Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121515
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चूलिका-१ रतिवाक्या

Translated Chapter :

ચૂલિકા-૧ રતિવાક્યા

Section : Translated Section :
Sutra Number : 515 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अज्ज आहं गणी हुंतो भावियप्पा बहुस्सुओ । जइ हं रमंतो परियाए सामण्णे जिनदेसिए
Sutra Meaning : સૂત્ર– ૫૧૫. જો હું ભાવિતાત્મા અને બહુશ્રુત થઈને જિનોપદિષ્ટ શ્રામણ્ય પર્યાયમાં રમણ કરત તો આજે હું ગણિ – આચાર્ય હોત. સૂત્ર– ૫૧૬. સંયમરત મહર્ષિને માટે મનુ પર્યાય દેવલોક સમાન છે. જે સંયમમાં રત થતા નથી, તેને મહા નરક સમાન થાય છે. તેથી – સૂત્ર– ૫૧૭. મુનિ પર્યાયમાં રત રહેનારનું સુખ દેવો સમાન ઉત્તમ જાણીને તથા રત ન રહેનારનું દુઃખ નરક સમાન તીવ્ર જાણીને પંડિત મુનિ મુનિપર્યાયમાં જ રમણ કરે. સૂત્ર– ૫૧૮. જેની દાઢાઓ કાઢી લેવાઈ હોય તે ઘોર વિષધરની સાધારણ અજ્ઞાની જન પણ અવહેલના કરે છે, તેમ ધર્મભ્રષ્ટ, શ્રામણ્યલક્ષ્મી રહિત, બુઝેલ યજ્ઞાગ્નિ સમાન નિસ્તેજ અને દુર્વિહિત સાધુને કુશીલો પણ નિંદે છે. સૂત્ર– ૫૧૯. શ્રમણધર્મથી ચ્યુત, અધર્મસેવી અને ચારિત્રને ભંગ કરનાર, આ લોકમાં જ અધર્મી કહેવાય છે, તેમનો અપયશ અને અપકીર્તિ થાય છે, સામાન્ય લોકોમાં પણ દુર્નામ થાય છે, અંતે તેની અધોગતિ થાય છે. સૂત્ર– ૫૨૦. તે સંયમભ્રષ્ટ સાધુ આવેશપૂર્ણ ચિત્તથી ભોગ ભોગવીને તથાવિધ ઘણા અસંયમ કૃત્યો સેવીને દુઃખપૂર્ણ અનિષ્ટ ગતિમાં જાય છે, વારંવાર જન્મ – મરણ કરવા છતાં તેને બોધિ સુલભ થતી નથી. સૂત્ર સંદર્ભ– ૫૧૫–૫૨૦
Mool Sutra Transliteration : [gatha] ajja aham gani humto bhaviyappa bahussuo. Jai ham ramamto pariyae samanne jinadesie.
Sutra Meaning Transliteration : Sutra– 515. Jo hum bhavitatma ane bahushruta thaine jinopadishta shramanya paryayamam ramana karata to aje hum gani – acharya hota. Sutra– 516. Samyamarata maharshine mate manu paryaya devaloka samana chhe. Je samyamamam rata thata nathi, tene maha naraka samana thaya chhe. Tethi – Sutra– 517. Muni paryayamam rata rahenaranum sukha devo samana uttama janine tatha rata na rahenaranum duhkha naraka samana tivra janine pamdita muni muniparyayamam ja ramana kare. Sutra– 518. Jeni dadhao kadhi levai hoya te ghora vishadharani sadharana ajnyani jana pana avahelana kare chhe, tema dharmabhrashta, shramanyalakshmi rahita, bujhela yajnyagni samana nisteja ane durvihita sadhune kushilo pana nimde chhe. Sutra– 519. Shramanadharmathi chyuta, adharmasevi ane charitrane bhamga karanara, a lokamam ja adharmi kahevaya chhe, temano apayasha ane apakirti thaya chhe, samanya lokomam pana durnama thaya chhe, amte teni adhogati thaya chhe. Sutra– 520. Te samyamabhrashta sadhu aveshapurna chittathi bhoga bhogavine tathavidha ghana asamyama krityo sevine duhkhapurna anishta gatimam jaya chhe, varamvara janma – marana karava chhatam tene bodhi sulabha thati nathi. Sutra samdarbha– 515–520