Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121367 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-८ आचारप्रणिधि |
Translated Chapter : |
અધ્યયન-૮ આચારપ્રણિધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 367 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] धुवं च पडिलेहेज्जा जोगसा पायकंबलं । सेज्जमुच्चारभूमिं च संथारं अदुवासणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૬૭, ૩૬૮. સંયત સાધુ – સાધ્વી સદૈવ મનોયોગપૂર્વક પાત્ર, કંબલ, શય્યા, ઉચ્ચારભૂમિ, સંસ્તારક કે આસનને પડિલેહે. સંયમી ઉચ્ચાર, પ્રસ્રવણ, કફ, નાકના મેલ, પરસેવો આદિને પ્રાસુક ભૂમિનું પ્રતિલેખન કરીને જયણાપૂર્વક પરઠવે. સૂત્ર– ૩૬૯. ભોજન કે પાણીને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશતો સાધુ જયણાથી ઊભો રહે, પરિમિત બોલે અને રૂપમાં મનને ડામાડોળ ન કરે. સૂત્ર– ૩૭૦. સાધુ કાનથી ઘણુ સાંભળે, આંખોથી ઘણુ જુએ, પણ બધુ જોયેલ – સાંભળેલને કહી દેવું ઉચિત નથી. સૂત્ર– ૩૭૧. જો જોયેલ – સાંભળેલ ઘટના ઔપઘાતિક હોય તો ન કહેવી તથા કોઈપણ ઉપાયથી ગૃહસ્થોચિત આચરણ ન કરે. સૂત્ર– ૩૭૨. ભોજન સરસ છે કે નીરસ, સારું છે કે ખરાબ, મળેલ છે કે નહીં, તેવું કોઈ પૂછે કે ન પૂછે, તો પણ ન કહે સૂત્ર– ૩૭૩. ભોજનમાં ગૃદ્ધ ન થાય, વ્યર્થ ન બોલતો ઉંછ ભિક્ષા લે. અપ્રાસુક, ક્રીત, ઔદ્દેશિક, આહૃત આહારનો પણ ઉપયોગ ન કરે. સૂત્ર– ૩૭૪. સંયત સાધુ અણુમાત્ર પણ સંનિધિ ન કરે. સદૈવ મુધાજીવી અસંબદ્ધ અને જનપદને નિશ્રિત રહે. સૂત્ર– ૩૭૫. રૂક્ષવૃત્તિ, સુસંતુષ્ટ, અલ્પેચ્છક, થોડા આહારથી તૃપ્ત થનાર હોય. તે જિન પ્રવચન સાંભળીને ક્રોધભાવને ન પામે. સૂત્ર– ૩૭૬. કાનોને સુખકર શબ્દોમાં રાગભાવ ન સ્થાપે. દારુણ અને કર્કશ સ્પર્શને શરીરથી સમભાવે સહે. સૂત્ર– ૩૭૭, ૩૭૮. ભૂખ, તરસ, દુઃશય્યા, શીત, ઉષ્ણ, અરતિ, ભયને મુનિ અવ્યથિત પણે સહન કરે, દેહદુઃખ મહાફળકારી છે. સૂર્ય અસ્તથી, પૂર્વમાં સૂર્યોદય ન થાય ત્યાં સુધી, બધા પ્રકારના આહાર આદિ પદાર્થોની મનથી પણ સાધુ ઇચ્છા ન કરે. સૂત્ર સંદર્ભ– ૩૬૭–૩૭૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] dhuvam cha padilehejja jogasa payakambalam. Sejjamuchcharabhumim cha samtharam aduvasanam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 367, 368. Samyata sadhu – sadhvi sadaiva manoyogapurvaka patra, kambala, shayya, uchcharabhumi, samstaraka ke asanane padilehe. Samyami uchchara, prasravana, kapha, nakana mela, parasevo adine prasuka bhuminum pratilekhana karine jayanapurvaka parathave. Sutra– 369. Bhojana ke panine mate grihasthana ghera praveshato sadhu jayanathi ubho rahe, parimita bole ane rupamam manane damadola na kare. Sutra– 370. Sadhu kanathi ghanu sambhale, amkhothi ghanu jue, pana badhu joyela – sambhalelane kahi devum uchita nathi. Sutra– 371. Jo joyela – sambhalela ghatana aupaghatika hoya to na kahevi tatha koipana upayathi grihasthochita acharana na kare. Sutra– 372. Bhojana sarasa chhe ke nirasa, sarum chhe ke kharaba, malela chhe ke nahim, tevum koi puchhe ke na puchhe, to pana na kahe Sutra– 373. Bhojanamam griddha na thaya, vyartha na bolato umchha bhiksha le. Aprasuka, krita, auddeshika, ahrita aharano pana upayoga na kare. Sutra– 374. Samyata sadhu anumatra pana samnidhi na kare. Sadaiva mudhajivi asambaddha ane janapadane nishrita rahe. Sutra– 375. Rukshavritti, susamtushta, alpechchhaka, thoda aharathi tripta thanara hoya. Te jina pravachana sambhaline krodhabhavane na pame. Sutra– 376. Kanone sukhakara shabdomam ragabhava na sthape. Daruna ane karkasha sparshane sharirathi samabhave sahe. Sutra– 377, 378. Bhukha, tarasa, duhshayya, shita, ushna, arati, bhayane muni avyathita pane sahana kare, dehaduhkha mahaphalakari chhe. Surya astathi, purvamam suryodaya na thaya tyam sudhi, badha prakarana ahara adi padarthoni manathi pana sadhu ichchha na kare. Sutra samdarbha– 367–378 |