Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28178)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 196 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ जिए सइं होइ दुविहं दोग्गइं गए । दुल्लहा तस्स उम्मज्जा अद्धाए सुइरादवि ॥

Translated Sutra: નરક અને તિર્યંચરૂપ બે દુર્ગતિને પ્રાપ્ત અજ્ઞાની બીજી બે ગતિને સદા હારેલા છે, કેમ કે ત્યાંથી દીર્ઘકાળ સુધી નીકળવું દુર્લભ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 197 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं जियं सपेहाए तुलिया बालं च पंडियं । मूलियं ते पवेसंति मानुसं जोणिमेंति जे ॥

Translated Sutra: આ પ્રમાણે હારેલા બાળ જીવોને, તથા બાલ અને પંડિતની તુલના કરીને જે મનુષ્ય યોનિમાં આવે છે, તે મૂળ ધન સાથે પાછા આવેલા પૂર્વોક્ત) વણિક સમાન છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 198 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वेमायाहिं सिक्खाहिं जे नरा गिहिसुव्वया । उवेंति मानुसं जोणिं कम्मसच्चा हु पाणिणो ॥

Translated Sutra: જે મનુષ્ય વિમાત્રા શિક્ષા વડે, ઘરમાં રહેવા છતાં પણ સુવ્રતી છે, તે માનુષી યોનિમાં ઉત્પન્ન થાય છે. કેમ કે જીવો કર્મસત્યસત્ય કર્મવાળા) હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 199 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जेसिं तु विउला सिक्खा मूलियं ते अइच्छिया । सीलवंता सवीसेसा अद्दीना जंति देवयं ॥

Translated Sutra: જેમની શિક્ષા વિપુલા છે, જેઓ ગૃહસ્થ છતાં શીલવંત અને ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે, તે અદીન પુરુષો મનુષ્યત્વથી આગળ વધીને દેવત્વને પામે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 200 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवमद्दीनवं भिक्खं अगारिं च वियाणिया । कहन्नु जिच्चमेलिक्खं जिच्चमाणे न संविदे? ॥

Translated Sutra: એ પ્રમાણે દીનતા રહિત સાધુ અને ગૃહસ્થને, દેવત્વ આદિ લાભયુક્ત જાણીને, કઈ રીતે કોઈ તે લાભને હારશે ? હારતો એવો તે કે પશ્ચાત્તાપ નહીં કરે ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 202 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कुसग्गमेत्ता इमे कामा सन्निरुद्धंमि आउए । कस्स हेउं पुराकाउं जोगक्खेमं न संविदे? ॥

Translated Sutra: મનુષ્ય ભવના આ અલ્પાયુમાં કામભોગ કુશાગ્ર જળબિંદુ સમાન છે, તો પણ અજ્ઞાની કયા હેતુથી પોતાના લાભકારી યોગક્ષેમને નથી સમજતા ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 204 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इह कामानियट्टस्स अत्तट्ठे नावरज्झई । पूइदेहनिरोहेणं भवे देवि त्ति मे सुयं ॥

Translated Sutra: મનુષ્ય ભવમાં કામભોગોથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન નષ્ટ થતું નથી, તે પૂતિદેહઅશુચિમય ઔદારિક શરીરને છોડીને દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 205 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इड्ढी जुई जसो वण्णो आउं सुहमनुत्तरं । भुज्जो जत्थ मनुस्सेसु तत्थ से उववज्जई ॥

Translated Sutra: દેવલોકથી આવીને તે જીવ જ્યાં ઉપજે છે ત્યાં ઋદ્ધિ, દ્યુતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય તેવું મનુષ્ય કુળ હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 206 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बालस्स पस्स बालत्तं अहम्मं पडिवज्जिया । चिच्चा धम्मं अहम्मिट्ठे नरए उववज्जई ॥

Translated Sutra: બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે અધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને અધર્મિષ્ઠ બનીને, નરકમાં ઉત્પન્ન થાય છે. બધા ધર્મોનું અનુવર્તન કરનાર ધીર પુરુષોનું ધૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે. પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે છે. તેમ હું
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 209 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए । किं नाम होज्ज तं कम्मयं जेणाहं दोग्गइं न गच्छेज्जा ॥

