Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124121
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 121 Category : Chulika-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जंबुद्दीवे लवणे, धायइ-कालोय-पुक्खरे वरुणे । खीर-घय-खोय-नंदी अरुणवरे कुंडले रुयगे ॥
Sutra Meaning : મધ્યલોકક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિ સમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, વરુણદ્વીપ, વરુણોદ સમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદ સમુદ્ર, ધૃતદ્વીપ, ધૃતોદ સમુદ્ર, ઇક્ષુવરદ્વીપ, ઇક્ષુવર સમુદ્ર, નન્દીદ્વીપ, નંદી સમુદ્ર, અરુણ વરદ્વીપ, અરુણવર સમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલ સમુદ્ર, રુચકદ્વીપ અને રુચક સમુદ્ર. જંબૂદ્વીપથી લઈને આ રુચક સમુદ્ર પર્યન્તના દ્વીપ સમુદ્ર નિરંતર છે. તે પછી શેષ અસંખ્ય દ્વીપ સમુદ્રોનું અક્રમિક કથન છે અર્થાત્‌ ત્યાંથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્ર, પછી ભુજગવર દ્વીપ સમુદ્ર, પશ્ચાત્‌ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પછી કુશવર, કૌંચવર વગેરે દ્વીપ સમુદ્રો છે. તે પછી આભરણ આદિ દ્વીપસમુદ્રો છે અર્થાત્‌ લોકમાં જેટલા શુભ નામના આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષધર, હૃદ, નદી, વિજય, વક્ષસ્કાર, કલ્પેન્દ્ર, કુરુ, મંદર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે તે નામના દ્વીપસમુદ્રો છે. અંતે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ આ પાંચ નામના દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. જંબૂદ્વીપથી લઈ સ્વયંભૂરમણ પર્યન્તના બધા દ્વીપસમુદ્ર એક – બીજાથી વેષ્ટિત છે, વીંટળાયેલા છે. સૂત્ર સંદર્ભ– ૧૨૧–૧૨૪
Mool Sutra Transliteration : [gatha] jambuddive lavane, dhayai-kaloya-pukkhare varune. Khira-ghaya-khoya-namdi arunavare kumdale ruyage.
Sutra Meaning Transliteration : Madhyalokakshetra purvanupurvinum svarupa kevum chhe\? Jambudvipa, lavanasamudra, dhatakikhamda dvipa, kalodadhi samudra, pushkaradvipa, pushkaroda samudra, varunadvipa, varunoda samudra, kshiradvipa, kshiroda samudra, dhritadvipa, dhritoda samudra, ikshuvaradvipa, ikshuvara samudra, nandidvipa, namdi samudra, aruna varadvipa, arunavara samudra, kumdaladvipa, kumdala samudra, ruchakadvipa ane ruchaka samudra. Jambudvipathi laine a ruchaka samudra paryantana dvipa samudra niramtara chhe. Te pachhi shesha asamkhya dvipa samudronum akramika kathana chhe arthat tyamthi agala asamkhyata dvipa samudra, pachhi bhujagavara dvipa samudra, pashchat asamkhyata dvipa samudra pachhi kushavara, kaumchavara vagere dvipa samudro chhe. Te pachhi abharana adi dvipasamudro chhe arthat lokamam jetala shubha namana abharana, vastra, gamdha, utpala, tilaka, padma, nidhi, ratna, varshadhara, hrida, nadi, vijaya, vakshaskara, kalpendra, kuru, mamdara, avasa, kuta, nakshatra, chamdra, surya adi chhe te namana dvipasamudro chhe. Amte deva, naga, yaksha, bhuta ane svayambhuramana a pamcha namana dvipa ane svayambhuramana samudra chhe. Jambudvipathi lai svayambhuramana paryantana badha dvipasamudra eka – bijathi veshtita chhe, vimtalayela chhe. Sutra samdarbha– 121–124