Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123256
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Translated Chapter :

અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ

Section : Translated Section :
Sutra Number : 1556 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] दुविहा वणस्सईजीवा सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥
Sutra Meaning : સૂત્ર– ૧૫૫૬. વનસ્પતિના જીવોના બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂત્ર– ૧૫૫૭. બાદર પર્યાપ્ત વનસ્પતિકાય જીવોના બે ભેદ છે – સાધારણ શરીર૦ અને પ્રત્યેક શરીર૦ સૂત્ર– ૧૫૫૮. પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારો છે. જેમ કે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને તૃણ. સૂત્ર– ૧૫૫૯. લતાવલય, પર્વજ, કુહણ, જલરુહ, ઔષધિ – ચણા આદિ ધાન્ય. તૃણ અને હરિતકાય આ બધા જ પ્રત્યેક શરીરી છે. સૂત્ર– ૧૫૬૦. સાધારણ શરીરી અનેક પ્રકારના છે – આલુ, મૂળો, આદુ. સૂત્ર– ૧૫૬૧. હિરિલીકંદ, સિરિલીકંદ, સિસ્સિ – રિલીકંદ, જાવઈકંદ, કંદલી કંદ, પ્યાજ – ડુંગળી, લષણ, કંદલી, કુસ્તુમ્બક. સૂત્ર– ૧૫૬૨. લોહી, સ્નિહુ, કુહક, કૃષ્ણ, વજ્ર, કંદ, સુરણકંદ. સૂત્ર– ૧૫૬૩. અશ્વકર્ણી, સિંહકર્ણી, મુસુંઢી, હરિદ્રા ઇત્યાદિ અનેક પ્રકારે જાણવા. સૂત્ર– ૧૫૬૪. સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના હોય છે. તેમાં વિવિધતા નથી. સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો સંપૂર્ણ લોકમાં એ બાદર વનસ્પતિકાયના જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સૂત્ર– ૧૫૬૫. વનસ્પતિ જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. સૂત્ર– ૧૫૬૬. વનસ્પતિની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ, જઘન્ય થકી અંતર્મુહૂર્ત્ત છે. સૂત્ર– ૧૫૬૭. વનસ્પતિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતકાળ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરંતર વનસ્પતિના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. સૂત્ર– ૧૫૬૮. વનસ્પતિના શરીરને છોડીને ફરી વનસ્પતિ શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે. સૂત્ર– ૧૫૬૯. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વનસ્પતિકાયના હજારો ભેદ છે. સૂત્ર સંદર્ભ– ૧૫૫૬–૧૫૬૯
Mool Sutra Transliteration : [gatha] duviha vanassaijiva suhuma bayara taha. Pajjattamapajjatta evamee duha puno.
Sutra Meaning Transliteration : Sutra– 1556. Vanaspatina jivona be bheda chhe – sukshma ane badara. Te bamnena pana babbe bhedo chhe – paryapta ane aparyapta. Sutra– 1557. Badara paryapta vanaspatikaya jivona be bheda chhe – sadharana sharira0 ane pratyeka sharira0 Sutra– 1558. Pratyeka sharira vanaspatikayana jivona aneka prakaro chhe. Jema ke – vriksha, guchchha, gulma, lata, valli ane trina. Sutra– 1559. Latavalaya, parvaja, kuhana, jalaruha, aushadhi – chana adi dhanya. Trina ane haritakaya a badha ja pratyeka shariri chhe. Sutra– 1560. Sadharana shariri aneka prakarana chhe – alu, mulo, adu. Sutra– 1561. Hirilikamda, sirilikamda, sissi – rilikamda, javaikamda, kamdali kamda, pyaja – dumgali, lashana, kamdali, kustumbaka. Sutra– 1562. Lohi, snihu, kuhaka, krishna, vajra, kamda, suranakamda. Sutra– 1563. Ashvakarni, simhakarni, musumdhi, haridra ityadi aneka prakare janava. Sutra– 1564. Sukshma vanaspatikayana jiva eka ja prakarana hoya chhe. Temam vividhata nathi. Sukshma vanaspatikayana jivo sampurna lokamam e badara vanaspatikayana jivo lokana eka bhagamam vyapta chhe. Sutra– 1565. Vanaspati jivo pravahani apekshathi anadi anamta chhe ane sthitini apekshathi sadi samta chhe. Sutra– 1566. Vanaspatini ayusthiti utkrishta 10,000 varsha, jaghanya thaki amtarmuhurtta chhe. Sutra– 1567. Vanaspatini kayasthiti utkrishtathi anamtakala, jaghanyathi amtarmuhurtta chhe. Vanaspatinum sharira na chhodine niramtara vanaspatina shariramam ja utpanna thavum te kayasthiti chhe. Sutra– 1568. Vanaspatina sharirane chhodine phari vanaspati shariramam utpanna thavamam amtara jaghanyathi amtarmuhurtta, utkrishta asamkhyatakala chhe. Sutra– 1569. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi vanaspatikayana hajaro bheda chhe. Sutra samdarbha– 1556–1569