Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (81)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 219 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] विम्हयकरो अपुव्वो, ऽनुभूयपुव्वो य जो रसो होइ । हरिसविसायुप्पत्तिलक्खणो अब्भुओ नाम ॥

Translated Sutra: પૂર્વે અનુભવેલ ન હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકારક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનું નામ અદ્‌ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ એ અદ્‌ભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ – આ જીવલોકમાં તેનાથી અધિક અદ્‌ભુત બીજું શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે. ભયોત્પાદક
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 229 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पियविप्पओग-बंध-वह-वाहि-विनिवाय-संभमुप्पन्नो । सोइय-विलविय-पव्वाय-रुन्नलिंगो रसो करुणो ॥

Translated Sutra: પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત – પુત્રાદિ મરણ, સંભ્રમ – પરચક્રાદિના ભયથી કરુણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય મ્લાનતા, રુદન વગેરે કરુણરસના લક્ષણ છે. કરુણરસનું ઉદાહરણ – હે પુત્રી! પ્રિયતમના વિયોગમાં વારંવાર તેની અતિશય ચિંતાથી ક્લાન્ત, મુરઝાયેલું અને આંસુઓથી વ્યાપ્ત નેત્રવાળુ તારું મુખ દુર્બળ થઈ
Aturpratyakhyan આતુર પ્રત્યાખ્યાન Ardha-Magadhi

पंडितमरण एवं आराधनादि

Gujarati 59 Gatha Painna-02 View Detail
Mool Sutra: [गाथा] न हु तम्मि देसकाले सक्को बारसविहो सुयक्खंधो । सव्वो अणुचिंतेउं धणियं पि समत्थचित्तेणं ॥

Translated Sutra: સૂત્ર– ૫૯. તે મરણના અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાને માટે પણ બાર અંગરૂપ સર્વ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શક્ય નથી. સૂત્ર– ૬૦. વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે છે, તે પદનાં ચિંતવન સહિતનું મરણ તારે મરવા યોગ્ય છે. સૂત્ર– ૬૧. તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો જે પુરુષ એક પણ શ્લોક
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 10 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थगरे सहसंबुद्धे पुरिसोत्तमे पुरिससीहे पुरिसवरपुंडरीए पुरिसवरगंधहत्थी अभयदए चक्खुदए अप्पडिहयवरनाणदंसणधरे वियट्टछउमे जिणे जाणए तिण्णे तारए मुत्ते मोयए बुद्धे बोहए सव्वण्णू सव्वदरिसी सिवमयलमरुय-मणंतमक्खयमव्वाबाहमपुनरावत्तगं सिद्धिगइनामधेज्जं ठाणं संपाविउकामे– ... भुयमोयग भिंग नेल कज्जल पहट्ठभमरगण निद्ध निकुरुंब निचिय कुंचिय पयाहिणावत्त मुद्धसिरए दालिमपुप्फप्पगास तवणिज्जसरिस निम्मल सुनिद्ध केसंत केसभूमी घन निचिय सुबद्ध लक्खणुन्नय कूडागारनिभ पिंडियग्गसिरए छत्तागारुत्तिमंगदेसे निव्वण सम

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર, જે શ્રુત અને ચારિત્ર ધર્મના – આદિકર, તીર્થની સ્થાપના કરનાર – તીર્થકર, સ્વયં બોધ પામેલા – સ્વયંસંબુદ્ધ, જ્ઞાનાદિ અનંત ગુણોથી – પુરુષોત્તમ, કર્મ શત્રુ નાશ કર્તા હોવાથી – પુરુષસિંહ, શ્વેત કમળ સમ નિર્મલ અને નિર્લેપ – પુરુષવરપુંડરિક, ઉત્તમ હાથીની જેમ બીજા ઉપર વિજય મેળવનાર
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 27 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं चंपाए नयरीए सिंघाडग तिग चउक्क चच्चर चउम्मुह महापहपहेसु महया जनसद्देइ वा, जनवूहइ वा जनबोलेइ वा जनकलकलेइ वा जनुम्मीइ वा जनुक्कलियाइ वा जनसन्निवाएइ वा बहुजणो अन्नमन्नस्स एवमाइक्खइ एवं भासइ एवं पन्नवेइ एवं परूवेइ– एवं खलु देवानुप्पिया! समणे भगवं महावीरे आइगरे तित्थगरे सहसंबुद्धे पुरिसोत्तमे जाव संपाविउकामे, पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे इहमागए इह संपत्ते इह समोसढे इहेव चंपाए नयरीए बहिया पुण्णभद्दे चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तं महप्फलं खलु भो देवानुप्पिया! तहारूवाणं अरहंताणं भगवंताणं

Translated Sutra: [૧] ત્યારે ચંપાનગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથમાં મોટા જનશબ્દ, જનવ્યૂહ, જનબોલ, જનકલકલ, જન – ઉર્મિ, જનઉત્કલિકા, જન – સન્નિપાતમાં ઘણા લોકો પરસ્પર આમ કહેતા – બોલતા – પ્રજ્ઞાપના કરતા – પ્રરૂપણા કરતા હતા કે હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર આદિકર તીર્થંકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ યાવત્‌
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 32 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स कूणियस्स रन्नो चंपाए नयरीए मज्झंमज्झेणं निग्गच्छमाणस्स बहवे अत्थत्थिया कामत्थिया भोगत्थिया लाभत्थिया किव्विसिया कारोडिया कारवाहिया संखिया चक्किया नंगलिया मुहमंगलिया वद्धमाणा पूसमाणया खंडियगणा ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं मणाभिरामाहिं हिययमणिज्जाहिं वग्गूहिं जयविजयमंगलसएहिं अणवरयं अभि-णंदंता य अभित्थुणंता य एवं वयासी–जयजय णंदा! जयजय भद्दा! भद्दं ते, अजियं जिणाहि जियं पालयाहि, जियमज्झे वसाहि। इंदो इव देवाणं चमरो इव असुराणं धरणो इव नागाणं चंदो इव ताराणं भरहो इव मणुयाणं बहूइं वासाइं बहूइं वाससयाइं बहूइं वाससहस्साइं

Translated Sutra: [૧] ત્યારે તે કૂણિક રાજા ચંપાનગરીની વચ્ચોવચ્ચથી નીકળતા, ઘણાં ધનાર્થી, કામાર્થી, ભોગાર્થી, કિલ્બિષિક, કારોટિક, લાભાર્થી, કરબાધિત, શાંખિક, ચક્રીક, લાંગલિક, મુખ માંગલિક, વર્દ્ધમાન, પુષ્યમાનવ, ખંડિકગણ તેવી ઇષ્ટ – કાંત – પ્રિય – મનોજ્ઞ – મણામ – મનોભિરામ – હૃદયગમનીય વાણી વડે જય – વિજય – મંગલાદિ સેંકડો શબ્દોથી અનવરત
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 33 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं ताओ सुभद्दप्पमुहाओ देवीओ अंतोअंतेउरंसि ण्हायाओ कयबलिकम्माओ कय कोउय मंगल पायच्छित्ताओ सव्वालंकारविभूसियाओ बहूहिं खुज्जाहिं चिलाईहि वामणीहिं वडभीहिं बब्बरीहिं पउसियाहिं जोणियाहिं पल्हवियाहिं ईसिणियाहिं थारुइणियाहिं लासियाहिं लउसियाहिं सिंहलीहिं दमिलीहिं आरबीहिं पुलिंदीहिं पक्कणीहिं बहलीहिं मरुंडीहिं सबरीहिं पारसीहिं णाणादेसीहिं विदेसपरिमंडियाहिं इंगिय चिंतिय पत्थिय वियाणियाहिं सदेसणेवत्थ गहियवेसाहिं चेडियाचक्कवाल वरिसधर कंचुइज्ज महत्तरवंदपरिक्खित्ताओ अंतेउराओ निग्गच्छंति, ... ...निग्गच्छित्ता जेणेव पाडियक्कजाणाइं तेणेव उवागच्छंति,

