Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122450
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२० महानिर्ग्रंथीय

Translated Chapter :

અધ્યયન-૨૦ મહાનિર્ગ્રંથીય

Section : Translated Section :
Sutra Number : 750 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] इमा हु अन्ना वि अनाहया निवा! तमेगचित्तो निहुओ सुणेहि । नियंठधम्मं लहियाण वी जहा सोयंति एगे बहुकायरा नरा ॥
Sutra Meaning : સૂત્ર– ૭૫૦. હે રાજન્‌ ! એક બીજી પણ અનાથતા છે, શાંત અને એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો. એવા ઘણા કાયરો હોય છે, જે નિર્ગ્રન્થ ધર્મ પામીને પણ સીદાય છે. સૂત્ર– ૭૫૧. જે મહાવ્રતોને સ્વીકારીને પ્રમાદના કારણે તેનું સમ્યક્‌ પાલન કરતા નથી, આત્માનો નિગ્રહ કરતા નથી, રસોમાં આસક્ત છે, તે મૂળથી રાગદ્વેષ રૂપ બંધનોનો ઉચ્છેદ કરી શકતા નથી. સૂત્ર– ૭૫૨. જેની ઇર્યા, ભાષા, એષણા, આદાન – નિક્ષેપ અને ઉચ્ચાર, પ્રસ્રવણના પરિષ્ઠાનમાં આયુક્તતા નથી, તે એ માર્ગનું અનુગમન કરી શકતા નથી, કે જે માર્ગ વીરયાત છે. સૂત્ર– ૭૫૩. જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે, તે લાંબા કાળ સુધી મુંડરૂચિ રહીને અને આત્માને કષ્ટ દઈને પણ તેઓ સંસારથી પાર પામી શકતા નથી. સૂત્ર– ૭૫૪. જે પોલી મુઠ્ઠીની માફક નિસ્સાર છે, ખોટા સિક્કા માફક અપ્રમાણિત છે, વૈડૂર્ય માફક ચમકનારા તુચ્છ કાયમણિ છે, તેઓ જાણનારા – પરીક્ષકોની દૃષ્ટિમાં મૂલ્યહીન છે. સૂત્ર– ૭૫૫. જે કુશીલલિંગ, ઋષિધ્વજ – રજોહરણાદિ ચિહ્નને ધારણ કરી જીવિકા ચલાવે છે, અસંયત હોવા છતાં પણ પોતાને સંયત કહે છે, તે લાંબા કાળ માટે વિનાશને પ્રાપ્ત થાય છે. સૂત્ર– ૭૫૬. પીવાયેલ કાલકૂટ વિષ, ઊલટું પકડેલ શસ્ત્ર, અનિયંત્રિત વેતાલ જેવા વિનાશકારી હોય છે, તેમજ વિષય વિકાર યુક્ત ધર્મ પણ વિનાશકારી થાય છે. સૂત્ર– ૭૫૭. જે લક્ષણ અને સ્વપ્નવિદ્યાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર અને કૌતુક કાર્યમાં અત્યંત આસક્ત છે, કુહેટ વિદ્યાઓથી જીવિકા ચલાવે છે, તે કર્મફળ ભોગ સમયે કોઈનું શરણ પામી શકતા નથી. સૂત્ર– ૭૫૮. તે શીલ રહિત સાધુ પોતાના તીવ્ર અજ્ઞાનના કારણે વિપરીત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે. ફલતઃ અસાધુ પ્રકૃતિ વાળા તે સાધુ મુનિધર્મની વિરાધના કરી સતત દુઃખી થઈ નરક તિર્યંચ ગતિમાં આવ – જા કરે છે. સૂત્ર– ૭૫૯. જે ઔદ્દેશિક, ક્રીત, નિયાગ આદિ રૂપે અલ્પ પણ અનેષણીય આહાર છોડતો નથી, તે અગ્નિ માફક સર્વ ભક્ષી ભિક્ષુ પાપકર્મ કરીને અહીંથી મરીને દુર્ગતિમાં જાય છે. સૂત્ર– ૭૬૦. સ્વયંની દુષ્પ્રવૃત્તિ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર શત્રુ પણ કરી શકતા નથી. ઉક્ત તથ્યને સંયમહીન મનુષ્ય મૃત્યુની ક્ષણોમાં પશ્ચાત્તાપ કરતા કરતા જાણી શકશે. સૂત્ર– ૭૬૧. જે ઉત્તમાર્થમાં વિપરીત દૃષ્ટિ રાખે છે, તેની શ્રામણ્યમાં અભિરૂચિ વ્યર્થ છે. તેના માટે આ લોક નથી, પરલોક પણ નથી. બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાથી તે ઉભય ભ્રષ્ટ નિરંતર ચિંતામાં ઝુઝે છે. સૂત્ર– ૭૬૨. આ પ્રકારે સ્વચ્છંદ અને કુશીલ સાધુ પણ જિનોત્તમ માર્ગની વિરાધના કરીને એ જ રીતે પરિતાપ કરે છે, જે રીતે ભોગાસક્ત થઈને નિરર્થક શોક કરનારી કુરરી પરિતાપને પ્રાપ્ત થાય છે. સૂત્ર સંદર્ભ– ૭૫૦–૭૬૨
