Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122767
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२७ खलुंकीय

Translated Chapter :

અધ્યયન-૨૭ ખલુંકીય

Section : Translated Section :
Sutra Number : 1067 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] इड्ढीगारविए एगे एगेत्थ रसगारवे । सायागारविए एगे एगे सुचिरकोहणे ॥
Sutra Meaning : સૂત્ર– ૧૦૬૭. કોઈ ઋદ્ધિનો ગારવ કરે છે, કોઈ રસનો ગારવ કરે છે, કોઈ સાતાનો ગારવ કરે છે. કોઈ દીર્ઘકાળ સુધી ક્રોધ કરે છે. સૂત્ર– ૧૦૬૮. કોઈ ભિક્ષાચર્યામાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે. કોઈ સ્તબ્ધ છે. હેતુ અને કારણથી કોઈ અનુશાસિત કરાય છે તો – સૂત્ર– ૧૦૬૯. તે વચ્ચે જ બોલવા લાગે છે, આચાર્યના વચનમાં દોષ કાઢે છે અને વારંવાર તેમના વચનોની પ્રતિકૂળ આચરણ કરે છે. સૂત્ર– ૧૦૭૦. ભિક્ષા કાળે કોઈ શિષ્ય ગૃહસ્વામિની વિશે કહે છે – ‘‘તેણી મને જાણતી નથી, તેણી મને આપશે નહીં.’’ હું માનું છું કે તે ઘેરથી બહાર ગઈ હશે, તેથી કોઈ બીજો સાધુ ભલે જાય. સૂત્ર– ૧૦૭૧. કોઈ પ્રયોજનથી મોકલાતા તેઓ કાર્ય કર્યા વિના પાછા આવે છે, ચારે તરફ ભટકે છે, ગુરુ આજ્ઞાને રાજવેષ્ટિ માની મુખ ઉપર ભૃકુટિ ચડાવી દે છે. સૂત્ર– ૧૦૭૨. જેમ પાંખો આવતા હંસ વિભિન્ન દિશામાં ઊડી જાય છે, તેમજ શિક્ષિત અને દીક્ષિત કરાયેલા, ભોજન – પાનથી પોષિત કરાયેલા કુશિષ્ય અન્યત્ર ચાલ્યા જાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૬૭–૧૦૭૨
Mool Sutra Transliteration : [gatha] iddhigaravie ege egettha rasagarave. Sayagaravie ege ege suchirakohane.
Sutra Meaning Transliteration : Sutra– 1067. Koi riddhino garava kare chhe, koi rasano garava kare chhe, koi satano garava kare chhe. Koi dirghakala sudhi krodha kare chhe. Sutra– 1068. Koi bhikshacharyamam alasa kare chhe, koi apamanathi dare chhe. Koi stabdha chhe. Hetu ane karanathi koi anushasita karaya chhe to – Sutra– 1069. Te vachche ja bolava lage chhe, acharyana vachanamam dosha kadhe chhe ane varamvara temana vachanoni pratikula acharana kare chhe. Sutra– 1070. Bhiksha kale koi shishya grihasvamini vishe kahe chhe – ‘‘teni mane janati nathi, teni mane apashe nahim.’’ hum manum chhum ke te gherathi bahara gai hashe, tethi koi bijo sadhu bhale jaya. Sutra– 1071. Koi prayojanathi mokalata teo karya karya vina pachha ave chhe, chare tarapha bhatake chhe, guru ajnyane rajaveshti mani mukha upara bhrikuti chadavi de chhe. Sutra– 1072. Jema pamkho avata hamsa vibhinna dishamam udi jaya chhe, temaja shikshita ane dikshita karayela, bhojana – panathi poshita karayela kushishya anyatra chalya jaya chhe. Sutra samdarbha– 1067–1072