Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124190
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 190 Category : Chulika-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सत्त सरा कओ हवंति? गीयस्स का हवइ जोणी? । कइसमया ऊसासा? कइ वा गीयस्स आगारा? ॥
Sutra Meaning : ૧. સપ્ત સ્વર ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ૨. ગીતની યોનિ – જાતિ કઈ છે ? ૩. ગીતનો ઉચ્છ્‌વાસકાળ કેટલા સમય પ્રમાણ છે ? ૪. ગીતના કેટલા આકાર હોય છે ? ૧. સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. ૨. ગીતની યોનિ રુદન છે. ૩. પાદસમ જેટલો સમય ગીતનો ઉચ્છ્‌ – વાસકાળ છે. કોઈપણ છંદનું એક ચરણ ગાતા જેટલો સમય લાગે તે પાદસમ કહેવાય છે. તેટલા સમયનો ગીતનો ઉચ્છ્‌ – વાસકાળ છે. ૪. ગીતના ત્રણ આકાર છે. ગીતના પ્રારંભમાં મૃદુ, મધ્યમાં તીર – તીવ્ર ઊંચો અવાજ. અને ગીતની સમાપ્તિ સમયે અંતમાં મંદ, આવા ગીતના ત્રણ આકાર જાણવા. સંગીતના ૧. છ દોષ, ૨. આઠ ગુણ, ૩. ત્રણ વૃત્તો, ૪. બે ભણિતીઓને જે જાણે છે, તે સુશિક્ષિત વ્યક્તિ રંગમંચ પર ગાઈ શકે છે. ગીતના છ દોષ આ પ્રમાણે જાણવા. ૧. ભીતદોષ – ડરતા – ડરતા ગાવું. ૨. દ્રુતદોષ – ઉદ્વેગના કારણે જલદી – શીઘ્ર ગાવું. ૩. ઉત્પિચ્છદોષ – શ્વાસ લેતા – લેતા જલદી ગાવું. ૪. ઉત્તાલદોષ – વિરુદ્ધ તાલથી ગાવું. ૫. કાકસ્વરદોષ – કાગડાની જેમ કર્ણકટુ સ્વરમાં ગાવું. ૬. અનુનાસદોષ – નાકથી સ્વરનું ઉચ્ચારણ કરતા ગાવું. ગીતના આઠ ગુણ આ પ્રમાણે જાણવા. ૧. પૂર્ણગુણ – સ્વરના આરોહ – અવરોહ વગેરે સમસ્ત સ્વરકળાયુક્ત પૂર્ણરૂપથી ગાવું. ૨. રક્તગુણ – રાગથી ભાવિત થઈને ગાવું. ૩. અલંકૃતગુણ – વિવિધ શુભસ્વરોથી સંપન્ન બનીને ગાવું. ૪. વ્યક્તગુણ – ગીતના શબ્દો – સ્વર – વ્યંજનોના સ્પષ્ટ ઉચ્ચારણથી ગાવું. ૫. અવિધુષ્ટગુણ – વિકૃતિ અને વિશૃંખલા રહિત, નિયત અને નિયમિત સ્વરથી ગાવું. ચીસ પાડતા હોય તેમ, રાડો પાડતા હોય તેમ ન ગાવું. ૬. મધુરગુણ – કર્ણપ્રિય, મનોરમ સ્વરથી ગાવું. ૭. સમગુણ – સુર, તાલ, લય વગેરેનું ધ્યાન રાખી સુસંગત સ્વરમાં ગાવું. ૮. સુલલિતગુણ – સ્વર ઘોલન દ્વારા લલિત – શ્રોત્રેન્દ્રિય પ્રિય અને સુખદાયી સ્વરમાં ગાવું. અન્ય રીતે ગીતના આઠ ગુણ આ પ્રમાણે છે – ૧. ઉરોવિશુદ્ધ – જે સ્વર ઉરસ્થલમાં વિશાળ હોય. ૨. કંઠવિશુદ્ધ – નાભિથી ઉત્થિત જે સ્વર કંઠમાં વ્યાપ્ત થઈ સ્પષ્ટરૂપે વ્યક્ત થાય તે અર્થાત્‌ જે સ્વર કંઠમાં ફાટી ન જાય તે. ૩. શિરો વિશુદ્ધ – જે સ્વર શિર – મસ્તકથી ઉત્પન્ન થવા છતાં નાસિકાના સ્વરથી મિશ્રિત ન થાય તે. ૪. મૃદક – જે ગીત મૃદુ – કોમળ સ્વરમાં ગવાય તે. ૫. રિભિત – ઘણા ઘોલન યુક્ત આલાપ દ્વારા ગીતમાં ચમત્કાર ઉત્પન્ન કરવો. ૬. પદબદ્ધ – ગીતને વિશિષ્ટ પદ રચનાથી નિબદ્ધ કરવું. ૭. સમતાલ પ્રત્યુત્ક્ષેપ – જે ગીતમાં હસ્તતાલ, વાદ્યધ્વનિ અને નર્તકના પાદક્ષેપ સમ હોય અર્થાત્‌ એક – બીજાના મેળમાં હોય. ૮. સપ્તસ્વર સીભર – જેમાં ષડ્‌જ વગેરે સાત સ્વર, તંત્રી વગેરે વાદ્યધ્વનિને અનુરૂપ હોય અથવા વાદ્યધ્વનિ ગીતના