Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122428
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२० महानिर्ग्रंथीय

Translated Chapter :

અધ્યયન-૨૦ મહાનિર્ગ્રંથીય

Section : Translated Section :
Sutra Number : 728 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] न तुमं जाणे अनाहस्स अत्थं पोत्थं व पत्थिवा । जहा अनाहो भवई सनाहो वा नराहिवा! ॥
Sutra Meaning : સૂત્ર– ૭૨૮. પાર્થિવ ! તું અનાથના અર્થ કે પરમાર્થને જાણતો નથી કે મનુષ્યો અનાથ કે સનાથ કઈરીતે થાય છે ? સૂત્ર– ૭૨૯. હે મહારાજ ! અવ્યાક્ષિપ્ત ચિત્તથી મને સાંભળો, અનાથ કેમ થાય ? મેં કેમ તે પ્રયોજ્યો ? સૂત્ર– ૭૩૦. પ્રાચીન નગરોમાં અસાધારણ એવી એક કૌશાંબી નામે નગરી છે, ત્યાં મારા પિતા છે. તેની પાસે પ્રચૂર ધનનો સંગ્રહ હતો. સૂત્ર– ૭૩૧. મહારાજ ! યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. હે પાર્થિવ ! તેનાથી મારા આખા શરીરમાં અત્યંત જલન થતી હતી. સૂત્ર– ૭૩૨. ક્રુદ્ધ શત્રુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીક્ષ્ણ શસ્ત્ર ઘોંચી દે અને તેનાથી જેમ વેદના થાય, તેમ મારી આંખોમાં વેદના થતી હતી. સૂત્ર– ૭૩૩. જેમ ઇંદ્રના વજ્રપ્રહારથી ભયંકર વેદના થાય, તે રીતે મારે કટિભાગ, હૃદય અને મસ્તકમાં અતિ દારુણ વેદના થઈ રહી હતી. સૂત્ર– ૭૩૪. વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરાર, મંત્ર – મૂલના વિશારદ અદ્વિતીય શાસ્ત્ર કુશલ, આચાર્યો ઉપસ્થિત હતા. સૂત્ર– ૭૩૫. તેઓએ મારી ચતુષ્પાદ ચિકિત્સા કરી, પણ મને દુઃખથી મુક્ત ન કરાવી શક્યા તે મારી અનાથતા. સૂત્ર– ૭૩૬. મારા પિતાએ મારા માટે ચિકિત્સકોને સર્વોત્તમ વસ્તુઓ આપી, પણ તે મને દુઃખથી મુક્ત ન કરી શક્યા એ મારી અનાથતા હતી. સૂત્ર– ૭૩૭. મારી માતા, પુત્ર શોકના દુઃખથી ઘણી પીડિત રહેતી હતી, પણ તોયે મને દુઃખ મુક્ત ન કરાવી શકી, તે મારી અનાથતા હતી. સૂત્ર– ૭૩૮. મહારાજ ! મારા મોટા – નાના બધા ભાઈઓ મને દુઃખમુક્ત ન કરાવી શક્યા. તે મારી અનાથતા છે. સૂત્ર– ૭૩૯. મારી મોટી અને નાની સગી બહેનો પણ મને દુઃખ મુક્ત ન કરાવી શકી આ હતી મારી અનાથતા. સૂત્ર– ૭૪૦. મહારાજ ! મારામાં અનુરક્ત અને અનુવ્રત પત્ની અશ્રુપૂર્ણ નયને મારી છાતી ભીંજવતી રહેતી હતી. સૂત્ર– ૭૪૧. તે બાળા મારી જાણમાં કે અજાણમાં ક્યારેય પણ અન્ન, પાન, સ્નાન, ગંધ, માલ્ય અને વિલેપનનો ઉપભોગ કરતી ન હતી. સૂત્ર– ૭૪૨. ક્ષણ – માત્ર પણ મારાથી દૂર થતી ન હતી. તો પણ તે મને દુઃખથી મુક્ત કરાવી ન શકી. મહારાજ ! આ મારી અનાથતા છે. સૂત્ર– ૭૪૩. ત્યારે મેં વિચાર કર્યો કે જીવને આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદના અનુભવવી પડે છે. સૂત્ર– ૭૪૪. આ વિપુલ વેદનાથી જો એક વાર મુક્ત થાઉં, તો હું ક્ષાંત, દાંત, નિરારંભ અણગાર વૃત્તિમાં પ્રવ્રજિત થઈ જઈશ. સૂત્ર– ૭૪૫. હે નરાધિપ ! આ પ્રમાણે વિચારીને હું સૂઈ ગયો. વીતતી રાત્રિ સાથે મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ. સૂત્ર– ૭૪૬. ત્યારપછી પ્રાતઃકાળમાં નીરોગી થતા જ હું બંધુજનોને પૂછીને ક્ષાંત, દાંત, નિરારંભ થઈ અણગાર વૃત્તિમાં પ્રવ્રજિત થઈ ગયો. સૂત્ર– ૭૪૭. ત્યારપછી હું પોતાનો અને બીજાનો, ત્રસ અને સ્થાવર બધા જીવોનો નાથ થઈ ગયો. સૂત્ર સંદર્ભ– ૭૨૮–૭૪૭
