Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures
Search :
Frequently Searched: , aare , सुद्धप्प| , parmesh , daya

Search Results (554)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 45 Sutra Ang-05 View Detail
Mool Sutra: अत्थि णं भंते! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेएंति? हंता अत्थि। कहन्नं भंते! समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेंति? गोयमा! तेहिं तेहिं नाणंतरेहिं, दंसणंतरेहिं, चरित्तंतरेहिं, लिंगंतरेहिं, पवयणंतरेहिं, पावयणंतरेहिं, कप्पंतरेहिं, मग्गंतरेहिं, मतंतरेहिं, भगंतरेहिं, नयतरेहिं, नियमंतरेहिं, पमाणंतरेहिं संकिता कंखिता वितिकिच्छता भेदसमावन्ना कलुससमावन्ना– एवं खलु समणा निग्गंथा कंखा-मोहणिज्जं कम्मं वेदेंति। से नूनं भंते! तमेव सच्चं नीसंकं, जं जिणेहिं पवेदितं? हंता गोयमा! तमेव सच्चं नीसंकं, जं जिणेहिं पवेदितं। एवं जाव अत्थि उट्ठाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिएइ

Translated Sutra: હે ભગવન્‌ ! શ્રમણ નિર્ગ્રન્થો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે ? હા, વેદે છે. શ્રમણ નિર્ગ્રન્થો કાંક્ષા મોહનીય કર્મને કઈ રીતે વેદે છે? ગૌતમ ! તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાંતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, માર્ગાંતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર, પ્રમાણાંતર વડે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 109 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] मडाई णं भंते! नियंठे नो निरुद्धभवे, नो निरुद्धभवपवंचे, नो पहीणसंसारे, नो पहीणसंसारवेयणिज्जे, नो वोच्छिन्नसंसारे, नो वोच्छिन्नसंसारवेयणिज्जे, नो निट्ठियट्ठे, नो निट्ठियट्ठकरणिज्जे पुनरवि इत्थत्थं हव्वमागच्छइ? हंता गोयमा! मडाई णं नियंठे नो निरुद्धभवे, नो निरुद्धभवपवंचे, नो पहीणसंसारे, नो पहीण-संसारवेयणिज्जे, नो वोच्छिन्नसंसारे, नो वोच्छिन्नसंसारवेयणिज्जे, नो निट्ठियट्ठे, नो निट्ठियट्ठ-करणिज्जे पुनरवि इत्थत्थं हव्वमागच्छइ।

Translated Sutra: ભગવન્‌ ! જેણે સંસાર અને સંસારના પ્રપંચોનો નિરોધ કર્યો નથી, જેનો સંસાર અને સંસાર – વેદનીય કર્મ ક્ષીણ થયેલ નથી, જેનો સંસાર અને સંસાર – વેદનીય કર્મનો વિચ્છેદ થયો નથી, જે નિષ્ઠિતાર્થ – (સિદ્ધ પ્રયોજન) નથી, જેનું કાર્ય પૂર્ણ થયું નથી, તેવા પ્રાસુકભોજી – (નિર્દોષ આહાર કરનાર). નિર્ગ્રન્થ, ફરીને મનુષ્યાદિ ભવોમાં શીઘ્ર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 112 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं भगवं महावीरे रायगिहाओ नगराओ गुणसिलाओ चेइआओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं कयंगला नामं नगरी होत्था–वण्णओ। तीसे णं कयंगलाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए छत्तपलासए नामं चेइए होत्था–वण्णओ। तए णं समणे भगवं महावीरे उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली जेणेव कयंगला नगरी जेणेव छत्तपलासए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ जाव समोसरणं। परिसा निग्गच्छइ। तीसे णं कयंगलाए नयरीए अदूरसामंते सावत्थी नामं नयरी होत्था–वण्णओ। तत्थ

Translated Sutra: (૧) તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહી નગર પાસે આવેલ ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. ઉવવાઈ સૂત્રાનુસાર નગરીનું વર્ણન જાણવું. તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું. ઉવવાઈ સૂત્રાનુસાર ઉદ્યાનનું વર્ણન જાણવું. ત્યારે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 113 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एत्थ णं से खंदए कच्चायणसगोत्ते संबुद्धे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–इच्छामि णं भंते! तुब्भं अंतिए केवलिपन्नत्तं धम्मं निसामित्तए। अहासुहं देवानुप्पिया! मा पडिबंधं। तए णं समणे भगवं महावीरे खंदयस्स कच्चायणसगोत्तस्स, तीसे य महइमहालियाए परिसाए धम्मं परिकहेइ। धम्मकहा भाणियव्वा। तए णं से खंदए कच्चायणसगोत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठ चित्तमानंदिए णंदि पीइमणे परमसोमणस्सिए हरिसवसविसप्पमाण हियए उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता

Translated Sutra: તે કાત્યાયન ગોત્રીય સ્કંદક બોધ પામ્યો. શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! હું આપની પાસે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળવા ઇચ્છુ છું. હે દેવાનુપ્રિય! સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર. પછી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કંદકને અને મહામોટી પર્ષદાને ધર્મ કહ્યો. અહીં. ધર્મકથા કહેવી. ત્યારે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 123 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति भासंति पण्णवंति परूवेंति– १. एवं खलु नियंठे कालगए समाणे देवब्भूएणं अप्पाणेणं से णं तत्थ नो अन्ने देवे, नो अन्नेसिं देवाणं देवीओ आभिजुंजिय-अभिजुंजिय परियारेइ, नो अप्पणिच्चियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेइ, अप्पणामेव अप्पाणं विउव्विय-विउ-व्विय परियारेइ। २. एगे वि य णं जीवे एगेणं समएणं दो वेदे वेदेइ, तं जहा–इत्थिवेदं च, पुरिसवेदं च। जं समयं इत्थिवेयं वेएइ तं समयं पुरिसवेयं वेएइ। इत्थिवेयस्स वेयणाए पुरिसवेयं वेएइ, पुरिसवेयस्स वेयणाए इत्थिवेयं वेएइ। एवं खलु एगे वि य णं जीवे एगेणं समएणं दो वेदे वेदेइ, तं जहा– इत्थिवेदं च,

Translated Sutra: ભગવન્‌ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે – નિર્ગ્રન્થ, મર્યા પછી દેવ થાય અને તે ત્યાં બીજા દેવો કે બીજા દેવોની દેવી સાથે આલિંગન કરીને પરિચારણા(કામભોગ સેવન) કરતા નથી. પોતાની દેવીઓને વશ કરીને પરિચારણા કરતા નથી. પણ પોતે જ પોતાને વિકુર્વીને પરિચારણા કરે છે. એ રીતે એક જીવ એક જ સમયે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 130 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे रायगिहाओ नगराओ गुणसिलाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनि-क्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं तुंगिया नामं नयरी होत्था–वण्णओ। तीसे णं तुंगियाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभागे पुप्फवतिए नामं चेइए होत्था–वण्णओ। तत्थ णं तुंगियाए नयरीए बहवे समणोवासया परिवसंति– अड्ढा दित्ता वित्थिण्णविपुलभवन-सयनासन-जानवाहणाइण्णा बहुधन-बहुजायरूव-रयया आयोगपयोगसंपउत्ता विच्छड्डियविपुल-भत्तपाना बहुदासी-दास-गो-महिस-गवेलयप्पभूया बहुजणस्स अपरिभूया अभिगयजीवाजीवा उवलद्ध-पुण्ण-पावा-आसव-संवर-निज्जर-किरियाहिकरणबंधपमोक्खकुसला असहेज्जा

Translated Sutra: ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશીલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિહાર કરતાં વિચરે છે. તે કાળ તે સમયે તુંગિકા નામે નગરી હતી. (વર્ણન). તે તુંગિકા નગરીની બહાર ઈશાન ખૂણામાં પુષ્પવતી નામે ચૈત્ય હતું. (વર્ણન)... બંને વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર સમજી લેવું. તે તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-३ क्रिया Gujarati 179 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुव्विं भंते! किरिया, पच्छा वेदना? पुव्विं वेदना, पच्छा किरिया? मंडिअपुत्ता! पुव्विं किरिया, पच्छा वेदना। नो पुव्विं वेदना, पच्छा किरिया।

