Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122358
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१९ मृगापुत्रीय

Translated Chapter :

અધ્યયન-૧૯ મૃગાપુત્રીય

Section : Translated Section :
Sutra Number : 658 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तं बिंतम्मापियरो एवमेयं जहा फुडं । इह लोए निप्पिवासस्स नत्थि किंचि वि दुक्करं ॥
Sutra Meaning : સૂત્ર– ૬૫૮. ત્યારે મૃગાપુત્રએ માતાપિતાને કહ્યું – તમે જે કહ્યું તે ઠીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કશું દુષ્કર નથી. સૂત્ર– ૬૫૯. મેં અનંતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંકર દુઃખ અને ભયને અનુભવ્યા છે. સૂત્ર– ૬૬૦. મેં જરામરણ રૂપ કાંતારમાં, ચાતુરંગ ગતિમાં, ભવાકરમાં ભયંકર જરા મરણને સહ્યા છે. સૂત્ર– ૬૬૧. જેમ અહીં અગ્નિ ઉષ્ણ છે, તેનાથી અનંતગુણ દુઃખરૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં અનુભવી છે. સૂત્ર– ૬૬૨. જેમ અહીં શીત છે, તેનાથી અનંત ગુણ દુઃખ રૂપ શીત વેદના મેં નરકમાં અનુભવેલી છે. સૂત્ર– ૬૬૩. હું નરકની કંદુ કુંભીમાં ઉપર પગ અને નીચે મસ્તક કરીને પ્રજ્વલિત અગ્નિમાં આક્રંદ કરતો અનંતવાર પકવાયો છું. સૂત્ર– ૬૬૪. મહાભયંકર દાવાગ્નિ તુલ્ય મરુપ્રદેશમાં તથા વજ્ર વાલુકા અને કદંબ વાલુકામાં અનંતવાર બળાયો છું. સૂત્ર– ૬૬૫. બંધુથી રહિત અસહાય, રડતો એવો હું કુંદકુંભીમાં ઊંચે બંધાયો તથા કરવત આદિ શસ્ત્રોથી અનંતવાર છેદાયો છું. સૂત્ર– ૬૬૬. અત્યંત તીવ્ર કાંટાથી વ્યાપ્ત, ઊંચા શાલ્મલિ વૃક્ષ ઉપર પાશ વડે બાંધીને અહીં – તહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. સૂત્ર– ૬૬૭. અતિ ભયાનક આક્રંદ કરતો હું પાપકર્મી, પોતાના કર્મોને કારણે શેરડી માફક મોટા યંત્રમાં અનંત વાર પીલાયો છું. સૂત્ર– ૬૬૮. હું અહીં – તહીં ભાગતો, આક્રંદન કરતો, કાળા અને કાબરચીતરા સુવર અને કૂતરા દ્વારા અનેક વાર પાડી દેવાયો, ફાડી ખવાયો અને છેદાયેલો છું. સૂત્ર– ૬૬૯. પાપકર્મોના કારણે હું નરકમાં જન્મીને અલસીના ફૂલ સમાન નીલરંગી તલવારોથી, ભાલાથી, લોહદંડોથી છેદાયો, ભેદાયો, ખંડ – ખંડ કરાયો છું. સૂત્ર– ૬૭૦. સમિલાયુક્ત યૂપવાળા બળતા લોહરથમાં પરાધીનપણે હું જોતરાયો છું, ચાબૂક અને રસ્સીથી ચલાવાયો છું તથા રોઝની માફક પીટાઈને જમીન ઉપર પાડી દેવાયો છું. સૂત્ર– ૬૭૧. પાપકર્મોથી ઘેરાયેલો, પરાધીન હું અગ્નિથી ચિત્તામાં ભેંસની જેમ બળાયો અને પકાવાયો છું. સૂત્ર– ૬૭૨. લોહ સમાન કઠોર સંડાસી જેવી ચાંચવાળા