Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122497
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२२ रथनेमीय

Translated Chapter :

અધ્યયન-૨૨ રથનેમીય

Section : Translated Section :
Sutra Number : 797 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सोरियपुरंमि नयरे आसि राया महिड्ढिए । वसुदेवे त्ति नामेणं रायलक्खणसंजुए ॥
Sutra Meaning : સૂત્ર– ૭૯૭. સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન ઋદ્ધિ સંપન્ન વસુદેવ નામે રાજા હતો. સૂત્ર– ૭૯૮. તેને રોહિણી અને દેવકી નામે બે પત્નીઓ હતી. તેમને અનુક્રમે રામ અને કેશવ (કૃષ્ણ) નામે પ્રિય પુત્ર હતા. સૂત્ર– ૭૯૯. સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાઋદ્ધિ સંપન્ન સમુદ્રવિજય નામે રાજા હતો. સૂત્ર– ૮૦૦. તેને શિવા નામે પત્ની હતી. જેના પુત્ર મહાયશસ્વી, દમીશ્વર, લોકનાથ, ભગવન્‌ અરિષ્ટનેમિ હતા. સૂત્ર– ૮૦૧. તે અરિષ્ટનેમિ સુસ્વરત્વ અને લક્ષણ સંયુક્ત હતા. તેઓ ૧૦૦૮ શુભ લક્ષણના ધારક હતા, ગૌતમ ગોત્રીય અને શ્યામ વર્ણના હતા. સૂત્ર– ૮૦૨. તેઓ વજ્રઋષભનારાચ સંહનન અને સમચતુરસ્ર સંસ્થાન વાળા હતા. મત્સ્યોદરા હતા. કેશવે રાજીમતિને તેની પત્ની રૂપે યાચી. સૂત્ર– ૮૦૩. તે શ્રેષ્ઠ રાજકન્યા સુશીલ, સુંદર, સર્વલક્ષણ સંપન્ન હતી. તેણીના શરીરની કાંતિ વિદ્યુતની પ્રભા સમાન હતી. સૂત્ર– ૮૦૪. તેના પિતાએ મહર્દ્ધિક વાસુદેવને કહ્યું – કુમાર અહીં આવે. હું મારી કન્યા તેને માટે આપી શકું છું. સૂત્ર– ૮૦૫. અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવ્યુ. કૌતુક, મંગલ કર્યા. દિવ્ય વસ્ત્ર પહેરાવ્યુ. આભરણથી વિભૂષિત કર્યા. સૂત્ર– ૮૦૬. વાસુદેવના સૌથી મોટા મત્ત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયા. મસ્તક ઉપર ચૂડામણિની માફક અધિક સુશોભિત થયા. સૂત્ર– ૮૦૭. અરિષ્ટનેમિ ઊંચા છત્ર તથા ચામરોથી સુશોભિત હતા. દશાર્હ ચક્રથી તે સર્વતઃ પરિવૃત્ત હતા. સૂત્ર– ૮૦૮. ચતુરંગિણી સેના યથાક્રમે સજાવી હતી. વાદ્યોનો ગગન સ્પર્શી દિવ્ય નાદ થઈ રહ્યો હતો. સૂત્ર– ૮૦૯. આવા પ્રકારની ઉત્તમ ઋદ્ધિ અને દ્યુતિ સહિત તે વૃષ્ણિ – પુંગવ પોતાના ભવનથી નીકળ્યો. સૂત્ર– ૮૧૦. ત્યાર પછી તેણે વાડો અને પીંજરામાં બંધ કરાયેલ ભયત્રસ્ત તથા અતિ દુઃખી પ્રાણીઓને જોયા. સૂત્ર– ૮૧૧. તે પ્રાણીઓ જીવનના અંતના સન્મુખ હતા. માંસને માટે ખવાનાર હતા. તેને જોઈને મહાપ્રજ્ઞ અરિષ્ઠ – નેમિએ સારથીને આ પ્રમાણે કહ્યું. સૂત્ર– ૮૧૨. આ બધા સુખના અર્થી પ્રાણી શા માટે આ વાડો અને પીંજરામાં સંનિરુદ્ધ કરાયેલા છે – રોકેલા છે ? સૂત્ર સંદર્ભ– ૭૯૭–૮૧૨
Mool Sutra Transliteration : [gatha] soriyapurammi nayare asi raya mahiddhie. Vasudeve tti namenam rayalakkhanasamjue.
Sutra Meaning Transliteration : Sutra– 797. Sauriyapura nagaramam rajalakshanothi yukta mahana riddhi sampanna vasudeva name raja hato. Sutra– 798. Tene rohini ane devaki name be patnio hati. Temane anukrame rama ane keshava (krishna) name priya putra hata. Sutra– 799. Sauriyapura nagaramam rajalakshanothi yukta mahariddhi sampanna samudravijaya name raja hato. Sutra– 800. Tene shiva name patni hati. Jena putra mahayashasvi, damishvara, lokanatha, bhagavan arishtanemi hata. Sutra– 801. Te arishtanemi susvaratva ane lakshana samyukta hata. Teo 1008 shubha lakshanana dharaka hata, gautama gotriya ane shyama varnana hata. Sutra– 802. Teo vajrarishabhanaracha samhanana ane samachaturasra samsthana vala hata. Matsyodara hata. Keshave rajimatine teni patni rupe yachi. Sutra– 803. Te shreshtha rajakanya sushila, sumdara, sarvalakshana sampanna hati. Tenina sharirani kamti vidyutani prabha samana hati. Sutra– 804. Tena pitae maharddhika vasudevane kahyum – kumara ahim ave. Hum mari kanya tene mate api shakum chhum. Sutra– 805. Arishtanemine sarva aushadhiona jalathi snana karavyu. Kautuka, mamgala karya. Divya vastra paheravyu. Abharanathi vibhushita karya. Sutra– 806. Vasudevana sauthi mota matta gamdhahasti upara arudha thaya. Mastaka upara chudamanini maphaka adhika sushobhita thaya. Sutra– 807. Arishtanemi umcha chhatra tatha chamarothi sushobhita hata. Dasharha chakrathi te sarvatah parivritta hata. Sutra– 808. Chaturamgini sena yathakrame sajavi hati. Vadyono gagana sparshi divya nada thai rahyo hato. Sutra– 809. Ava prakarani uttama riddhi ane dyuti sahita te vrishni – pumgava potana bhavanathi nikalyo. Sutra– 810. Tyara pachhi tene vado ane pimjaramam bamdha karayela bhayatrasta tatha ati duhkhi pranione joya. Sutra– 811. Te pranio jivanana amtana sanmukha hata. Mamsane mate khavanara hata. Tene joine mahaprajnya arishtha – nemie sarathine a pramane kahyum. Sutra– 812. A badha sukhana arthi prani sha mate a vado ane pimjaramam samniruddha karayela chhe – rokela chhe\? Sutra samdarbha– 797–812