Translated Sutra: અધ્રુવ, અશાશ્વત, દુઃખ બહુલ સંસારમાં એવુ કયું કર્મ છે ? જેના થકી હું દુર્ગતિમાં ન જાઉં ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 211 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तो नाणदंसणसमग्गो हियनिस्सेसाए सव्वजीवाणं । तेसिं विमोक्खणट्ठाए भासई मुनिवरो विगयमोहो ॥

Translated Sutra: જ્ઞાન અને દર્શનથી સંપન્ન, મોહમુક્ત કપિલ મુનિએ બધા જીવોના હિત અને કલ્યાણને માટે તથા વિમોક્ષણ માટે આમ કહ્યું –
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 213 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] भोगामिसदोसविसन्ने हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले य मंदिए मूढे बज्झई मच्छिया व खेलंमि ॥

Translated Sutra: ભોગરૂપ આમિષ (આસક્તિ) દોષમાં ડૂબેલો, હિત અને નિઃશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફમાં માખીની જેમ કર્મોમાં બંધાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 214 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुपरिच्चया इमे कामा नो सुजहा अधीरपुरिसेहिं । अह संति सुव्वया साहू जे तरंति अतरं वणिया व ॥

Translated Sutra: આ કામભોગોનો ત્યાગ દુષ્કર છે, અધીર પુરુષો દ્વારા આ કામભોગ આસાનીથી છૂટતા નથી. પણ સુવ્રતી સાધુ તેને એવી રીતે તરી જાય છે, જે રીતે વણિક સમુદ્રને તરી જાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 215 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] समणा मु एगे वयमाणा पाणवहं मिया अयाणंता । मंदा निरयं गच्छंति बाला पावियाहिं दिट्ठीहिं ॥

Translated Sutra: ‘અમે શ્રમણ છીએ’ એમ બોલવા છતાં, કેટલાક પશુ જેવા અજ્ઞાની જીવો પ્રાણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પાપદૃષ્ટિઓને કારણે નરકમાં જ જાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 216 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] न हु पाणवहं अनुजाने मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । एवारिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥

Translated Sutra: જેમણે આ સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે આર્ય પુરુષોએ કહેલ છે કે – પ્રાણવધને અનુમોદનાર કદાપિ સર્વે દુઃખોથી મુક્ત થતા નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 217 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पाणे य नाइवाएज्जा से समिए त्ति वुच्चई ताई । तओ से पावयं कम्मं निज्जाइ उदगं व थलाओ ॥

Translated Sutra: જે જીવોની હિંસા નથી કરતા, તે ‘સમિત’ કહેવાય છે. તેમના જીવનમાંથી પાપકર્મ એ રીતે નીકળી જાય છે, જેમ ઊંચે સ્થાનેથી પાણી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 218 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जगनिस्सिएहिं भूएहिं तसनामेहिं थावरेहिं च । नो तेसिमारभे दंडं मनसा वयसा कायसा चेव ॥

Translated Sutra: જગતને આશ્રિત જે કોઈ ત્રસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પ્રતિ મન – વચન – કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 219 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुद्धेसणाओ नच्चाणं तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं । जायाए घासमेसेज्जा रसगिद्धे न सिया भिक्खाए ॥

Translated Sutra: શુદ્ધ એષણાને જાણીને ભિક્ષુ તેમાં પોતાને જ સ્થાપિત કરે, ભિક્ષાજીવી મુનિ સંયમયાત્રાને માટે આહારની એષણા કરે. પણ રસોમાં મૂર્ચ્છિત ન થાય.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 220 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पंताणि चेव सेवेज्जा सीयपिंडं पुराणकुम्मासं । अदु वुक्कसं पुलागं वा जवणट्ठाए निसेवए मंथुं ॥

Translated Sutra: ભિક્ષુ પ્રાયઃ નીરસ, શીતપિંડ, પુરાણા અડદ અથવા સાર વગરના રુક્ષ, બોર આદિનું ચૂર્ણ જ જીવનયાપન માટે ગ્રહણ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 221 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे लक्खणं च सुविणं च अंगविज्जं च जे पउंजंति । न हु ते समणा वुच्चंति एवं आयरिएहिं अक्खायं ॥