સ્વરની સમાન હોય. પૂર્વગાથામાં ‘સપ્તસ્વરસીભર’ નામનો અંતિમ ગુણ બતાવ્યો છે. ગીત જો સાત પ્રકારે સ્વર સાથે અનુરૂપ હોય તો તે ગીત ‘સપ્ત સ્વરસીભર’ બને છે. તે સપ્ત સીભરતા આ પ્રમાણે છે – ૧. અક્ષરસમ – જે ગીત હ્રસ્વ, દીર્ઘ, પ્લુત અને સાનુનાસિક અક્ષરોને અનુરૂપ હ્રસ્વાદિ સ્વરયુક્ત હોય તે. ૨. પદસમ – સ્વર અનુરૂપ પદ અને પદ અનુરૂપ સ્વરથી ગવાતું ગીત. ૩. તાલસમ – તાલવાદનને અનુરૂપ સ્વરથી ગવાતું ગીત. ૪. લયસમ – વીણા વગેરે વાદ્યની ધુન અનુસાર ગવાતું ગીત. ૫. ગ્રહસમ – વીણા વગેરે દ્વારા ગૃહીત સ્વર અનુસાર ગવાતું ગીત. ૬. નિશ્વસિતોચ્છવસિતસમ – શ્વાસ લેવા અને મૂકવાના ક્રમાનુસાર ગવાતું ગીત. ૭. સંચારસમ – સિતાર વગેરે વાદ્યોના તાર પર થતાં આંગળીના સંચાર સાથે ગવાતું ગીત. ગેય પદોના આઠ ગુણ આ પ્રમાણે છે. ૧. નિર્દોષ – અલીક, ઉપઘાત વગેરે ૩૨ દોષથી રહિત ગીતના પદથી યુક્ત હોવું. ૨. સારવંત – સારભૂત વિશિષ્ટ અર્થથી યુક્ત હોવું. ૩. હેતુયુક્ત – અર્થસાધક હેતુથી યુક્ત હોવું. ૪. અલંકૃત – કાવ્યગત ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારથી યુક્ત હોવું. ૫. ઉપનીત – ઉપસંહારથી યુક્ત હોવું. ૬. સોપચાર – અવિરુદ્ધ અલજ્જનીય અર્થના પ્રતિપાદન યુક્ત હોવું. ૭. મિત – અલ્પપદ અને અલ્પ અક્ષરવાળું હોવું. ૮. મધુર – સુશ્રાવ્ય શબ્દ, અર્થ અને પ્રતિપાદનની અપેક્ષાએ પ્રિય હોવું. ગીતના વૃત્ત – છંદ ત્રણ પ્રકારના હોય છે. ૧. સમ – જે ગીતમાં ચરણ અને અક્ષર સમ હોય અર્થાત્‌ ચાર ચરણ હોય અને તેમાં ગુરુ – લઘુ અક્ષર પણ સમાન હોય અથવા જેના ચારે ચરણ સમાન હોય. ૨. અર્ધસમ – જેમાં પ્રથમ અને તૃતીય તથા દ્વિતીય અને ચતુર્થ ચરણ સમાન હોય. ૩. સર્વ વિષમ – જેમાં બધા ચરણો અને અક્ષરોની સંખ્યા વિષમ હોય, જેના ચારે ચરણ વિષમ હોય. આ ત્રણ સિવાય ચોથા પ્રકારનો વૃત્ત – છંદ નથી. ગીતની ભાષા સંસ્કૃત અને પ્રાકૃત એ બે પ્રકારની કહી છે. આ બંને ભાષા પ્રશસ્ત અને ઋષિભાષિત છે. સ્વર મંડળમાં તે ભાષા જોવા મળે છે. તે બંને ભાષામાં ગવાય છે. કઈ સ્ત્રી મધુર સ્વરમાં, કઈ સ્ત્રી કઠોર અને રૂક્ષ સ્વરમાં, કઈ સ્ત્રી ચતુરાઈથી, કઈ સ્ત્રી વિલંબિત સ્વરોમાં, કઈ સ્ત્રી દ્રુત સ્વરમાં અને કઈ સ્ત્રી વિકૃત સ્વરમાં ગાય છે ? શ્યામા મધુર સ્વરમાં, કૃષ્ણવર્ણી સ્ત્રી કઠોર અને રૂક્ષ સ્વરમાં, ગૌરવર્ણી સ્ત્રી ચતુરાઈથી, કાણી સ્ત્રી વિલંબિત મંદ., અંધ સ્ત્રી દ્રુત – શીઘ્ર સ્વરમાં, પિંગલા સ્ત્રી વિકૃત સ્વરમાં ગાય છે. સાત સ્વર, ત્રણ ગ્રામ અને એકવીસ મૂર્ચ્છનાઓ હોય છે. પ્રત્યેક સ્વર સાત તાનથી ગવાય છે. તેથી ૭ × ૭ = ૪૯. સાત સ્વર સાત તાનથી ગવાતા ઓગણપચાસ ભેદ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૯૦–૨૦૪
Mool Sutra Transliteration : [gatha] satta sara kao havamti? Giyassa ka havai joni?. Kaisamaya usasa? Kai va giyassa agara?.