Translated Sutra: સૂત્ર– ૧૭૯. ભગવન્‌ ! પહેલા ક્રિયા અને પછી વેદના કે પહેલા વેદના અને પછી ક્રિયા ? મંડિતપુત્ર! પહેલા ક્રિયા પછી વેદના થાય, પણ પહેલા વેદના અને પછી ક્રિયા ન થાય. સૂત્ર– ૧૮૦. શ્રમણ નિર્ગ્રન્થોને ક્રિયા હોય ? હા, હોય. શ્રમણ નિર્ગ્રન્થો કેવી રીતે ક્રિયા કરે છે ? મંડિતપુત્ર ! પ્રમાદને લીધે અને યોગ(એટલે કે મન, વચન, કાયાની પ્રવૃત્તિ)
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-१ सूर्य Gujarati 215 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] १ चंप-रवि २ अनिल ३ गंठिय ४ सद्दे ५-६ छउमाउ ७ एयण ८ नियंठे । ९ रायगिहं १ चंपा-चंदिमा य दस पंचमम्मि सए ॥

Translated Sutra: પાંચમા શતકમાં દશ ઉદ્દેશાઓ છે – સૂર્ય, વાયુ, જાલગ્રંથિ, શબ્દ, છદ્મસ્થ, આયુ, પુદ્‌ગલકંપન, નિર્ગ્રન્થ, રાજગૃહ, ચંપાચંદ્રમા.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-८ निर्ग्रंथी पुत्र Gujarati 262 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी नारयपुत्ते नामं अनगारे पगइभद्दए जाव विहरति। तेणं कालेणं तेणं समएणं भगवओ महावीरस्स अंतेवासी नियंठिपुत्ते नामं अनगारे पगइभद्दए जाव विहरति। तए णं से नियंठिपुत्ते अनगारे जेणामेव नारयपुत्ते अनगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता नारयपुत्तं अनगारं एवं वयासी–सव्वपोग्गला ते अज्जो! किं सअड्ढा समज्झा सपएसा? उदाहु अनड्ढा अमज्झा अपएसा? अज्जो! त्ति नारयपुत्ते अनगारे नियंठिपुत्तं अनगारं एवं वयासी–सव्वपोग्गला मे अज्जो! सअड्ढा समज्झा सपएसा, नो अनड्ढा अमज्झा अपएसा। तए णं

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ભગવંત મહાવીર ત્યાં પધાર્યા. પર્ષદા દર્શનાર્થે નીકળી યાવત્‌ ધર્મ શ્રવણ કરી પર્ષદા પાછી ગઈ. તે કાળે ભગવંત મહાવીરના નારદપુત્ર નામના શિષ્ય, જે પ્રકૃતિ – ભદ્રક યાવત્‌ વિચરતા હતા. તે કાળે ભગવંતના શિષ્ય નિર્ગ્રન્થીપુત્ર અણગાર યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે નિર્ગ્રન્થીપુત્ર, જ્યાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-६

उद्देशक-१ वेदना Gujarati 273 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! जे महावेदने से महानिज्जरे? जे महानिज्जरे से महावेदने? महावेदणस्स य अप्पवेदणस्स य से सेए जे पसत्थनिज्जराए? हंता गोयमा! जे महावेदने से महानिज्जरे, जे महानिज्जरे से महावेदने, महावेदनस्स य अप्पवेदनस्स य से सेए जे पसत्थ-निज्जराए। छट्ठ-सत्तमासु णं भंते! पुढवीसु नेरइया महावेदना? हंता महावेदना। ते णं भंते! समणेहिंतो निग्गंथेहिंतो महानिज्जरतरा? गोयमा! नो इणट्ठे समट्ठे। से केणं खाइ अट्ठेणं भंते! एवं वुच्चइ–जे महावेदने से महानिज्जरे? जे महानिज्जरे से महावेदने? महावेदणस्स य अप्पवेदणस्स य से सेए जे पसत्थनिज्जराए? गोयमा! से जहानामए दुवे वत्था सिया–एगे वत्थे

Translated Sutra: ભગવન્‌ ! જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે ? હા, ગૌતમ ! તે એ પ્રમાણે જ જાણવું. ભગવન્‌ ! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુક્ત છે ? હા,ગૌતમ ! તેઓ મહાવેદનાવાલા છે. તેઓ શ્રમણ નિર્ગ્રન્થ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-८ प्रत्यनीक Gujarati 413 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! ववहारे पन्नत्ते? गोयमा! पंचविहे ववहारे पन्नत्ते, तं जहा–आगमे, सुतं, आणा, धारणा, जीए। जहा से तत्थ आगमे सिया आगमेणं ववहारं पट्ठवेज्जा। नो य से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा। नो य से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठवेज्जा। नो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहार पट्ठवेज्जा। नो य से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्ठवेज्जा। इच्चेएहिं पंचहिं ववहारं पट्ठवेज्जा, तं जहा–आगमेणं, सुएणं आणाए, धारणाए, जीएणं। जहा-जहा से आगमे सुए आणा धारणा जीए तहा-तहा ववहारं पट्ठवेज्जा। से

Translated Sutra: ભગવન્‌! વ્યવહાર કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે. તે આ – આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત – વ્યવહાર. આ પાંચ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં આગમ વ્યવહાર હોય ત્યારે ત્યાં તેને આગમથી વ્યવહાર કરવો જોઈએ. જેની પાસે આગમ વ્યવહાર ન હોય, તેણે જેની પાસે જે શ્રુત હોય, તેનાથી વ્યવહાર કરવો. જો શ્રુત ન હોય તો, જેની પાસે જે આજ્ઞા હોય, તેણે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-१ आहार Gujarati 337 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अह भंते! खेत्तातिक्कंतस्स, कालातिक्कंतस्स, मग्गातिक्कंतस्स, पमाणातिक्कंतस्स पान-भोयणस्स के अट्ठे पन्नत्ते? गोयमा! जे णं निग्गंथे वा निग्गंथी वा फासु-एसणिज्जं असन-पान-खाइम-साइमं अणुग्गए सूरिए पडिग्गाहेत्ता उग्गए सूरिए आहारमाहारेइ, एस णं गोयमा! खेत्तातिक्कंते पान-भोयणे। जे णं निग्गंथे वा निग्गंथी वा फासु-एसणिज्जं असनं-पान-खाइम-साइमं पढमाए पोरिसीए पडिग्गाहेत्ता पच्छिमं पोरिसिं उवाइणावेत्ता आहारमाहारेइ एस णं गोयमा! कालातिक्कंते पान-भोयणे। जे णं निग्गंथे वा निग्गंथी वा फासु-एसणिज्जं असन-पान-खाइम-साइमं पडिग्गाहेत्ता परं अद्धजोयणमेराए वीइक्कमावेत्ता आहारमाहारेइ,

Translated Sutra: ભગવન્‌ ! ક્ષેત્ર – કાળ – માર્ગ – પ્રમાણથી અતિક્રાંત પાન – ભોજનનો શો અર્થ કહ્યો ? ગૌતમ ! જે સાધુ – સાધ્વી પ્રાસુક, એષણીય અશનાદિને સૂર્ય ઊગ્યા પહેલા ગ્રહણ કરીને, સૂર્ય ઊગ્યા પછી તે આહાર કરે, તે હે ગૌતમ ! ક્ષેત્રાતિક્રાંત પાન ભોજન છે. જે સાધુ – સાધ્વી પ્રાસુક, એષણીય અશનાદિને પહેલી પોરીસીએ ગ્રહણ કરીને છેલ્લી પોરીસી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-१० अन्यतीर्थिक Gujarati 377 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था–वण्णओ। गुणसिलए चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं गुणसिलयस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति, तं जहा–कालोदाई, सेलोदाई, सेवालोदाई, उदए, नामुदए, नम्मुदए, अन्नवालए, सेलवालए, संखवालए, सुहत्थी गाहावई। तए णं तेसिं अन्नउत्थियाणं अन्नया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सन्निविट्ठाणं सन्निसन्नाणं अयमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पंच अत्थिकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं जाव पोग्गलत्थिकायं। तत्थ णं समणे नायपुत्ते चत्तारि अत्थिकाए अजीवकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं,

