Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122678
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२५ यज्ञीय

Translated Chapter :

અધ્યયન-૨૫ યજ્ઞીય

Section : Translated Section :
Sutra Number : 978 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अग्गिहोत्तमुहा वेया जण्णट्ठी वेयसा मुहं । नक्खत्ताण मुहं चंदो धम्माणं कासवो मुहं ॥
Sutra Meaning : સૂત્ર– ૯૭૮. વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્મોનું મુખ કાશ્યપ – ઋષભદેવ છે. સૂત્ર– ૯૭૯. જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વંદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ ઋષભદેવ છે. સૂત્ર– ૯૮૦. વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, તે સ્વાધ્યાય અને તપથી તે જ રીતે આચ્છાદિત છે, જે રીતે રાગથી અગ્નિ આચ્છાદિત હોય છે. સૂત્ર– ૯૮૧. જેને લોકમાં કુશળોએ બ્રાહ્મણ કહ્યા છે, જે અગ્નિ સમાન પૂજનીય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૨. જે પ્રિય સ્વજનાદિ આવતા આસક્ત થતા નથી, જાય ત્યારે શોક કરતા નથી. જે આર્ય વચનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૩. કસોટી ઉપર કરેલ અગ્નિ દ્વારા દગ્ધમલ થયેલ સોના જેવા વિશુદ્ધ છે, રાગ – દ્વેષ – ભયથી મુક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૪. જે તપસ્વી, કૃશ, દાંત છે. જેના માંસ અને લોહી અપચિત થઈ ગયા છે, જે સુવ્રત છે, શાંત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૫. જે ત્રસ અને સ્થાવર જીવોને સમ્યક્‌પણે જાણીને, તેમની મન – વચન – કાયાથી હિંસા કરતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૬. જે ક્રોધ, હાસ્ય, લોભ કે ભયથી જૂઠ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૭. જે સચિત્ત કે અચિત્ત થોડું કે વધુ અદત્ત લેતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૮. જે દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી મૈથુનને મન, વચ, કાયાથી સેવતો નથી તેને બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૮૯. જે પ્રમાણે જળમાં ઉત્પન્ન કમળ જળથી લિપ્ત થતું નથી. તે પ્રમાણે જે કામભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૯૦. જે રસાદિમાં લોલુપ નથી, નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, ગૃહ – ત્યાગી છે, જે અકિંચન છે, ગૃહસ્થોમાં અનાસક્ત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૯૧. તે દુઃશીલને પશુબંધના હેતુ સર્વ વેદ અને પાપકર્મોથી કરાતા યજ્ઞ બચાવી શકતા નથી, કેમ કે કર્મો બળવાન છે. સૂત્ર– ૯૯૨. માત્ર મસ્તક મુંડાવાથી કોઈ શ્રમણ નથી થતો. ઓમ્‌નો જાપ કરવાથી બ્રાહ્મણ નથી થતો, અરણ્યમાં રહેવાથી મુનિ નથી થતો. કુશના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી થતા નથી. સૂત્ર– ૯૯૩. સમભાવથી શ્રમણ થાય. બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ થાય, જ્ઞાનથી મુનિ થાય અને તપથી તપસ્વી થાય. સૂત્ર– ૯૯૪. કર્મથી બ્રાહ્મણ થાય છે. કર્મથી ક્ષત્રિય થાય છે. કર્મથી જ વૈશ્ય થાય છે અને કર્મથી શુદ્ર થાય છે. સૂત્ર– ૯૯૫. અરહંતે આ તત્ત્વોની પ્રરૂપણા કરી છે. તેના દ્વારા જે સ્નાતક થાય, તે સર્વ કર્મથી મુક્તને બ્રાહ્મણ કહીએ છીએ. સૂત્ર– ૯૯૬. આ પ્રમાણે જે ગુણ સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તે જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. સૂત્ર સંદર્ભ– ૯૭૮–૯૯૬
Mool Sutra Transliteration : [gatha] aggihottamuha veya jannatthi veyasa muham. Nakkhattana muham chamdo dhammanam kasavo muham.
Sutra Meaning Transliteration : Sutra– 978. Vedonum mukha agnihotra chhe, yajnyonum mukha yajnyarthi chhe. Nakshatronum mukha chamdra chhe, dharmonum mukha kashyapa – rishabhadeva chhe. Sutra– 979. Jema uttama ane manohari graha adi hatha jodine chamdrani vamdana ane namaskara karata eva sthita chhe. Te pramane ja rishabhadeva chhe. Sutra– 980. Vidya brahmanani sampatti chhe, yajnyavadi tenathi anabhijnya chhe, te svadhyaya ane tapathi te ja rite achchhadita chhe, je rite ragathi agni achchhadita hoya chhe. Sutra– 981. Jene lokamam kushaloe brahmana kahya chhe, je agni samana pujaniya chhe, tene ame brahmana kahie chhie. Sutra– 982. Je priya svajanadi avata asakta thata nathi, jaya tyare shoka karata nathi. Je arya vachanamam ramana kare chhe, tene ame brahmana kahie chhie. Sutra– 983. Kasoti upara karela agni dvara dagdhamala thayela sona jeva vishuddha chhe, raga – dvesha – bhayathi mukta chhe. Tene ame brahmana kahie chhie. Sutra– 984. Je tapasvi, krisha, damta chhe. Jena mamsa ane lohi apachita thai gaya chhe, je suvrata chhe, shamta chhe, tene ame brahmana kahie chhie. Sutra– 985. Je trasa ane sthavara jivone samyakpane janine, temani mana – vachana – kayathi himsa karata nathi tene ame brahmana kahie chhie. Sutra– 986. Je krodha, hasya, lobha ke bhayathi jutha bolata nathi, tene ame brahmana kahie chhie. Sutra– 987. Je sachitta ke achitta thodum ke vadhu adatta leta nathi, tene ame brahmana kahie chhie. Sutra– 988. Je deva, manushya, tiryamcha sambamdhi maithunane mana, vacha, kayathi sevato nathi tene brahmana kahie chhie. Sutra– 989. Je pramane jalamam utpanna kamala jalathi lipta thatum nathi. Te pramane je kamabhogothi alipta rahe chhe, tene ame brahmana kahie chhie. Sutra– 990. Je rasadimam lolupa nathi, nirdosha bhikshathi jivana nirvaha kare chhe, griha – tyagi chhe, je akimchana chhe, grihasthomam anasakta chhe, tene ame brahmana kahie chhie. Sutra– 991. Te duhshilane pashubamdhana hetu sarva veda ane papakarmothi karata yajnya bachavi shakata nathi, kema ke karmo balavana chhe. Sutra– 992. Matra mastaka mumdavathi koi shramana nathi thato. Omno japa karavathi brahmana nathi thato, aranyamam rahevathi muni nathi thato. Kushana vastro paheravathi koi tapasvi thata nathi. Sutra– 993. Samabhavathi shramana thaya. Brahmacharya thi brahmana thaya, jnyanathi muni thaya ane tapathi tapasvi thaya. Sutra– 994. Karmathi brahmana thaya chhe. Karmathi kshatriya thaya chhe. Karmathi ja vaishya thaya chhe ane karmathi shudra thaya chhe. Sutra– 995. Arahamte a tattvoni prarupana kari chhe. Tena dvara je snataka thaya, te sarva karmathi muktane brahmana kahie chhie. Sutra– 996. A pramane je guna sampanna dvijottama hoya chhe, te ja potano ane bijano uddhara karavamam samartha chhe. Sutra samdarbha– 978–996