Sutra Meaning Transliteration : 1. Sapta svara kyamthi utpanna thaya chhe\? 2. Gitani yoni – jati kai chhe\? 3. Gitano uchchhvasakala ketala samaya pramana chhe\? 4. Gitana ketala akara hoya chhe\? 1. Sate svara nabhithi utpanna thaya chhe. 2. Gitani yoni rudana chhe. 3. Padasama jetalo samaya gitano uchchh – vasakala chhe. Koipana chhamdanum eka charana gata jetalo samaya Lage te padasama kahevaya chhe. Tetala samayano gitano uchchh – vasakala chhe. 4. Gitana trana akara chhe. Gitana prarambhamam mridu, madhyamam tira – tivra umcho avaja. Ane gitani samapti samaye amtamam mamda, ava gitana trana akara janava. Samgitana 1. Chha dosha, 2. Atha guna, 3. Trana vritto, 4. Be bhanitione je jane chhe, te sushikshita vyakti ramgamamcha para gai shake chhe. Gitana chha dosha a pramane janava. 1. Bhitadosha – darata – darata gavum. 2. Drutadosha – udvegana karane jaladi – shighra gavum. 3. Utpichchhadosha – shvasa leta – leta jaladi gavum. 4. Uttaladosha – viruddha talathi gavum. 5. Kakasvaradosha – kagadani jema karnakatu svaramam gavum. 6. Anunasadosha – nakathi svaranum uchcharana karata gavum. Gitana atha guna a pramane janava. 1. Purnaguna – svarana aroha – avaroha vagere samasta svarakalayukta purnarupathi gavum. 2. Raktaguna – ragathi bhavita thaine gavum. 3. Alamkritaguna – vividha shubhasvarothi sampanna banine gavum. 4. Vyaktaguna – gitana shabdo – svara – vyamjanona spashta uchcharanathi gavum. 5. Avidhushtaguna – vikriti ane vishrimkhala rahita, niyata ane niyamita svarathi gavum. Chisa padata hoya tema, rado padata hoya tema na gavum. 6. Madhuraguna – karnapriya, manorama svarathi gavum. 7. Samaguna – sura, tala, laya vagerenum dhyana rakhi susamgata svaramam gavum. 8. Sulalitaguna – svara gholana dvara lalita – shrotrendriya priya ane sukhadayi svaramam gavum. Anya rite gitana atha guna a pramane chhe – 1. Urovishuddha – je svara urasthalamam vishala hoya. 2. Kamthavishuddha – nabhithi utthita je svara kamthamam vyapta thai spashtarupe vyakta thaya te arthat je svara kamthamam phati na jaya te. 3. Shiro vishuddha – je svara shira – mastakathi utpanna thava chhatam nasikana svarathi mishrita na thaya te. 4. Mridaka – je gita mridu – komala svaramam gavaya te. 5. Ribhita – ghana gholana yukta alapa dvara gitamam chamatkara utpanna karavo. 6. Padabaddha – gitane vishishta pada rachanathi nibaddha karavum. 