Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121319 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ वाकशुद्धि |
Translated Chapter : |
અધ્યયન-૭ વાકશુદ્ધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 319 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तहेव गंतुमुज्जाणं पव्वयाणि वणाणि य । रुक्खा महल्ल पेहाए नेवं भासेज्ज पन्नवं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧૯ થી ૩૨૨. આ પ્રકારે ઉદ્યાનમાં, પર્વતો પર, વનોમાં જઈને મોટા વૃક્ષોને જોઈને પ્રજ્ઞાવાન સાધુ આમ ન બોલે કે આ વૃક્ષ પ્રાસાદ, સ્તંભ, તોરણ, ઘર, પરિઘ, અર્ગલા, નૌકા, જલકુંડી યોગ્ય છે. પીઠ, કાષ્ઠપત્ર, હળ, મયિક, યંત્રયષ્ટિ, ગાડીના પૈડાની નાભિ કે ગંડિકા માટે આ કાષ્ઠ ઉપયુક્ત થઈ શકે છે, તેમ ન બોલે. આસન, શયન, યાન અને ઉપાશ્રય માટે ઉપયુક્ત કોઈ કાષ્ઠ છે – એવી ભૂતોપઘાતી ભાષા પ્રજ્ઞાસંપન્ન સાધુ ન બોલે. સૂત્ર– ૩૨૩, ૩૨૪. કારણવશ ઉદ્યાન, પર્વત કે વનોમાં હોય તો તે પ્રજ્ઞાવાન સાધુ ત્યાંના મોટા વૃક્ષ જોઈને એમ બોલે કે – આ વૃક્ષો ઉત્તમ જાતિના, દીર્ઘ, ગોળ, મહાલય, શાખા અને પ્રશાખાવાળા, દર્શનીય કહે. સૂત્ર– ૩૨૫, ૩૨૬. તથા આ ફળ પરિપક્વ થયા છે, પકાવીને ખાદ્ય છે, એ પ્રમાણે સાધુ – સાધ્વી ન બોલે. તથા આ ફળ કાલોચિત છે, તેમાં ગોટલી બંધાણી નથી, આ બે ટૂકડા કરવા યોગ્ય છે, આ પ્રમાણે પણ ન બોલે. બોલવું જ પડે તો આ વૃક્ષ ફલોનો ભાર સહન કરવા અસમર્થ છે, બહુ નિવર્તિત ફળવાળા છે, બહુ સંભૂત કે ભૂતરૂપ છે, એમ બોલે. સૂત્ર– ૩૨૭, ૩૨૮. એ પ્રમાણે આ ધાન્ય – ઔષધિ પાકી ગઈ છે, લીલી કે છાલવાળી છે, કાપવા કે ભૂંજવા કે શેકીને ખાવા યોગ્ય છે, તેમ ન કહે. જો પ્રયોજનવશ બોલવું જ પડે તો આ ઔષધિઓ અંકુરિત, પ્રાયઃ નિષ્પન્ન, સ્થિરીભૂત, ઉપઘાતથી પાર થઈ છે, કર્ણ ગર્ભમાં છે કે બહાર નીકળેલ છે. અથવા પરિપક્વ બીજવાળા થયા છે, તેમ બોલે. સૂત્ર સંદર્ભ– ૩૧૯–૩૨૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] taheva gamtumujjanam pavvayani vanani ya. Rukkha mahalla pehae nevam bhasejja pannavam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 319 thi 322. A prakare udyanamam, parvato para, vanomam jaine mota vrikshone joine prajnyavana sadhu ama na bole ke a vriksha prasada, stambha, torana, ghara, parigha, argala, nauka, jalakumdi yogya chhe. Pitha, kashthapatra, hala, mayika, yamtrayashti, gadina paidani nabhi ke gamdika mate a kashtha upayukta thai shake chhe, tema na bole. Asana, shayana, yana ane upashraya mate upayukta koi kashtha chhe – evi bhutopaghati bhasha prajnyasampanna sadhu na bole. Sutra– 323, 324. Karanavasha udyana, parvata ke vanomam hoya to te prajnyavana sadhu tyamna mota vriksha joine ema bole ke – a vriksho uttama jatina, dirgha, gola, mahalaya, shakha ane prashakhavala, darshaniya kahe. Sutra– 325, 326. Tatha a phala paripakva thaya chhe, pakavine khadya chhe, e pramane sadhu – sadhvi na bole. Tatha a phala kalochita chhe, temam gotali bamdhani nathi, a be tukada karava yogya chhe, a pramane pana na bole. Bolavum ja pade to a vriksha phalono bhara sahana karava asamartha chhe, bahu nivartita phalavala chhe, bahu sambhuta ke bhutarupa chhe, ema bole. Sutra– 327, 328. E pramane a dhanya – aushadhi paki gai chhe, lili ke chhalavali chhe, kapava ke bhumjava ke shekine khava yogya chhe, tema na kahe. Jo prayojanavasha bolavum ja pade to a aushadhio amkurita, prayah nishpanna, sthiribhuta, upaghatathi para thai chhe, karna garbhamam chhe ke bahara nikalela chhe. Athava paripakva bijavala thaya chhe, tema bole. Sutra samdarbha– 319–328 |