Translated Sutra: જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર અને અંગવિદ્યાનો પ્રયોગ કરે છે, તેને સાધુ કહેવાતો નથી. એ પ્રમાણે આચાર્યોએ કહેલ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 222 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इह जीवियं अनियमेत्ता पब्भट्ठा समाहिजोएहिं । ते कामभोगरसगिद्धा उववज्जंति आसुरे काए ॥

Translated Sutra: જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામભોગ અને રસોમાં આસક્ત લોકો અસુરકાયમાં ઉત્પન્ન થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 224 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कसिणं पि जो इमं लोयं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से इइ दुप्पूरए इमे आया ॥

Translated Sutra: પ્રતિપૂર્ણ એવો આ સમગ્ર લોક પણ જો કોઈ એકને આપી દેવાય, તો પણ તે તેનાથી સંતુષ્ટ થશે નહીં. કેમ કે) આ આત્મા એટલો દુષ્પુર છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 225 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा लाहो तहा लोहो लाहा लोहो पवड्ढई । दोमासकयं कज्जं कोडीए वि न निट्ठियं ॥

Translated Sutra: જેમ લાભ થાય, તેમ લોભ થાય છે. લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પન્ન થનાર કાર્ય કરોડોથી પણ પૂર્ણ ન થયું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 226 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नो रक्खसीसु गिज्झेज्जा गंडवच्छासुऽणेगचित्तासु । जाओ पुरिसं पलोभित्ता खेल्लंति जहा व दासेहिं ॥

Translated Sutra: જે છાતીમાં ફોડા રૂપ સ્તનોવાળી છે, અનેક કામનાવાળી છે, જે પુરુષને પ્રલોભનમાં ફસાવી તેને દાસની માફક નચાવે છે, એવી રાક્ષસી સ્વરૂપ સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 227 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नारीसु नोपगिज्झेज्जा इत्थी विप्पजहे अनगारे । धम्मं च पेसलं नच्चा तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ॥

Translated Sutra: સ્ત્રીનો ત્યાગ કરનારા અણગાર તેનામાં આસક્ત ન થાય. ભિક્ષુધર્મને પેશલ જાણીને, તેમાં પોતાના આત્માને સ્થાપિત કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ कापिलिय

Gujarati 228 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इइ एस धम्मे अक्खाए कविलेणं च विसुद्धपन्नेणं । तरिहिंति जे उ काहिंति तेहिं आराहिया दुवे लोग ॥ –त्ति बेमि ॥

Translated Sutra: વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ પ્રકારે ધર્મ કહેલ છે જે તેની સમ્યક્‌ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. તેના દ્વારા જ બંને લોક આરાધિત થશે – તેમ હું કહું છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 229 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चइऊण देवलोगाओ उववन्नो मानुसंमि लोगंमि । उवसंतमोहणिज्जो सरई पोराणियं जाइं ॥

Translated Sutra: દેવલોકથી ચ્યવીને નમિરાજાનો જીવ મનુષ્યલોકમાં જન્મ્યો. તેનો મોહ ઉપશાંત થતા, તેને પૂર્વજન્મનું સ્મરણ થયું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 231 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सो देवलोगसरिसे अंतेउरवरगओ वरे भोए । भुंजित्तु नमी राया बुद्धो भोगे परिच्चयई ॥

Translated Sutra: નમિ રાજા શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને, દેવલોક સદૃશ ભોગો ભોગવીને એક દિવસ બોધ પામી, તેમણે ભોગોનો પરિત્યાગ કર્યો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 232 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मिहिलं सपुरजनवयं बलमोरोहं च परियणं सव्वं । चिच्चा अभिनिक्खंतो एगंतमहिट्ठिओ भयवं ॥

Translated Sutra: ભગવંત નમિએ પુર અને જનપદ સહિત પોતાની રાજધાની મિથિલા, સેના, અંતઃપુર અને બધા પરિજનોને છોડીને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાંતવાસી થઈ ગયા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 233 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कोलाहलगभूयं आसी मिहिलाए पव्वयंतंमि । तइया रायरिसिंमि नमिंमि अभिनिक्खमंतंमि ॥

