Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 116 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] असंखयं जीविय मा पमायए जरोवणीयस्स हु नत्थि ताणं ।
एवं वियाणाहि जणे पमत्ते कण्णू विहिंसा अजया गहिंति ॥ Translated Sutra: તૂટેલ જીવન સાંધી શકાતું નથી. માટે પ્રમાદ ન કરો. વૃદ્ધાવસ્થામાં કોઈ શરણ નથી, એમ વિચારો કે પ્રમાદી, હિંસક અને અસંયમી મનુષ્ય તે સમયે કોનું શરણ લેશે ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 117 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे पावकम्मेहि धनं मनूसा समाययंती अमइं गहाय ।
पहाय ते पास पयट्टिए नरे वेरानुबद्धा नरयं उवेंति ॥ Translated Sutra: જે મનુષ્ય અજ્ઞાનતાને કારણે પાપ પ્રવૃત્તિઓથી ધનનું ઉપાર્જન કરે છે, તેઓ વાસનાની જાળમાં પડેલા અને વૈરાનુબદ્ધ થઈ મરીને નરકમાં જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 118 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेणे जहा संधिमुहे गहीए सकम्मुणा किच्चइ पावकारी ।
एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण न मोक्ख अत्थि ॥ Translated Sutra: જેમ સંધિમુખમાં પકડાયેલો પાપકારી ચોર પોતાના કર્મોથી છેદાય છે, તેમજ જીવ પોતાના કરેલા કર્મોના કારણે આ લોક કે પરલોકમાં છેદાય છે. કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 120 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वित्तेण ताणं न लभे पमत्ते इमंमि लोए अदुवा परत्था ।
दीवप्पणट्ठे व अनंतमोहे नेयाउयं दट्ठुमदट्ठुमेव ॥ Translated Sutra: પ્રમત્ત મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં ધનથી રક્ષણ પામતો નથી. અંધારામાં જેનો દીપ બુઝાઈ ગયો હોય, તેને પહેલાં પ્રકાશમાં જોયેલો માર્ગ પણ જોયા છતાં ન જોયેલો જેવો થઈ જાય છે. તેમ અનંત મોહના કારણે પ્રમત્ત વ્યક્તિ મોક્ષ માર્ગને જોવા છતાં જોતો નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 122 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चरे पयाइं परिसंकमाणो जं किंचि पासं इह मन्नमाणो ।
लाभंतरे जीविय वूहइत्ता पच्छा परिण्णाय मलावधंसी ॥ Translated Sutra: સાધુ પદે – પદે પરિશંકિત થતો ચાલે, નાના નાના દોષને પણ પાશજાળ) સમજીને સાવધાન રહે. નવા – નવા ગુણોના લાભ માટે જીવનને સુરક્ષિત રાખે. લાભ ન થાય તો પરિજ્ઞાનપૂર્વક શરીરને છોડી દે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 123 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] छंदं निरोहेण उवेइ मोक्खं आसे जहा सिक्खियवम्मधारी ।
पुव्वाइं वासाइं चरप्पमत्तो तम्हा मुनी खिप्पमुवेइ मोक्खं ॥ Translated Sutra: શિક્ષિત અને કવચધારી અશ્વ જેમ યુદ્ધમાં જય પામે છે, તેમ જ સ્વચ્છંદતાના નિરોધથી સાધુ સંસારથી પાર પામે છે. પૂર્વજીવનમાં અપ્રમત્ત થઈને વિચરણ કરનારો મુનિ જલદીથી મોક્ષને પામે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 126 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मुहुं मुहुं मोह-गुणे जयंतं अनेगरूवा समणं चरंतं ।
फासा फुसंती असमंजसं च न तेसु भिक्खू मनसा पउस्से ॥ Translated Sutra: વારંવાર મોહગુણો ઉપર વિજય પામવામાં યત્નશીલ, સંયમમાં વિચરણ કરતા શ્રમણને અનેક પ્રકારના પ્રતિકૂળ સ્પર્શ પરેશાન કરે છે. પરંતુ સાધુ તેના મનથી પણ દ્વેષ ન કરે. અનુકૂળ સ્પર્શ ઘણા લોભામણા હોય છે. પરંતુ સાધુ તથા પ્રકારના વિષયોમાં મન ન લગાડે. ક્રોધથી પોતાને બચાવે, માન અને માયા ન સેવે, લોભનો ત્યાગ કરે. સૂત્ર સંદર્ભ– ૧૨૬, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 128 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे संखया तुच्छ परप्पवाई ते पिज्ज-दोसाणुगया परज्झा ।
