Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122293
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१८ संजयीय

Translated Chapter :

અધ્યયન-૧૮ સંજયીય

Section : Translated Section :
Sutra Number : 593 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एयं पुण्णपयं सोच्चा अत्थधम्मोवसोहियं । भरहो वि भारहं वासं चेच्चा कामाइ पव्वए ॥
Sutra Meaning : સૂત્ર– ૫૯૩. અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુન્ય પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરી પ્રવ્રજિત થયા. સૂત્ર– ૫૯૪. નરાધિપ સાગર ચક્રવર્તી સાગરપર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને સંયમ સાધનાથી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. સૂત્ર– ૫૯૫. મહાન ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી, મધવા ચક્રવર્તીએ ભારતવર્ષનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા સ્વીકારી. સૂત્ર– ૫૯૬. મહાઋદ્ધિ સંપન્ન, મનુષ્યેન્દ્ર સનત્કુમાર ચક્રવર્તીએ પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપનું આચરણ કર્યું. સૂત્ર– ૫૯૭. મહર્દ્ધિક અને લોકમાં શાંતિ કરનાર શાંતિ ચક્રવર્તીએ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. સૂત્ર– ૫૯૮. ઇક્ષ્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નરેશ્વર, વિખ્યાત કીર્તિ, ધૃતિમાન કુંથુએ અનુત્તર ગતિને પ્રાપ્ત કરી. સૂત્ર– ૫૯૯. સાગરપર્યન્ત ભારતવર્ષનો ત્યાગ કરીને, કર્મરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ અરનાથે. અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. સૂત્ર– ૬૦૦. ભારતવર્ષનો ત્યાગ કરીને, ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું. સૂત્ર– ૬૦૧. શત્રુઓના માનનું મર્દન કરનાર હરિષેણ ચક્રવર્તીએ પૃથ્વી ઉપર એક છત્ર શાસન કરીને પછી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. સૂત્ર– ૬૦૨. હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવર્તીએ રાજ્યનો પરિત્યાગ કરી જિનભાષિત સંયમને આચરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. સૂત્ર– ૬૦૩. સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશાર્ણભદ્ર રાજાએ પોતાના બધા પ્રકારની પ્રમુદિત દશાર્ણ રાજ્યને છોડીને પ્રવ્રજ્યા લીધી અને મુનિધર્મનું આચરણ કર્યું. સૂત્ર– ૬૦૪. સાક્ષાત્‌ દેવેન્દ્રથી પ્રેરિત થઈને પણ વિદેહરાજ નમિ શ્રામણ્ય ધર્મમાં સમ્યક્‌ સ્થિર રહ્યા અને પોતાને અતિ વિનમ્ર બનાવ્યા. સૂત્ર– ૬૦૫. કલિંગમાં કરકંડુ, પાંચાલમાં દ્વિમુખ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગ્ગતિ એ બધા રાજાઓમાં વૃષભ સમાન હતા. સૂત્ર– ૬૦૬. તેઓએ પોતપોતાના પુત્રોને રાજ્યમાં સ્થાપિત કરીને શ્રામણ્ય ધર્મ સ્વીકાર કર્યો. સૂત્ર– ૬૦૭. સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદ્દાયણ રાજાએ રાજ્યનો ત્યાગ કરી, પ્રવ્રજ્યા લીધી. મુનિધર્મે વિચર્યો, અનુત્તરગતિ પામ્યા. સૂત્ર– ૬૦૮. આ પ્રકારે શ્રેય અને સત્યમાં પરાક્રમશીલ કાશી રાજાએ કામભોગોનો પરિત્યાગ કરી, કર્મરૂપી મહાવનનો નાશ કર્યો. સૂત્ર– ૬૦૯. તે જ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણ – સમૃદ્ધ રાજ્યને છોડીને પ્રવ્રજ્યા લીધી. સૂત્ર– ૬૧૦. તે પ્રમાણે જ અનાકુળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનું વિસર્જન કરી, સિદ્ધિરૂપ ઉચ્ચપદ પ્રાપ્ત કર્યુ. સૂત્ર સંદર્ભ– ૫૯૩–૬૧૦
Mool Sutra Transliteration : [gatha] eyam punnapayam sochcha atthadhammovasohiyam. Bharaho vi bharaham vasam chechcha kamai pavvae.
Sutra Meaning Transliteration : Sutra– 593. Artha ane dharmathi upashobhita a punya padane sambhaline bharata chakravarti bharatavarsha ane kamabhogono tyaga kari pravrajita thaya. Sutra– 594. Naradhipa sagara chakravarti sagaraparyanta bharatavarsha ane purna aishvaryane chhodine samyama sadhanathi parinirvanane prapta thaya. Sutra– 595. Mahana riddhi sampanna, maha yashasvi, madhava chakravartie bharatavarshano tyaga karine pravrajya svikari. Sutra– 596. Mahariddhi sampanna, manushyendra sanatkumara chakravartie putrane rajya upara sthapine tapanum acharana karyum. Sutra– 597. Maharddhika ane lokamam shamti karanara shamti chakravartie bharatavarshane chhodine anuttara gati prapta kari. Sutra– 598. Ikshvaku kulana rajaomam shreshtha nareshvara, vikhyata kirti, dhritimana kumthue anuttara gatine prapta kari. Sutra– 599. Sagaraparyanta bharatavarshano tyaga karine, karmarajane dura karine nareshvaromam shreshtha aranathe. Anuttara gati prapta kari. Sutra– 600. Bharatavarshano tyaga karine, uttama bhogono tyaga karine mahapadma chakravartie tapanum acharana karyum. Sutra– 601. Shatruona mananum mardana karanara harishena chakravartie prithvi upara eka chhatra shasana karine pachhi anuttara gati prapta kari. Sutra– 602. Hajara rajaoni sathe shreshtha tyagi jaya chakravartie rajyano parityaga kari jinabhashita samyamane acharine anuttara gati prapta kari. Sutra– 603. Sakshata devendrathi prerita thaine dasharnabhadra rajae potana badha prakarani pramudita dasharna rajyane chhodine pravrajya lidhi ane munidharmanum acharana karyum. Sutra– 604. Sakshat devendrathi prerita thaine pana videharaja nami shramanya dharmamam samyak sthira rahya ane potane ati vinamra banavya. Sutra– 605. Kalimgamam karakamdu, pamchalamam dvimukha, videhamam nami raja ane gamdharamam naggati e badha rajaomam vrishabha samana hata. Sutra– 606. Teoe potapotana putrone rajyamam sthapita karine shramanya dharma svikara karyo. Sutra– 607. Sauvira rajaomam vrishabha samana uddayana rajae rajyano tyaga kari, pravrajya lidhi. Munidharme vicharyo, anuttaragati pamya. Sutra– 608. A prakare shreya ane satyamam parakramashila kashi rajae kamabhogono parityaga kari, karmarupi mahavanano nasha karyo. Sutra– 609. Te ja pramane amarakirti, mahayashasvi vijaya rajae guna – samriddha rajyane chhodine pravrajya lidhi. Sutra– 610. Te pramane ja anakula chittathi ugra tapashcharya karine rajarshi mahabale ahamkaranum visarjana kari, siddhirupa uchchapada prapta karyu. Sutra samdarbha– 593–610