Translated Sutra: જે સમયે નમિ રાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પ્રવ્રજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલા નગરીમાં ઘણો કોલાહલ થયો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 235 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किण्णु भो! अज्ज मिहिलाए कोलाहलगसंकुला । सुव्वंति दारुणा सद्दा पासाएसु गिहेसु य? ॥

Translated Sutra: હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં, ઘરમાં કોલાહલપૂર્ણ દારૂણ શબ્દો સંભળાઈ રહ્યા છે ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 237 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मिहिलाए चेइए वच्छे सीयच्छाए मनोरमे । पत्तपुप्फफलोवेए बहूणं बहुगुणे सया ॥

Translated Sutra: મિથિલામાં એક ચૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળુ મનોરમ, પત્ર – પુષ્પ અને ફળોથી યુક્ત, ઘણાને માટે સદૈવ ઉપકારક હતું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 238 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वाएण हीरमाणंमि चेइयंमि मनोरमे । दुहिया असरणा अत्ता एए कंदंति भो! खगा ॥

Translated Sutra: પ્રચંડ આંધીથી તે મનોરમ વૃક્ષના પડી જવાથી દુઃખિત, અશરણ અને આર્ત્ત એવા પક્ષી ક્રંદન કરી રહ્યા હતા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 240 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एस अग्गी य वाऊ य एयं डज्झइ मंदिरं । भयवं! अंतेउरं तेणं कीस णं नावपेक्खसि? ॥

Translated Sutra: આ અગ્નિ છે, આ વાયુ છે, તેનાથી આ તમારું રાજભવન બળી રહેલ છે. ભગવન્‌ ! આપ આપના અંતઃપુર તરફ કેમ નથી જોતા ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 241 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી. સૂત્ર સંદર્ભ– ૨૪૧, ૨૪૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 243 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चत्तपुत्तकलत्तस्स निव्वावारस्स भिक्खुणो । पियं न विज्जई किंचि अप्पियं पि न विज्जए ॥

Translated Sutra: પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષુને માટે કોઈ વસ્તુ તેને પ્રિય નથી હોતી કે અપ્રિય હોતી નથી. ‘બધી બાજુથી હું એકલો જ છું’ એ પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધા પ્રકારથી સુખ જ સુખ છે. સૂત્ર સંદર્ભ– ૨૪૩, ૨૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 245 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલાં તમે નગરના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, દુર્ગની ખાઈ, શીતઘ્ની બનાવીને જાઓ. બનાવીને પછી દીક્ષા લો.) સૂત્ર સંદર્ભ– ૨૪૫, ૨૪૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 247 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – શ્રદ્ધાને નગર, તપ અને સંયમને અર્ગલા, ક્ષમાને મન – વચન – કાયાની ત્રિગુપ્તિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે અજેય મજબૂત પ્રકાર બનાવીને, પરાક્રમને ધનુષ, ઇર્યા સમિતિને તેની જીવા, ધૃતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને, તપરૂપી
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 251 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલા તમે પ્રાસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવીને પછી જજો પ્રવ્રજિત થજો). સૂત્ર સંદર્ભ– ૨૫૧, ૨૫૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 253 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ. સૂત્ર સંદર્ભ– ૨૫૩, ૨૫૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 254 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संसयं खलु सो कुणई, जो मग्गे कुणई घरं । जत्थेव गंतुमिच्छेज्जा तत्थ कुव्वेज्ज सासयं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 255 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नेमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલાં તમે લૂંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૫૫, ૨૫૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 257 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – આ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૫૭, ૨૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 259 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૫૯, ૨૬૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 261 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે દુર્જય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિજય જ પરમ વિજય છે. બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. પાંચ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 265 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણને ભોજન કરાવીને, દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વયં યજ્ઞ કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૬૫, ૨૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 267 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે, ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે. સૂત્ર સંદર્ભ– ૨૬૭, ૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 269 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે મનુજાધિપ ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઇચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુરત રહો. સૂત્ર સંદર્ભ– ૨૬૯, ૨૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 271 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્‌ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી. સૂત્ર સંદર્ભ– ૨૭૧, ૨૭૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 273 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૭૩, ૨૭૪
Showing 27101 to 27150 of 28178 Results