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. (વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર કરવું). ત્યાં ગુણશીલ ચૈત્ય હતું. (વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર) યાવત્‌ ત્યાં પૃથ્વીશીલા પટ્ટક હતો. (વર્ણન) તે ગુણશીલ ચૈત્યની થોડે દૂર ઘણા અન્ય – તીર્થિકો રહેતા હતા. તે આ – કાલોદાયી, શૈલોદાયી, શૈવાલોદાયી, ઉદક, નામોદક, નર્મોદક, અન્નપાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-६ प्रासुक आहारादि Gujarati 406 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए, अनुप्पविट्ठं केइ दोहिं पिंडेहिं उवनिमंतेज्जा–एगं आउसो! अप्पणा भुंजाहि, एगं थेराणं दलयाहि। से य तं पडिग्गाहेज्जा, थेरा य से अनुगवेसियव्वा सिया। जत्थेव अनुगवेसमाणे थेरे पासिज्जा तत्थेव अनुप्पदायव्वे सिया, नो चेव णं अनुगवेसमाणे थेरे पासिज्जा तं नो अप्पणा भुंजेज्जा, नो अन्नेसिं दावए, एगंते अनावाए अचित्ते बहुफासुए थंडिल्ले पडिलेहेत्ता पमज्जित्ता परिट्ठावेयव्वे सिया। निग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अनुप्पविट्ठं केइ तिहिं पिंडेहिं उवनिमंतेज्जा–एगं आउसो! अप्पणा भुंजाहि, दो थेराणं दलयाहि। से य ते पडिग्गाहेज्जा,

Translated Sutra: ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિર્ગ્રન્થને કોઈ ગૃહસ્થ બે પિંડ આહાર વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન્‌ ! એક પિંડ તમે વાપરજો અને એક સ્થવિરને આપજો, તે એ બંને પિંડને ગ્રહણ કરે. સ્થવિરની ગવેષણા કરે, ગવેષણા કરતા, સ્થવિરને જ્યાં દેખે ત્યાં તેમને તે પિંડ આપી દે, કદાચ ગવષેણા કરતા પણ સ્થવિરને ન જુએ, તો તે પિંડ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-६ प्रासुक आहारादि Gujarati 407 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथेण य गाहावइकुलं पिंडवायपडियाए पविट्ठेणं अन्नयरेसु अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवति– इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि, पडिक्कमामि, निंदामि, गरिहामि, विउट्टामि, विसोहेमि, अकरणयाए अब्भुट्ठेमि, अहारियं पायच्छित्तं तवोकम्मं पडिवज्जामि, तओ पच्छा थेराणं अंतियं आलोएस्सामि जाव तवोकम्मं पडिवज्जिस्सामि। १. से य संपट्ठिए असंपत्ते, थेरा य पुव्वामेव अमुहा सिया। से णं भंते! किं आराहए? विराहए? गोयमा! आराहए, नो विराहए। २. से य संपट्ठिए असंपत्ते, अप्पणा य पुव्वामेव अमुहे सिया। से णं भंते! किं आराहए? विराहए? गोयमा! आराहए, नो विराहए। ३. से य संपट्ठिए असंपत्ते, थेरा य

Translated Sutra: ગૃહસ્થને ઘેર આહાર ગ્રહણાર્થે પ્રવેશેલ નિર્ગ્રન્થ વડે કોઈ અકૃત્ય સ્થાન(મૂળ ગુણાદિ દોષનું) સેવન થયું હોય, તેને એમ થાય કે – હું અહીં જ પહેલા આ સ્થાનને આલોચું, પ્રતિક્રમુ, નિંદુ, ગર્હુ, છેદુ, વિશોધુ, અકૃત્ય ન કરવા અભ્યુદ્યત થાઉં, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત, તપોકર્મ સ્વીકારું, ત્યાર પછી સ્થવિરો પાસે આલોચીશ યાવત્‌ તપકર્મ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 463 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं माहणकुंडग्गामस्स नगरस्स पच्चत्थिमे णं एत्थ णं खत्तियकुंडग्गामे नामं नयरे होत्था–वण्णओ। तत्थ णं खत्तियकुंडग्गामे नयरे जमाली नामं खत्तियकुमारे परिवसइ–अड्ढे दित्ते जाव बहुजणस्स अपरिभूते, उप्पिं पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसतिबद्धेहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवनच्चिज्जमाणे-उवनच्चिज्जमाणे, उवगिज्जमाणे-उवगिज्जमाणे, उव-लालिज्जमाणे-उवलालिज्जमाणे, पाउस-वासारत्त-सरद-हेमंत-वसंत-गिम्ह-पज्जंते छप्पि उऊ जहाविभवेणं माणेमाणे, कालं गाले-माणे, इट्ठे सद्द-फरिस-रस-रूव-गंधे पंचविहे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणे विहरइ। तए णं खत्तियकुण्डग्गामे

Translated Sutra: તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમમાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું, (વર્ણન). તે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જમાલિ નામે ક્ષત્રિયકુમાર વસતો હતો, તે ઋદ્ધિમાન્‌, તેજસ્વી આદી ગુણસંપન્ન હતો યાવત્‌ અનેક મનુષ્યથી અપરિભૂત હતો. તે પોતાના ઉત્તમ ભવનમાં રહેતો હતો. તે ભવનમાં મૃદંગવાદ્યનો સ્પષ્ટ ધ્વનિ થઈ રહ્યો છે, બત્રીસ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 464 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से जमाली खत्तियकुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठतुट्ठे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता तमेव चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सकोरेंट मल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं महयाभडचडगर पहकरवंदपरिक्खित्ते, जेणेव खत्तियकुंडग्गामे नयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता खत्तियकुंडग्गामं नयरं मज्झंमज्झेणं जेणेव सए गेहे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता तुरए निगिण्हइ, निगिण्हित्ता रहं

Translated Sutra: ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત અને સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી. યાવત્‌ વંદન નમસ્કાર કરીને, તે જ ચાતુર્ઘંટ અશ્વરથમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક ચૈત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષ્પની માળાયુક્ત છત્રને ધારણ કરીને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 466 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से जमाली अनगारे अन्नया कयाइ जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अनगारसएहिं सद्धिं बहिया जनवयविहारं विहरित्तए। तए णं समणे भगवं महावीरे जमालिस्स अनगारस्स एयमट्ठं नो आढाइ, नो परिजाणइ, तुसिणीए संचिट्ठइ। तए णं से जमाली अनगारे समणं भगवं महावीरं दोच्चं पि तच्चं पि एवं वयासी–इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अनगारसएहिं सद्धिं बहिया जनवयविहारं विहरित्तए। तए णं समणे भगवं महावीरे जमालिस्स अनगारस्स दोच्चं पि, तच्चं

Translated Sutra: સૂત્ર– ૪૬૬. ત્યારપછી કોઈ દિવસે જમાલિ અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગવન્‌ મહાવીરને વંદન – નમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્‌ ! આપની અનુજ્ઞા પામીને હું ૫૦૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઇચ્છુ છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, જમાલિ અણગારની આ વાતનો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-९ शिवराजर्षि Gujarati 506 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं हत्थिणापुरस्स नगरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभागे, एत्थ णं सहसंबवने नामं उज्जाणे होत्था–सव्वोउय-पुप्फ-फलसमिद्धे रम्मे नंदनवनसन्निभप्पगासे सुहसीतलच्छाए मनोरमे सादुप्फले अकंटए, पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं हत्थिणापुरे नगरे सिवे नामं राया होत्था–महयाहिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे–वण्णओ। तस्स णं सिवस्स रन्नो धारिणी नामं देवी होत्था–सुकुमालपाणिपाया–वण्णओ। तस्स णं सिवस्स रन्नो पुत्ते धारिणीए अत्तए सिवभद्दे नामं कुमारे होत्था–सुकुमालपाणिपाए, जहा सूरियकंते जाव रज्जं

