Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124259
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 259 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं अंगुले? अंगुले तिविहे पन्नत्ते, तं जहा–आयंगुले उस्सेहंगुले पमाणंगुले। से किं तं आयंगुले? आयंगुले–जे णं जया मणुस्सा भवंति तेसि णं तया अप्पणो अंगुलेणं दुवालस अंगुलाइं मुहं, नवमुहाइं पुरिसे पमाणजुत्ते भवइ, दोणीए पुरिसे मानजुत्ते भवइ, अद्धभारं तुल्लमाणे पुरिसे उम्माणजुत्ते भवइ।
Sutra Meaning : સૂત્ર– ૨૫૯. અંગુલના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. આત્માંગુલ, ૨. ઉત્સેધાંગુલ, ૩. પ્રમાણાંગુલ. આત્માંગુલ કોને કહેવાય છે ? જે કાળમાં, જે મનુષ્ય હોય તે કાળમાં, તે મનુષ્યના અંગુલને આત્માંગુલ કહેવાય છે. પોતાના બાર અંગુલ પ્રમાણ મુખ હોય છે અને તેવા નવમુખ પ્રમાણ એકસો આઠ અંગુલની. ઊંચાઈવાળા પુરુષ પ્રમાણયુક્ત મનાય છે. દ્રોણિક પુરુષ એક દ્રોણ પાણીના માપવાળા પુરુષ. માનયુક્ત હોય છે અને અર્ધભાર પ્રમાણ તોલવાળા પુરુષ ઉન્માનયુક્ત કહેવાય છે. સૂત્ર– ૨૬૦ થી ૨૬૨. જે પુરુષ માન – ઉન્માન અને પ્રમાણથી સંપન્ન હોય તથા શારીરિક શુભ લક્ષણો, તલસમાદિ વ્યંજનો અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત હોય, ઉત્તમ કુળોમાં જન્મેલ હોય તે પુરુષો ઉત્તમપુરુષો કહેવાય છે. આ ઉત્તમ પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા હોય છે અને મધ્યમપુરુષ ૧૦૪ અંગુલ ઊંચા હોય છે. અધમપુરુષ ૯૬ અંગુલ ઊંચા હોય છે. ધીરતા, ગંભીરતા, પ્રશંસનીય સ્વર, સત્ત્વ – આત્મિક, માનસિક, શક્તિ, સાર – શારીરિક ક્ષમતા આ સર્વગુણોથી પરિહીન ઉત્તમ કે અધમ પુરુષ પરતંત્રપણે ધીર – ગંભીર આદિ ગુણસંપન્ન ઉત્તમ પુરુષોના દાસ હોય છે. સૂત્ર સંદર્ભ– ૨૫૯–૨૬૨
Mool Sutra Transliteration : [sutra] se kim tam amgule? Amgule tivihe pannatte, tam jaha–ayamgule ussehamgule pamanamgule. Se kim tam ayamgule? Ayamgule–je nam jaya manussa bhavamti tesi nam taya appano amgulenam duvalasa amgulaim muham, navamuhaim purise pamanajutte bhavai, donie purise manajutte bhavai, addhabharam tullamane purise ummanajutte bhavai.
Sutra Meaning Transliteration : Sutra– 259. Amgulana trana prakara chhe, te a pramane chhe – 1. Atmamgula, 2. Utsedhamgula, 3. Pramanamgula. Atmamgula kone kahevaya chhe\? Je kalamam, je manushya hoya te kalamam, te manushyana amgulane atmamgula kahevaya chhe. Potana bara amgula pramana mukha hoya chhe ane teva navamukha pramana ekaso atha amgulani. Umchaivala purusha pramanayukta manaya chhe. Dronika purusha eka drona panina mapavala purusha. Manayukta hoya chhe ane ardhabhara pramana tolavala purusha unmanayukta kahevaya chhe. Sutra– 260 thi 262. Je purusha mana – unmana ane pramanathi sampanna hoya tatha sharirika shubha lakshano, talasamadi vyamjano ane udarata vagere gunothi yukta hoya, uttama kulomam janmela hoya te purusho uttamapurusho kahevaya chhe. A uttama purusho potana amgulathi 108 amgula pramana umcha hoya chhe ane madhyamapurusha 104 amgula umcha hoya chhe. Adhamapurusha 96 amgula umcha hoya chhe. Dhirata, gambhirata, prashamsaniya svara, sattva – atmika, manasika, shakti, sara – sharirika kshamata a sarvagunothi parihina uttama ke adhama purusha paratamtrapane dhira – gambhira adi gunasampanna uttama purushona dasa hoya chhe. Sutra samdarbha– 259–262