Mool Sutra Transliteration : [gatha] na tumam jane anahassa attham pottham va patthiva. Jaha anaho bhavai sanaho va narahiva!.
Sutra Meaning Transliteration : Sutra– 728. Parthiva ! Tum anathana artha ke paramarthane janato nathi ke manushyo anatha ke sanatha kairite thaya chhe\? Sutra– 729. He maharaja ! Avyakshipta chittathi mane sambhalo, anatha kema thaya\? Mem kema te prayojyo\? Sutra– 730. Prachina nagaromam asadharana evi eka kaushambi name nagari chhe, tyam mara pita chhe. Teni pase prachura dhanano samgraha hato. Sutra– 731. Maharaja ! Yuvavasthamam mari amkhomam atula vedana utpanna thai. He parthiva ! Tenathi mara akha shariramam atyamta jalana thati hati. Sutra– 732. Kruddha shatru je rite sharirana marmasthanomam atyamta tikshna shastra ghomchi de ane tenathi jema vedana thaya, tema mari amkhomam vedana thati hati. Sutra– 733. Jema imdrana vajrapraharathi bhayamkara vedana thaya, te rite mare katibhaga, hridaya ane mastakamam ati daruna vedana thai rahi hati. Sutra– 734. Vidya ane mamtrathi chikitsa karara, mamtra – mulana visharada advitiya shastra kushala, acharyo upasthita hata. Sutra– 735. Teoe mari chatushpada chikitsa kari, pana mane duhkhathi mukta na karavi shakya te mari anathata. Sutra– 736. Mara pitae mara mate chikitsakone sarvottama vastuo api, pana te mane duhkhathi mukta na kari shakya e mari anathata hati. Sutra– 737. Mari mata, putra shokana duhkhathi ghani pidita raheti hati, pana toye mane duhkha mukta na karavi shaki, te mari anathata hati. Sutra– 738. Maharaja ! Mara mota – nana badha bhaio mane duhkhamukta na karavi shakya. Te mari anathata chhe. Sutra– 739. Mari moti ane nani sagi baheno pana mane duhkha mukta na karavi shaki a hati mari anathata. Sutra– 740. Maharaja ! Maramam anurakta ane anuvrata patni ashrupurna nayane mari chhati bhimjavati raheti hati. Sutra– 741. Te bala mari janamam ke ajanamam kyareya pana anna, pana, snana, gamdha, malya ane vilepanano upabhoga karati na hati. Sutra– 742. Kshana – matra pana marathi dura thati na hati. To pana te mane duhkhathi mukta karavi na shaki. Maharaja ! A mari anathata chhe. Sutra– 743. Tyare mem vichara karyo ke jivane a anamta samsaramam varamvara asahya vedana anubhavavi pade chhe. Sutra– 744. A vipula vedanathi jo eka vara mukta thaum, to hum kshamta, damta, nirarambha anagara vrittimam pravrajita thai jaisha. Sutra– 745. He naradhipa ! A pramane vicharine hum sui gayo. Vitati ratri sathe mari vedana pana kshina thai gai. Sutra– 746. Tyarapachhi pratahkalamam nirogi thata ja hum bamdhujanone puchhine kshamta, damta, nirarambha thai anagara vrittimam pravrajita thai gayo. Sutra– 747. Tyarapachhi hum potano ane bijano, trasa ane sthavara badha jivono natha thai gayo. Sutra samdarbha– 728–747