Translated Sutra: સૂત્ર– ૫૦૬. તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું – વર્ણન. તે હસ્તિનાપુર – નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુના પુષ્પ – ફળથી સમૃદ્ધ હતું, તે રમ્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ – શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અકંટક, પ્રાસાદીય યાવત્‌ પ્રતિરૂપ હતું. તે હસ્તિનાપુર નગરમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-७ संसृष्ट Gujarati 622 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! लवसत्तमा देवा, लवसत्तमा देवा? हंता अत्थि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–लवसत्तमा देवा, लवसत्तमा देवा? गोयमा! से जहानामए केइ पुरिसे तरुणे जाव निउणसिप्पोवगए सालीण वा, वीहीण वा, गोधूमाण वा, जवाण वा, जवजवाण वा पक्काणं, परियाताणं, हरियाणं, हरियकंडाणं तिक्खेणं नवपज्जणएणं असिअएणं पडिसाहरिया-पडिसाहरिया पडिसंखिविया-पडिसंखिविया जाव इणामेव-इणामेव त्ति कट्टु सत्त लवे लुएज्जा, जदि णं गोयमा! तेसिं देवाणं एवतियं कालं आउए पहुप्पते तो णं ते देवा तेणं चेव भवग्गहणेणं सिज्झंता बुज्झंता मुच्चंता परिनिव्वायंता सव्वदुक्खाणं अंतं करेंता। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–लवसत्तमा

Translated Sutra: સૂત્ર– ૬૨૨. ભગવન્‌ ! લવસપ્તમ દેવ શું લવસપ્તમ હોય છે ? હા, હોય છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્‌ નિપુણ – શિલ્પકલા જ્ઞાતા હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ – વ્રીહિ – ઘઉં – જવ – જવજવની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુઠ્ઠીમાં પકડી નવી ધાર પર ચડાવેલ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-९ अनगार Gujarati 635 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जे इमे भंते! अज्जत्ताए समणा निग्गंथा विहरंति, ते णं कस्स तेयलेस्सं वीईवयंति? गोयमा! मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेयलेस्सं वीईवयइ। दुमासपरियाए समणे निग्गंथे असुरिंदवज्जियाणं भवनवासीणं देवाणं तेयलेस्सं वीईवयइ। एवं एएणं अभिलावेणं–तिमासपरियाए समणे निग्गंथे असुरकुमाराणं देवाणं तेयलेस्सं वीईवयइ। चउम्मासपरियाए समणे निग्गंथे गहगण-नक्खत्त-तारारूवाणं जोतिसियाणं देवाणं तेयलेस्सं वीईवयई। पंचमासपरियाए समणे निग्गंथे चदिम-सूरियाणं जोतिसिंदाणं जोतिसराईणं तेयलेस्सं वीईवयइ। छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेयलेस्सं वीईवयइ। सत्तमासपरियाए

Translated Sutra: ભગવન્‌ ! જે આ શ્રમણ નિર્ગ્રન્થ આર્યત્વયુક્ત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે ? ગૌતમ ! એક માસના પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ વ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ અસુરેન્દ્ર વર્જીને બાકી ભવનવાસી દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્રણ માસ પર્યાયવાળા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 638 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं सावत्थीए नगरीए सिंघाडग-तिग-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु बहुजनो अन्नमन्नस्स एवमाइक्खइ, एवं भासइ, एवं पन्नवेइ, एवं परूवेइ–एवं खलु देवानुप्पिया! गोसाले मंखलिपुत्ते जिने जिनप्पलावी, अरहा अरहप्पलावी, केवली केवलिप्पलावी, सव्वण्णू सव्वण्णुप्पलावी, जिने जिनसद्दं पगासेमाणे विहरइ। से कहमेयं मन्ने एवं? तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूती नामं अनगारे गोयमे गोत्तेणं सत्तुस्सेहे समचउरंससंठाणसंठिए वज्जरिसभनारायसंघयणे कनगपुलगनिधस-पम्हगोरे उग्गतवे दित्ततवे तत्ततवे महातवे

Translated Sutra: ત્યારે શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક યાવત્‌ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર એકબીજાને આમ કહેવા યાવત્‌ પ્રરૂપવા લાગ્યા કે – હે દેવાનુપ્રિયો! એ પ્રમાણે ખરેખર, ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી યાવત્‌ કહેવડાવતો વિચરે છે તો આ વાત કઈ રીતે માનવી ? તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્‌ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 645 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी आनंदे नामं थेरे पगइभद्दए जाव विनीए छट्ठं-छट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं से आनंदे थेरे छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए एवं जहा गोयमसामी तहेव आपुच्छइ, तहेव जाव उच्च-नीय-मज्झिमाइं कुलाइं घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स अदूरसामंते वीइ-वयइ। तए णं से गोसाले मंखलिपुत्ते आनंदं थेरं हालाहलाए कुंभकारीए कुंभकरावणस्स अदूर-सामंतेणं वीइवयमाणं पासइ, पासित्ता एवं वयासी–एहि ताव आनंदा! इओ एगं महं उवमियं निसामेहि। तए णं से आनंदे थेरे

Translated Sutra: સૂત્ર– ૬૪૫. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય, આનંદ નામે સ્થવિર, જે પ્રકૃતિભદ્રક યાવત્‌ વિનીત હતા, નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપોકર્મ વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે આનંદ સ્થવિર છઠ્ઠ તપના પારણે પ્રથમ પોરિસિમાં જેમ ગૌતમસ્વામીમાં કહેલું તેમ પૂછે છે, તે રીતે યાવત્‌ ઉચ્ચ – નીચ – મધ્યમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 648 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जावं च णं आनंदे थेरे गोयमाईणं समणाणं निग्गंथाणं एयमट्ठं परिकहेइ, तावं च णं से गोसाले मंखलिपुत्ते हाला हलाए कुंभकारीए कुंभकारावणाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता आजीविय-संघसंपरिवुडे महया अमरिसं वहमाणे सिग्घं तुरियं सावत्थिं नगरिं मज्झंमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव कोट्ठए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवाग-च्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वदासी–सुट्ठु णं आउसो कासवा! ममं एवं वयासी, साहू णं आउसो कासवा! ममं एवं वयासी–गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी, गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी। जे णं

Translated Sutra: જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણનિર્ગ્રન્થને આ વાત કહેતા હતા, તેટલામાં તે ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળીને, આજીવિક સંઘથી પરીવરીને મહા રોષને ધારણ કરેલો શીઘ્ર, ત્વરિત યાવત્‌ શ્રાવસ્તીનગરીની મધ્યેથી નીકળ્યો. નીકળીને કોષ્ઠક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યો, આવીને ભગવંતની સમીપ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 649 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे गोसालं मंखलिपुत्तं एवं वयासी–गोसाला! से जहानामए तेणए सिया, गामेल्लएहिं परब्भमाणे-परब्भमाणे कत्थ य गड्डं वा दरिं वा दुग्गं वा निन्नं वा पव्वयं वा विसमं वा अणस्सादेमाणे एगेणं महं उण्णालोमेण वा सणलोमेण वा कप्पासपम्हेण वा तणसूएण वा अत्ताणं आवरेत्ताणं चिट्ठेज्जा, से णं अणावरिए आवरियमिति अप्पाणं मण्णइ, अप्पच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मण्णइ, अणिलुक्के णिलुक्कमिति अप्पाणं मण्णइ, अपलाए पलायमिति अप्पाणं मण्णइ, एवामेव तुमं पि गोसाला! अनन्ने संते अन्नमिति अप्पाणं उपलभसि, तं मा एवं गोसाला! नारिहसि गोसाला! सच्चेव ते सा छाया नो अन्ना।

