Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124175
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 175 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एएसि णं सत्तण्हं सराणं सत्त सरलक्खणा पन्नत्ता, तं जहा
Sutra Meaning : સાત સ્વરોના સાત સ્વર લક્ષણ કહ્યા છે, તે પ્રમાણે છે ષડ્‌જ સ્વરવાળા મનુષ્ય વૃત્તિ આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગોધન, પુત્ર, મિત્રનો સંયોગ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ઋષભ સ્વરવાળા મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, ધન ધાન્ય, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શયનાસન વગેરે ભોગ સામગ્રી પ્રાપ્ત કરે છે. ગાંધાર સ્વરમાં ગીત ગાનાર મનુષ્ય શ્રેષ્ઠ આજીવિકા પ્રાપ્ત કરે છે. તે વાજિંત્રથી આજીવિકા ચલાવનાર હોય છે, કલાકારોમાં શ્રેષ્ઠ હોય, કવિ અથવા કર્તવ્યશીલ હોય, બુદ્ધિમાન ચતુર તથા અનેક શાસ્ત્રોમાં પારંગત હોય છે. મધ્યમ સ્વરભાષી મનુષ્ય સુખજીવી હોય છે. પોતાની રૂચિને અનુરૂપ ખાય છે, પીવે છે અને બીજાને આપે છે. પંચમ સ્વરવાળા પૃથ્વીપતિ, શૂરવીર, સંગ્રાહક અને અનેક ગણના નાયક હોય છે. ધૈવત સ્વરવાળા પુરુષ કલહપ્રિય, શાકુનિક, વાગુરિક, શૌકરિક અને મત્સ્યબંધક હોય છે. નિષાદ સ્વરવાળા પુરુષ ચાંડાલ, વધિક, મુક્કાબાજ, ગોઘાતક, ચોર અને તેવા પ્રકારના અન્ય અન્ય પાપ કરનાર હોય છે. સૂત્ર સંદર્ભ ૧૭૫૧૮૨
Mool Sutra Transliteration : [sutra] eesi nam sattanham saranam satta saralakkhana pannatta, tam jaha
Sutra Meaning Transliteration : A sata svarona sata svara lakshana kahya chhe, te a pramane chhe Shadja svaravala manushya vritti ajivika prapta kare chhe. Teno prayatna vyartha jato nathi. Tene godhana, putra, mitrano samyoga thaya chhe. Te strione priya hoya chhe. Rishabha svaravala manushya aishvaryashali hoya chhe. Te senapatitva, dhana dhanya, vastra, gamdha, alamkara, stri, shayanasana vagere bhoga samagri prapta kare chhe. Gamdhara svaramam gita ganara manushya shreshtha ajivika prapta kare chhe. Te vajimtrathi ajivika chalavanara hoya chhe, kalakaromam shreshtha hoya, kavi athava kartavyashila hoya, buddhimana chatura tatha aneka shastromam paramgata hoya chhe. Madhyama svarabhashi manushya sukhajivi hoya chhe. Potani ruchine anurupa khaya chhe, pive chhe ane bijane ape chhe. Pamchama svaravala prithvipati, shuravira, samgrahaka ane aneka ganana nayaka hoya chhe. Dhaivata svaravala purusha kalahapriya, shakunika, vagurika, shaukarika ane matsyabamdhaka hoya chhe. Nishada svaravala purusha chamdala, vadhika, mukkabaja, goghataka, chora ane teva prakarana anya anya papa karanara hoya chhe. Sutra samdarbha 175182