एए अहम्मे त्ति दुगुंछमाणो कंखे गुणे जाव सरीरभेओ ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જે સંસ્કારહીન છે, તુચ્છ અને પરપ્રવાદી છે, રાગ અને દ્વેષમાં ફસાયેલા છે, વાસનાઓના દાસ છે, તેઓ ધર્મરહિત છે, એમ જાણીને તેની દુગંછા કરતો શરીરભેદની અંતિમ ક્ષણ સુધી ગુણની કાંક્ષા કરે. તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 129 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अन्नवंसि महोहंसि एगे तिन्ने दुरुत्तरं ।
तत्थ एगे महापन्ने इमं पट्ठमुदाहरे ॥ Translated Sutra: સંસાર એક સાગર જેવો છે, તેનો પ્રવાહ વિશાળ છે. તેને તરીને જવો દુઃસ્તર છે. જેને કેટલાક તરી ગયા છે, તેમાં એ મહાપ્રાજ્ઞ ભગવંત મહાવીરે) આ પ્રમાણે સ્પષ્ટ કરેલ છે – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 130 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संतिमे य दुवे ठाणा अक्खाया मारणंतिया ।
अकाममरणं चेव सकाममरणं तहा ॥ Translated Sutra: મારણાંતિકના બે સ્થાનો કહેલા છે – અકામ – મરણ, સકામ – મરણ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 131 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बालाणं अकामं तु मरणं असइं भवे ।
पंडियाणं सकामं तु उक्कोसेण सइं भवे ॥ Translated Sutra: બાળજીવોને અકામ – મરણ વારંવાર થાય છે, પંડિતોને અકામ – મરણ ઉત્કૃષ્ટથી એકવાર થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 132 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थिमं पढमं ठाणं महावीरेण देसियं ।
कामगिद्धे जहा बाले भिसं कूराइं कुव्वई ॥ Translated Sutra: | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 135 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जनेन सद्धिं होक्खामि इइ बाले पगब्भई ।
काम-भोगानुराएणं केसं संपडिवज्जई ॥ Translated Sutra: હું સામાન્ય લોકો સાથે રહીશ, એમ માનીને અજ્ઞાની મનુષ્ય ભ્રષ્ટ થાય છે. પરંતુ છેલ્લે તે કામ ભોગાનુરાગથી કષ્ટ જ પામે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 137 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] हिंसे बाले मुसावाई माइल्ले पिसुणे सढे ।
भुंजमाणे सुरं मंसं सेयमेयं ति मन्नई ॥ Translated Sutra: જે હિંસક, બાલ, મૃષાવાદી, માયાવી, ચુગલીખોર તથા શઠ હોય છે તે મધ અને માંસનું સેવન કરીને એમ માને છે કે તે જ શ્રેય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 138 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कायसा वयसा मत्ते वित्ते गिद्धे य इत्थिसु ।
दुहओ मलं संचिणइ सिसुणानागु व्व मट्टियं ॥ Translated Sutra: તે શરીર અને વાણીથી મત્ત હોય છે, ધન અને સ્ત્રીમાં આસક્ત રહે છે. તે રાગ અને દ્વેષથી એ રીતે કર્મમલ સંચિત કરે છે, જે રીતે શિશુનાગ પોતાના મુખ અને શરીરથી માટીનો સંચય કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 139 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तओ पुट्ठो आयंकेणं गिलाणो परितप्पई ।
पभीओ परलोगस्स कम्मानुप्पेहि अप्पणो ॥ Translated Sutra: તે ભોગાસક્ત રોગથી આક્રાંત થઈ, ગ્લાન થઈ, પરિતાપ કરે છે. પોતાના કરેલા કર્મોને યાદ કરીને પરલોકથી ભયભીત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 140 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुया मे नरए ठाणा असीलाणं च जा गई ।