Mool Sutra Transliteration : [gatha] ima hu anna vi anahaya niva! Tamegachitto nihuo sunehi. Niyamthadhammam lahiyana vi jaha soyamti ege bahukayara nara.
Sutra Meaning Transliteration : Sutra– 750. He rajan ! Eka biji pana anathata chhe, shamta ane ekagra chitta thaine mari pasethi sambhalo. Eva ghana kayaro hoya chhe, je nirgrantha dharma pamine pana sidaya chhe. Sutra– 751. Je mahavratone svikarine pramadana karane tenum samyak palana karata nathi, atmano nigraha karata nathi, rasomam asakta chhe, te mulathi ragadvesha rupa bamdhanono uchchheda kari shakata nathi. Sutra– 752. Jeni irya, bhasha, eshana, adana – nikshepa ane uchchara, prasravanana parishthanamam ayuktata nathi, te e marganum anugamana kari shakata nathi, ke je marga virayata chhe. Sutra– 753. Je ahimsadi vratomam asthira chhe, tapa ane niyamothi bhrashta chhe, te lamba kala sudhi mumdaruchi rahine ane atmane kashta daine pana teo samsarathi para pami shakata nathi. Sutra– 754. Je poli muththini maphaka nissara chhe, khota sikka maphaka apramanita chhe, vaidurya maphaka chamakanara tuchchha kayamani chhe, teo jananara – parikshakoni drishtimam mulyahina chhe. Sutra– 755. Je kushilalimga, rishidhvaja – rajoharanadi chihnane dharana kari jivika chalave chhe, asamyata hova chhatam pana potane samyata kahe chhe, te lamba kala mate vinashane prapta thaya chhe. Sutra– 756. Pivayela kalakuta visha, ulatum pakadela shastra, aniyamtrita vetala jeva vinashakari hoya chhe, temaja vishaya vikara yukta dharma pana vinashakari thaya chhe. Sutra– 757. Je lakshana ane svapnavidyano prayoga kare chhe, nimitta shastra ane kautuka karyamam atyamta asakta chhe, kuheta vidyaothi jivika chalave chhe, te karmaphala bhoga samaye koinum sharana pami shakata nathi. Sutra– 758. Te shila rahita sadhu potana tivra ajnyanana karane viparita drishtine prapta thaya chhe. Phalatah asadhu prakriti vala te sadhu munidharmani viradhana kari satata duhkhi thai naraka tiryamcha gatimam ava – ja kare chhe. Sutra– 759. Je auddeshika, krita, niyaga adi rupe alpa pana aneshaniya ahara chhodato nathi, te agni maphaka sarva bhakshi bhikshu papakarma karine ahimthi marine durgatimam jaya chhe. Sutra– 760. Svayamni dushpravritti je anartha kare chhe, te galum kapanara shatru pana kari shakata nathi. Ukta tathyane samyamahina manushya mrityuni kshanomam pashchattapa karata karata jani shakashe. Sutra– 761. Je uttamarthamam viparita drishti rakhe chhe, teni shramanyamam abhiruchi vyartha chhe. Tena mate a loka nathi, paraloka pana nathi. Bamne lokana prayojanathi shunya hovathi te ubhaya bhrashta niramtara chimtamam jhujhe chhe. Sutra– 762. A prakare svachchhamda ane kushila sadhu pana jinottama margani viradhana karine e ja rite paritapa kare chhe, je rite bhogasakta thaine nirarthaka shoka karanari kurari paritapane prapta thaya chhe. Sutra samdarbha– 750–762