Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121189
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ पिंडैषणा

Translated Chapter :

અધ્યયન-૫ પિંડૈષણા

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 189 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उप्पलं पउमं वा वि कुमुयं वा मगदंतियं । अन्नं वा पुप्फ सच्चित्तं तं च संलुंचिया दए ॥
Sutra Meaning : સૂત્ર– ૧૮૯, ૧૯૦. જો કોઈ દાતા; ઉત્પલ, પદ્મ, માલતી કે અન્ય કોઈ સચિત્ત પુષ્પનું છેદન કરીને ભિક્ષા આપે તો તે ભોજન – પાન સંયમી સાધુને માટે અકલ્પ્ય થાય છે. તેથી દેનારીને તેનો નિષેધ કરીને કહે કે – મને આ પ્રકારે આહાર કલ્પતો નથી. સૂત્ર– ૧૯૧, ૧૯૨. જો કોઈ દાતા; ઉક્ત ઉત્પલાદિનું સંમર્દન કરીને આહાર આપે તો પણ ન કલ્પે, સાધુ તે આહારનો નિષેધ કરે. સૂત્ર– ૧૯૩, ૧૯૪. અપરિણત કમલકંદ, પલાશ કંદ, કુમુદનાલ, ઉત્પલનાલ, કમલતંતુ, સરસવનાલ, અપક્વ ઇક્ષુખંડ કે વૃક્ષ, તૃણ અને બીજી લીલી વનસ્પતિના કાચા નવા પ્રવાલનો ત્યાગ કરે. સૂત્ર– ૧૯૫. તરુણી, તાજી અથવા એકવાર ભૂંજેલી કાચી ફલી દેનારી સ્ત્રીને સાધુ નિષેધ કરે કે આવા પ્રકારે આહાર મને ન કલ્પે. સૂત્ર– ૧૯૬ થી ૧૯૯. આ જ પ્રમાણે ઉકાળ્યા વિનાના બોર, વાંસ – કરીર, કાશ્યપનાલિકા, અપક્વ તલપાપડી, કદંબનું ફળ ચોખાનો લોટ, વિકૃત ધોવાણ, નિવૃત જળ, તિલકૂટ, પોઈ, સાગ અને સરસવની ખલી એ બધા અપક્વ ન લે. અપક્વ અને શસ્ત્ર અપરિણત કોળું, બીજોરું, મૂળા, મૂળાના કંદને મનથી પણ ન ઇચ્છે. આ પ્રમાણે જ ફળનું ચૂર્ણ, બીજનું ચૂર્ણ, બહેડા, પ્રિયાલ ફળ પણ અપક્વ જાણીને ત્યાગ કરે. સૂત્ર સંદર્ભ– ૧૮૯–૧૯૯
Mool Sutra Transliteration : [gatha] uppalam paumam va vi kumuyam va magadamtiyam. Annam va puppha sachchittam tam cha samlumchiya dae.
Sutra Meaning Transliteration : Sutra– 189, 190. Jo koi data; utpala, padma, malati ke anya koi sachitta pushpanum chhedana karine bhiksha ape to te bhojana – pana samyami sadhune mate akalpya thaya chhe. Tethi denarine teno nishedha karine kahe ke – mane a prakare ahara kalpato nathi. Sutra– 191, 192. Jo koi data; ukta utpaladinum sammardana karine ahara ape to pana na kalpe, sadhu te aharano nishedha kare. Sutra– 193, 194. Aparinata kamalakamda, palasha kamda, kumudanala, utpalanala, kamalatamtu, sarasavanala, apakva ikshukhamda ke vriksha, trina ane biji lili vanaspatina kacha nava pravalano tyaga kare. Sutra– 195. Taruni, taji athava ekavara bhumjeli kachi phali denari strine sadhu nishedha kare ke ava prakare ahara mane na kalpe. Sutra– 196 thi 199. A ja pramane ukalya vinana bora, vamsa – karira, kashyapanalika, apakva talapapadi, kadambanum phala Chokhano lota, vikrita dhovana, nivrita jala, tilakuta, poi, saga ane sarasavani khali e badha apakva na le. Apakva ane shastra aparinata kolum, bijorum, mula, mulana kamdane manathi pana na ichchhe. A pramane ja phalanum churna, bijanum churna, baheda, priyala phala pana apakva janine tyaga kare. Sutra samdarbha– 189–199