बालाणं कूरकम्माणं पगाढा जत्थ वेयणा ॥ Translated Sutra: મેં તે નરક સ્થાનો સાંભળેલા છે, જે શીલરહિત ધર્માચરણ વિનાના)ક્રૂરકર્મી અજ્ઞાની જીવોની ગતિ છે અને જ્યાં તીવ્ર વેદના થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 141 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थोववाइयं ठाणं जहा मेयमनुस्सुयं ।
आहाकम्मेहिं गच्छंतो सो पच्छा परितप्पई ॥ Translated Sutra: જેવુ મેં પરંપરાથી સાંભળેલ છે કે – તે નરકોમાં ઔપપાતિક અર્થાત નરકમાં ઉપજવાના કુમ્ભીરૂપ સ્થાન છે, તેમાં જીવોનો દુઃખપૂર્વક જન્મ થાય છે. આયુ ક્ષીણ થયા પછી, કૃત કર્માનુસાર. ત્યાં જતા પ્રાણી પરિતાપ કરે છે અર્થાત અતિશય દુઃખ ભોગવતા પશ્ચાત્તાપ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 142 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा सागडिओ जाणं समं हिच्चा महापहं ।
विसमं मग्गमोइण्णो अक्खे भग्गंमि सोयई ॥ Translated Sutra: જેમ કોઈ ગાડીવાળો સમતલ મહાપથને જાણવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલતા ગાડીની ધૂરી તૂટી જતા શોક કરે છે તે જ રીતે ધર્મને ઉલ્લંઘીને, અધર્મ સ્વીકારનાર, મૃત્યુના મુખમાં પડેલો બાળજીવ ગાડીવાળા માફક શોક કરે છે સૂત્ર સંદર્ભ– ૧૪૨, ૧૪૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 144 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तओ से मरणंतम्मि बाले संतस्सई भया ।
अकाममरणं मरई धुत्ते व कलिना जिए ॥ Translated Sutra: મૃત્યુના સમયે તે અજ્ઞાની પરલોકના ભયથી સંત્રસ્ત થાય છે, એક જ દાવમાં હારી જનાર જુગારી માફક શોક કરતો અકામ મરણે મરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 147 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न इमं सव्वेसु भिक्खूसु न इमं सव्वेसुगारिसु ।
नाणासीला अगारत्था विसमसीला य भिक्खुणो ॥ Translated Sutra: આ સકામ મરણ બધા ભિક્ષુને પ્રાપ્ત ન થાય, ન બધા ગૃહસ્થોને પ્રાપ્ત થાય. ગૃહસ્થ વિવિધ પ્રકારના શીલથી સંપન્ન હોય, જ્યારે ઘણા ભિક્ષુ વિષમ શીલવાળા હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 149 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चीराजिनं नगिनिणं जडी-संघाडि-मुंडिणं ।
एयाणि वि न तायंति दुस्सीलं परियागयं ॥ Translated Sutra: લાંબા દિક્ષા પર્યાયવાળા દુરાચારી સાધુને વસ્ત્ર, અજિન – ચર્મ, નગ્નત્વ, જટા, ગોદડી, શિરોમુંડન આદિ બાહ્યાચાર દુર્ગતિથી બચાવી ન શકે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 150 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पिंडोलए व दुस्सीले नरगाओ न मुच्चई ।
भिक्खाए वा गिहत्थे वा सुव्वए कम्मई दिवं ॥ Translated Sutra: ભિક્ષાવૃત્તિક પણ જો દુઃશીલ હોય, તો તે નરકથી મુક્ત થઈ શકતા નથી. ભિક્ષુ હોય કે ગૃહસ્થ, પણ જો તે સુવ્રતી હોય તો સ્વર્ગમાં જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 153 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह जे संवुडे भिक्खू दोण्हं अन्नयरे सिया ।
सव्वदुक्खप्पहीणे वा देवे वावि महड्ढिए ॥ Translated Sutra: જે સંવૃત્ત ભિક્ષુ છે, તેની બેમાંથી એક સ્થિતિ હોય – કાં તો સર્વ દુઃખોથી મુક્ત થાય અથવા મહાન ઋદ્ધિવાળો દેવ થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 154 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उत्तराइं विमोहाइं जुइमंतानुपुव्वसो ।
समाइण्णाइं जक्खेहिं आवासाइं जसंसिणो ॥ Translated Sutra: દેવતાના આવાસો અનુક્રમે ઉર્ધ્વ, મોહરહિત, દ્યુતિમાન, દેવોથી પરિવ્યાપ્ત હોય છે. તેમાં રહેનારા દેવો યશસ્વી, દીર્ઘાયુ, ઋદ્ધિમાન, દીપ્તિમાન, ઇચ્છારૂપધારી, અભિનવ ઉત્પન્ન સમાન ભવ્ય કાંતિવાળા અને સૂર્ય સમાન અત્યંત તેજસ્વી હોય છે. સૂત્ર સંદર્ભ– ૧૫૪, ૧૫૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 156 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ताणि ठाणाणि गच्छंति सिक्खित्ता संजमं तवं ।