ઢંકાદિ વડે હું રોતો – વિલપતો અનંતવાર નોચાયો છું. સૂત્ર– ૬૭૩. તરસથી વ્યાકુળ થઈ, દોડતો એવો હું વૈતરણી નદીએ પહોંચ્યો, ‘પાણી પીશ’ એમ વિચારતો હતો, ત્યારે છરાની ધાર જેવી તીક્ષ્ણ જલધારા વડે હું ચીરાયો છું. સૂત્ર– ૬૭૪. ગરમીથી સંતપ્ત થઈ હું છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો. ત્યાં પણ ઉપરથી પડતા અસિપત્રો વડે – તેના તીક્ષ્ણ પાંદડાઓ વડે અનેકવાર છેદાયો છું. સૂત્ર– ૬૭૫. બધી તરફથી નિરાશ થયેલા મારા શરીરને મુદ્‌ગરો, મુસુંડીઓ, શૂળો અને મુસલ દ્વારા ચૂર ચૂર કરાયુ. એ રીતે મેં અનંતવાર દુઃખ પ્રાપ્ત કર્યું. સૂત્ર– ૬૭૬. તેજ ધારવાળી છરી, છૂરા અને કાતરથી અનેક વાર કપાયો, ટૂકડા કરાયા, છેદાયો તથા મારી ચામડી ઉતારાઈ છે. સૂત્ર– ૬૭૭. પાશા અને કૂટજાળોથી વિવશ બનેલા મૃગની માફક હું અનેકવાર છળ વડે પકડાયો, બંધાયો, રોકાયો અને વિનષ્ટ કરાયો છું. સૂત્ર– ૬૭૮. ગલ વડે તથા મગરો પકડવાની જાળથી માછલા માફક વિવશ હું અનંતવાર ખેંચાયો, ફડાયો, પકડાયો અને મરાયો છું. સૂત્ર– ૬૭૯. બાજપક્ષી, જાળ, વજ્રલેપ દ્વારા પક્ષી માફક અનંતવાર પકડાયો, ચિપકાવાયો, બંધાયો, મરાયો છું. સૂત્ર– ૬૮૦. કઠિયારા દ્વારા વૃક્ષની માફક કુહાડી અને ફરસી આદિથી હું અનંતવાર કૂટાયો, ફડાયો, છેદાયો, છોલાયો છું. સૂત્ર– ૬૮૧. લુહારો દ્વારા લોઢાની માફક હું પરમાધામી અસુરો દ્વારા થપ્પડ અને મુક્કા આદિ દ્વારક અનંતવાર પીટાયો, કૂટાયો, ખંડ ખંડ કરાયો અને ચૂર્ણ બનાવી દેવાયો છું. સૂત્ર– ૬૮૨. ભયંકર આક્રંદ કરતા છતાં પણ મને કળકળતા ગરમ તાંબા, લોઢા, રાંગા અને સીસા પીવડાવાયા છે. સૂત્ર– ૬૮૩. ‘તને કાપેલુ અને શૂળમાં પરોવી પકાવાયેલા માંસ પ્રિય હતું’ એમ યાદ કરાવી, મારા જ શરીરનું માંસ કાપીને અને તપાવીને અનેકવાર ખવડાવાયું છે. સૂત્ર– ૬૮૪. ‘તને દારુ, સીધ્ર, મૈરેય આદિ પ્રિય હતા’ એ યાદ દેવડાવીને મને સળગતી ચરબી અને ખૂન પીવડાવાયેલ છે. સૂત્ર– ૬૮૫. મેં પૂર્વજન્મોમાં આ રીતે નિત્ય ભયભીત, સંત્રસ્ત, દુઃખી અને વ્યથિત રહેતા અત્યંત દુઃખપૂર્ણ વેદના અનુભવી છે. સૂત્ર– ૬૮૬. તીવ્ર, પ્રચંડ, ઘોર, અત્યંત દુઃસહ, મહા ભયંકર, ભીષ્મ વેદનાઓને મેં નરકે અનુભવી છે. સૂત્ર– ૬૮૭. હે તાત ! મનુષ્યલોકમાં દેખાતી વેદનાથી અનંત ગુણ અધિક વેદના નરકમાં છે. સૂત્ર– ૬૮૮. મેં બધા ભવોમાં અસાતા વેદના વેદી છે. ક્ષણવાર પણ સુખરૂપ વેદના ત્યાં અનુભવી નથી. સૂત્ર સંદર્ભ– ૬૫૮–૬૮૮
Mool Sutra Transliteration : [gatha] tam bimtammapiyaro evameyam jaha phudam. Iha loe nippivasassa natthi kimchi vi dukkaram.
