Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124265
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 265 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं परमाणू? परमाणू दुविहे पन्नत्ते, तं जहासुहुमे वावहारिए तत्थ सुहुमो ठप्पो से किं तं वावहारिए? वावहारिएअनंताणं सुहुमपरमाणुपोग्गलाणं समुदय-समिति-समागमेणं से एगे वावहारिए परमाणुपोग्गले निप्फज्जइ. से णं भंते! असिधारं वा खुरधारं वा ओगाहेज्जा? हंता ओगाहेज्जा से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा? नो इणमट्ठे समट्ठे, नो खलु तत्थ सत्थं कमइ. से णं भंते! अगणिकायस्स मज्झंमज्झेणं वीइवएज्जा? हंता वीइवएज्जा से णं तत्थ डहेज्जा? नो इणमट्ठे समट्ठे, नो खलु तत्थ सत्थं कमइ. से णं भंते! पोक्खलसंवट्टगस्स महामेहस्स मज्झंमज्झेणं वीइवएज्जा? हंता वीइवएज्जा से णं तत्थ उदउल्ले सिया? नो इणमट्ठे समट्ठे, नो खलु तत्थ सत्थं कमइ. से णं भंते! गंगाए महानईए पडिसोयं हव्वमागच्छेज्जा? हंता हव्वमागच्छेज्जा से णं तत्थ विणिघायमावज्जेज्जा? नो इणमट्ठे समट्ठे, नो खलु तत्थ सत्थं कमइ. से णं भंते! उदगावत्तं वा उदगबिंदुं वा ओगाहेज्जा? हंता ओगाहेज्जा से णं तत्थ कुच्छेज्ज वा परियावज्जेज्ज वा? नो खलु तत्थ सत्थं कमइ
Sutra Meaning : પરમાણુનું સ્વરૂપ કેવું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે, તે પ્રમાણે છે . સૂક્ષ્મ પરમાણુ . વ્યવહાર પરમાણુ. બે પ્રકારના પરમાણુમાંથી સૂક્ષ્મ પરમાણુનો અહીં અધિકાર હોવાથી તે સ્થાપનીય છે અર્થાત્‌ તેનું વર્ણન કરતા વ્યવહાર પરમાણુનું વર્ણન શાસ્ત્રકાર કરે છે. વ્યાવહારિક પરમાણુનું સ્વરૂપ કેવું છે ? અનંતાનંત સૂક્ષ્મ પરમાણુઓના સમુદાયના સમાગમથી એકીભાવરૂપ મિલનથી એક વ્યાવહારિક પરમાણુ નિષ્પન્ન થાય છે. વ્યાવહારિક પરમાણુ તલવાર કે છરાની ધારને અવગાહિત કરે છે ? હા, અવગાહિત કરી શકે છે, ધાર પર રહી શકે છે. શું તલવારની ધાર તે વ્યાવહારિક પરમાણુનું છેદન ભેદન કરી શકે છે ? ના, તે અર્થ સમર્થ નથી. અર્થાત્‌ તલવારની ધાર વ્યાવહારિક પરમાણુનું છેદન ભેદન કરી શકતો નથી. હે ભગવન્‌ ! શું વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી પસાર થઈ શકે છે ? હા, તે પસાર થઈ શકે છે. શું અગ્નિ વચ્ચેથી પસાર થતા તે બળી જાય છે ? ના, તે અર્થ સમર્થ નથી. અગ્નિરૂપ શસ્ત્ર તેને બાળી શકતુ નથી. શું વ્યાવહારિક પરમાણુ પુષ્કર સંવર્તક નામના મહામેઘની મધ્યમાંથી પસાર થઈ શકે છે ? હા, તે પસાર થઈ શકે છે. મહામેઘમાંથી પસાર થતા શું તે પાણીથી ભીંજાય જાય ? ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્‌ તે પાણી તેને ભીંજવી શકતું નથી. અપકાયરૂપ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. હે ભગવન્‌ ! શું વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં, વિપરીત પ્રવાહમાં ગમન કરી શકે છે ? હા, તે પ્રતિસ્રોતમાં ગમન કરી શકે. પ્રતિસ્રોતમાં ગમન કરતા શું તે વિનાશ પામે છે ? ના, તે અર્થ સમર્થ નથી. પ્રતિસ્રોતરૂપ શસ્ત્ર તેના પર કાર્ય કરી શકતુ નથી. હે ભગવન્‌ ! શું તે વ્યાવહારિક પરમાણુ પાણીના વમળમાં કે જલબિંદુમાં અવગાહન કરી શકે છે ? હા, તે વમળમાં અને જલબિંદુમાં અવગાહન કરી શકે છે. શું તે ભીનો થઈને કુત્સિત થાય છે? અર્થાત્‌ સડી જાય છે ? ના, તે અર્થ સમર્થ નથી. વ્યાવારિક પરમાણુ પર પાણીરૂપ શસ્ત્ર કાર્ય કરી શકતું નથી. અત્યંત તીક્ષ્ણ શસ્ત્ર પણ જેનું છેદન ભેદન કરવા સમર્થ નથી તેને, સિદ્ધપુરુષ કેવળી ભગવાન પરમાણુ કહે છે. તે સર્વ પ્રમાણોનું આદિ પ્રમાણ છે અર્થાત્‌ વ્યાવહારિક પરમાણુ પ્રમાણોનું આદિ એકમ છે. સૂત્ર સંદર્ભ ૨૬૫, ૨૬૬
