Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122414 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Translated Chapter : |
અધ્યયન-૨૦ મહાનિર્ગ્રંથીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 714 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पभूयरयणो राया सेणिओ मगहाहिवो । विहारजत्तं निज्जाओ मंडिकुच्छिंसि चेइए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૧૪. પ્રચૂર રત્નોથી સમૃદ્ધ મગધાધિપતિ રાજા શ્રેણિક મંડીકુક્ષિ ચૈત્યમાં વિહાર યાત્રાને માટે નગરથી નીકળ્યો. સૂત્ર– ૭૧૫. તે ઉદ્યાન વિવિધ વૃક્ષ અને લતાથી આકીર્ણ હતું. વિવિધ પક્ષથી પરિસેવિત હતું. વિવિધ પુષ્પોથી આચ્છાદિત અને નંદનવનની સમાન હતુ. સૂત્ર– ૭૧૬. રાજાએ ઉદ્યાનમાં વૃક્ષ નીચે બેઠેલા એક સંયત, સુસમાહિત, સુકુમાર, સુખોચિત સાધુને જોયા. સૂત્ર– ૭૧૭. સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તેમના પ્રતિ ઘણુ જ અધિક અને અતુલનીય વિસ્મય થયુ. સૂત્ર– ૭૧૮. અહો ! શું વર્ણ છે ? શું રૂપ છે ? અહો ! આર્યની કેવી સૌમ્યતા છે ? કેવી ક્ષાંતિ છે ? કેવી મુક્તિ – નિર્લોભતા છે ? અહો ! ભોગો પ્રતિ કેવી અસંગતા છે ? સૂત્ર– ૭૧૯. મુનિના ચરણોમાં વંદના કરી, પ્રદક્ષિણા કરી, યોગ્ય સ્થાને ઊભો રહી અને હાથ જોડીને મુનિને પૂછ્યું. સૂત્ર– ૭૨૦. હે આર્ય ! તમે હજી યુવાન છો, તો પણ ભોગકાળમાં દીક્ષિત થયા, શ્રામણ્યમાં ઉપસ્થિત થયા તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઇચ્છુ છું. સૂત્ર સંદર્ભ– ૭૧૪–૭૨૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] pabhuyarayano raya senio magahahivo. Viharajattam nijjao mamdikuchchhimsi cheie. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 714. Prachura ratnothi samriddha magadhadhipati raja shrenika mamdikukshi chaityamam vihara yatrane mate nagarathi nikalyo. Sutra– 715. Te udyana vividha vriksha ane latathi akirna hatum. Vividha pakshathi parisevita hatum. Vividha pushpothi achchhadita ane namdanavanani samana hatu. Sutra– 716. Rajae udyanamam vriksha niche bethela eka samyata, susamahita, sukumara, sukhochita sadhune joya. Sutra– 717. Sadhuna anupama rupane joine rajane temana prati ghanu ja adhika ane atulaniya vismaya thayu. Sutra– 718. Aho ! Shum varna chhe\? Shum rupa chhe\? Aho ! Aryani kevi saumyata chhe\? Kevi kshamti chhe\? Kevi mukti – nirlobhata chhe\? Aho ! Bhogo prati kevi asamgata chhe\? Sutra– 719. Munina charanomam vamdana kari, pradakshina kari, yogya sthane ubho rahi ane hatha jodine munine puchhyum. Sutra– 720. He arya ! Tame haji yuvana chho, to pana bhogakalamam dikshita thaya, shramanyamam upasthita thaya tenum shum karana chhe, te hum sambhalava ichchhu chhum. Sutra samdarbha– 714–720 |