Translated Sutra: ત્યારપછી તે સુભદ્રા આદિ રાણીઓ અંતઃપુરમાં અંદર સ્નાન યાવત્‌ પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ, ઘણી કુબ્જા, ચિલાતી, વામણી, વડભી, બર્બરી, બકુશી, યુનાની, પહ્નવિ, ઇસિનિકી, ચારુકિનિકિ, લકુશિકા, સિંહાલિ, દમીલિ, આરબી, પુલંદી, પકવણી, બહલી, મુરુંડી, શબરિકા, પારસી અર્થાત્‌ તે – તે દેશાદિની જે પોતપોતાની વેશભૂષા થી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 465 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! खत्तियकुंडग्गामं नयरं सब्भिंतरबाहिरियं आसिय-सम्मज्जिओवलित्तं जहा ओववाइए जाव सुगंधवरगंधगंधियं गंधवट्टिभूयं करेह य कारवेह य, करेत्ता य कारवेत्ता य एयमाणत्तियं पच्चप्पिणह। ते वि तहेव पच्चप्पिणंति। तए णं से जमालिस्स खत्तियकुमारस्स पिया दोच्चं पि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! जमालिस्स खत्तियकुमारस्स महत्थं महग्घ महरिहं विपुलं निक्खमणाभिसेयं उवट्ठवेह। तए णं ते कोडुंबियपुरिसा तहेव जाव उवट्ठवेंति। तए

Translated Sutra: ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું કે – હે દેવાનુપ્રિયો ! જલદીથી ક્ષત્રિયકુંડગ્રામ નગરને અંદર અને બહારથી સિંચીત, સંમાર્જિત અને ઉપલિપ્ત કરો. આદિ ઉવવાઈ સૂત્ર મુજબ યાવત્‌ કાર્ય કરીને તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-९ शिवराजर्षि Gujarati 506 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं हत्थिणापुरस्स नगरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभागे, एत्थ णं सहसंबवने नामं उज्जाणे होत्था–सव्वोउय-पुप्फ-फलसमिद्धे रम्मे नंदनवनसन्निभप्पगासे सुहसीतलच्छाए मनोरमे सादुप्फले अकंटए, पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं हत्थिणापुरे नगरे सिवे नामं राया होत्था–महयाहिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे–वण्णओ। तस्स णं सिवस्स रन्नो धारिणी नामं देवी होत्था–सुकुमालपाणिपाया–वण्णओ। तस्स णं सिवस्स रन्नो पुत्ते धारिणीए अत्तए सिवभद्दे नामं कुमारे होत्था–सुकुमालपाणिपाए, जहा सूरियकंते जाव रज्जं

Translated Sutra: સૂત્ર– ૫૦૬. તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું – વર્ણન. તે હસ્તિનાપુર – નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુના પુષ્પ – ફળથી સમૃદ્ધ હતું, તે રમ્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ – શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અકંટક, પ્રાસાદીય યાવત્‌ પ્રતિરૂપ હતું. તે હસ્તિનાપુર નગરમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-१२ आलभिका Gujarati 525 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं आलभिया नामं नगरी होत्था–वण्णओ। संखवने चेइए–वण्णओ। तत्थ णं आलभियाए नगरीए बहवे इसिभद्दपुत्तपामोक्खा समणोवासया परिवसंति–अड्ढा जाव बहुजनस्स अपरिभूया अभिगयजीवा-जीवा जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति। तए णं तेसिं समणोवासयाणं अन्नया कयाइ एगयओ समुवागयाणं सहियाणं सन्निविट्ठाणं सण्णिसण्णाणं अयमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–देवलोगेसु णं अज्जो! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? तए णं से इसिभद्दपुत्ते समणोवासए देवट्ठिती-गहियट्ठे ते समणोवासए एवं वयासी–देवलोएसु णं अज्जो! देवाणं जहन्नेणं दसवाससहस्साइं

Translated Sutra: સૂત્ર– ૫૨૫. તે કાળે, તે સમયે આલભિકા નામે નગરી હતી. શંખવન ચૈત્ય હતું.(નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું) તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ આઢ્ય યાવત્‌ અપરિભૂત હતા. જીવાજીવના જ્ઞાતા હતા, યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે શ્રાવકો અન્ય કોઈ દિવસે એક સાથે એકત્રિત થઈ બેઠેલા,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१६

उद्देशक-५ गंगदत्त Gujarati 676 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–गंगदत्तस्स णं भंते! देवस्स सा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवानुभावे कहिं गते? कहिं अनुप्पविट्ठे? गोयमा! सरीरं गए, सरीरं अनुप्पविट्ठे, कूडागारसालादिट्ठंतो जाव सरीरं अनुप्पविट्ठे। अहो णं भंते! गंगदत्ते देवे महिड्ढिए महज्जुइए महब्बले महायसे महेसक्खे। गंगदत्तेणं भंते! देवेणं सा दिव्वा देविड्ढी सा दिव्वा देवज्जुती से दिव्वे देवाणुभागे किण्णा लद्धे? किण्णा पत्ते? किण्णा अभिसमन्नागए? पुव्वभवे के आसी? किं नामए वा? किं वा गोत्तेणं? कयरंसि वा गामंसि वा नगरंसि वा निगमंसि वा

Translated Sutra: ભન્તે! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ યાવત્‌ ક્યાં અનુપ્રવેશી ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના દૃષ્ટાંતે યાવત્‌ શરીરમાં અનુપ્રવેશી. ગૌતમસ્વામીએ આશ્ચર્યથી કહ્યું – અહો ! હે ભગવન્‌ ! ગંગદત્ત
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

मङ्गलं, ज्ञानमहत्ता

Gujarati 1 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] नमिऊण महाइसयं महानुभावं मुनिं महावीरं । भणिमो भत्तपरिण्णं नियभरणट्ठा परट्ठा य ॥

Translated Sutra: મહાઅતિશયવંત, મહાનુભાવ મુનિ મહાવીરસ્વામીને નમીને પોતાને અને બીજાને સ્મરણ કરવા માટે હું ભક્તપરિજ્ઞા કહીશ.
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 114 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] पडिपिल्लिय कामकलिं कामग्घत्थासु मुयसु अनुबंधं । महिलासु दोसविसवल्लरीसु पयइं नियच्छंतो ॥

Translated Sutra: સૂત્ર– ૧૧૪. કંદર્પથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિશે જેણે કામકલહને પ્રેર્યો છે એવા પ્રતિબંધને સ્વાભાવિક જોતા તમે છોડી દો. સૂત્ર– ૧૧૫. વિષયાંધ સ્ત્રી કુળ, વંશ, પતિ, પુત્ર, માતા, પિતાને ન ગણતી દુઃખ સમુદ્રમાં પાડે છે. સૂત્ર– ૧૧૬. સ્ત્રીઓ નીચગામીની, સારા સ્તનવાળી, મંદગતિવાળી નદી માફક મેરુ પર્વત
Chandravedyak Ardha-Magadhi

