Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121352 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-८ आचारप्रणिधि |
Translated Chapter : |
અધ્યયન-૮ આચારપ્રણિધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 352 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुढवि दग अगनि मारुय तणरुक्ख सबीयगा । तसा य पाणा जीव त्ति इइ वुत्तं महेसिणा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૫૨, ૩૫૩. પૃથ્વી, અપ્, અગ્નિ, વાયુ તથા તૃણ, વૃક્ષ, બીજ અને ત્રસ પ્રાણીને જીવ છે, એમ મહર્ષિ મહાવીરે કહેલ છે. તેમના પ્રતિ મન, વચન, કાયાથી સદા અહિંસામય વ્યાપારપૂર્વક રહેવું જોઈએ. એ પ્રમાણે તે સંયત થાય છે. સૂત્ર– ૩૫૪. સુસમાહિત સંયમી ત્રણ કરણ અને ત્રણ યોગથી પૃથ્વી, ભિત્તિ, શિલા, માટી, ઢેફાનું ભેદન કે સંલેખન ન કરે. સૂત્ર– ૩૫૫. સંયમીસાધુ શુદ્ધ પૃથ્વી કે સચિત્ત રજ સંસૃષ્ટ આસને ન બેસે અથવા અવગ્રહ યાચી, પ્રમાર્જીને બેસે. સૂત્ર– ૩૫૬. સંયમી સાધુ જળ, વર્ષાજળ અને હીમનું સેવન ન કરે. તપ્ત પ્રાસૂક ઉષ્ણ જળને જ ગ્રહણ કરે. સૂત્ર– ૩૫૭. સચિત્તજળથી ભીંજાયેલ પોતાના શરીરને ન લૂંછે, ન મસળે, તથાભૂત શરીરને જોઈને તેનો સ્પર્શ ન કરે સૂત્ર– ૩૫૮. સાધુ અંગારા, અગ્નિ, જ્વાલા, ચિનગારી આદિને ન સળગાવે, ન હલાવે કે ન બુઝાવે. સૂત્ર– ૩૫૯. તાલવૃંત, પાંદડા, વૃક્ષ શાખા કે સામાન્ય પંખાથી પોતાના શરીરને કે બાહ્ય પુદ્ગલને પણ હવા ન કરે. સૂત્ર– ૩૬૦, ૩૬૧. તૃણ, વૃક્ષ, ફળ, મૂળને છેદે નહીં, વિવિધ પ્રકારના સચિત્ત બીજોને મનથી પણ ઇચ્છા ન કરે. વનકુંજોમાં બીજો, હરિત, પાણી, ઉત્તિંગ અને પનક ઉપર ઊભો ન રહે. સૂત્ર– ૩૬૨. મુનિ વચન કે કર્મથી ત્રસ પ્રાણીની હિંસા ન કરે. સર્વે જીવોની હિંસાથી અટકેલો સાધુ વિવિધ સ્વરૂપ વાળા જગતને જુએ. સૂત્ર સંદર્ભ– ૩૫૨–૩૬૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] pudhavi daga agani maruya tanarukkha sabiyaga. Tasa ya pana jiva tti ii vuttam mahesina. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 352, 353. Prithvi, ap, agni, vayu tatha trina, vriksha, bija ane trasa pranine jiva chhe, ema maharshi mahavire kahela chhe. Temana prati mana, vachana, kayathi sada ahimsamaya vyaparapurvaka rahevum joie. E pramane te samyata thaya chhe. Sutra– 354. Susamahita samyami trana karana ane trana yogathi prithvi, bhitti, shila, mati, dhephanum bhedana ke samlekhana na kare. Sutra– 355. Samyamisadhu shuddha prithvi ke sachitta raja samsrishta asane na bese athava avagraha yachi, pramarjine bese. Sutra– 356. Samyami sadhu jala, varshajala ane himanum sevana na kare. Tapta prasuka ushna jalane ja grahana kare. Sutra– 357. Sachittajalathi bhimjayela potana sharirane na lumchhe, na masale, tathabhuta sharirane joine teno sparsha na kare Sutra– 358. Sadhu amgara, agni, jvala, chinagari adine na salagave, na halave ke na bujhave. Sutra– 359. Talavrimta, pamdada, vriksha shakha ke samanya pamkhathi potana sharirane ke bahya pudgalane pana hava na kare. Sutra– 360, 361. Trina, vriksha, phala, mulane chhede nahim, vividha prakarana sachitta bijone manathi pana ichchha na kare. Vanakumjomam bijo, harita, pani, uttimga ane panaka upara ubho na rahe. Sutra– 362. Muni vachana ke karmathi trasa pranini himsa na kare. Sarve jivoni himsathi atakelo sadhu vividha svarupa vala jagatane jue. Sutra samdarbha– 352–362 |