Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121500
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१० सभिक्षु

Translated Chapter :

અધ્યયન-૧૦ સભિક્ષુ

Section : Translated Section :
Sutra Number : 500 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उवहिम्मि अमुच्छिए अगिद्धे अण्णायउंछंपुल निप्पुलाए । कयविक्कयसन्निहिओ विरए सव्वसंगावगए य जे स भिक्खू ॥
Sutra Meaning : સૂત્ર– ૫૦૦. જે સાધુ વસ્ત્રાદિ ઉપધિમાં મૂર્ચ્છિત નથી, અગૃદ્ધ છે, અજ્ઞાત ફળોથી ભિક્ષાની એષણા કરે છે, સંયમને નિસ્સાર કરી દેનારા દોષોથી રહિત છે. ક્રય – વિક્રય અને સંનિધિથી રહિત છે તથા બધા પ્રકારના સંગોથી મુક્ત છે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૫૦૧. જે ભિક્ષુ લોલુપતા રહિત છે, રસોમાં ગૃદ્ધ નથી, અજ્ઞાત કુળોમાં ભિક્ષાચારી છે, અસંયમી જીવનની આકાંક્ષા કરતા નથી, ઋદ્ધિ – સત્કાર અને પૂજાનો ત્યાગ કરે છે, જે સ્થિતાત્મા છે અને છળથી રહિત છે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૫૦૨. ‘પ્રત્યેક વ્યક્તિના પુન્ય – પાપ પૃથક્‌ પૃથક્‌ હોય છે’ એમ જાણીને, જે બીજાને એમ નથી કહેતા કે કુશીલ છે, તથા જેનાથી બીજો કુપિત થાય, એવી વાત પણ કરતા નથી અને જે પોતાની આત્માને સર્વોત્કૃષ્ટ માનીને અહંકાર કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૫૦૩. તે જાતિનો મદ ન કરે, રૂપનો મદ ન કરે, લાભનો મદ ન કરે, શ્રુતનો મદ ન કરે, જે બધા મદોનો ત્યાગ કરી કેવળ ધર્મ – ધ્યાનમાં રત રહે છે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૫૦૪. જે મહામુનિ શુદ્ધ ધર્મનો ઉપદેશ કરે છે, સ્વયં ધર્મમાં સ્થિત થઈને બીજાને ધર્મમાં સ્થાપિત કરે છે. જે પ્રવ્રજિત થઈને કુશીલ લિંગને છોડી દે છે તથા હાસ્યોત્પાદક કુતૂહલપૂર્ણ ચેષ્ટા કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૫૦૫. પોતાના આત્માને સદા શાશ્વત હિતમાં સુસ્થિત રાખનારો પૂર્વોક્ત ભિક્ષુ આ અશુચિ અને અશાશ્વત દેહવાસને સદાને માટે છોડી દે છે, તથા જન્મ – મરણના બંધનનું છેદન કરી અનુપરાગમન નામક સિદ્ધિગતિને પામે છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૫૦૦–૫૦૫
Mool Sutra Transliteration : [gatha] uvahimmi amuchchhie agiddhe annayaumchhampula nippulae. Kayavikkayasannihio virae savvasamgavagae ya je sa bhikkhu.
Sutra Meaning Transliteration : Sutra– 500. Je sadhu vastradi upadhimam murchchhita nathi, agriddha chhe, ajnyata phalothi bhikshani eshana kare chhe, samyamane nissara kari denara doshothi rahita chhe. Kraya – vikraya ane samnidhithi rahita chhe tatha badha prakarana samgothi mukta chhe, te bhikshu chhe. Sutra– 501. Je bhikshu lolupata rahita chhe, rasomam griddha nathi, ajnyata kulomam bhikshachari chhe, asamyami jivanani akamksha karata nathi, riddhi – satkara ane pujano tyaga kare chhe, je sthitatma chhe ane chhalathi rahita chhe, te bhikshu chhe. Sutra– 502. ‘pratyeka vyaktina punya – papa prithak prithak hoya chhe’ ema janine, je bijane ema nathi kaheta ke kushila chhe, tatha jenathi bijo kupita thaya, evi vata pana karata nathi ane je potani atmane sarvotkrishta manine ahamkara karato nathi, te bhikshu chhe. Sutra– 503. Te jatino mada na kare, rupano mada na kare, labhano mada na kare, shrutano mada na kare, je badha madono tyaga kari kevala dharma – dhyanamam rata rahe chhe, te bhikshu chhe. Sutra– 504. Je mahamuni shuddha dharmano upadesha kare chhe, svayam dharmamam sthita thaine bijane dharmamam sthapita kare chhe. Je pravrajita thaine kushila limgane chhodi de chhe tatha hasyotpadaka kutuhalapurna cheshta karato nathi, te bhikshu chhe. Sutra– 505. Potana atmane sada shashvata hitamam susthita rakhanaro purvokta bhikshu a ashuchi ane ashashvata dehavasane sadane mate chhodi de chhe, tatha janma – maranana bamdhananum chhedana kari anuparagamana namaka siddhigatine pame chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 500–505