Gujarati 37 Gatha Painna-07B View Detail
Mool Sutra: [गाथा] नीयावित्ति विनीयं ममत्तमं गुणवियाणयं सुयणं । आयरियमइवियाणिं सीसं कुसला पसंसंति ॥

Translated Sutra: (શિષ્ય દ્વાર) ૩૭. જે હંમેશા નમ્ર વૃત્તિવાળો, વિનીત, મદ રહિત, ગુણને જાણનારો, સજ્જન અને આચાર્ય ભગવંતના આશયને સમજનારો હોય છે, તે શિષ્યની પ્રશંસા પંડિત પુરુષો કરે છે. અર્થાત્‌ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે.. ૩૮. શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા – અનુકૂળતા વગેરેને
Chandravedyak Ardha-Magadhi

Gujarati 72 Gatha Painna-07B View Detail
Mool Sutra: [गाथा] नाणी वि अवट्टंतो गुणेसु, दोसे य ते अवज्जिंतो । दोसाणं च न मुच्चइ तेसिं न वि ते गुणे लहइ ॥

Translated Sutra: (જ્ઞાનગુણ દ્વાર) ૭૨. જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર ક્રિયા. અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. ક્રિયા સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. ૭૩. જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય, તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન બની શકે નહીં. ૭૪. અસંયમ અને અજ્ઞાન દોષથી
Chatusharan ચતુશ્શરણ Ardha-Magadhi

चतुशरणं

Gujarati 13 Gatha Painna-01 View Detail
Mool Sutra: [गाथा] राग-द्दोसारीणं हंता कम्मट्ठगाइअरिहंता । विसय-कसायारीणं अरिहंता हुंतु मे सरणं ॥

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: (અરહંતનું શરણપણું) અનુવાદ: સૂત્ર– ૧૩. રાગ – દ્વેષરૂપ શત્રુના હણનાર, આઠ કર્માદિ શત્રુના હણનારા, વિષય – કષાય શત્રુને હણનાર – અરિહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૧૪. રાજ્યશ્રીને તજીને, દુષ્કર તપ ચારિત્રને સેવીને કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને યોગ્ય અરહંતો મને શરણ થાઓ. સૂત્ર– ૧૫. સ્તુતિ – વંદનને યોગ્ય, ઇન્દ્રો
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ विनयसमाधि

उद्देशक-४ Gujarati 481 Sutra Mool-03 View Detail
Mool Sutra: [सूत्र] चउव्विहा खलु आयारसमाही भवइ, तं जहा– १. नो इहलोगट्ठयाए आयारमहिट्ठेज्जा २. नो परलोगट्ठयाए आयारमहिट्ठेज्जा ३. नो कित्ति-वण्णसद्दसिलोगट्ठयाए आयारमहिट्ठेज्जा ४. नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिट्ठेज्जा। चउत्थं पयं भवइ। [भवइ य इत्थ सिलोगो ।]

Translated Sutra: આચાર સમાધિ નિશ્ચે ચાર ભેદે હોય છે. તે આ – ૧. આ લોકના નિમિત્તે આચાર પાલન ન કરે. ૨. પરલોક ના નિમિત્તે આચાર પાલન ન કરે. ૩. કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લાધા નિમિત્તે આચાર પાલન ન કરે. ૪. આર્હત્‌ હેતુ સિવાયના બીજા કોઈ હેતુ નિમિત્તે આચાર પાલન ન કરે. આ ચોથું પદ છે. અહીં શ્લોક છે – જે જિનવચનમાં રત છે, તે બડબડાટ કરતા નથી, જે જ્ઞાનથી પરિપૂર્ણ
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

आचार्यस्वरूपं

Gujarati 12 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] छत्तीसगुणसमन्नागएण तेण वि अवस्स दायव्वा । परसक्खिया विसोही सुट्ठु वि ववहारकुसलेणं ॥

Translated Sutra: સૂત્ર– ૧૨. છત્રીશ ગુણયુક્ત, અતિશય વ્યવહારકુશલ આચાર્યએ પણ બીજાની સાક્ષીએ અવશ્ય આલોચનારૂપી વિશુદ્ધિ કરવી. સૂત્ર– ૧૩. જેમ અતિ કુશળ વૈદ્ય, બીજાને પોતાની વ્યાધિ કહે છે, અને વૈદ્યે કહેલું સાંભળીને તે કર્મ આચરે છે. સૂત્ર સંદર્ભ– ૧૨, ૧૩
Jivajivabhigam જીવાભિગમ ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

चतुर्विध जीव प्रतिपत्ति

मनुष्य उद्देशक Gujarati 145 Sutra Upang-03 View Detail
Mool Sutra: [सूत्र] एगोरुयदीवस्स णं भंते! केरिसए आगार भावपडोयारे पन्नत्ते? गोयमा! बहुसमरमणिज्जे भूमिभागे पन्नत्ते। से जहानामए–आलिंगपुक्खरेति वा, एवं सवणिज्जे भाणितव्वे जाव पुढविसिलापट्टगंसि तत्थ णं बहवे एगोरुयदीवया मनुस्सा य मनुस्सीओ य आसयंति जाव विहरंति एगोरुयदीवे णं दीवे तत्थतत्थ देसे तहिं तहिं बहवे उद्दालका मोद्दालका रोद्दालका कतमाला नट्टमाला सिंगमाला संखमाला दंतमाला सेलमालगा नाम दुमगणा पन्नत्ता समणाउसो कुसविकुसविसुद्धरुक्खमूला मूलमंता कंदमंतो जाव बीयमंतो पत्तेहिं य पुप्फेहि य अच्छणपडिच्छन्ना सिरीए अतीवअतीव सोभेमाणा उवसोभेमाणा चिट्ठंति... ...एगोरुयदीवे णं दीवे

Translated Sutra: એકોરુકદ્વીપ દ્વીપનો અંદરનો ભૂમિભાગ ચર્મમઢિત મૃદંગ સમાનબહુસમ રમણીય કહેલ છે. એ રીતે શયનીય કહેવું યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટકનું પણ વર્ણન કરવું જોઈએ. ત્યાં ઘણા એકોરુકદ્વીપક મનુષ્યો અને સ્ત્રીઓ બેસે છે સુવે છે, યાવત્‌ વિચરે છે. હે આયુષ્યમાન્‌ શ્રમણ ! એકોરુક દ્વીપમાં તે – તે દેશમાં, ત્યાં – ત્યાં ઘણા ઉદ્દાલક, કોદ્દાલક,
Jivajivabhigam જીવાભિગમ ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

चतुर्विध जीव प्रतिपत्ति

लवण समुद्र वर्णन Gujarati 202 Sutra Upang-03 View Detail
Mool Sutra: [सूत्र] कम्हा णं भंते! लवणे समुद्दे चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु अतिरेगंअतिरेगं वड्ढति वा हायति वा? गोयमा! जंबुद्दीवस्स णं दीवस्स चउद्दिसिं बाहिरिल्लाओ वेइयंताओ लवणसमुद्दं पंचाणउतिं-पंचाणउतिं जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं चत्तारि महइमहालया महालिंजरसंठाणसंठिया महापायाला पन्नत्ता, तं जहा– वलयामुहे केयुए जूयए ईसरे। ते णं महापाताला एगमेगं जोयण-सयसहस्सं उव्वेहेणं, मूले दस जोयणसहस्साइं विक्खंभेणं, मज्झे एगपदेसियाए सेढीए एगमेगं जोयणसतसहस्सं विक्खंभेणं, उवरिं मुहमूले दस जोयणसहस्साइं विक्खंभेणं। तेसि णं महापायालाणं कुड्डा सव्वत्थ समा दसजोयणसतबाहल्ला

