Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121179
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ पिंडैषणा

Translated Chapter :

અધ્યયન-૫ પિંડૈષણા

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 179 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कालेण निक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जेत्ता काले कालं समायरे ॥
Sutra Meaning : સૂત્ર– ૧૭૯. ભિક્ષુ, ભિક્ષા – કાળે ભિક્ષાર્થે નીકળે, કાળે જ પાછો ફરે. અકાલનેળે વર્જીને જે કાર્ય જ્યારે ઉચિત હોય, ત્યારે તે કાર્ય કરે. સૂત્ર– ૧૮૦. હે મુનિ ! જો તું અકાળમાં ભિક્ષાર્થે જઈશ અને કાળનું પ્રતિલેખન નહી કરે તો ભિક્ષા ન મળે ત્યારે તું તને પોતાને ક્ષુબ્ધ કરીશ અને સંનિવેશની નિંદા કરીશ. સૂત્ર– ૧૮૧. ભિક્ષુ સમય થતા ભિક્ષાટન કરે, ભિક્ષાર્થે પુરુષાર્થ કરે, ભિક્ષા પ્રાપ્ત ન થાય તો શોક ન કરે, તપ થયો માની ક્ષુધા પરીષહને સહન કરે. સૂત્ર– ૧૮૨. આ પ્રમાણે ક્યાંય ભોજનાર્થે એકઠા થયેલા વિવિધ પ્રકારના પ્રાણી જુએ તો તેની સન્મુખ ન જાય. પણ જયણાથી ગમન કરે. સૂત્ર– ૧૮૩. ગૌચરી ગયેલ સાધુ ક્યાંય પણ બેસીને કે ઊભા રહીને ધર્મકથાનો પ્રબંધ ન કરે. સૂત્ર– ૧૮૪. તે અર્ગલા, પરીઘ, દ્વાર અને કમાડનો ટેકો લઈને ત્યાં ઊભો ન રહે. સૂત્ર– ૧૮૫, ૧૮૬. ભોજન કે પાણીને માટે આવેલ કે ગયેલ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ કે વનીપકને ઉલ્લંઘીને સંયમી ગૃહસ્થના ઘરમાં ન પ્રવેશે અને આંખોની સામે ઊભો ન રહે, પણ એકાંતમાં જઈને ત્યાં ઊભો રહે. સૂત્ર– ૧૮૭. તે ભિક્ષાચારોને ઉલ્લંઘીને ઘરમાં પ્રવેશતા તે વનીપક અથવા બંનેમાં અપ્રીતિ થાય અથવા પ્રવચનની લઘુતા થાય છે. સૂત્ર– ૧૮૮. ગૃહસ્વામી દ્વારા તે ભિક્ષાચરોને દેવાનો નિષેધ કર્યા પછી અથવા આપી દીધા પછી, ત્યાંથી તે યાચકો ચાલ્યા જાય પછી સંયમી સાધુ ભોજન – પાનને માટે તે ઘરમાં પ્રવેશ કરે. સૂત્ર સંદર્ભ– ૧૭૯–૧૮૮
Mool Sutra Transliteration : [gatha] kalena nikkhame bhikkhu kalena ya padikkame. Akalam cha vivajjetta kale kalam samayare.
Sutra Meaning Transliteration : Sutra– 179. Bhikshu, bhiksha – kale bhiksharthe nikale, kale ja pachho phare. Akalanele varjine je karya jyare uchita hoya, tyare te karya kare. Sutra– 180. He muni ! Jo tum akalamam bhiksharthe jaisha ane kalanum pratilekhana nahi kare to bhiksha na male tyare tum tane potane kshubdha karisha ane samniveshani nimda karisha. Sutra– 181. Bhikshu samaya thata bhikshatana kare, bhiksharthe purushartha kare, bhiksha prapta na thaya to shoka na kare, tapa thayo mani kshudha parishahane sahana kare. Sutra– 182. A pramane kyamya bhojanarthe ekatha thayela vividha prakarana prani jue to teni sanmukha na jaya. Pana jayanathi gamana kare. Sutra– 183. Gauchari gayela sadhu kyamya pana besine ke ubha rahine dharmakathano prabamdha na kare. Sutra– 184. Te argala, parigha, dvara ane kamadano teko laine tyam ubho na rahe. Sutra– 185, 186. Bhojana ke panine mate avela ke gayela shramana, brahmana, kripana ke vanipakane ullamghine samyami grihasthana gharamam na praveshe ane amkhoni same ubho na rahe, pana ekamtamam jaine tyam ubho rahe. Sutra– 187. Te bhikshacharone ullamghine gharamam praveshata te vanipaka athava bamnemam apriti thaya athava pravachanani laghuta thaya chhe. Sutra– 188. Grihasvami dvara te bhikshacharone devano nishedha karya pachhi athava api didha pachhi, tyamthi te yachako chalya jaya pachhi samyami sadhu bhojana – panane mate te gharamam pravesha kare. Sutra samdarbha– 179–188