Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124205 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 205 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं अट्ठनामे? अट्ठनामे–अट्ठविहा वयणविभत्ती पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | અષ્ટનામનું સ્વરૂપ કેવું છે? અષ્ટનામમાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના તે આઠ પ્રકાર આ પ્રમાણે છે – ૧. નિર્દેશ – નિર્દેશ પ્રતિપાદક અર્થમાં કર્તા માટે પ્રથમા વિભક્તિ. ૨. ઉપદેશ – ઉપદેશ ક્રિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ. ૩. કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ. ૪. સંપ્રદાન – સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. ૫. અપાદન – છૂટા પડવાના અર્થમાં વિભક્તિ. ૬. સ્વર સ્વામિત્વ બતાવવા ષષ્ઠી વિભક્તિ. ૭. સન્નિધાન – આધારકાળ ભાવમાં સપ્તમી વિભક્તિ. ૮. સંબોધન – આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે. ૧. નિર્દેશમાં પ્રથમા વિભક્તિ, જેમ કે – તે, આ, હું ૨. ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ, જેમ કે – તેમને કહો, આને કહો. ૩. કરણમાં તૃતીયા વિભક્તિ, જેમ કે – મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, ૪. સંપ્રદાન તથા નમઃસ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ, જેમ કે – ‘નમો જિનાય’ જિનને નમસ્કાર ‘અગ્નયે સ્વાહા’ ‘વિપ્રાય ગાં દદાતિ’ – બ્રાહ્મણને ગાય આપે છે. ૫. અપાદાનમાં પંચમી વિભક્તિ, જેમ કે – આને અહીંથી દૂર કરો, આને અહીંથી લઈ લો. ૬. સ્વામી સંબંધમાં ષષ્ઠી વિભક્તિ, જેમ કે – તેની અથવા આની આ વસ્તુ છે. ૭. આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ, જેમ કે – તે ફલાદિ આમાં છે. ૮. સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ, જેમ કે – હે યુવાન! સૂત્ર સંદર્ભ– ૨૦૫–૨૧૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam atthaname? Atthaname–atthaviha vayanavibhatti pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Ashtanamanum svarupa kevum chhe? Ashtanamamam atha prakarani vachana vibhakti kahela chhe. Vachana vibhaktina te atha prakara a pramane chhe – 1. Nirdesha – nirdesha pratipadaka arthamam karta mate prathama vibhakti. 2. Upadesha – upadesha kriyana pratipadanamam dvitiya vibhakti. 3. Karana arthamam tritiya vibhakti. 4. Sampradana – svaha arthamam chaturthi vibhakti. 5. Apadana – chhuta padavana arthamam vibhakti. 6. Svara svamitva batavava shashthi vibhakti. 7. Sannidhana – adharakala bhavamam saptami vibhakti. 8. Sambodhana – amamtrana arthamam ashtami vibhakti vaparaya chhe. 1. Nirdeshamam prathama vibhakti, jema ke – te, a, hum 2. Upadeshamam dvitiya vibhakti, jema ke – temane kaho, ane kaho. 3. Karanamam tritiya vibhakti, jema ke – mara vade kahevayela, tena dvara kahevayela, mara ke tena dvara karayela, 4. Sampradana tatha namahsvaha arthamam chaturthi vibhakti, jema ke – ‘namo jinaya’ jinane namaskara ‘agnaye svaha’ ‘vipraya gam dadati’ – brahmanane gaya ape chhe. 5. Apadanamam pamchami vibhakti, jema ke – ane ahimthi dura karo, ane ahimthi lai lo. 6. Svami sambamdhamam shashthi vibhakti, jema ke – teni athava ani a vastu chhe. 7. Adhara kala bhavamam saptami vibhakti, jema ke – te phaladi amam chhe. 8. Sambodhana amamtranamam ashtami vibhakti, jema ke – he yuvana! Sutra samdarbha– 205–212 |