Translated Sutra: હે ભગવન્‌ ! લવણસમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમની તિથીઓમાં અતિશય વધે કે ઘટે છે, તેનું શું કારણ ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપની ચારે દિશામાં બાહ્ય વેદિકાંતથી લવણસમુદ્રમાં ૯૫,૦૦૦ યોજન જતા, ત્યાં મહાકુંભ આકારના વિશાળ ચાર મહાપાતાળ કળશ છે. તે આ – વલયામુખ, કેયૂપ, યૂપ, ઇશ્વર. તે મહાપાતાળ કળશો એક લાખ યોજન જળમાં છે, મૂળમાં
Jivajivabhigam જીવાભિગમ ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

चतुर्विध जीव प्रतिपत्ति

लवण समुद्र वर्णन Gujarati 203 Sutra Upang-03 View Detail
Mool Sutra: [सूत्र] लवणे णं भंते! समुद्दे तीसाए कतिखुत्तो अतिरेगंअतिरेगं वड्ढति वा हायति वा? गोयमा! लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अतिरेगंअतिरेगं वड्ढति वा हायति वा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेगंअइरेगं वड्ढइ वा हायइ वा? गोयमा! उद्धमंतेसु पायालेसु वड्ढइ आपूरेंतेसु पायालेसु हायइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेगंअइरेगं वड्ढइ वा हायइ वा।

Translated Sutra: ભગવન્‌ ! લવણસમુદ્ર ત્રીશ મુહૂર્ત્તોમાં કેટલી વાર અતિશય વધે છે કે ઘટે છે ? ગૌતમ ! લવણ સમુદ્ર ત્રીશ મુહૂર્ત્તોમાં બે વખત અતિશય વધે છે કે ઘટે છે. ભગવન્‌! એમ કેમ કહો છો કે લવણસમુદ્ર બે વખત વધે કે ઘટે ? ગૌતમ ! પાતાળ કળશોમાં પાણી ઉછળે ત્યારે સમુદ્રમાં પાણી વધે છે, જળથી આપૂરિત રહે ત્યારે ઘટે છે. તેથી હે ગૌતમ ! લવણ સમુદ્રમાં
Jivajivabhigam જીવાભિગમ ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

चतुर्विध जीव प्रतिपत्ति

लवण समुद्र वर्णन Gujarati 204 Sutra Upang-03 View Detail
Mool Sutra:

Translated Sutra: ભગવન્‌ ! લવણશિખા ચક્રવાલ વિષ્કંભથી કેટલી છે ? અતિશયથી કેટલી વધે છે કે ઘટે છે ? ગૌતમ ! લવણશિખા ચક્રવાલ વિષ્કંભથી દશ હજાર યોજન છે અને દેશોન અર્દ્ધ યોજન સુધી તે વધે છે અથવા ઘટે છે. ભગવન્‌ ! લવણ – સમુદ્રની અભ્યંતર વેળા કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે ? કેટલા નાગકુમારો બાહ્ય વેળાને ધારણ કરે છે ? કેટલા હજાર નાગકુમારો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 1 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] ॐ नमो तित्थस्स। ॐ नमो अरहंताणं। सुयं मे आउसं तेण भगवया एवमक्खायं– इह खलु छउमत्थ-संजम-किरियाए वट्टमाणे जे णं केइ साहू वा, साहूणी वा, से णं इमेणं परमत्थ-तत्त-सार- सब्भूयत्थ-पसाहग- सुमहत्थातिसय-पवर-वर- महानिसीह-सुयक्खंध- सुयानु-सारेणं तिविहं तिविहेणं सव्व-भाव-भावंतरंतरेहि णं नीसल्ले भवित्ताणं आयहियट्ठाए अच्चंत-घोर-वीरुग्गं कट्ठ-तव-संजमानुट्ठाणेसुं सव्व-पमायालंबनविप्पमुक्के अनुसमयमहन्निसमनालसत्ताए सययं अनिव्विन्ने अनन्न-परम-सद्धा-संवेग-वेरग्ग-मग्गगए निन्नियाणे अनिगूहिय-बल-वीरिय-पुरिसक्कार -परक्कमे अगिलाणीए वोसट्ठ-चत्त-देहे सुनिच्छि-एगग्ग-चित्ते-अभिक्खणं

Translated Sutra: વર્ણન સંદર્ભ: તીર્થને નમસ્કાર થાઓ. અરહંત ભગવંતને નમસ્કાર થાઓ. અનુવાદ: આયુષ્યમાન એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – અહીં જે કોઈ છદ્મસ્થ ક્રિયામાં વર્તતા એવા સાધુ કે સાધ્વી હોય તેઓ – આ પરમ તત્વ અને સારભૂત પદાર્થને સાધી આપનાર અતિ મહા અર્થગર્ભિત, અતિશય શ્રેષ્ઠ એવા ‘મહાનિશીથ’ શ્રુતસ્કંધ શ્રુતના અનુસારે
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 492 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं जइ एवं ता किं पंच-मंगलस्स णं उवहाणं कायव्वं (२) गोयमा पढमं नाणं तओ दया, दयाए य सव्व-जग-जीव-पाण-भूय-सत्ताणं अत्तसम-दरिसित्तं (३) सव्व-जग-जीव-पाण-भूय-सत्ताणं-अत्तसम-दंसणाओ य तेसिं चेव संघट्टण-परियावण-किलावणोद्दावणाइ-दुक्खु-पायण-भय-विवज्जणं, (४) तओ अणासवो, अणासवाओ य संवुडासवदारत्तं, संवुडासव-दारत्तेणं च दमो पसमो (५) तओ य सम-सत्तु-मित्त-पक्खया, सम-सत्तु-मित्त-पक्खयाए य अराग-दोसत्तं, तओ य अकोहया अमाणया अमायया अलोभया, अकोह-माण-माया-लोभयाए य अकसायत्तं (६) तओ य सम्मत्तं, समत्ताओ य जीवाइ-पयत्थ-परिन्नाणं, तओ य सव्वत्थ-अपडिबद्धत्तं, सव्वत्थापडिबद्धत्तेण य अन्नाण-मोह-मिच्छत्तक्खयं (७)