Mool Sutra Transliteration : [sutra] se kim tam paramanu? Paramanu duvihe pannatte, tam jahasuhume ya vavaharie ya. Tattha suhumo thappo. Se kim tam vavaharie? Vavaharieanamtanam suhumaparamanupoggalanam samudaya-samiti-samagamenam se ege vavaharie paramanupoggale nipphajjai. 1. Se nam bhamte! Asidharam va khuradharam va ogahejja? Hamta ogahejja. Se nam tattha chhijjejja va bhijjejja va? No inamatthe samatthe, no khalu tattha sattham kamai. 2. Se nam bhamte! Aganikayassa majjhammajjhenam viivaejja? Hamta viivaejja. Se nam tattha dahejja? No inamatthe samatthe, no khalu tattha sattham kamai. 3. Se nam bhamte! Pokkhalasamvattagassa mahamehassa majjhammajjhenam viivaejja? Hamta viivaejja. Se nam tattha udaulle siya? No inamatthe samatthe, no khalu tattha sattham kamai. 4. Se nam bhamte! Gamgae mahanaie padisoyam havvamagachchhejja? Hamta havvamagachchhejja. Se nam tattha vinighayamavajjejja? No inamatthe samatthe, no khalu tattha sattham kamai. 5. Se nam bhamte! Udagavattam va udagabimdum va ogahejja? Hamta ogahejja. Se nam tattha kuchchhejja va pariyavajjejja va? No khalu tattha sattham kamai.
Sutra Meaning Transliteration : Paramanunum svarupa kevum chhe\? Paramanu be prakarana kahya chhe, te a pramane chhe 1. Sukshma paramanu 2. Vyavahara paramanu. Be prakarana paramanumamthi sukshma paramanuno ahim adhikara na hovathi te sthapaniya chhe arthat tenum varnana na karata vyavahara paramanunum varnana shastrakara kare chhe. Vyavaharika paramanunum svarupa kevum chhe\? Anamtanamta sukshma paramanuona samudayana samagamathi ekibhavarupa milanathi eka vyavaharika paramanu nishpanna thaya chhe. A vyavaharika paramanu talavara ke chharani dharane avagahita kare chhe\? Ha, avagahita kari shake chhe, dhara para rahi shake chhe. Shum talavarani dhara te vyavaharika paramanunum chhedana bhedana kari shake chhe\? Na, te artha samartha nathi. Arthat talavarani dhara a vyavaharika paramanunum chhedana bhedana kari shakato nathi. He bhagavan ! Shum a vyavaharika paramanu agnini vachchethi pasara thai shake chhe\? Ha, te pasara thai shake chhe. Shum agni vachchethi pasara thata te bali jaya chhe\? Na, te artha samartha nathi. Agnirupa shastra tene bali shakatu nathi. Shum a vyavaharika paramanu pushkara samvartaka namana mahameghani madhyamamthi pasara thai shake chhe\? Ha, te pasara thai shake chhe. Mahameghamamthi pasara thata shum te panithi bhimjaya jaya\? Na, te artha samartha nathi arthat te pani tene bhimjavi shakatum nathi. Apakayarupa shastrano tena para prabhava padato nathi. He bhagavan ! Shum vyavaharika paramanu gamga mahanadina pratisrotamam, viparita pravahamam gamana kari shake chhe\? Ha, te pratisrotamam gamana kari shake. Pratisrotamam gamana karata shum te vinasha pame chhe\? Na, te artha samartha nathi. Pratisrotarupa shastra tena para karya kari shakatu nathi. He bhagavan ! Shum te vyavaharika paramanu panina vamalamam ke jalabimdumam avagahana kari shake chhe\? Ha, te vamalamam ane jalabimdumam avagahana kari shake chhe. Shum te bhino thaine kutsita thaya chhe? Arthat sadi jaya chhe\? Na, te artha samartha nathi. Vyavarika paramanu para panirupa shastra karya kari shakatum nathi. Atyamta tikshna shastra pana jenum chhedana bhedana karava samartha nathi tene, siddhapurusha kevali bhagavana paramanu kahe chhe. Te sarva pramanonum adi pramana chhe arthat vyavaharika paramanu pramanonum adi ekama chhe. Sutra samdarbha 265, 266