Translated Sutra: સૂત્ર– ૬૪૯. ત્યારે શ્રમણ ભગવન્‌ મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું – હે ગોશાળા! જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દૂર્ગ, નિમ્નસ્થાન, પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી, કપાસના પક્ષ્મથી કે તણખલા વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 655 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे अन्नया कदायि सावत्थीओ नगरीओ कोट्ठयाओ चेइयाओ पडिनिक्खमति, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं मेंढियगामे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं मेंढियगामस्स नगरस्स बहिया उत्तरपु-रत्थिमे दिसीभाए, एत्थ णं साणकोट्ठए नामं चेइए होत्था–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं साणकोट्ठगस्स चेइयस्स अदूर-सामंते, एत्थ णं महेगे मालुयाकच्छए यावि होत्था–किण्हे किण्होभासे जाव महामेहनिकुरंबभूए पत्तिए पुप्फिए फलिए हरियगरेरि-ज्जमाणे सिरीए अतीव-अतीव उवसोभेमाणे चिट्ठति। तत्थ णं मेंढियगामे नगरे रेवती नामं गाहावइणी परिवसति–अड्ढा

Translated Sutra: સૂત્ર– ૬૫૫. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે મેંઢિકગ્રામ નગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોષ્ઠક નામે ચૈત્ય હતું યાવત્‌ ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે શાલકોષ્ઠક ચૈત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 659 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंज्झगिरिपायमूले बेभेले सन्निवेसे माहणकुलंसि दारियत्ताए पच्चायाहिति। तए णं तं दारियं अम्मापियरो उम्मुक्कवालभावं जोव्वणगमणुप्पत्तं पडिरूवएणं सुक्केणं, पडिरूवएणं विनएणं, पडिरूवयस्स भत्तारस्स भारियत्ताए दलइस्सति। सा णं तस्स भारिया भविस्सति–इट्ठा कंता जाव अणुमया, भंडकरंडगसमाणा तेल्लकेला इव सुसंगोविया, चेलपेडा इव सुसंपरिग्गहिया, रयणकरंडओ विव सुसारक्खिया, सुसंगोविया, मा णं सीयं, मा णं उण्हं जाव परिसहो-वसग्गा फुसंतु। तए णं सा दारिया अन्नदा कदायि गुव्विणी ससुरकुलाओ कुलघरं निज्जमाणी अंतरा दवग्गिजालाभिहया काल-मासे कालं

Translated Sutra: આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરીની તળેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં બાલિકારૂપે જન્મશે. ત્યારે તે બાલિકા બાલ્યભાવ છોડીને યૌવનને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા – પિતા ઉચિત શુલ્ક અને ઉચિત વિનય દ્વારા પ્રતિરૂપ પતિને પત્નીરૂપે આપશે. તેણી તેની પત્ની થશે, તે પતિને. ઇષ્ટ, કાંત, યાવત્‌ અનુમત ભાંડ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१६

उद्देशक-२ जरा Gujarati 667 Sutra Ang-05 View Detail
Mool Sutra: तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे जाव दिव्वाइ भोगभोगाइं भुंजमाणे विहरइ। इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विपुलेणं ओहिणा आभोएमाणे-आभोएमाणे पासति, एत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे। एवं जहा ईसाने तइयसए तहेव सक्के वि, नवरं–आभिओगे ण सद्दावेति, हरी पायत्ताणियाहिवई, सुघोसा घंटा, पालओ विमानकारी, पालगं विमाणं, उत्तरिल्ले निज्जाणमग्गे, दाहिणपुरत्थिमिल्ले रतिकरपव्वए, सेसं तं चेव जाव नामगं सावेत्ता पज्जुवासति। धम्मकहा जाव परिसा पडिगया। तए णं से सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठे समणं

Translated Sutra: તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, પુરંદર યાવત્‌ ભોગ ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગપૂર્વક જોતા શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપમાં જુએ છે. એ પ્રમાણે જેમ ત્રીજા શતકમાં ઈશાનને કહેલ, તે પ્રમાણે શક્રને પણ કહેવો. વિશેષ એ કે – આભિયોગિક દેવોને બોલાવતો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१६

उद्देशक-४ जावंतिय Gujarati 672 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी– जावतियं णं भंते! अन्नगिलायए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वासेण वा वासेहिं वा वाससएण वा खवयंति? नो इणट्ठे समट्ठे। जावतियं णं भंते! चउत्थभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससएण वा वाससएहिं वा वाससहस्सेण वा खवयंति? नो इणट्ठे समट्ठे। जावतियं णं भंते! छट्ठभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससहस्सेण वा वाससहस्सेहिं वा वाससयसहस्सेण वा खवयंति? नो इणट्ठे समट्ठे। जावतिय णं भंते! अट्ठमभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससयसहस्सेण

Translated Sutra: રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું – ભગવન્‌ ! હંમેશા ગ્લાન(અમનોજ્ઞ) આહાર કરનાર શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નરકોમાં નૈરયિક એક વર્ષમાં, અનેક વર્ષોમાં, સો વર્ષોમાં ખપાવે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! ચોથભક્ત કરનાર શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१६

उद्देशक-५ गंगदत्त Gujarati 676 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–गंगदत्तस्स णं भंते! देवस्स सा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवानुभावे कहिं गते? कहिं अनुप्पविट्ठे? गोयमा! सरीरं गए, सरीरं अनुप्पविट्ठे, कूडागारसालादिट्ठंतो जाव सरीरं अनुप्पविट्ठे। अहो णं भंते! गंगदत्ते देवे महिड्ढिए महज्जुइए महब्बले महायसे महेसक्खे। गंगदत्तेणं भंते! देवेणं सा दिव्वा देविड्ढी सा दिव्वा देवज्जुती से दिव्वे देवाणुभागे किण्णा लद्धे? किण्णा पत्ते? किण्णा अभिसमन्नागए? पुव्वभवे के आसी? किं नामए वा? किं वा गोत्तेणं? कयरंसि वा गामंसि वा नगरंसि वा निगमंसि वा

Translated Sutra: ભન્તે! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ યાવત્‌ ક્યાં અનુપ્રવેશી ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના દૃષ્ટાંતે યાવત્‌ શરીરમાં અનુપ્રવેશી. ગૌતમસ્વામીએ આશ્ચર્યથી કહ્યું – અહો ! હે ભગવન્‌ ! ગંગદત્ત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-३ माकंदी पुत्र Gujarati 728 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे होत्था–वण्णओ। गुणसिलए चेइए–वण्णओ जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी मागंदियपुत्ते नामं अनगारे पगइभद्दए–जहा मंडियपुत्ते जाव पज्जुवासमाणे एवं वयासी– से नूनं भंते! काउलेस्से पुढविकाइए काउलेस्सेहिंतो, पुढविकाइएहिंतो अनंतरं उव्वट्टित्ता माणुसं विग्गहं लभति, लभित्ता केवलं बोहिं बुज्झति, बुज्झित्ता तओ पच्छा सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेति? हंता मागंदियपुत्ता! काउलेस्से पुढविकाइए जाव सव्वदुक्खाणं अंतं करेति। से नूनं भंते! काउलेस्से आउकाइए काउलेस्सेहिंतो आउकाइएहिंतो अनंतरं

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્‌ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના યાવત્‌ શિષ્ય પ્રકૃતિભદ્રક માકંદીપુત્ર નામે અણગાર હતા, જેમ શતક – ૩ માં, મંડિકપુત્રને કહ્યા તેની સમાન યાવત્‌ પર્યુપાસના કરતા આમ કહ્યું – ભગવન્‌ ! શું તે કાપોતલેશ્યી પૃથ્વીકાયિક, કાપોતલેશ્યી પૃથ્વીકાયિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-८ अनगार क्रिया Gujarati 750 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे। गुणसिलए चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं गुणसिलस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति। तए णं समणे भगवं महावीरे जाव समोसढे जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूती नामं अनगारे जाव उड्ढं जाणू अहोसिरे ज्झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं ते अन्नउत्थिया जेणेव भगवं गोयमे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं गोयमं एवं वयासी–तुब्भे णं अज्जो! तिविहं तिविहेणं अस्संजय-विरय-पडिहय-पच्चक्खायपावकम्मा, सकिरिया, असंवुडा, एगंतदंडा, एगंतबाला