Translated Sutra: ભગવન્‌ ! જો એમ છે તો શું પંચમંગલના ઉપધાન કરવા જોઈએ ? ગૌતમ ! પહેલું જ્ઞાન – પછી દયા એટલે સંયમ અર્થાત્‌ જ્ઞાનથી ચારિત્ર – દયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો, પ્રાણો, ભૂતો, સત્ત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. તેથી બીજા જીવોને સંઘટ્ટન કરવા, પરિતાપના – કિલામણા – ઉપદ્રવાદિ દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 493 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं कयराए विहिए पंच-मंगलस्स णं विणओवहाणं कायव्वं (२) गोयमा इमाए विहिए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं, तं जहा–सुपसत्थे चेव सोहने तिहि-करण-मुहुत्त-नक्खत्त-जोग-लग्ग-ससीबले (३) विप्पमुक्क-जायाइमयासंकेण, संजाय-सद्धा-संवेग-सुतिव्वतर-महंतुल्लसंत-सुहज्झ-वसायाणुगय-भत्ती-बहुमान-पुव्वं निन्नियाण-दुवालस-भत्त-ट्ठिएणं, (४) चेइयालये जंतुविरहिओगासे, (५) भत्ति-भर-निब्भरुद्धसिय-ससीसरोमावली-पप्फुल्ल-वयण-सयवत्त-पसंत-सोम-थिर-दिट्ठी (६) नव-नव-संवेग- समुच्छलंत- संजाय- बहल- घन- निरंतर- अचिंत- परम- सुह- परिणाम-विसेसुल्लासिय-सजीव-वीरियानुसमय-विवड्ढंत-पमोय-सुविसुद्ध-सुनिम्मल-विमल-थिर-दढयरंत

Translated Sutra: ભગવન્‌ ! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન કરવું ? ગૌતમ ! અમે તે વિધિ આગળ જણાવીશું. અતિ પ્રશસ્ત તેમજ શોભન તિથિ, કરણ, મુહૂર્ત્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબલ હોય જેના શ્રદ્ધા સંવેગ નિઃશંક અતિશય વૃદ્ધિ પામેલા હોય. અતિ તીવ્ર ઉલ્લાસ પામતા, શુભાધ્યવસાય સહિત પૂર્ણ ભક્તિ – બહુમાન સહ કોઈ જ આલોક – પરલોકના ફળની ઇચ્છા રહિત સળંગ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 494 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं किमेयस्स अचिंत-चिंतामणि-कप्प-भूयस्स णं पंचमंगल-महासुयक्खंधस्स सुत्तत्थं पन्नत्तं गोयमा (२) इयं एयस्स अचिंत-चिंतामणी-कप्प-भूयस्स णं पंचमंगल-महासुयक्खंधस्स णं सुत्तत्थं-पन्नत्तं (३) तं जहा–जे णं एस पंचमं-गल-महासुयक्खंधे से णं सयलागमंतरो ववत्ती तिल-तेल-कमल-मयरंदव्व सव्वलोए पंचत्थिकायमिव, (४) जहत्थ किरियाणुगय-सब्भूय-गुणुक्कित्तणे, जहिच्छिय-फल-पसाहगे चेव परम-थुइवाए (५) से य परमथुई केसिं कायव्वा सव्व-जगुत्तमाणं। (६) सव्व-जगुत्तमुत्तमे य जे केई भूए, जे केई भविंसु, जे केई भविस्संति, ते सव्वे चेव अरहंतादओ चेव नो नमन्ने ति। (७) ते य पंचहा १ अरहंते, २ सिद्धे, ३ आयरिए,

Translated Sutra: ભગવન્‌ ! શું આ ચિંતામણી કલ્પવૃક્ષ સમાન પંચમંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે ? હે ગૌતમ ! આ અચિંત્ય ચિંતામણી કલ્પવૃક્ષ સમ મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે – જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ, સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-२ Gujarati 255 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] वालग्ग-कोडि-लक्ख-मयं भागमेत्तं छिवे धुवे। अथिर-अन्नन्नपदेससरं कुंथुं मनह वित्तिं खणं॥

Translated Sutra: કેશાગ્રના લાખ ક્રોડમાં ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિક કુંથુઆના જીવને એટલી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે હૃદયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણે થરથર કાંપીએ, તેમ કંથુઆના બધા અંગો સ્પર્શ માત્રથી પીડા પામે. તેને અંદર – બહાર ભારે પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 500 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] जेसिं च णं सुगहिय-नामग्गहणाणं तित्थयराणं गोयमा एस जग-पायडे महच्छेरयभूए भुयणस्स वि पयडपायडे महंताइसए पवियंभे, तं जहा–

Translated Sutra: ગૌતમ! જેમનું પવિત્ર નામ ગ્રહણ કરવું તે આવા ઉત્તમ ફળવાળુ છે તેવા તીર્થંકર ભગવંતોના જગતમાં પ્રગટ, મહાન આશ્ચર્યભૂત, ત્રિભુવનમાં વિશાળ, પ્રગટ અને મહાન એવા અતિશયોનો વિસ્તાર આવા પ્રકારનો છે.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 501 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] खीणट्ठ-कम्म-पाया मुक्का बहु-दुक्ख-गब्भवसहीनं। पुनरवि अ पत्तकेवल-मनपज्जव-नाण-चरिततनू॥

Translated Sutra: કેવળજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચરમશરીર જેણે પ્રાપ્ત કર્યું નથી, એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠે પ્રકારના કર્મોનો ક્ષય કરનાર થાય છે. બહુ દુઃખ અને ગર્ભાવાસથી મુક્ત બને છે. મહાયોગી થાય છે. વિવિધ દુઃખથી ભરેલ ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. ક્ષણવારમાં સંસારથી વિરક્ત થાય છે. અથવા ગૌતમ ! બીજું કથન બાજુ પર રાખીને,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 531 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] तं जहा–मेरुत्तुंगे मणि-मंडिएक्क-कंचणगए परमरम्मे। नयन-मनाऽऽनंदयरे पभूय-विण्णाण-साइसए॥

Translated Sutra: લાખ યોજના પ્રમાણ મેરુ પર્વત જેટલા ઊંચા, મણિ સમુદ્રથી શોભિત, સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને આનંદ આપનાર, અતિશય વિજ્ઞાનપૂર્ણ, અતિ મજબૂત ન દેખાય તેમ સાંધાને જોડી દીધા હોય તેવું અતિશય ઘસીને સુંવાળુ કરેલ, જેના વિભાગો સારી રીતે વિભાજિત છે તેવું, ઘણા શિખરો યુક્ત અનેક ઘંટા અને ધ્વજા સહિત, શ્રેષ્ઠ તોરણોયુક્ત, આગળ –
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 591 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (७) एत्थ य जत्थ जत्थ पयं पएणाऽनुलग्गं सुत्तालावगं न संपज्जइ, तत्थ तत्थ सुयहरेहिं कुलि-हिय-दोसो न दायव्वो त्ति (८) किंतु जो सो एयस्स अचिंत-चिंतामणी-कप्पभूयस्स महानिसीह-सुयक्खंधस्स पुव्वायरिसो आसि, तहिं चेव खंडाखंडीए उद्देहियाइएहिं हेऊहिं बहवे पन्नगा परिसडिया। (९) तहा वि अच्चंत-सुमहत्थाइसयं ति इमं महानिसीह-सुयक्खंधं कसिण-पवयणस्स परम-सार-भूयं परं तत्तं महत्थंति कलिऊणं (१०) पवयण-वच्छल्लत्तणेणं बहु-भव-सत्तोवयारियं च काउं, तहा य आय-हियट्ठयाए आयरिय-हरिभद्देणं जं तत्थाऽऽयरिसे दिट्ठं तं सव्वं स-मतीए साहिऊणं लिहियं ति (११) अन्नेहिं पि सिद्धसेन दिवाकर-वुड्ढवाइ-जक्खसेण-देवगुत्त-जसवद्धण-खमासमण-सीस-रविगुत्त-णेमिचंद-जिणदासगणि-खमग-सच्चरिसि-पमुहेहिं