7. Samatala pratyutkshepa – je gitamam hastatala, vadyadhvani ane nartakana padakshepa sama hoya arthat eka – bijana melamam hoya. 8. Saptasvara sibhara – jemam shadja vagere sata svara, tamtri vagere vadyadhvanine anurupa hoya athava vadyadhvani gitana svarani samana hoya. Purvagathamam ‘saptasvarasibhara’ namano amtima guna batavyo chhe. Gita jo sata prakare svara sathe anurupa hoya to te gita ‘sapta svarasibhara’ bane chhe. Te sapta sibharata a pramane chhe – 1. Aksharasama – je gita hrasva, dirgha, pluta ane sanunasika aksharone anurupa hrasvadi svarayukta hoya te. 2. Padasama – svara anurupa pada ane pada anurupa svarathi gavatum gita. 3. Talasama – talavadanane anurupa svarathi gavatum gita. 4. Layasama – vina vagere vadyani dhuna anusara gavatum gita. 5. Grahasama – vina vagere dvara grihita svara anusara gavatum gita. 6. Nishvasitochchhavasitasama – shvasa leva ane mukavana kramanusara gavatum gita. 7. Samcharasama – sitara vagere vadyona tara para thatam amgalina samchara sathe gavatum gita. Geya padona atha guna a pramane chhe. 1. Nirdosha – alika, upaghata vagere 32 doshathi rahita gitana padathi yukta hovum. 2. Saravamta – sarabhuta vishishta arthathi yukta hovum. 3. Hetuyukta – arthasadhaka hetuthi yukta hovum. 4. Alamkrita – kavyagata upama, utpreksha vagere alamkarathi yukta hovum. 5. Upanita – upasamharathi yukta hovum. 6. Sopachara – aviruddha alajjaniya arthana pratipadana yukta hovum. 7. Mita – alpapada ane alpa aksharavalum hovum. 8. Madhura – sushravya shabda, artha ane pratipadanani apekshae priya hovum. Gitana vritta – chhamda trana prakarana hoya chhe. 1. Sama – je gitamam charana ane akshara sama hoya arthat chara charana hoya ane temam guru – laghu akshara pana samana hoya athava jena chare charana samana hoya. 2. Ardhasama – jemam prathama ane tritiya tatha dvitiya ane chaturtha charana samana hoya. 3. Sarva vishama – jemam badha charano ane aksharoni samkhya vishama hoya, jena chare charana vishama hoya. A trana sivaya chotha prakarano vritta – chhamda nathi. Gitani bhasha samskrita ane prakrita e be prakarani kahi chhe. A bamne bhasha prashasta ane rishibhashita chhe. Svara mamdalamam te bhasha jova male chhe. Te bamne bhashamam gavaya chhe. Kai stri madhura svaramam, kai stri kathora ane ruksha svaramam, kai stri chaturaithi, kai stri vilambita svaromam, kai stri druta svaramam ane kai stri vikrita svaramam gaya chhe\? Shyama madhura svaramam, krishnavarni stri kathora ane ruksha svaramam, gauravarni stri chaturaithi, kani stri vilambita mamda., amdha stri druta – shighra svaramam, pimgala stri vikrita svaramam gaya chhe. Sata svara, trana grama ane ekavisa murchchhanao hoya chhe. Pratyeka svara sata tanathi gavaya chhe. Tethi 7 7 = 49. Sata svara sata tanathi gavata oganapachasa bheda thaya chhe. Sutra samdarbha– 190–204