Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123358
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Translated Chapter :

અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ

Section : Translated Section :
Sutra Number : 1658 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] मनुया दुविहभेया उ ते मे कियत्तओ सुण । संमुच्छिमा य मनुया गब्भवक्कंतिया तहा ॥
Sutra Meaning : સૂત્ર– ૧૬૫૮. મનુષ્યોના બે ભેદો છે – સંમૂર્ચ્છિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. હું તેનું વર્ણન કરું છું, તે કહીશ. સૂત્ર– ૧૬૫૯. ગર્ભવ્યુત્ક્રાંતિક – ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો છે – અકર્મભૂમિક, કર્મભૂમિક અને અંતર્દ્વીપક. સૂત્ર– ૧૬૬૦. કર્મભૂમિક મનુષ્યોના પંદર, અકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્દ્વીપક મનુષ્યોના અઠ્ઠાવીશ ભેદો છે સૂત્ર– ૧૬૬૧. સંમૂર્ચ્છિમ મનુષ્યોના ભેદ પણ આ પ્રમાણે જ છે. તેઓ બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સૂત્ર– ૧૬૬૨. ઉક્ત મનુષ્ય પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. સૂત્ર– ૧૬૬૩. મનુષ્યોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને જઘન્યથી અંતર્મુહૂર્ત્ત કહેલી છે. સૂત્ર– ૧૬૬૪. મનુષ્યોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૃથક્ત્વ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ અને જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે સૂત્ર– ૧૬૬૫. મનુષ્યનું ફરી મનુષ્યમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. સૂત્ર– ૧૬૬૬. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી મનુષ્યના હજારો ભેદ કહેલા છે. સૂત્ર સંદર્ભ– ૧૬૫૮–૧૬૬૬
Mool Sutra Transliteration : [gatha] manuya duvihabheya u te me kiyattao suna. Sammuchchhima ya manuya gabbhavakkamtiya taha.
Sutra Meaning Transliteration : Sutra– 1658. Manushyona be bhedo chhe – sammurchchhima manushya ane garbhaja manushya. Hum tenum varnana karum chhum, te kahisha. Sutra– 1659. Garbhavyutkramtika – garbhaja manushyana trana bhedo chhe – akarmabhumika, karmabhumika ane amtardvipaka. Sutra– 1660. Karmabhumika manushyona pamdara, akarmabhumika manushyona trisha, amtardvipaka manushyona aththavisha bhedo chhe Sutra– 1661. Sammurchchhima manushyona bheda pana a pramane ja chhe. Teo badha lokana eka bhagamam vyapta chhe. Sutra– 1662. Ukta manushya pravahani apekshathi anadi anamta chhe ane sthitini apekshathi sadi samta chhe. Sutra– 1663. Manushyoni ayusthiti utkrishtathi trana palyopama ane jaghanyathi amtarmuhurtta kaheli chhe. Sutra– 1664. Manushyoni kayasthiti utkrishtathi prithaktva karoda purva adhika trana palyopama ane jaghanyathi amtarmuhurtta chhe Sutra– 1665. Manushyanum phari manushyamam utpanna thavanum amtara jaghanyathi amtarmuhurtta ane utkrishta anamtakala chhe. Sutra– 1666. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi manushyana hajaro bheda kahela chhe. Sutra samdarbha– 1658–1666