Translated Sutra: અહીં જ્યાં જ્યાં પદો – પદોની સાથે જોડાયેલા હોય અને સળંગ સૂત્રાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રુતધરોએ લહીયાઓને ખોટું લખ્યું છે, એવો દોષ ન આપવો. પરંતુ જે કોઈ અચિંત્ય ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન મહાનિશીથ શ્રુતસ્કંધની પહેલાંની લખેલ પ્રત હતી તેમાં જે ઉધઈ આદિ જીવાતોથી ખવાઈને ટૂકડાવાળી પ્રત બની ગઈ. ઘણા પત્રો સડી ગયા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 650 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] पंचेए सुमहा-पावे जे न वज्जेज्ज गोयमा। संलावादीहिं कुसीलादी, भमिही सो सुमती जहा॥

Translated Sutra: અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભમ્યો, તેમ ભમશે. ભવસ્થિતિ, કાયસ્થિતિવાળા સંસારમાં ઘોર દુઃખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શકતો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એકને
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ कुशील संसर्ग

Gujarati 678 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किं भव्वे परमाहम्मियासुरेसुं समुप्पज्जइ गोयमा जे केई घन-राग-दोस-मोह-मिच्छत्तो-दएणं सुववसियं पि परम-हिओवएसं अवमन्नेत्ताणं दुवालसंगं च सुय-नाणमप्पमाणी करीअ अयाणित्ता य समय-सब्भावं अनायारं पसं-सिया णं तमेव उच्छप्पेज्जा जहा सुमइणा उच्छप्पियं। न भवंति एए कुसीले साहुणो, अहा णं एए वि कुसीले ता एत्थं जगे न कोई सुसीलो अत्थि, निच्छियं मए एतेहिं समं पव्वज्जा कायव्वा तहा जारिसो तं निबुद्धीओ तारिसो सो वि तित्थयरो त्ति एवं उच्चारेमाणेणं से णं गोयमा महंतंपि तवमनुट्ठेमाणे परमाहम्मियासुरेसुं उववज्जेज्जा। से भयवं परमाहम्मिया सुरदेवाणं उव्वट्टे समाणे से सुमती

Translated Sutra: ભગવન્‌ ! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે ? ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે કહેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સદ્‌ભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના કરે છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ कुशील संसर्ग

Gujarati 683 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं सो उण णाइल सड्ढगो कहिं समुप्पन्नो गोयमा सिद्धीए। से भयवं कहं गोयमा ते णं महानुभागेणं तेसिं कुसीलाणं संसग्गिं णितुट्ठेऊणं तीए चेव बहु सावय तरु संड संकुलाए घोर-कंताराडवीए सव्व पाव कलिमल कलंक विप्पमुक्कं तित्थयर वयणं परमहियं सुदुल्लहं भवसएसुं पि त्ति कलिऊणं अच्चंत विसुद्धासएणं फासुद्देसम्मि निप्पडिकम्मं निरइयारं पडिवन्नं पडिवन्नं पायवोगमणमणसणं ति। अहन्नया तेणेव पएसेणं विहर-माणो समागओ तित्थयरो अरिट्ठनेमी। तस्स य अणुग्गहट्ठाए तेणे य अचलिय सत्तो भव्वसत्तो त्ति काऊणं उत्तिमट्ठ पसाहणी कया साइसया देसणा। तमायन्न-माणो सजल जलहर निनाय देव दुंदुही निग्घोसं

Translated Sutra: ભગવન્‌ ! નાગીલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો. ભગવન્‌ ! કેવી રીતે ? ગૌતમ ! તેને નાગીલ શ્રાવકે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણા શ્રાવકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોરથી ભયંકર અટવીમાં સર્વ પાપ કલિમલના કલંક રહિત ચરમ હિતકારી સેંકડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થંકર ભગવાનનું વચન છે એમ જાણીને – નિર્જીવ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 693 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किमेस वासेज्जा गोयमा अत्थेगे जे णं वासेज्जा, अत्थेगे जे णं नो वासेज्जा से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अत्थेगे जे णं वासेज्जा अत्थेगे जे णं नो वासेज्जा। गोयमा अत्थेगे जे णं आणाए ठिए अत्थेगे जे णं आणा विराहगे। जे णं आणा ठिए से णं सम्मद्दंसण नाण चरित्ताराहगे। जे णं सम्मद्दंसण नाण चरित्ताराहगे से णं गोयमा अच्चंत विऊ सुपवरकम्मुज्जए मोक्खमग्गे। जे य उ णं आणा विराहगे से णं अनंताणुबंधी कोहे, से णं अनंतानुबंधी माने, से णं अनंतानुबंधी कइयवे, से णं अनंताणुबंधी लोभे, जे णं अनंतानुबंधी कोहाइकसाय चउक्के से णं घन राग दोस मोह मिच्छत्त पुंजे। जे णं घन राग

Translated Sutra: ભગવન્‌ ! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો ? ગૌતમ ! હા, કોઈક સાધુ નક્કી કરે તેમાં રહી ગુરુકુળ વાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે. ભગવન્‌ ! એમ શા કારણથી કહેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગૌતમ ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ્‌ દર્શન, જ્ઞાન,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 695 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किं तेसिं संखातीताणं गच्छमेरा थाणंतराणं अत्थि, केई अन्नयरे थाणंतरेणं जे णं उसग्गेण वा, अववा-एण वा कहं चिय पमायदोसेणं असई अइक्कमेज्जा अइक्कंतेण वा आराहगे भवेज्जा गोयमा निच्छयओ नत्थि। से भयवं के णं अट्ठेणं एवं वुच्चइ जहा णं निच्छयओ नत्थि गोयमा तित्थयरे णं ताव तित्थयरे तित्थे पुन चाउवन्ने समणसंघे। से णं गच्छेसुं पइट्ठिए, गच्छेसुं पि णं सम्मद्दंसण नाण चारित्ते पइट्ठिए। ते य सम्मद्दंसण नाण चारित्ते परमपुज्जाणं पुज्ज यरे परम सरन्नाणं सरन्ने, परम सेव्वाणं सेव्वयरे। ताइं च जत्थ णं गच्छे अन्नयरे ठाणे कत्थइ विराहिज्जंति से णं गच्छे समग्ग पणासए उम्मग्ग देसए।

Translated Sutra: ભગવન્‌ ! સંખ્યાતીત ગચ્છ મર્યાદાસ્થાનોમાં એવું કોઈ સ્થાન છે જે ઉત્સર્ગ કે અપવાદ કોઈ રીતે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞા ઉલ્લંઘે તો પણ આરાધક થાય ? નિશ્ચયથી ન થાય. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? તીર્થંકરો તીર્થને કરનારા છે. તીર્થ – ચાર વર્ણવાળો તે શ્રમણસંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોય છે. ગચ્છોમાં સમ્યગ્‌ દર્શન –
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 698 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] तहा अन्ने इमे बहुप्पगारे लिंगे गच्छस्स णं गोयमा समासओ पन्नविज्जंति। एते य णं पयरिसेणं गुरुगुणे विन्नेए, तं जहा–गुरु ताव सव्व जग जीव पाण भूय सत्ताणं माया भवइ किं पुन जं गच्छस्स से णं सीसगणाणं एगंतेणं हियं मियं पत्थं इह परलोगसुहावहं आगमानु-सारेणं हिओवएसं पयाइ। से णं देविंद नरिंद रिद्धि लंभाणं पि पवरुत्तमे गुरुवएसप्पयाणं लंभे। तं च सत्तानुकंपाए परम दुक्खिए जम्म जरा मरणादीहि णं इमे भव्व सत्ता कहं णु नाम सिवसुहं पावंतु त्ति काऊणं गुरुवएसं पयाइ, नो णं वसणाहिभूए अहो णं गहग्घत्थे उम्मत्ते। अत्थि एइ वा जहा णं मम इमेणं हिओवएस पयाणेणं अमुगट्ठ लाभं भवेज्जा, नो णं गोयमा