Sutra Meaning Transliteration : Sutra– 658. Tyare mrigaputrae matapitane kahyum – tame je kahyum te thika chhe, pana a samsaramam jeni tarasa chhipi gai chhe, tene kashum dushkara nathi. Sutra– 659. Mem anamtavara sharirika, manasika vedanane sahana kari chhe ane anekavara bhayamkara duhkha ane bhayane anubhavya chhe. Sutra– 660. Mem jaramarana rupa kamtaramam, chaturamga gatimam, bhavakaramam bhayamkara jara maranane sahya chhe. Sutra– 661. Jema ahim agni ushna chhe, tenathi anamtaguna duhkharupa ushna vedana mem narakamam anubhavi chhe. Sutra– 662. Jema ahim shita chhe, tenathi anamta guna duhkha rupa shita vedana mem narakamam anubhaveli chhe. Sutra– 663. Hum narakani kamdu kumbhimam upara paga ane niche mastaka karine prajvalita agnimam akramda karato anamtavara pakavayo chhum. Sutra– 664. Mahabhayamkara davagni tulya marupradeshamam tatha vajra valuka ane kadamba valukamam anamtavara balayo chhum. Sutra– 665. Bamdhuthi rahita asahaya, radato evo hum kumdakumbhimam umche bamdhayo tatha karavata adi shastrothi anamtavara chhedayo chhum. Sutra– 666. Atyamta tivra kamtathi vyapta, umcha shalmali vriksha upara pasha vade bamdhine ahim – tahim khemchine mane asahya kashta apayum chhe. Sutra– 667. Ati bhayanaka akramda karato hum papakarmi, potana karmone karane sheradi maphaka mota yamtramam anamta vara pilayo chhum. Sutra– 668. Hum ahim – tahim bhagato, akramdana karato, kala ane kabarachitara suvara ane kutara dvara aneka vara padi devayo, phadi khavayo ane chhedayelo chhum. Sutra– 669. Papakarmona karane hum narakamam janmine alasina phula samana nilaramgi talavarothi, bhalathi, lohadamdothi chhedayo, bhedayo, khamda – khamda karayo chhum. Sutra– 670. Samilayukta yupavala balata loharathamam paradhinapane hum jotarayo chhum, chabuka ane rassithi chalavayo chhum tatha rojhani maphaka pitaine jamina upara padi devayo chhum. Sutra– 671. Papakarmothi gherayelo, paradhina hum agnithi chittamam bhemsani jema balayo ane pakavayo chhum. Sutra– 672. Loha samana kathora samdasi jevi chamchavala dhamkadi vade hum roto – vilapato anamtavara nochayo chhum. Sutra– 673. Tarasathi vyakula thai, dodato evo hum vaitarani nadie pahomchyo, ‘pani pisha’ ema vicharato hato, tyare chharani dhara jevi tikshna jaladhara vade hum chirayo chhum. Sutra– 674. Garamithi samtapta thai hum chhayane mate asipatra mahavanamam gayo. Tyam pana uparathi padata asipatro vade – tena tikshna pamdadao vade anekavara chhedayo chhum. Sutra– 675. Badhi taraphathi nirasha thayela mara sharirane mudgaro, musumdio, shulo ane musala dvara chura chura karayu. E rite mem anamtavara duhkha prapta karyum. Sutra– 676. Teja dharavali chhari, chhura ane katarathi aneka vara kapayo, tukada karaya, chhedayo tatha mari chamadi utarai chhe. Sutra– 677. Pasha ane kutajalothi vivasha banela mrigani maphaka hum anekavara chhala vade pakadayo, bamdhayo, rokayo ane vinashta karayo chhum. Sutra– 678. Gala vade tatha magaro pakadavani jalathi machhala maphaka vivasha hum anamtavara khemchayo, phadayo, pakadayo ane marayo chhum. Sutra– 679. Bajapakshi, jala, vajralepa dvara pakshi maphaka anamtavara pakadayo, chipakavayo, bamdhayo, marayo chhum. Sutra– 680. Kathiyara dvara vrikshani maphaka kuhadi ane pharasi adithi hum anamtavara kutayo, phadayo, chhedayo, chholayo chhum. Sutra– 681. Luharo dvara lodhani maphaka hum paramadhami asuro dvara thappada ane mukka adi dvaraka anamtavara pitayo, kutayo, khamda khamda karayo ane churna banavi devayo chhum. Sutra– 682. Bhayamkara akramda karata chhatam pana mane kalakalata garama tamba, lodha, ramga ane sisa pivadavaya chhe. Sutra– 683. ‘tane kapelu ane shulamam parovi pakavayela mamsa priya hatum’ ema yada karavi, mara ja shariranum mamsa kapine ane tapavine anekavara khavadavayum chhe. Sutra– 684. ‘tane daru, sidhra, maireya adi priya hata’ e yada devadavine mane salagati charabi ane khuna pivadavayela chhe. Sutra– 685. Mem purvajanmomam a rite nitya bhayabhita, samtrasta, duhkhi ane vyathita raheta atyamta duhkhapurna vedana anubhavi chhe. Sutra– 686. Tivra, prachamda, ghora, atyamta duhsaha, maha bhayamkara, bhishma vedanaone mem narake anubhavi chhe. Sutra– 687. He tata ! Manushyalokamam dekhati vedanathi anamta guna adhika vedana narakamam chhe. Sutra– 688. Mem badha bhavomam asata vedana vedi chhe. Kshanavara pana sukharupa vedana tyam anubhavi nathi. Sutra samdarbha– 658–688