भिक्खाए वा गिहत्थे वा जे संति परिनिव्वुडा ॥ Translated Sutra: ભિક્ષુ હોય કે ગૃહસ્થ હોય, જે હિંસાદિથી નિવૃત્ત થાય છે, તે સંયમ અને તપના અભ્યાસથી ઉક્ત દેવલોકમાં જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 157 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेसिं सोच्चा सपुज्जाणं संजयाण वुसीमओ ।
न संतसंति मरणंते सीलवंता बहुस्सुया ॥ Translated Sutra: સત્પુરુષો દ્વારા પૂજનીય તે સંયત અને જિતેન્દ્રિયોના ઉક્ત વૃત્તાંતને સાંભળી શીલવાન, બહુશ્રુત મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પણ સાવધાન રહી પંડિતમરણને પ્રાપ્ત કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 158 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तुलिया विसेसमादाय दयाधम्मस्स खंतिए ।
विप्पसीएज्ज मेहावी तहाभूएण अप्पणा ॥ Translated Sutra: આત્મગુણોની તુલના કરીને મેધાવી સાધક વિશિષ્ટ સકામ મરણ સ્વીકારે, મરણકાળે દયાધર્મ અને ક્ષમાથી તેવો આત્મા પ્રસન્ન રહે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 159 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तओ काले अभिप्पेए सड्ढी तालिसमंतिए ।
विनएज्ज लोमहरिसं भेयं देहस्स कंखए ॥ Translated Sutra: જ્યારે મરણકાળ આવે, ત્યારે શ્રદ્ધાવાન સાધુ ગુરુની પાસે પીડાજન્ય લોમ – હર્ષને નિવારે, શરીર ભેદની શાંતિભાવથી પ્રતીક્ષા કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 161 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जावंतऽविज्जापुरिसा सव्वे ते दुक्खसंभवा ।
लुप्पंति बहुसो मूढा संसारंमि अनंतए ॥ Translated Sutra: જેટલાં અવિદ્યાવાન છે, તેઓ બધા પોત – પોતાના માટે દુઃખના ઉત્પાદક છે. તે વિવેક મૂઢ અનંત સંસારમાં વારંવાર લુપ્ત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 163 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] माया पिया ण्हुसा भाया भज्जा पुत्ता य ओरसा ।
नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥ Translated Sutra: આ સંસારમાં પોતાના જ કરેલા કર્મોથી લુપ્ત – પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની તથા પુત્ર સમર્થ નથી. સમ્યક્ દૃષ્ટા સાધક પોતાની સ્વતંત્ર બુદ્ધિથી આ અર્થની સત્યતા જુએ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચિતની પણ કાંક્ષા ન કરે. સૂત્ર સંદર્ભ– ૧૬૩, ૧૬૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 165 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गवासं मणिकुंडलं पसवो दासपोरुसं ।
सव्वमेयं चइत्ताणं कामरूवी भविस्ससि ॥ Translated Sutra: ગાય, ઘોડા, મણિ, કુંડલ, પશુ, દાસ, પુરુષ એ બધાનો ત્યાગ કરનાર સાધક પરલોકમાં કામરૂપી દેવ થશે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 166 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] थावरं जंगमं चेव धनं धन्नं उवक्खरं ।
पच्चमाणस्स कम्मेहिं नालं दुक्खाउ मोयणे ॥ Translated Sutra: કર્મોથી દુઃખ પામતા પ્રાણીને સ્થાવર – જંગમ સંપત્તિ, ધન – ધાન્ય અને ગૃહોપકરણ પણ દુઃખથી મુક્ત કરવાને સમર્થ નથી થતા. બધાને બધા તરફથી સુખ પ્રિય છે. બધા પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, તે જાણીને ભય અને વૈરથી ઉપરત થઈ કોઈ પ્રાણીના પ્રાણ ન હણે. સૂત્ર સંદર્ભ– ૧૬૬, ૧૬૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 168 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आयाणं नरयं दिस्स नायएज्ज तणामवि ।