Translated Sutra: આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા, તે આ પ્રમાણે – ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્ત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગચ્છ માટેનું વાત્સલ્ય ક્યાં બાકી રહે ? શિષ્યો અને સમુદાયના એકાંતે હિત કરતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોકના સુખને આપનારા એવા આગમોનું સારી હિતોપદેશને આપનાર હોય
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 704 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] बहु-सोक्ख-सय-सहस्साण दायगा मोयगा दुह-सयाणं। आयरिया फुडमेयं केसि पएसीए ते हेऊ॥

Translated Sutra: અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સેંકડો દુઃખોથી મુક્ત કરાવતા આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દૃષ્ટાંતરૂપે કેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરકગમનની બધી તૈયારી કરેલી, પણ આચાર્યના પ્રભાવે દેવ વિમાન પામ્યો. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા, અતિશય સુંદર, મધુર, કારણ, કાર્ય, ઉપમા સહિત એવા વચનો વડે શિષ્યના હૃદયને
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 713 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] गच्छं महानुभागं तत्थ वसंताण निज्जरा विउला। सारण वारण चोयणमादीहिं न दोस-पडिवत्ती॥

Translated Sutra: મહાનુભાવ એવા ગચ્છમાં ગુરુકુળ કરતા સાધુને ઘણી નિર્જરા થાય છે. તથા સારણા, વાયણા, ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે. ગુરુના મનને અનુસરનાર, અતિ વિનીત, પરીષહ જિતનાર, ધૈર્ય રાખનાર, સ્તબ્ધ ન થનાર, લુબ્ધ ન થનાર, ગારવો ન કરનાર, વિકથા ન કરનાર, ક્ષમાધારી ઇન્દ્રિયદમી, સંતોષી, છકાય રક્ષક, વૈરાગ્ય માર્ગલીન, દશવિધ સામાચારી સેવનકર્તા,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 724 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अपुव्व-नाण-गहणे थिर-परिचिय-धारणेक्कमुज्जुत्ते। सुत्तं अत्थं उभयं जाणंति अणुट्ठयंति सया॥

Translated Sutra: અપૂર્વજ્ઞાન ગ્રહણ માટે અતિશય ઉદ્યમ કરનારા શિષ્યો જેમાં હોય. સૂત્ર – અર્થ – ઉભયને જે જાણે છે. તેમજ તે માટે નિત્ય ઉદ્યમ કરે છે. જ્ઞાનાચાર – દર્શનાચાર – ચારિત્રાચાર ત્રણેના આઠ – આઠ, તપાચારના બાર, વીર્યાચારના ૩૬ – આચાર, તેમાં બળ – વીર્ય છૂપાવ્યા વિના અગ્લાનિને ખૂબ એકાગ્ર મન, વચન, કાયાના યોગે ઉદ્યમ કરનાર થાય, એવા પ્રકારના
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 727 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] तवसा अचिंत-उप्पन्न-लद्धि-साइसय-रिद्धि-कलिए वि। जत्थ न हीलेंति गुरुं सीसे, तं गोयमा गच्छं॥

Translated Sutra: તપ પ્રભાવથી અચિંત્ય ઉત્પન્ન લબ્ધિ તેમજ અતિશયવાળી ઋદ્ધિ મેળવેલી હોય તો પણ જે ગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન કરે તે ગચ્છ કહેવાય.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 800 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एवं मेरा णं लंघेयव्व त्ति। एयं गच्छ-ववत्थं लंघेत्तु ति-गारवेहिं पडिबद्धे। संखाईए गणिणो अज्ज वि बोहिं न पाविंति॥

Translated Sutra: ત્રણ ગારવમાં આસક્ત થયેલા એવા અનેક આચાર્યો ગચ્છ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને હજુ આજે પણ બોધિ પામી શકતા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિ પ્રાપ્ત કરશે નહીં. લાંબા કાળ સુધી અતિશય દુઃખપૂર્ણ સંસારમાં રહેશે. ગૌતમ ! ચૌદ રાજ પ્રમાણ લોકમાં વાળની અણી જેટલો પણ એવો પ્રદેશ નથી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 812 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ–जहा णं तहा वि ते एयं गच्छववत्थं नो विलिंघिंसु गोयमा णं इओ आसन्नकाले णं चेव महायसे महासत्ते महानुभागे सेज्जंभवे नामं अनगारे महातवस्सी महामई दुवालसंगसुयधारी भवेज्जा। से णं अपक्खवाएणं अप्पाउक्खे भव्वसत्ते सुयअतिसएणं विण्णाय एक्कारसण्हं अंगाणं चोद्दसण्हं पुव्वाणं परमसार णवणीय भूयं सुपउणं सुपद्धरुज्जयं सिद्धिमग्गं दसवेयालियं नाम सुयक्खंधं निऊहेज्जा। से भयवं किं पडुच्च गोयमा मनगं पडुच्चा जहा कहं नाम एयस्स णं मनगस्स पारंपरिएणं थेवकालेणेव महंत घोर दुक्खागराओ चउगइ संसार सागराओ निप्फेडो भवतु। भवदुगुंछेवण न विना सव्वन्नुवएसेणं,

Translated Sutra: ભગવન્‌ ! કયા કારણે એમ કહેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીકના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શય્યંભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષપાત રહિતપણે અલ્પાયુવાળા ભવ્ય સત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રકર્ષગુણ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 816 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं कयरे णं ते पंच सए एक्क विवज्जिए साहूणं जेहिं च णं तारिस गुणोववेयस्स महानुभागस्स गुरुणो आणं अइक्कमिउं नाराहियं गोयमा णं इमाए चेव उसभ चउवीसिगाए अतीताए तेवीसइमाए चउवीसिगाए जाव णं परिनिव्वुडे चउवीसइमे अरहा ताव णं अइक्कंतेणं केवइएणं कालेणं गुणनिप्फन्ने कम्मसेल मुसुमूरणे महायसे, महासत्ते, महानुभागे, सुगहिय नामधेज्जे, वइरे नाम गच्छाहिवई भूए। तस्स णं पंचसयं गच्छं निग्गंथीहिं विना, निग्गंथीहिं समं दो सहस्से य अहेसि। ता गोयमा ताओ निग्गंथीओ अच्चंत परलोग भीरुयाओ सुविसुद्ध निम्मलंतकरणाओ, खंताओ, दंताओ, मुत्ताओ, जिइंदियाओ, अच्चंत भणिरीओ निय सरीरस्सा वि य छक्काय

