Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122338 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१९ मृगापुत्रीय |
Translated Chapter : |
અધ્યયન-૧૯ મૃગાપુત્રીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 638 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तं बिंतम्मापियरो सामण्णं पुत्त! दुच्चरं । गुणाणं तु सहस्साइं धारेयव्वाइं भिक्खुणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૩૮. ત્યારે માતા – પિતાએ તેને કહ્યું – હે પુત્ર ! શ્રામણ્ય અતિ દુષ્કર છે. ભિક્ષુને હજારો ગુણો ધારણ કરવાના હોય છે. સૂત્ર– ૬૩૯. જગતમાં શત્રુ અને મિત્ર પ્રતિ, સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો છે. જીવન પર્યન્ત પ્રાણાતિપાત વિરતિ ઘણી દુષ્કર છે. સૂત્ર– ૬૪૦. સદા અપ્રમત્તભાવે મૃષાવાદ ત્યાગ કરવો, નિત્ય ઉપયોગપૂર્વક હિતકારી સત્ય બોલવુ ઘણુ દુષ્કર છે સૂત્ર– ૬૪૧. દંતશોધનાદિ પણ કોઈના આપ્યા વિના ન લેવુ, પ્રદત્ત પણ અનવદ્ય અને એષણીય જ લેવું દુષ્કર છે. સૂત્ર– ૬૪૨. કામભોગોના રસથી પરિચિતને અબ્રહ્મચર્યથી વિરતિ લેવી અને ઉગ્ર મહાવ્રત બ્રહ્મચર્યનું ધારણ કરવું દુષ્કર છે. સૂત્ર– ૬૪૩. ધન – ધાન્ય પ્રેષ્યવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ તથા બધા જ આરંભ અને મમત્વનો ત્યાગ પણ ઘણો દુષ્કર થાય છે. સૂત્ર– ૬૪૪. ચારે પ્રકારનો આહાર રાત્રિમાં છોડવો અને સંનિધિ સંચય છોડવો ઘણો દુષ્કર છે. સૂત્ર– ૬૪૫. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ – મચ્છરોનું કષ્ટ, આક્રોશ વચન, દુઃખ શય્યા, હિણ સ્પર્શ અને મેલ. સૂત્ર– ૬૪૬. તાડન, તર્જના, વધ, બંધન, ભિક્ષા પર્યાય, યાચના, અલાભ પરીષહો સહેવા દુષ્કર છે. સૂત્ર– ૬૪૭. આ કાપોતી વૃત્તિ, દારુણ કેશ લોચ, ઘોર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવું મહાત્માને પણ દુષ્કર છે. સૂત્ર– ૬૪૮. હે પુત્ર ! તુ સુખોચિત છે, સુકુમાર છે. સુમજ્જિત છે. તેથી શ્રામણ્ય પાલન માટે તું સમર્થ નથી. સૂત્ર– ૬૪૯. હે પુત્ર ! સાધુચર્યામાં જીવન પર્યન્ત વિશ્રામ નથી, લોહભારની જેમ ગુણોને તે ભાર ગુરુતર છે, તેથી દુર્વહ છે. સૂત્ર– ૬૫૦. આકાશગંગાનો શ્રોત અને પ્રતિશ્રોત દુસ્તર છે, સાગરને ભૂજાથી તરવો દુષ્કર છે તેમજ સંયમ સાગર તરવો દુષ્કર છે. સૂત્ર– ૬૫૧. સંયમ રેતીના કોળીયા માફક સ્વાદથી રહિત છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા સમાન દુષ્કર છે. સૂત્ર– ૬૫૨. સાંપની જેમ એકાંત દૃષ્ટિથી ચારિત્ર ધર્મમાં ચાલવું હે પુત્ર! કઠિન છે. લોઢાના ચણા ચાવવા સમાન આ ચારિત્ર પાલન દુષ્કર છે. સૂત્ર– ૬૫૩. જેમ પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન દુષ્કર છે, તેમ યુવાવસ્થામાં શ્રમણત્વ પાલન દુષ્કર છે. સૂત્ર– ૬૫૪. જેમ વસ્ત્રના થેલામાં હવા ભરવી કઠિન છે, તેમ જ યુવાવસ્થામાં શ્રમણધર્મનું પાલન દુષ્કર છે. સૂત્ર– ૬૫૫. જેમ મેરુ પર્વતને ત્રાજવાથી તોળવો દુષ્કર છે તેમ જ નિશ્ચલ અને નિઃશંક ભાવે શ્રમણધર્મ પાલન દુષ્કર છે. સૂત્ર– ૬૫૬. જેમ ભૂજાથી સમુદ્ર તરવો કઠિન છે, તેમ અનુપશાંત વડે સંયમ સાગર પાર કરવો દુષ્કર છે. સૂત્ર– ૬૫૭. હે પુત્ર ! તું પહેલાં માનુષી ભોગોને ભોગવ. પછી તું મુક્તભોગી થઈને ધર્મનું આચરણ કરજે. સૂત્ર સંદર્ભ– ૬૩૮–૬૫૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] tam bimtammapiyaro samannam putta! Duchcharam. Gunanam tu sahassaim dhareyavvaim bhikkhuno. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 638. Tyare mata – pitae tene kahyum – he putra ! Shramanya ati dushkara chhe. Bhikshune hajaro guno dharana karavana hoya chhe. Sutra– 639. Jagatamam shatru ane mitra prati, sarva jivo pratye samabhava rakhavano chhe. Jivana paryanta pranatipata virati ghani dushkara chhe. Sutra– 640. Sada apramattabhave mrishavada tyaga karavo, nitya upayogapurvaka hitakari satya bolavu ghanu dushkara chhe Sutra– 641. Damtashodhanadi pana koina apya vina na levu, pradatta pana anavadya ane eshaniya ja levum dushkara chhe. Sutra– 642. Kamabhogona rasathi parichitane abrahmacharyathi virati levi ane ugra mahavrata brahmacharyanum dharana karavum dushkara chhe. Sutra– 643. Dhana – dhanya preshyavarga adi parigrahano tyaga tatha badha ja arambha ane mamatvano tyaga pana ghano dushkara thaya chhe. Sutra– 644. Chare prakarano ahara ratrimam chhodavo ane samnidhi samchaya chhodavo ghano dushkara chhe. Sutra– 645. Bhukha, tarasa, thamdi, garami, damsa – machchharonum kashta, akrosha vachana, duhkha shayya, hina sparsha ane mela. Sutra– 646. Tadana, tarjana, vadha, bamdhana, bhiksha paryaya, yachana, alabha parishaho saheva dushkara chhe. Sutra– 647. A kapoti vritti, daruna kesha locha, ghora brahmacharyavratane dharana karavum mahatmane pana dushkara chhe. Sutra– 648. He putra ! Tu sukhochita chhe, sukumara chhe. Sumajjita chhe. Tethi shramanya palana mate tum samartha nathi. Sutra– 649. He putra ! Sadhucharyamam jivana paryanta vishrama nathi, lohabharani jema gunone te bhara gurutara chhe, tethi durvaha chhe. Sutra– 650. Akashagamgano shrota ane pratishrota dustara chhe, sagarane bhujathi taravo dushkara chhe temaja samyama sagara taravo dushkara chhe. Sutra– 651. Samyama retina koliya maphaka svadathi rahita chhe. Tapanum acharana talavarani dhara para chalava samana dushkara chhe. Sutra– 652. Sampani jema ekamta drishtithi charitra dharmamam chalavum he putra! Kathina chhe. Lodhana chana chavava samana a charitra palana dushkara chhe. Sutra– 653. Jema prajvalita agnishikhanum pana dushkara chhe, tema yuvavasthamam shramanatva palana dushkara chhe. Sutra– 654. Jema vastrana thelamam hava bharavi kathina chhe, tema ja yuvavasthamam shramanadharmanum palana dushkara chhe. Sutra– 655. Jema meru parvatane trajavathi tolavo dushkara chhe tema ja nishchala ane nihshamka bhave shramanadharma palana dushkara chhe. Sutra– 656. Jema bhujathi samudra taravo kathina chhe, tema anupashamta vade samyama sagara para karavo dushkara chhe. Sutra– 657. He putra ! Tum pahelam manushi bhogone bhogava. Pachhi tum muktabhogi thaine dharmanum acharana karaje. Sutra samdarbha– 638–657 |