दोगुंछी अप्पणो पाए दिन्नं भुंजेज्ज भोयणं ॥ Translated Sutra: અદત્તાદાન નરક છે, એમ જાણીને ન અપાયેલ તણખલુ પણ ન લે. અસંયમ પ્રતિ જુગુપ્સા રાખનાર મુનિ પોતાના પાત્રમાં દેવાયેલુ ભોજન જ કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 170 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भणंता अकरेंता य बंधमोक्खपइण्णिणो ।
वायाविरियमेत्तेण समासासेंति अप्पयं ॥ Translated Sutra: જે બંધ અને મોક્ષના સિદ્ધાંતોની સ્થાપના કરે. બોલે ઘણુ પણ કરે કાંઈ નહીં, તેઓ ફક્ત વાણી વીર્યથી પોતાને આશ્વાસિત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 171 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न चित्ता तायए भासा कओ विज्जानुसासनं? ।
विसन्ना पावकम्मेहिं बाला पंडियमानिनो ॥ Translated Sutra: વિવિધ ભાષા રક્ષણ કરતી નથી, વિદ્યાનું અનુશાસન પણ ક્યાં સુરક્ષા આપે છે ? જે તેને સંરક્ષક માને છે, તે પોતાને પંડિત માનનારા અજ્ઞાની જીવો પાપકર્મોમાં મગ્ન છે – ડૂબેલા છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 172 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे केइ सरीरे सत्ता वन्ने रूवे य सव्वसो ।
मनसा कायवक्केणं सव्वे ते दुक्खसंभवा ॥ Translated Sutra: જે મન, વચન, કાયાથી શરીરમાં, શરીરના વર્ણ અને રૂપમાં સર્વથા આસક્ત છે, તે બધા પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 176 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सन्निहिं च न कुव्वेज्जा लेवमायाए संजए ।
पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए ॥ Translated Sutra: સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે, પંખીની માફક સંગ્રહથી નિરપેક્ષ રહેતો એવો પાત્ર લઈને ભિક્ષાને માટે વિચરણ કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 177 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एसणासमिओ लज्जू गामे अनियओ चरे ।
अप्पमत्तो पमत्तेहिं पिंडवायं गवेसए ॥ Translated Sutra: એષણા સમિતિથી યુક્ત, લજ્જાવાન, સંયમી મુનિ ગામોમાં અનિયત વિહાર કરે. અપ્રમત્ત રહીને ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગવેષણા કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 178 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं से उदाहु, अनुत्तरनाणी अनुत्तरदंसी अनुत्तरनाणदंसणधरे ।
अरहा नायपुत्ते भगवं वेसालिए वियाहिए ॥ –त्ति बेमि ॥ Translated Sutra: અનુત્તરજ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તરજ્ઞાન – દર્શનધર અરહંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક મહાવીરે આ પ્રમાણે કહેલ છે, તે હું તમને કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 179 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहाएसं समुद्दिस्स कोइ पोसेज्ज एलयं ।
ओयणं जवसं देज्जा पोसेज्जा वि सयंगणे ॥ Translated Sutra: જેમ કોઈ સંભાવિત અતિથિને ઉદ્દેશીને ઘેટાનું પોષણ કરે, તેને ચોખા, જવ આદિ આપે. તેને પોતાના આંગણામાં જ પોષે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 180 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तओ से पुट्ठे परिवूढे जायमेए महोदरे ।
पीणिए विउले देहे आएसं परिकंखए ॥ Translated Sutra: ત્યારપછી તે ઘેટું પુષ્ટ, પરિવૃદ્ધ, મોટા પેટવાળુ થઈ જાય છે. તે સ્થૂલ અને વિપુલ દેહવાળો અતિથિની પ્રતીક્ષા કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 181 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जाव न एइ आएसे ताव जीवइ से दुही ।
