Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122956 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३२ प्रमादस्थान |
Translated Chapter : |
અધ્યયન-૩૨ પ્રમાદસ્થાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1256 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] रसा पगामं न निसेवियव्वा पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिद्दवंति दुमं जहा साउफलं व पक्खी ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૫૬. રસોનો ઉપયોગ પ્રકામ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ મનુષ્યને માટે દૃપ્તિકર – ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસક્ત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષને પક્ષી પીડે છે. સૂત્ર– ૧૨૫૭. જેમ પ્રચંડ પવનની સાથે પ્રચૂર ઇંધણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે પ્રકામ ભોજીનો ઇન્દ્રિયાગ્નિ શાંત થતો નથી. બ્રહ્મચારીને માટે પ્રકામ ભોજન ક્યારેય પણ હિતકર નથી. સૂત્ર– ૧૨૫૮. જે વિવિક્ત શય્યાસનથી યંત્રિત છે, જે અલ્પભોજી છે, તે જિતેન્દ્રિય છે. તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરી શકતા નથી. જેમ ઔષધિથી પરાજિત વ્યાધિ ફરી શરીરને આક્રાંત કરતી નથી. સૂત્ર– ૧૨૫૯. જે પ્રકારે બિલાડાના નિવાસ સ્થાનો પાસે ઉંદરોનું રહેવું પ્રશસ્ત – હિતકર નથી, તે જ પ્રકારે સ્ત્રીઓના નિવાસ સ્થાન પાસે બ્રહ્મચારીનું રહેવું પણ પ્રશસ્ત નથી. સૂત્ર– ૧૨૬૦. શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ચેષ્ટા અને કટાક્ષને મનમાં નિવિષ્ટ કરી જોવાનો પ્રયત્ન ન કરે. સૂત્ર– ૧૨૬૧. જે સદા બ્રહ્મચર્યમાં લીન છે, તેમને માટે સ્ત્રીઓનું અદર્શન, અપ્રાર્થન, અચિંતન, અકિર્તન હિતકર છે. આર્યધ્યાનને માટે ઉપયુક્ત છે. સૂત્ર– ૧૨૬૨. જો કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિને અલંકૃત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, તો પણ એકાંત હિતની દૃષ્ટિથી મુનિને માટે વિવિક્તવાસ જ પ્રશસ્ત છે. સૂત્ર– ૧૨૬૩. મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને માટે લોકમાં એવું કંઈ પણ દુસ્તર નથી, જે પ્રમાણે અજ્ઞાનીઓના મનનું હરણ કરનારી સ્ત્રીઓ દુસ્તર છે. સૂત્ર– ૧૨૬૪. સ્ત્રી વિષયક આ ઉપર્યુક્ત સંસર્ગોનું સમ્યક્ અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ તેમજ સુખોત્તર થઈ જાય છે, જે પ્રમાણે મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદીઓને તરવી સહેલી છે. સૂત્ર– ૧૨૬૫. સમસ્ત લોકના દેવતાઓના પણ જે કંઈ પણ શારીરિક અને માનસિક દુઃખ છે, તે બધા કામાશક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃખોનો અંત કરી શકે છે. સૂત્ર– ૧૨૬૬. જેમ કિંપાક ફળ રસ અને રૂપ – રંગની દૃષ્ટિથી જોવા અને ખાવામાં મનોરમ હોય છે, પણ પરિણામમાં જીવનનો અંત કરી દે છે. કામગુણો પણ અંતિમ પરિણામમાં તેવા જ હોય છે. સૂત્ર સંદર્ભ– ૧૨૫૬–૧૨૬૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] rasa pagamam na niseviyavva payam rasa dittikara naranam. Dittam cha kama samabhiddavamti dumam jaha sauphalam va pakkhi. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1256. Rasono upayoga prakama na karavo joie. Raso prayah manushyane mate driptikara – unmada vadharanara hoya chhe. Vishayasakta manushyone kama te ja rite utpidita kare chhe, jema svadu phalavala vrikshane pakshi pide chhe. Sutra– 1257. Jema prachamda pavanani sathe prachura imdhanavala vanamam lagela davanala shamta thato nathi, te pramane prakama bhojino indriyagni shamta thato nathi. Brahmacharine mate prakama bhojana kyareya pana hitakara nathi. Sutra– 1258. Je vivikta shayyasanathi yamtrita chhe, je alpabhoji chhe, te jitendriya chhe. Temana chittane ragadvesha parajita kari shakata nathi. Jema aushadhithi parajita vyadhi phari sharirane akramta karati nathi. Sutra– 1259. Je prakare biladana nivasa sthano pase umdaronum rahevum prashasta – hitakara nathi, te ja prakare striona nivasa sthana pase brahmacharinum rahevum pana prashasta nathi. Sutra– 1260. Shramana tapasvi striona rupa, lavanya, vilasa, hasya, alapa, cheshta ane katakshane manamam nivishta kari jovano prayatna na kare. Sutra– 1261. Je sada brahmacharyamam lina chhe, temane mate strionum adarshana, aprarthana, achimtana, akirtana hitakara chhe. Aryadhyanane mate upayukta chhe. Sutra– 1262. Jo ke trana guptiothi gupta munine alamkrita devio pana vichalita kari shakati nathi, to pana ekamta hitani drishtithi munine mate viviktavasa ja prashasta chhe. Sutra– 1263. Mokshabhikamkshi, samsarabhiru ane dharmamam sthita manushyane mate lokamam evum kami pana dustara nathi, je pramane ajnyaniona mananum harana karanari strio dustara chhe. Sutra– 1264. Stri vishayaka a uparyukta samsargonum samyak atikramana karavathi shesha sambamdhonum atikramana temaja sukhottara thai jaya chhe, je pramane mahasagarane tarya pachhi gamga jevi nadione taravi saheli chhe. Sutra– 1265. Samasta lokana devataona pana je kami pana sharirika ane manasika duhkha chhe, te badha kamashaktithi utpanna thaya chhe. Vitaraga atma ja te duhkhono amta kari shake chhe. Sutra– 1266. Jema kimpaka phala rasa ane rupa – ramgani drishtithi jova ane khavamam manorama hoya chhe, pana parinamamam jivanano amta kari de chhe. Kamaguno pana amtima parinamamam teva ja hoya chhe. Sutra samdarbha– 1256–1266 |