Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121401 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-८ आचारप्रणिधि |
Translated Chapter : |
અધ્યયન-૮ આચારપ્રણિધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 401 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] नक्खत्तं सुमिणं जोगं निमित्तं मंत भेसजं । गिहिणो तं न आइक्खे भूयाहिगरणं पयं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૦૧. નક્ષત્ર, સ્વપ્ન ફળ, યોગ, નિમિત્ત, મંત્ર, ભોજનાદિ ગૃહસ્થને ન કહે, કેમ કે તે પ્રાણી હિંસાના સ્થાન છે. સૂત્ર– ૪૦૨. બીજાને માટે બનેલ, ઉચ્ચારભૂમિથી યુક્ત, સ્ત્રી – પશુથી રહિત શય્યા અને આસનનું સેવન કરે. સૂત્ર– ૪૦૩. જો ઉપાશ્રય વિવિક્ત હોય તો માત્ર સ્ત્રીઓ વચ્ચે ધર્મ ન કહે. ગૃહસ્થ પરીચય ન કરે, સાધુ સાથે જ પરીચય કરે. સૂત્ર– ૪૦૪. જેમ કુકડાના બચ્ચાને બિલાડાનો સતત ભય રહે છે, એ જ રીતે બ્રહ્મચારીને સ્ત્રી શરીરથી ભય રહે. સૂત્ર– ૪૦૫. ભીંતમાં ચીતરેલ સ્ત્રી કે વિભૂષિત સ્ત્રીને ટીકી – ટીકીને ન જુએ, કદાચ દૃષ્ટિ પડી જાય તો દૃષ્ટિ એ રીતે પાછી ખેંચે, જે રીતે સૂર્ય પ્રતિ પડેલી દૃષ્ટિ ખેંચી લે. સૂત્ર– ૪૦૬. જેના હાથ, પગ છેદાયેલ હોય, કાન – નાકથી વિકલ હોય એવી ૧૦૦ વર્ષની સ્ત્રીનો સંસર્ગ પણ બ્રહ્મચારી તજી દે. સૂત્ર– ૪૦૭. આત્મગવેષા પુરુષ માટે વિભૂષા, સ્ત્રી સંસર્ગ અને સ્નિગ્ધ રસયુક્ત ભોજન તાલપુટવિષ સમાન છે. સૂત્ર– ૪૦૮. સ્ત્રીઓના અંગ, પ્રત્યંગ, સંસ્થાન, મધુર વાણી, કટાક્ષ પ્રત્યે સાધુ ધ્યાન ન આપે, કેમ કે તે કામરાગ વિવર્ધક છે. સૂત્ર– ૪૦૯. શબ્દાદિ પુદ્ગલોનું પરિણમન અનિત્ય જાણીને, મનોજ્ઞ વિષયોમાં સાધુ રાગભાવ ન સ્થાપે. સૂત્ર– ૪૧૦. તે શબ્દાદિ પુદ્ગલના પરિણમનને જેવા છે તેવા જાણીને પોતાના પ્રશાંત આત્માથી તૃષ્ણા રહિત થઈને વિચરણ કરે. સૂત્ર સંદર્ભ– ૪૦૧–૪૧૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] nakkhattam suminam jogam nimittam mamta bhesajam. Gihino tam na aikkhe bhuyahigaranam payam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 401. Nakshatra, svapna phala, yoga, nimitta, mamtra, bhojanadi grihasthane na kahe, kema ke te prani himsana sthana chhe. Sutra– 402. Bijane mate banela, uchcharabhumithi yukta, stri – pashuthi rahita shayya ane asananum sevana kare. Sutra– 403. Jo upashraya vivikta hoya to matra strio vachche dharma na kahe. Grihastha parichaya na kare, sadhu sathe ja parichaya kare. Sutra– 404. Jema kukadana bachchane biladano satata bhaya rahe chhe, e ja rite brahmacharine stri sharirathi bhaya rahe. Sutra– 405. Bhimtamam chitarela stri ke vibhushita strine tiki – tikine na jue, kadacha drishti padi jaya to drishti e rite pachhi khemche, je rite surya prati padeli drishti khemchi le. Sutra– 406. Jena hatha, paga chhedayela hoya, kana – nakathi vikala hoya evi 100 varshani strino samsarga pana brahmachari taji de. Sutra– 407. Atmagavesha purusha mate vibhusha, stri samsarga ane snigdha rasayukta bhojana talaputavisha samana chhe. Sutra– 408. Striona amga, pratyamga, samsthana, madhura vani, kataksha pratye sadhu dhyana na ape, kema ke te kamaraga vivardhaka chhe. Sutra– 409. Shabdadi pudgalonum parinamana anitya janine, manojnya vishayomam sadhu ragabhava na sthape. Sutra– 410. Te shabdadi pudgalana parinamanane jeva chhe teva janine potana prashamta atmathi trishna rahita thaine vicharana kare. Sutra samdarbha– 401–410 |