अह पत्तंमि आएसे सीसं छेत्तूण भुज्जई ॥ Translated Sutra: જ્યાં સુધી અતિથિ આવતો નથી, ત્યાં સુધી તે બિચારો જીવે છે. મહેમાન આવતા જ તેનું માથુ છેદીને ખાઈ જવાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 182 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा खलु से उरब्भे आएसाए समीहिए ।
एवं बाले अहम्मिट्ठे ईहई नरयाउयं ॥ Translated Sutra: મહેમાનને માટે સમીહિત તે ઘેટું, જેમ મહેમાનની પ્રતીક્ષા કરે છે, તેમ અધર્મિષ્ઠ અજ્ઞાની જીવ પણ નરકાયુની પ્રતીક્ષા કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 183 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] हिंसे बाले मुसावाई अद्धाणंमि विलोवए ।
अन्नदत्तहरे तेणे माई कण्हुहरे सढे ॥ Translated Sutra: હિંસક, અજ્ઞાની, મિથ્યાભાષી, માર્ગમાં લૂંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી, ક્યાંથી ચોરી કરું ? એમ નિરંતર વિચારનાર, ધૂર્ત, સ્ત્રી આદિ વિષયોમાં આસક્ત, મહાઆરંભી, મહાપરિગ્રહી, દારુ – માંસનો ભોગી, બળવાન, બીજાને દમનાર, બકરાની જેમ કર – કર શબ્દ કરતા માંસાદિ અભક્ષ્ય ખાનાર, ફાંદાળો, અધિક લોહીવાળો, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 186 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसनं सयनं जाणं वित्तं कामे य भुंजिया ।
दुस्साहडं घनं हिच्चा बहुं संचिणिया रयं ॥ Translated Sutra: આસન, શય્યા, વાહન, ધન અને અન્ય કામભોગોને ભોગવી દુઃખે એકત્રિત કરેલ ધનને છોડીને, કર્મોની ઘણી ધૂળ સચિત કરીને,... કેવળ વર્તમાનને જોવામાં તત્પર, કર્મોથી ભારે થયેલા જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા તે ઘેટું શોક કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૮૬, ૧૮૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 188 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तओ आउपरिक्खीणे चुया देहा विहिंसगा ।
आसुरियं दिसं बाला गच्छंति अवसा तमं ॥ Translated Sutra: વિવિધ પ્રકારે હિંસા કરનાર તે અજ્ઞાની જીવ, આયુ ક્ષીણ થતા જ્યાં શરીર છોડે છે, ત્યારે કૃત કર્મોથી વિવશ થઇ અંધકારવાળા નરકમાં જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 191 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनेगवासानउया जा सा पन्नवओ ठिई ।
जानि जीयंति दुम्मेहा ऊणे वाससयाउए ॥ Translated Sutra: પ્રજ્ઞાવાનની દેવલોકમાં અનેક નયુતએક સંખ્યા વિશેષ) વર્ષોની સ્થિતિ હોય છે, એમ જાણીને પણ મૂર્ખ મનુષ્ય સો વર્ષથી ન્યૂન આયુમાં તે સુખોને ગુમાવે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 192 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा य तिन्नि वणिया मूलं घेत्तूण निग्गया ।
एगोऽत्थ लहई लाहं एगो मूलेण आगओ ॥ Translated Sutra: જેમ ત્રણ વણિકો મૂળ મૂડી, ધન લઈને વ્યાપાર કરવા નીકળ્યા. તેમાં એક અતિરિક્ત લાભ પામે છે. એક માત્ર મૂળ લઈને પાછો આવે છે. અને એક મૂળ પણ ખોઈને આવે છે. આ વ્યવહારની ઉપમા છે. આ પ્રમાણે ધર્મના વિષયમાં પણ જાણવુ જોઈએ. સૂત્ર સંદર્ભ– ૧૯૨, ૧૯૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 194 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मानुसत्तं भवे मूलं लाभो देवगई भवे ।
मूलच्छेएण जीवाणं नरगतिरिक्खत्तणं धुवं ॥ Translated Sutra: મનુષ્યત્વ એ મૂડી છે, દેવગતિ લાભરૂપ છે. મૂળનો નાશ થતા નિશ્ચે નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે. |