Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121463 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-९ विनयसमाधि |
Translated Chapter : |
અધ્યયન-૯ વિનયસમાધિ |
Section : | उद्देशक-३ | Translated Section : | ઉદ્દેશક-૩ |
Sutra Number : | 463 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] समावयंता वयणाभिघाया कण्णंगया दुम्मणियं जणंति । धम्मो त्ति किच्चा परमग्गसूरे जिइंदिए जो सहई स पुज्जो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૬૩. આવતા એવા કટુ વચનોના આઘાત કાનમાં પહોંચતા જ દૌર્મનસ્ય ઉત્પન્ન કરે છે. પરંતુ જે વીર પુરુષોમાં પરમ અગ્રણી જિતેન્દ્રિય પુરુષ, તેને પોતાનો ધર્મ માનીને સહન કરે છે, તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૪. જે મુનિ પીઠ પાછળ કદાપિ કોઈનો અવર્ણવાદ બોલતા નથી, તથા પ્રત્યક્ષ વિરોધી, નિશ્ચયકારિણી, અપ્રિયકારિણી ભાષા ન બોલે તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૫. જે લોલુપ નથી, કૌકુત્ચ્ય, માયા કે પૈશુન્ય કરતો નથી, દીનવૃત્તિ કરતો નથી, પોતાની પ્રશંસા કરતો – કરાવતો નથી અને કુતૂહલ કરતો નથી, તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૬. મનુષ્ય ગુણોથી સાધુ છે, અગુણોથી અસાધુ છે, તેથી સાધુને યોગ્ય ગુણોનું ગ્રહણ કરે અને અસાધુ ગુણોને છોડે. આત્માને આત્માથી જાણીને જ રાગદ્વેષમાં મધ્યસ્થ રહે છે, તે જ પૂજ્ય થાય છે. સૂત્ર– ૪૬૭. આ પ્રમાણે નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, દીક્ષિત હોય કે ગૃહસ્થ, તેની હીલના કે ખિંસા ન કરે તથા જે અહંકાર કે ક્રોધનો ત્યાગ કરે તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૮. સન્માનિત કરાયેલ આચાર્ય, સાધુને સતત સન્માનિત કરે છે. જેમ પિતા પોતાની કન્યાને કરે છે. યત્ન પૂર્વક યોગ્ય કુળમાં સ્થાપિત કરે છે, તે સન્માનાર્હ, તપસ્વી, જિતેન્દ્રિય, સત્યપરાયણનું સન્માન કરે તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૯. જે મેધાવી મુનિ તે ગુણસાગર ગુરુના સુભાષિત સાંભળીને તદનુસાર આચરે છે, જે પાંચ મહાવ્રતરત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ચાર કષાયથી રહિત છે, તે પૂજ્ય છે. સૂત્ર– ૪૭૦. જિનમત નિપુણ અને અભિગમ કુશળ મુનિ આ લોકમાં સતત ગુરુની પરિચર્યા કરીને પૂર્વકૃત કર્મરજને ક્ષય કરી ભાસ્વર અને અતુલ સિદ્ધિ ગતિને પામે છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૪૬૩–૪૭૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] samavayamta vayanabhighaya kannamgaya dummaniyam janamti. Dhammo tti kichcha paramaggasure jiimdie jo sahai sa pujjo. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 463. Avata eva katu vachanona aghata kanamam pahomchata ja daurmanasya utpanna kare chhe. Paramtu je vira purushomam parama agrani jitendriya purusha, tene potano dharma manine sahana kare chhe, te pujya chhe. Sutra– 464. Je muni pitha pachhala kadapi koino avarnavada bolata nathi, tatha pratyaksha virodhi, nishchayakarini, apriyakarini bhasha na bole te pujya chhe. Sutra– 465. Je lolupa nathi, kaukutchya, maya ke paishunya karato nathi, dinavritti karato nathi, potani prashamsa karato – karavato nathi ane kutuhala karato nathi, te pujya chhe. Sutra– 466. Manushya gunothi sadhu chhe, agunothi asadhu chhe, tethi sadhune yogya gunonum grahana kare ane asadhu gunone chhode. Atmane atmathi janine ja ragadveshamam madhyastha rahe chhe, te ja pujya thaya chhe. Sutra– 467. A pramane nano hoya ke moto, stri hoya ke purusha, dikshita hoya ke grihastha, teni hilana ke khimsa na kare tatha je ahamkara ke krodhano tyaga kare te pujya chhe. Sutra– 468. Sanmanita karayela acharya, sadhune satata sanmanita kare chhe. Jema pita potani kanyane kare chhe. Yatna purvaka yogya kulamam sthapita kare chhe, te sanmanarha, tapasvi, jitendriya, satyaparayananum sanmana kare te pujya chhe. Sutra– 469. Je medhavi muni te gunasagara guruna subhashita sambhaline tadanusara achare chhe, je pamcha mahavratarata, trana guptithi gupta, chara kashayathi rahita chhe, te pujya chhe. Sutra– 470. Jinamata nipuna ane abhigama kushala muni a lokamam satata guruni paricharya karine purvakrita karmarajane kshaya kari bhasvara ane atula siddhi gatine pame chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 463–470 |