Translated Sutra: સૂત્ર– ૭૫૦. તે કાળે, તે સમયે રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. કોઈ દિવસે શ્રમણ ભગવાન મહાવીર યાવત્‌ સમોસર્યા યાવત્‌ પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્‌ ઉર્ધ્વજાનૂ યાવત્‌ વિચરે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-१० सोमिल Gujarati 756 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं वाणियगामे नामं नगरे होत्था–वण्णओ। दूतिपलासए चेइए–वण्णओ। तत्थ णं वाणियगामे नगरे सोमिले नामं माहणे परिवसति अड्ढे जाव बहुजणस्स अपरिभूए, रिव्वेद जाव सुपरिनिट्ठिए, पंचण्हं खंडियसयाणं, सयस्स य, कुडुंबस्स आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं आणा-ईसर-सेनावच्चं कारेमाणे पालेमाणे विहरइ। तए णं समणे भगवं महावीरे जाव समोसढे जाव परिसा पज्जुवासति। तए णं तस्स सोमिलस्स माहणस्स इमीसे कहाए लद्धट्ठस्स समाणस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे

Translated Sutra: તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. દ્યુતિપલાશ ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. ઋગ્વેદ આદિનો જ્ઞાતા, વૈદિક શાસ્ત્રમાં કુશળ હતો. ૫૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો યાવત્‌ વિચરતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ સમોસર્યા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-१ लेश्या Gujarati 861 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] १. लेसा य २. दव्व ३. संठाण ४. जुम्म ५. पज्जव ६. नियंठ ७. समणा य । ८. ओहे ९-१. भवियाभविए, ११. सम्मा १२. मिच्छे य उद्देसा ॥

Translated Sutra: એક ગાથા દ્વારા આ શતક – ૨૫ના ૧૨ ઉદ્દેશાનો નામ – નિર્દેશ કરે છે – લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્યવ, નિર્ગ્રન્થ, શ્રમણ, ઓઘ, ભવ્ય, અભવ્ય, સમ્યક્‌, મિથ્યા.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-३ संस्थान Gujarati 875 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] सेढीओ णं भंते! किं सादीयाओ सपज्जवसियाओ? सादीयाओ अपज्जवसियाओ? अनादीयाओ सपज्जवसियाओ? अनादीयाओ अपज्जवसियाओ? गोयमा! नो सादीयाओ सपज्जवसियाओ, नो सादीयाओ अपज्जवसियाओ, नो अनादीयाओ सपज्जवसियाओ, अनादीयाओ अपज्जवसियाओ। एवं जाव उड्ढमहायताओ। लोगागाससेढीओ णं भंते! किं सादीयाओ सपज्जवसियाओ–पुच्छा। गोयमा! सादीयाओ सपज्जवसियाओ, नो सादीयाओ अपज्जवसियाओ, नो अनादीयाओ सपज्जवसियाओ, नो अनादीयाओ अपज्जवसियाओ। एवं जाव उड्ढमहायत्ताओ। अलोगागाससेढीओ णं भंते! किं सादीयाओ सपज्जवसियाओ–पुच्छा। गोयमा! सिय सादीयाओ सपज्जवसियाओ, सिय सादीयाओ अपज्जवसियाओ, सिय अनादीयाओ सपज्जवसियाओ, सिय अनादीयाओ

Translated Sutra: સૂત્ર– ૮૭૫. ભગવન્‌ ! શું શ્રેણીઓ ૧. સાદિ – સાંત છે ? ૨. સાદિ – અનંત છે ? ૩. અનાદિ સાંત છે ? ૪. અનાદિ – અનંત છે ? ગૌતમ! સાદિ – સાંત નથી, સાદી – અનંત નથી, અનાદિ – સાંત નથી, પણ અનાદિ – અનંત છે. એ પ્રમાણે ઉર્ધ્વ – અધો લાંબી શ્રેણી સુધી જાણવુ. ભગવન્‌ ! લોકાકાશ શ્રેણી શું સાદી – સાંત છે ? પ્રશ્ન. ગૌતમ! સાદિ – સાંત છે, સાદિ – અનંત નથી, અનાદિ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 898 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] १. पन्नवण २. वेद ३. रागे, ४. कप्प ५. चरित्त ६. पडिसेवणा ७. नाणे । ८. तित्थे ९. लिंग १. सरीरे, ११. खेत्ते १२. काल १३. गइ १४. संजम १५. निकासे ॥

Translated Sutra: સૂત્ર– ૮૯૮. નિર્ગ્રન્થ સંબંધી ૩૬ – દ્વાર છે – ૧. પ્રજ્ઞાપન, ૨. વેદ, ૩. રાગ, ૪. કલ્પ, ૫. ચારિત્ર, ૬. પ્રતિસેવના, ૭. જ્ઞાન, ૮. તીર્થ, ૯. લિંગ, ૧૦. શરીર, ૧૧. ક્ષેત્ર, ૧૨. કાળ, ૧૩. ગતિ, ૧૪. સંયમ, ૧૫. નિકાશ. સૂત્ર– ૮૯૯. ૧૬. યોગ, ૧૭. ઉપયોગ, ૧૮. કષાય, ૧૯. લેશ્યા, ૨૦. પરિણામ, ૨૧. બંધ, ૨૨. વેદ, ૨૩. કર્મઉદીરણા, ૨૪. ઉપસંપત્‌ હાન, ૨૫. સંજ્ઞા, ૨૬. આહાર. સૂત્ર–
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 901 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–कति णं भंते! नियंठा पन्नत्ता? गोयमा! पंच नियंठा पन्नत्ता, तं जहा–पुलाए, बउसे, कुसीले, नियंठे, सिणाए। पुलाए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–नाणपुलाए, दंसणपुलाए, चरित्तपुलाए, लिंगपुलाए, अहासुहुम-पुलाए नाम पंचमे। बउसे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–आभोगबउसे, अनाभोगबउस, संवुडबउसे, असंवुडबउसे, अहा-सुहुमबउसे नामं पंचमे। कुसीले णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–पडिसेवणाकुसीले य, कसायकुसीले य। पडिसेवणाकुसीले णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा– नाणपडिसेवणाकुसीले,

Translated Sutra: રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌ ! નિર્ગ્રન્થો કેટલા છે ? ગૌતમ ! પાંચ નિર્ગ્રન્થ છે. તે આ – પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રન્થ, સ્નાતક. ભગવન્‌ ! પુલાક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, યથાસૂક્ષ્મપુલાક. ભગવન્‌ ! બકુશ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ – આભોગ બકુશ,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 902 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! किं सरागे होज्जा? वीतरागे होज्जा? गोयमा! सरागे होज्जा, नो वीतरागे होज्जा। एवं जाव कसायकुसीले। नियंठे णं भंते! किं सरागे होज्जा–पुच्छा। गोयमा! नो सरागे होज्जा, वीतरागे होज्जा। जइ वीतरागे होज्जा किं उवसंतकसायवीतरागे होज्जा? खीणकसायवीतरागे होज्जा? गोयमा! उवसंतकसायवीतरागे वा होज्जा, खीणकसायवीतरागे वा होज्जा। सिणाए एवं चेव, नवरं–नो उवसंतकसायवीतरागे होज्जा, खीणकसायवीतरागे होज्जा।

