए जुतिमस्स खेयण्णे उववायं चवणं च नच्चा।

Translated Sutra: કોઈ મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ચારિત્રધર્મ માટે ઉદ્યત બને છે. મેધાવી સાધક પંડિતોના વચન સાંભળી તથા સમજીને સમભાવ ધરે. તીર્થંકરોએ સમતામાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઇચ્છાથી નિવૃત્ત થઈ પ્રાણીની હિંસા ન કરે, પરિગ્રહ ન રાખે, તેથી સમગ્ર લોકમાં અપરિગ્રહી કહેવાય છે. જે પ્રાણીની હિંસાનો ત્યાગ કરે છે તે કારણે
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

चूलिका-१

अध्ययन-१ पिंडैषणा

उद्देशक-९ Gujarati 383 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] इह खलु पाईणं वा, पडीणं वा, दाहिणं वा, उदीणं वा संतेगइया सड्ढा भवंति–गाहावई वा, गाहावइणीओ वा, गाहावइ-पुत्ता वा, गाहावइ-धूयाओ वा, गाहावइ-सुण्हाओ वा, धाईओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ–जे इमे भवंति समणा भगवंतो सीलमंता वयमंता गुणमंता संजया संवुडा बंभचारी उवरया मेहुणाओ धम्माओ, नो खलु एएसिं कप्पइ आहाकम्मिए असणे वा पाणे वा खाइमे वा साइमे वा भोत्तए वा, पायत्तए वा। सेज्जं पुण इमं अम्हं अप्पनो अट्ठाए णिट्ठियं, तं जहा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा सव्वमेय समणाणं निसिरामो, अवियाइं वयं पच्छा वि अप्पनो अट्ठाए असणं वा पाणं वा खाइमं

Translated Sutra: અહીં પૂર્વાદિ ચારે દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ યાવત્‌ કર્મચારિણીઓ હોય છે. તેઓ પહેલાં એમ કહે છે – આ શ્રમણ, ભગવંત, શીલવાન, વ્રતી, ગુણી, સંયમી, સંવૃત્ત, બ્રહ્મચારી છે અને મૈથુન ધર્મના ત્યાગી છે. તેમને આધાકર્મિક અશનાદિ આહાર ખાવો – પીવો કલ્પતો નથી. તેથી અમારા માટે જે આહાર બનાવેલો છે, તે બધો આહાર તેમને આપી દો. પછી
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-९ उपधान श्रुत

उद्देशक-१ चर्या Gujarati 274 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] गढिए मिहो-कहासु, समयंमि नायसुए विसोगे अदक्खू । एताइं सो उरालाइं, गच्छइ नायपुत्ते असरणाए ॥

Translated Sutra: કોઈ વખતે પરસ્પર કામાદિ કથાઓમાં લીન લોકોને જોઈને જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મધ્યસ્થ ભાવમાં રહેતા. અનુકૂળ – પ્રતિકૂળ ભયંકર પરીષહ – ઉપસર્ગ આવે તો પણ તેનું સ્મરણ ન કરી સંયમમાં વિચરતા.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

चूलिका-१

अध्ययन-१ पिंडैषणा

उद्देशक-२ Gujarati 346 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा समवाएसु वा, पिंड-नियरेसु वा, इंद-महेसु वा, खंद-महेसु वा, रुद्द-महेसु वा, मुगुंद-महेसु वा, भूय -महेसु वा, जक्ख-महेसु वा, नाग-महेसु वा, थूभ-महेसु वा, चेतिय-महेसु वा, रुक्ख-महेसु वा, गिरि-महेसु वा, दरि-महेसु वा, अगड-महेसु वा, तडाग-महेसु वा, दह-महेसु वा, णई-महेसु वा, सर-महेसु वा, सागर-महेसु वा, आगर-महेसु वा–अन्नयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु वट्टमाणेसु...... बहवे समण-माहण-अतिहि-किविण-वणीमए एगाओ उक्खाओ परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिएसिज्जमाणे

Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્‌ જાણે કે અશનાદિ માટે અહીં ઘણા લોકો એકઠા થયેલ છે, પિતૃ ભોજન છે કે ઇન્દ્ર – સ્કંદ – રુદ્ર – મુકુંદ – ભૂત – યક્ષ – નાગ – સ્તૂપ – ચૈત્ય – વૃક્ષ – પર્વત – ગુફા – કૂવા – તળાવ – દ્રહ – નદી – સરોવર – સાગર – આગર કે તેવા અન્ય પ્રકારના વિવિધ મહોત્સવ થઈ રહ્યા છે તેમાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકોને
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

चूलिका-१

अध्ययन-२ शय्यैषणा

उद्देशक-२ Gujarati 414 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] इह खलु पाईण वा, पडीणं वा, दाहीणं वा, उदीणं वा, संतेगइया सड्ढा भवंति, तं जहा–गाहावई वा, गाहावइणीओ वा, गाहावइ-पुत्ता वा, गाहावइ-धूयाओ वा, गाहावइ-सुण्हाओ वा, धाईओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा। तेसिं च णं आयारे-गोयरे नो सुणिसंते भवइ। तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं, तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए समुद्दिस्स तत्थ-तत्थ अगारीहिं अगाराइं चेतिताइं भवंति, तं जहा–आएसणाणि वा, आयतणाणि वा, देवकुलाणि वा, सहाओ वा पवाओ वा, पणिय-गिहाणि वा, पणिय-सालाओ वा, जाण-गिहाणि वा, जाण-सालाओ वा, सुहाकम्मंताणि वा, दब्भ-कम्मंताणि वा, बद्ध-कम्मंताणि वा, वक्क-कम्मंताणि वा,

Translated Sutra: આ જગતમાં પૂર્વાદિ દિશાઓમાં ગૃહપતિ યાવત્‌ નોકરાણી જેવા કેટલાક શ્રદ્ધાળુઓ હોય છે, તેઓએ સાધુના આચાર – વિચાર સારી રીતે સાંભળેલા હોતા નથી. તે ગૃહસ્થો સાધુ પ્રત્યે શ્રદ્ધા, પ્રીતિ, રુચિ રાખતા ઘણા પ્રકારના શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને આશ્રીને રહેવા સ્થાનાદિ તૈયાર કરાવે છે. જેવા કે – લુહારશાળા, આયતન, દેવકુલ,
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

चूलिका-१

अध्ययन-२ शय्यैषणा

उद्देशक-२ Gujarati 415 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] इह खलु पाईणं वा, पडीणं वा, दाहीणं वा, उदीणं वा, संतेगइया सड्ढा भवंति, तं जहा–गाहावई वा जाव कम्म-करीओ वा। तेसिं च णं आयार-गोयरे नो सुणिसंते भवइ। तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं, तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किविण-वणीमए समुद्दिस्स तत्थ-तत्थ अगारीहिं अगाराइं चेतिआइं भवंति, तं जहा–आएसणाणि वा जाव भवनगिहाणि वा। जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवनगिहाणि वा तेहिं अणोवयमाणेहिं ओवयंति, अयमाउसो! अनभिक्कंत-किरिया वि भवति।

Translated Sutra: આ જગતમાં પૂર્વ આદિ દિશામાં રહેતા ગૃહસ્થ યાવત્‌ ઘણા શ્રમણ, આદિને ઉદ્દેશીને વિશાળ મકાન બનાવે. જેમ કે લુહાર શાળા યાવત્‌ ભવનગૃહ. જે સાધુ આવા ગૃહોમાં ઊતરે કે જ્યાં ચરકાદિ પરિવ્રાજક વગેરે કોઈ પહેલાં રહ્યા ન હોય, તો તે અનભિક્રાંત ક્રિયા વસતી કહેવાય. આવા પ્રકારની વસ્તીમાં રહેવું સાધુને કલ્પનીય નહિ.
Showing 1 to 50 of 1059 Results