Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124038 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 38 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं नोआगमओ</em> दव्वसुयं? नोआगमओ</em> दव्वसुयं तिविहं पन्नत्तं, तं जहा–जाणगसरीरदव्वसुयं भवियसरीरदव्वसुयं जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वसुयं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૮. નોઆગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? નોઆગમથી દ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, ૨. ભવ્યશરીર દ્રવ્યશ્રુત, ૩. તદ્વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત. સૂત્ર– ૩૯. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? શ્રુતપદના અર્થાધિકારના જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને, શય્યાગત, સંસ્તારકગત અથવા સિદ્ધશિલા – તપોભૂમિગત શરીરને જોઈ, કોઈ કહે, અહો! આ શરીરરૂપ પરિણત પુદ્ગલ સંઘાત દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુરૂપ ‘શ્રુત’ પદની ગુરુ પાસેથી વાચના લીધી હતી, શિષ્યોને સામાન્યરૂપે પ્રજ્ઞાપિત, વિશેષ રૂપે પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું. તેનું આ મૃત શરીર જ્ઞાયક શરીર દ્રવ્યાશ્રુત છે. તેને માટે કોઈ દૃષ્ટાંત છે? હા, કોઈ ઘડામાંથી ઘી કે મધ ભરતા હોય, તે કાઢી લીધા પછી પણ તે ઘડાને આ ઘીનો ઘડો છે, આ મધનો ઘડો છે, તેમ કહેવામાં આવે તેમ નિર્જીવ – શરીર ભૂતકાલીન શ્રુતપર્યાય ના આધારરૂપ હોવાથી તે જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત કહેવાય છે. સૂત્ર– ૪૦. ભવ્યશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? સમય થતા જે જીવે યોનિને છોડી જન્મને ધારણ કર્યો છે, તેવા બાળકાદિના પ્રાપ્ત શરીર સંઘાત દ્વારા ભવિષ્યમાં જિનોપદિષ્ટ ભાવાનુસાર શ્રુતપદને શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યો નથી, તેવા તે જીવનું તે શરીર ભવ્યશરીર દ્રવ્યશ્રુત કહેવાય છે. તે માટે કોઈ દૃષ્ટાંત છે ? જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવામાં આવશે પરંતુ વર્તમાનમાં ભર્યું નથી, છતાં તેના માટે ‘આ ઘીનો ઘડો છે, આ મધનો ઘડો છે’ તેમ કહેવામાં આવે છે. તેમ ભવિષ્યમાં આ શરીરથી શ્રુતપદને ભણશે, તેને વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યશ્રુત કહે છે. સૂત્ર– ૪૧. [૧] જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું કેવું સ્વરૂપ છે? તાડપત્રો કે પત્રોના સમૂહરૂપ સુત્કમાં લિખિત શ્રુત જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત કહેવાય છે. [૨] અથવા જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યકિરિક્ત સૂત્ર પાંચ પ્રકારના પ્રરૂપ્યા છે – ૧. અંડજ, ૨. બોંડજ, ૩. કીટજ, ૪. વાલજ, ૫. વલ્કજ. અંડ સૂત્રનું સ્વરૂપ કેવું છે ? હંસગર્ભાદિથી બનેલ સૂત્ર અંડજ કહેવાય છે. બોંડજ સૂત્રનું સ્વરૂપ કેવું છે? કપાસ કે રૂમાંથી બનતા સૂત્રને બોંડજ કહેવામાં આવે છે. કીટજસૂત્રનું સ્વરૂપ કેવું છે ? કીટજ સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. પટ્ટ, ૨. મલય, ૩. અંશુક, ૪. ચીનાંશુક, ૫. કૃમિરાગ. વાલજ સૂત્રનું સ્વરૂપ કેવું છે? વાલજ – વાળથી નિષ્પન્ન સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. ઔર્ણિક, ૨. ઔષ્ટ્રિક, ૩. મૃગલોમિક, ૪. કૌતવ, ૫. કિટ્ટિસ. વલ્કજ સૂત્રનું સ્વરૂપ કેવું છે ? શણાદિમાંથી નિર્મિત સૂત્ર વલ્કજ સૂત્ર કહેવાય છે. તે જ્ઞાયક – શરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યશ્રુતનું અને સમુચ્ચય દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થાય છે. સૂત્ર સંદર્ભ– ૩૮–૪૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam noagamao davvasuyam? Noagamao davvasuyam tiviham pannattam, tam jaha–janagasariradavvasuyam bhaviyasariradavvasuyam janagasarira-bhaviyasarira-vatirittam davvasuyam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 38. Noagamathi dravyashrutanum svarupa kevum chhe\? Noagamathi dravyashrutana trana prakara chhe, te a pramane chhe – 1. Jnyayakasharira dravyashruta, 2. Bhavyasharira dravyashruta, 3. Tadvyatirikta dravyashruta. Sutra– 39. Jnyayakasharira dravyashrutanum svarupa kevum chhe\? Shrutapadana arthadhikarana jnyatanum vyapagata, chyuta, chyavita, tyakta, jivarahita sharirane, shayyagata, samstarakagata athava siddhashila – tapobhumigata sharirane joi, koi kahe, aho! A sharirarupa parinata pudgala samghata dvara jinopadishta bhava anurupa ‘shruta’ padani guru pasethi vachana lidhi hati, shishyone samanyarupe prajnyapita, vishesha rupe prarupita, darshita, nidarshita, upadarshita karyum hatum. Tenum a mrita sharira jnyayaka sharira dravyashruta chhe. Tene mate koi drishtamta chhe? Ha, koi ghadamamthi ghi ke madha bharata hoya, te kadhi lidha pachhi pana te ghadane a ghino ghado chhe, a madhano ghado chhe, tema kahevamam ave tema nirjiva – sharira bhutakalina shrutaparyaya na adhararupa hovathi te jnyayakasharira dravyashruta kahevaya chhe. Sutra– 40. Bhavyasharira dravyashrutanum svarupa kevum chhe\? Samaya thata je jive yonine chhodi janmane dharana karyo chhe, teva balakadina prapta sharira samghata dvara bhavishyamam jinopadishta bhavanusara shrutapadane shikhashe paramtu vartamanamam shikhi rahyo nathi, teva te jivanum te sharira bhavyasharira dravyashruta kahevaya chhe. Te mate koi drishtamta chhe\? Jema koi ghadamam ghi ke madha bharavamam avashe paramtu vartamanamam bharyum nathi, chhatam tena mate ‘a ghino ghado chhe, a madhano ghado chhe’ tema kahevamam ave chhe. Tema bhavishyamam a sharirathi shrutapadane bhanashe, tene vartamanamam bhavyasharira dravyashruta kahe chhe. Sutra– 41. [1] jnyayakasharira – bhavyasharira vyatirikta dravyashrutanum kevum svarupa chhe? Tadapatro ke patrona samuharupa sutkamam likhita shruta jnyayakasharira bhavyasharira vyatirikta dravyashruta kahevaya chhe. [2] athava jnyayakasharira – bhavyasharira vyakirikta sutra pamcha prakarana prarupya chhe – 1. Amdaja, 2. Bomdaja, 3. Kitaja, 4. Valaja, 5. Valkaja. Amda sutranum svarupa kevum chhe\? Hamsagarbhadithi banela sutra amdaja kahevaya chhe. Bomdaja sutranum svarupa kevum chhe? Kapasa ke rumamthi banata sutrane bomdaja kahevamam ave chhe. Kitajasutranum svarupa kevum chhe\? Kitaja sutrana pamcha prakara chhe, te a pramane chhe – 1. Patta, 2. Malaya, 3. Amshuka, 4. Chinamshuka, 5. Krimiraga. Valaja sutranum svarupa kevum chhe? Valaja – valathi nishpanna sutrana pamcha prakara chhe, te a pramane chhe – 1. Aurnika, 2. Aushtrika, 3. Mrigalomika, 4. Kautava, 5. Kittisa. Valkaja sutranum svarupa kevum chhe\? Shanadimamthi nirmita sutra valkaja sutra kahevaya chhe. Te jnyayaka – sharira – bhavyasharira vyatirikta dravyashrutanum svarupa chhe. A rite noagamathi dravyashrutanum ane samuchchaya dravyashrutanum varnana samapta thaya chhe. Sutra samdarbha– 38–41 |