Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121534 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चूलिका-२ विविक्तचर्या |
Translated Chapter : |
ચૂલિકા-૨ વિવિક્તચર્યા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 534 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] न या लभेज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा । एक्को वि पावाइं विवज्जयंतो विहरेज्ज कामेसु असज्जमाणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૩૪. કદાચિત્ ગુણોમાં અધિક અથવા ગુણોમાં સમાન નિપુણ સહાયક સાધુ ન મળે તો પાપકર્મોને વર્જિત કરતો, કામભોગોમાં અનાસક્ત રહીને એકલો જ વિચરણ કરે. સૂત્ર– ૫૩૫. વર્ષાકાળમાં ચાર માસ અને અન્ય ઋતુઓમાં એક માસ રહેવાનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. તેથી જ્યાં ચાતુર્માસ કે માસકલ્પ કરેલ હોય ત્યાં બીજા વર્ષે ચાતુર્માસ કે માસકલ્પ રહેવું ન જોઈએ. સૂત્રનો અર્થ જે પ્રકારે આજ્ઞા આપે, ભિક્ષુ તે જ પ્રકારે સૂત્રના માર્ગથી ચાલે. સૂત્ર– ૫૩૬. જે સાધુ રાત્રિના પહેલાં અને છેલ્લા પ્રહરમાં પોતાના આત્માનો પોતાના આત્મા દ્વારા સંપ્રેક્ષણ કરે છે કે, મેં શું કરવા યોગ્ય કૃત્ય કરેલ છે ? મારા માટે કયુ કૃત્ય બાકી રહેલ છે ? તે કયુ કાર્ય છે, જે મારા દ્વારા શક્ય છે, પરંતુ હું પ્રમાદવશ કરતો નથી ? સૂત્ર– ૫૩૭. શું મારી સ્ખલનાને બીજું કોઈ જુવે છે ? કે શું મારી ભૂલને હું સ્વયં જોઉં છું ? અથવા કોઈ સ્ખલના હું તજી નથી રહ્યો ? આ પ્રમાણે આત્માનું સમ્યક્ અનુપ્રેક્ષણ કરતો મુનિ અનાગત કાળમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ ન કરે સૂત્ર– ૫૩૮. જ્યાં પ્રતિલેખન, પ્રતિક્રમણ આદિ જે ક્રિયાઓમાં પણ કાયાથી, વાણીથી અથવા મનથી પોતાને દુષ્પ્રયુક્ત જુએ, ત્યાં જ તે ક્રિયામાં ધીર સાધક સ્વયં જલદી અટકી જાય, જેમ જાતિવાન અશ્વ, લગામ ખેંચતા જ શીઘ્ર અટકી જાય છે. સૂત્ર– ૫૩૯. જે જિતેન્દ્રિય, ધૃતિમાન, સત્પુરુષના મન, વચન, કાયાના યોગ સદા આવા પ્રકારના રહે છે, તેને લોકમાં પ્રતિબુદ્ધજીવી કહે છે. તે પ્રતિબુદ્ધજીવી જ વાસ્તવમાં સંયમી જીવન જીવે છે. સૂત્ર– ૫૪૦. સમસ્ત ઇન્દ્રિયોને સુસમાહિત કરીને આત્માની સતત રક્ષા કરવી જોઈએ. કેમ કે અરક્ષિત આત્મા જન્મ – મરણની પરંપરાને પ્રાપ્ત થાય છે અને સુરક્ષિત આત્મા બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૫૩૪–૫૪૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] na ya labhejja niunam sahayam gunahiyam va gunao samam va. Ekko vi pavaim vivajjayamto viharejja kamesu asajjamano. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 534. Kadachit gunomam adhika athava gunomam samana nipuna sahayaka sadhu na male to papakarmone varjita karato, kamabhogomam anasakta rahine ekalo ja vicharana kare. Sutra– 535. Varshakalamam chara masa ane anya rituomam eka masa rahevanum utkrishta pramana chhe. Tethi jyam chaturmasa ke masakalpa karela hoya tyam bija varshe chaturmasa ke masakalpa rahevum na joie. Sutrano artha je prakare ajnya ape, bhikshu te ja prakare sutrana margathi chale. Sutra– 536. Je sadhu ratrina pahelam ane chhella praharamam potana atmano potana atma dvara samprekshana kare chhe ke, mem shum karava yogya kritya karela chhe\? Mara mate kayu kritya baki rahela chhe\? Te kayu karya chhe, je mara dvara shakya chhe, paramtu hum pramadavasha karato nathi\? Sutra– 537. Shum mari skhalanane bijum koi juve chhe\? Ke shum mari bhulane hum svayam joum chhum\? Athava koi skhalana hum taji nathi rahyo\? A pramane atmanum samyak anuprekshana karato muni anagata kalamam koi prakarano pratibamdha na kare Sutra– 538. Jyam pratilekhana, pratikramana adi je kriyaomam pana kayathi, vanithi athava manathi potane dushprayukta jue, tyam ja te kriyamam dhira sadhaka svayam jaladi ataki jaya, jema jativana ashva, lagama khemchata ja shighra ataki jaya chhe. Sutra– 539. Je jitendriya, dhritimana, satpurushana mana, vachana, kayana yoga sada ava prakarana rahe chhe, tene lokamam pratibuddhajivi kahe chhe. Te pratibuddhajivi ja vastavamam samyami jivana jive chhe. Sutra– 540. Samasta indriyone susamahita karine atmani satata raksha karavi joie. Kema ke arakshita atma janma – maranani paramparane prapta thaya chhe ane surakshita atma badha duhkhothi mukta thai jaya chhe. Tema hum kahum chhum. Sutra samdarbha– 534–540 |