Translated Sutra: સૂત્ર– ૯૦૨. ભગવન્‌ ! પુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવન્‌ ! નિર્ગ્રન્થ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ ? ગૌતમ! તે બંને હોય. સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણકક્ષાય વીતરાગ હોય. સૂત્ર–
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 906 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! कतिसु नाणेसु होज्जा? गोयमा! दोसु वा तिसु वा होज्जा। दोसु होमाणे दोसु आभिनिबोहियनाणसुयनाणेसु होज्जा, तिसु होमाणे तिसु आभिनिबोहियनाण-सुयनाण-ओहिनाणेसु होज्जा। एवं बउसे वि। एवं पडिसेवणा-कुसीले वि। कसायकुसले णं–पुच्छा। गोयमा! दोसु वा तिसु वा चउसु वा होज्जा। दोसु होमाणे दोसु आभिनिबोहियनाण-सुयनाणेसु होज्जा, तिसु होमाणे तिसु आभिनिबोहियनाण-सुयनाण-ओहिनाणेसु होज्जा, अहवा तिसु होमाणे आभिनिबोहियनाण-सुयनाण-मनपज्जवनाणेसु होज्जा, चउसु होमाणे चउसु आभिनिबोहियनाण-सुयनाण-ओहिनाण-मनपज्जवनाणेसु होज्जा। एवं नियंठे वि। सिणाए णं–पुच्छा। गोयमा! एगम्मि केवलनाणे

Translated Sutra: સૂત્ર– ૯૦૬. ભગવન્‌ ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ! બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિસેવના કુશીલ પણ છે. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે – ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક – શ્રુતમાં હોય. ત્રણમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 908 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! किं तित्थे होज्जा? अतित्थे होज्जा? गोयमा! तित्थे होज्जा, नो अतित्थे होज्जा। एवं बउसे वि। एवं पडिसेवणाकुसीले वि। कसायकुसीले–पुच्छा। गोयमा! तित्थे वा होज्जा, अतित्थे वा होज्जा। जइ अतित्थे होज्जा किं तित्थकरे होज्जा? पत्तेयबुद्धे होज्जा? गोयमा! तित्थकरे वा होज्जा, पत्तेयबुद्धे वा होज्जा। एवं नियंठे वि। एवं सिणाए वि।

Translated Sutra: સૂત્ર– ૯૦૮. ભગવન્‌ ! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં ? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જો અતીર્થમાં હોય તો તે તીર્થંકર હોય કે પ્રત્યેક બુદ્ધ? ગૌતમ! તે બંને પણ હોય. એ રીતે નિર્ગ્રન્થ અને સ્નાતક જાણવા. સૂત્ર–
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 912 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! किं ओसप्पिणिकाले होज्जा? उस्सप्पिणिकाले होज्जा? नोओसप्पिणि-नोउस्सप्पिणिकाले वा होज्जा? गोयमा! ओसप्पिणिकाले वा होज्जा, उस्सप्पिणिकाले वा होज्जा, नोओसप्पिणि-नोउस्सप्पिणि-काले वा होज्जा। जइ ओसप्पिणिकाले होज्जा किं सुसमसुसमाकाले होज्जा? सुसमाकाले होज्जा? सुसम-दुस्समा-काले होज्जा? दुस्समसुसमाकाले होज्जा? दुस्समाकाले होज्जा? दुस्समदुस्समाकाले होज्जा? गोयमा! जम्मणं पडुच्च नो सुसमसुसमाकाले होज्जा, नो सुसमाकाले होज्जा, सुसमदुस्समाकाले वा होज्जा, दुस्समसुसमाकाले वा होज्जा, नो दुस्समाकाले होज्जा, नो दुस्समदुस्समाकाले होज्जा। संतिभावं पडुच्च

Translated Sutra: ભગવન્‌ ! પુલાક, શું અવસર્પિણી કાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી – ઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ ! અવસર્પિણી – ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી ઉત્સર્પિણી ત્રણે કાળે હોય. જો અવસર્પિણી કાળે હોય તો શું તે ૧. સુષમ સુષમા કાળે હોય, ૨. સુષમ કાળે હોય, ૩. સુષમ દૂષમા કાળે હોય, ૪. દુષમ સુષમાકાળે હોય, ૫. દૂષમા કાળે હોય કે ૬. દૂષમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 913 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! कालगए समाणे किं गतिं गच्छति? गोयमा! देवगतिं गच्छति। देवगतिं गच्छमाणे किं भवनवासीसु उववज्जेज्जा? वाणमंतरेसु उववज्जेज्जा? जोइसिएसु उववज्जेज्जा? वेमा-णिएसु उववज्जेज्जा? गोयमा! नो भवनवासीसु, नो वाणमंतरेसु, नो जोइसिएसु, वेमाणिएसु उववज्जेज्जा। वेमाणिएसु उववज्जमाणे जहन्नेणं सोहम्मे कप्पे, उक्कोसेणं सहस्सारे कप्पे उववज्जेज्जा। बउसे णं एवं चेव, नवरं–उक्कोसेणं अच्चुए कप्पे। पडिसेवणाकुसीले जहा बउसे। कसायकुसीले जहा पुलाए, नवरं–उक्कोसेणं अनुत्तरविमानेसु उववज्जेज्जा। नियंठे णं एवं चेव जाव वेमाणिएसु उववज्ज-माणे अजहन्नमणुक्कोसेनं अनुत्तरविमानेसु

Translated Sutra: ભગવન્‌ ! પુલાક, કાળધર્મ(મૃત્યુ) પામી કઈ ગતિમાં જાય ? ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં જતા શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર – જ્યોતિષ્ક – વૈમાનિક ઉપજે ? ગૌતમ! ભવનપતિ – વ્યંતર – જ્યોતિષ્કમાં ન ઉપજે, પણ વૈમાનિકમાં ઉપજે છે. વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટથી સહસ્રારકલ્પમાં ઉપજે છે. બકુશમાં એ પ્રમાણે જ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 914 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलागस्स णं भंते! केवतिया संजमट्ठाणा पन्नत्ता? गोयमा! असंखेज्जा संजमट्ठाणा पन्नत्ता। एवं जाव कसायकुसीलस्स। नियंठस्स णं भंते! केवतिया संजमट्ठाणा पन्नत्ता? गोयमा! एगे अजहन्नमणुक्कोसए संजमट्ठाणे। एवं सिणायस्स वि। एतेसि णं भंते! पुलाग-बउस-पडिसेवणा-कसायकुसील-नियंठ-सिणायाणं संजमट्ठाणाणं कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे नियंठस्स सिणायस्स य एगे अजहन्नमणुक्कोसए संजमट्ठाणे। पुलागस्स णं संजमट्ठाणा असंखेज्जगुणा। बउसस्स संजमट्ठाणा असंखेज्जगुणा। पडिसेवणाकुसीलस्स संजमट्ठाणा असंखेज्जगुणा। कसायकुसीलस्स संजमट्ठाणा

Translated Sutra: ભગવન્‌ ! પુલાકને કેટલા સંયમ સ્થાન છે ? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવન્‌ ! નિર્ગ્રન્થને કેટલા સંયમસ્થાન છે ? ગૌતમ ! એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન. આ પ્રમાણે સ્નાતકને પણ કહેવા. ભગવન્‌ ! આ પુલાક – બકુશ – પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ગ્રન્થ અને સ્નાતકોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 915 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलागस्स णं भंते! केवतिया चरित्तपज्जवा पन्नत्ता? गोयमा! अनंता चरित्तपज्जवा पन्नत्ता। एवं जाव सिणायस्स। पुलाए णं भंते! पुलागस्स सट्ठाणसण्णिगासेनं चरित्तपज्जवेहिं किं हीने? तुल्ले? अब्भहिए? गोयमा! सिय हीने, सिय तुल्ले, सिय अब्भहिए। जइ हीने अनंतभागहीने वा, असंखेज्जइभागहीने वा, संखेज्जइभागहीने वा, संखेज्जगुणहीने वा, असंखेज्जगुणहीने वा, अनंतगुणहीने वा। अह अब्भहिए अनंतभागमब्भहिए वा, असंखेज्जइ-भागमब्भहिए वा, संखेज्जभागमब्भहिए वा, संखेज्जगुणमब्भहिए वा, असंखेज्जगुणमब्भहिए वा, अनंतगुणमब्भहिए वा। पुलाए णं भंते! बउसस्स परट्ठाणसण्णिगासेनं चरित्तपज्जवेहिं किं हीने?