Translated Sutra: ભગવન્‌ ! તે ૪૯૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધક ન બન્યા તે કોણ હતા ? ગૌતમ! ઋષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ ત્રેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીશમાં તીર્થંકર નિર્માણ પામ્યા પછી કેટલોક કાળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 821 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं केरिस गुणजुत्तस्स णं गुरुणो गच्छनिक्खेवं कायव्वं गोयमा जे णं सुव्वए, जे णं सुसीले, जे णं दढव्वए, जे णं दढचारित्ते, जे णं अनिंदियंगे, जे णं अरहे, जे णं गयरागे, जे णं गयदोसे, जे णं निट्ठिय मोह मिच्छत्त मल कलंके, जे णं उवसंते, जे णं सुविण्णाय जगट्ठितीए, जे णं सुमहा वेरग्गमग्गमल्लीणे, जे णं इत्थिकहापडिनीए, जे णं भत्तकहापडिनीए, जे णं तेण कहा पडिनीए, जे णं रायकहा पडिनीए, जे णं जनवय कहा पडिनीए, जे णं अच्चंतमनुकंप सीले, जे णं परलोग-पच्चवायभीरू, जे णं कुसील पडिनीए, जे णं विण्णाय समय सब्भावे, जे णं गहिय समय पेयाले, जे णं अहन्निसानुसमयं ठिए खंतादि अहिंसा लक्खण दसविहे समणधम्मे,

Translated Sutra: ભગવન્‌ ! કેવા ગુણવાળા ગુરુને ગચ્છભાર સોંપાય ? ગૌતમ ! જે સુવ્રતી, સુંદર શીલવાન, દૃઢવ્રતી, દૃઢ ચારિત્રી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ – દ્વેષ રહિત, મહામિથ્યાત્વ મલ કલંક રહિત, ઉપશાંત, જગત સ્થિતિના જ્ઞાતા, મહાવૈરાગ્યલીન, સ્ત્રીકથા – ભોજનકથા – ચોરકથા – રાજકથા – દેશકથાના વિરોધી અત્યંત અનુકંપાના સ્વભાવવાળા, પરલોક બગાડનાર,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 833 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केइ अमुणिय समय सब्भावे होत्था विहिए, इ वा अविहिए, इ वा कस्स य गच्छायारस्स य मंडलिधम्मस्स वा छत्तीसइविहस्स णं सप्पभेय नाण दंसण चरित्त तव वीरियायारस्स वा, मनसा वा, वायाए वा, कहिं चि अन्नयरे ठाणे केई गच्छाहिवई आयरिए, इ वा अंतो विसुद्ध, परिणामे वि होत्था णं असई चुक्केज्ज वा, खलेज्ज वा, परूवेमाणे वा अणुट्ठे-माणे वा, से णं आराहगे उयाहु अनाराहगे गोयमा अनाराहगे। से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अनाराहगे गोयमा णं इमे दुवालसंगे सुयनाणे अणप्पवसिए अनाइ निहणे सब्भूयत्थ पसाहगे अनाइ संसिद्धे से णं देविंद वंद वंदाणं अतुल बल वीरिएसरिय सत्त परक्कम महापुरिसायार

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્‌ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીશ પ્રકારના ભેદવાળા જ્ઞાન – દર્શન – ચારિત્ર – તપ – વીર્યના આચારોને મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારે કોઈપણ આચાર સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેમના અંતઃકરણમાં વિશુદ્ધ પરિણામ હોવા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 837 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केई आयरिए, इ वा मयहरए, इ वा असई कहिंचि कयाई तहाविहं संविहाणगमासज्ज इणमो निग्गंथं पवयणमन्नहा पन्नवेज्जा, से णं किं पावेज्जा गोयमा जं सावज्जायरिएणं पावियं। से भयवं कयरे णं से सावज्जयरिए किं वा तेणं पावियं ति। गोयमा णं इओ य उसभादि तित्थंकर चउवीसिगाए अनंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा तीए जारिसो अहयं तारिसो चेव सत्त रयणी पमाणेणं जगच्छेरय भूयो देविंद विंदवं-दिओ पवर वर धम्मसिरी नाम चरम धम्मतित्थंकरो अहेसि। तस्से य तित्थे सत्त अच्छेरगे पभूए। अहन्नया परिनिव्वुडस्स णं तस्स तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कार कारवणे नाम अच्छेरगे वहिउमारद्धे। तत्थ

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ગ્રન્થ પ્રવચનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવદ્યાચાર્યએ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે. ભગવન્‌! તે સાવદ્યાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું ? ગૌતમ ! આ ઋષભાદિ તીર્થંકરની
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 844 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] ताहे पुणो वि तेहिं भणियं जहा किमेयाइं अरड-बरडाइं असंबद्धाइं दुब्भासियाइं पलवह जइ पारिहारगं णं दाउं सक्के ता उप्फिड, मुयसु आसणं, ऊसर सिग्घं, इमाओ ठाणाओ। किं देवस्स रूसेज्जा। जत्थ तुमं पि पमाणीकाऊणं सव्व संघेणं समय सब्भावं वायरेउं जे समाइट्ठो। तओ पुणो वि सुइरं परितप्पिऊणं गोयमा अन्नं पारिहारगं अलभमाणेणं अंगीकाऊण दीहं संसारं भणियं च सावज्जायरिएणं जहा णं उस्सग्गाववाएहिं आगमो ठिओ तुब्भे न याणहेयं। एगंतो मिच्छत्तं, जिणाणमाणा मणेगंता। एयं च वयणं गोयमा गिम्हायव संताविएहिं सिहिउलेहिं च अहिणव पाउस सजल घणोरल्लिमिव सबहुमाणं समाइच्छियं तेहिं दुट्ठ-सोयारेहिं। तओ

Translated Sutra: ત્યારે ફરી તે દુરાચારી બોલ્યા કે આવા આડા – અવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોનો કેમ પ્રલાપ કરો છો ? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઊભા થાવ, જલદી આસન છોડીને નીકળી જાવ. જ્યાં તમોને પ્રમાણભૂત ગણી સર્વસંઘે તમોને શાસ્ત્રનો સદ્‌ભાવ કહેવા ફરમાવેલું છે. હવે દેવ ઉપર શો દોષ નાંખવો ? પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 853 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] तवमट्ठगुणं घोरं, आढवेज्जा सुदुक्करं। जया विसए उदिज्जंति, पडणासण-विसं पिबे॥

Translated Sutra: જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે તે સાધુ અતિશય દુષ્કર, ઘોર એવા પ્રકારનું આઠગણુ તપ શરૂ કરે. કોઈ રીતે વિષયો રોકવા સમર્થ ન બની શકે તો પર્વત ઉપરથી ભૃગુપાત કરે. કાંટાળા આસને બેસે, વિષનું પાન કરે, ઉદ્‌બંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર. પરંતુ મહાવ્રતો કે ચારિત્રની લીધીલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. વિરાધના કરવી યોગ્ય
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1025 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] भयवं कस्सालोएज्जा, पच्छित्तं को वदेज्ज वा। कस्स व पच्छित्तं देज्जा, आलोयावेज्ज वा कहं॥

Translated Sutra: ભગવન્‌ ! આલોચના કોની પાસે કરવી ? પ્રાયશ્ચિત્ત કોણ આપી શકે ? પ્રાયશ્ચિત્ત કોને આપી શકાય? ગૌતમ ! સો યોજન દૂર જઈને પણ કેવળી પાસે શુદ્ધ ભાવથી આલોચના કરી શકાય. કેવળજ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવધિજ્ઞાની પાસે, તેના અભાવમાં મતિ – શ્રુત જ્ઞાની પાસે, જેના જ્ઞાન અતિશય વધુ નિર્મળ હોય, ચડિયાતા હોય તેમની
Showing 1 to 50 of 81 Results