Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123426
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Translated Chapter :

અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ

Section : Translated Section :
Sutra Number : 1726 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कंदप्पकोक्कुइयाइं तह सीलसहावहासविगहाहिं । विम्हावेंतो य परं कंदप्पं भावणं कुणइ ॥
Sutra Meaning : સૂત્ર– ૧૭૨૬. જે કંદર્પ અને કૌત્કુચ્ય કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. સૂત્ર– ૧૭૨૭. જે સુખ, ઘૃનાદિ રસ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિકર્મનો પ્રયોગ કરે છે, તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવુ. સૂત્ર– ૧૭૨૮. જે જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની નિંદા – અવર્ણવાદ કરે છે, તે માયાવી કિલ્બિષિકી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવુ. સૂત્ર– ૧૭૨૯. જે નિરંતર ક્રોધને વધારતો રહે છે અને નિમિત્ત વિદ્યાનો પ્રયોગ કરે છે, તે આસુરી ભાવનાનું આચરણ કરે છે. સૂત્ર– ૧૭૩૦. જે શસ્ત્રથી વિષભક્ષણથી અથવા અગ્નિમાં બળીને અથવા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધુ આચારથી વિરુદ્ધ ભાંડ – ઉપકરણ રાખે છે, તે અનેક જન્મો – મરણોનું બંધન કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૭૨૬–૧૭૩૦
Mool Sutra Transliteration : [gatha] kamdappakokkuiyaim taha silasahavahasavigahahim. Vimhavemto ya param kamdappam bhavanam kunai.
Sutra Meaning Transliteration : Sutra– 1726. Je kamdarpa ane kautkuchya kare chhe, tatha shila, svabhava, hasya ane vikatha vade bijane hasave chhe, te kamdarpi bhavananum acharana kare chhe, tema janavum. Sutra– 1727. Je sukha, ghrinadi rasa ane samriddhine mate mamtra, yoga ane bhumikarmano prayoga kare chhe, te abhiyogi bhavananum acharana kare chhe, tema janavu. Sutra– 1728. Je jnyanani, kevalini, dharmacharyani, samghani tatha sadhuni nimda – avarnavada kare chhe, te mayavi kilbishiki bhavananum acharana kare chhe, tema janavu. Sutra– 1729. Je niramtara krodhane vadharato rahe chhe ane nimitta vidyano prayoga kare chhe, te asuri bhavananum acharana kare chhe. Sutra– 1730. Je shastrathi vishabhakshanathi athava agnimam baline athava panimam dubine atmahatya kare chhe, je sadhu acharathi viruddha bhamda – upakarana rakhe chhe, te aneka janmo – maranonum bamdhana kare chhe. Sutra samdarbha– 1726–1730