Translated Sutra: સૂત્ર– ૯૧૫. ભગવન્‌ ! પુલાકના કેટલા ચારિત્રપર્યવો છે ? ગૌતમ! અનંતા. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. ભગવન્‌ ! એક પુલાક, બીજા પુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવોથી હીન – તુલ્ય કે અધિક છે? ગૌતમ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગહીન. સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 919 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! किं सलेस्से होज्जा? अलेस्से होज्जा? गोयमा! सलेस्से होज्जा, नो अलेस्से होज्जा। जइ सलेस्से होज्जा, से णं भंते! कतिसु लेस्सासु होज्जा? गोयमा! तिसु विसुद्धलेस्सासु होज्जा, तं जहा–तेउलेस्साए, पम्हलेस्साए, सुक्कलेस्साए। एवं बउसस्स वि। एवं पडिसेवणाकु-सीले वि। कसायकुसीले–पुच्छा। गोयमा! सलेस्से होज्जा, नो अलेस्से होज्जा। जइ सलेस्से होज्जा, से णं भंते! कतिसु लेस्सासु होज्जा? गोयमा! छसु लेस्सासु होज्जा, तं जहा–कण्हलेस्साए जाव सुक्कलेस्साए। नियंठे णं भंते! –पुच्छा। गोयमा! सलेस्से होज्जा, नो अलेस्से होज्जा। जइ सलेस्से होज्जा, से णं भंते! कतिसु लेस्सासु होज्जा? गोयमा!

Translated Sutra: સૂત્ર– ૯૧૯. ભગવન્‌ ! પુલાક, સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય તો હે ભગવન્‌ ! તે કેટલી લેશ્યામાં હોય છે ? ગૌતમ ! ત્રણે વિશુદ્ધ લેશ્યામાં હોય છે – તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લ લેશ્યામાં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ છે. કષાયકુશીલમાં પ્રશ્ન ? ગૌતમ! સલેશ્યી હોય, અલેશ્યી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 921 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! कति कम्मप्पगडीओ बंधति? गोयमा! आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति। बउसे–पुच्छा। गोयमा! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा। सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति, अट्ठ बंधमाणे पडि-पुण्णाओ अट्ठ कम्मप्पगडीओ बंधति। एवं पडिसेवणाकुसीले वि। कसायकुसीले–पुच्छा। गोयमा! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, छव्विहबंधए वा। सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति, अट्ठ बंधमाणे पडिपुण्णाओ अट्ठ कम्मप्पगडीओ बंधति, छ बंधमाणे आउय-मोहणिज्जवज्जाओ छक्कम्मप्पगडीओ बंधति। नियंठे णं–पुच्छा। गोयमा! एगं वेयणिज्जं कम्मं बंधइ। सिणाए–पुच्छा। गोयमा! एगविहबंधए

Translated Sutra: સૂત્ર– ૯૨૧. ભગવન્‌ ! પુલાક, કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. બકુશની પૃચ્છા. ગૌતમ ! સાત કે આઠ ભેદે બાંધે. સાત બાંધે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેવનાકુશીલ છે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! સાત બાંધે, આઠ બાંધે કે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 924 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! पुलायत्तं जहमाणे किं जहति? किं उवसंपज्जति? गोयमा! पुलायत्तं जहति। कसायकुसीलं वा अस्संजमं वा उवसंपज्जति। बउसे णं भंते! बउसत्तं जहमाणे किं जहति? किं उवसंपज्जति? गोयमा! बउसत्तं जहति। पडिसेवणाकुसीलं वा कसायकुसीलं वा अस्संजमं वा संजमासंजमं वा उवसंपज्जति। पडिसेवणाकुसीले णं–पुच्छा। गोयमा! पडिसेवणाकुसीलत्तं जहति। बउसं वा कसायकुसीलं वा अस्संजमं वा संजमासंजमं वा उवसंपज्जति। कसायकुसीले णं–पुच्छा। गोयमा! कसायकुसीलत्तं जहति। पुलायं वा बउसं वा पडिसेवणाकुसीलं वा नियंठं वा अस्संजमं वा संजमासंजमं वा उवसंपज्जति। नियंठे–पुच्छा। गोयमा! नियंठत्तं जहति।

Translated Sutra: સૂત્ર– ૯૨૪. ભગવન્‌ ! પુલાક, પુલાકત્વને છોડતા શું છોડે છે ? અને શું પામે છે? ગૌતમ ! પુલાકત્વને છોડે છે, કષાય કુશીલ કે અસંયમ પામે છે. ભગવન્‌ ! બકુશ બકુશત્વને છોડતો શું છોડે ? શું પામે ? ગૌતમ! બકુશત્વને છોડે છે, પ્રતિસેવના કે કષાયકુશીલ ને, અસંયમ કે સંયમાસંયમને પામે. ભગવન્‌ ! પ્રતિસેવના કુશીલ૦? પ્રતિસેવના કુશીલત્વને છોડે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 927 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! कति भवग्गहणाइं होज्जा? गोयमा! जहन्नेणं एक्कं, उक्कोसेणं तिन्नि। बउसे–पुच्छा। गोयमा! जहन्नेणं एक्कं, उक्कोसेणं अट्ठ। एवं पडिसेवणाकुसीले वि। एवं कसायकुसीले वि। नियंठे जहा पुलाए। सिणाए–पुच्छा। गोयमा! एक्कं।

Translated Sutra: સૂત્ર– ૯૨૭. ભગવન્‌ ! પુલાક, કેટલા ભવ ગ્રહણ કરે ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ગ્રન્થને પુલાકવત્‌ જાણવા. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! એક ભવ કરે.. સૂત્ર– ૯૨૮. ભગવન્‌ ! પુલાકના એક ભવસંબંધી આકર્ષ કેટલા છે ? ગૌતમ! જઘન્યથી એક,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 929 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाए णं भंते! कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। बउसे–पुच्छा। गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी। एवं पडिसेवणाकुसीले वि, कसाय-कुसीले वि। नियंठे–पुच्छा। गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। सिणाए–पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी। पुलाया णं भंते! कालओ केवच्चिरं होंति? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। बउसा णं–पुच्छा। गोयमा! सव्वद्धं। एवं जाव कसायकुसीला। नियंठा जहा पुलागा। सिणाया जहा बउसा।

Translated Sutra: સૂત્ર– ૯૨૯. ભગવન્‌ ! પુલાક, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂર્વકોડી. એ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. નિર્ગ્રન્થ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 931 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलागस्स णं भंते! कति समुग्घाया पन्नत्ता? गोयमा! तिन्नि समुग्घाया पन्नत्ता, तं जहा–वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए। बउसस्स णं भंते! –पुच्छा। गोयमा! पंच समुग्घाया पन्नत्ता, तं० वेयणासमुग्घाए जाव तेयासमुग्घाए। एवं पडिसेवणाकुसीले वि। कसायकुसीलस्स–पुच्छा। गोयमा! छ समुग्घाया पन्नत्ता, तं जहा–वेयणासमुग्घाए जाव आहारसमुग्घाए। नियंठस्स णं–पुच्छा। गोयमा! नत्थि एक्को वि। सिणायस्स–पुच्छा। गोयमा! एगे केवलिसमुग्घाए पन्नत्ते।

Translated Sutra: સૂત્ર– ૯૩૧. ભગવન્‌ ! પુલાકને કેટલા સમુદ્‌ઘાત છે ? ગૌતમ ! ત્રણ. વેદના – કષાય અને મારણાંતિક સમુદ્‌ઘાત. ભગવન્‌ ! બકુશને ? પાંચ સમુદ્‌ઘાત – વેદના યાવત્‌ તૈજસ સમુદ્‌ઘાત. પ્રતિસેવના કુશીલ પણ આ પ્રમાણે જ છે. કષાય કુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! છ સમુદ્‌ઘાતો છે. વેદના યાવત્‌ આહાર સમુદ્‌ઘાત. નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! એક પણ
Showing 151 to 200 of 554 Results