Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121162
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ पिंडैषणा

Translated Chapter :

અધ્યયન-૫ પિંડૈષણા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 162 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सिया य भिक्खू इच्छेज्जा सेज्जमागम्म भोत्तुयं । सपिंडपायमागम्म उंडुयं पडिलेहिया ॥
Sutra Meaning : સૂત્ર– ૧૬૨. કદાચિત્‌ ભિક્ષુ વસતીમાં આવીને ભોજન કરવાને ઇચ્છે તો પિંડપાત સહિત આવીને ભોજન ભૂમિનું પ્રતિલેખન કરે. સૂત્ર– ૧૬૩. વિનયપૂર્વક વસતીમાં પ્રવેશીને ગુરુની સમીપે આવે અને મુનિ ઇર્યાપથ પ્રતિક્રમે. સૂત્ર– ૧૬૪, ૧૬૫. પછી તે સંયત સાધુ ગમનાગમનમાં અને ભોજન – પાન લેવામાં લાગેલ બધા અતિચારોનું યથાક્રમે ઉપયોગપૂર્વક ચિંતન કરીને ઋજુપ્રજ્ઞ અને અનુદ્વિગ્ન સંયમી અવ્યાક્ષિપ્ત ચિત્તથી ગુરુની પાસે આલોચના કરે તથા જે રીતે ભિક્ષા લીધી હોય તે જ પ્રકારે નિવેદન કરે. સૂત્ર– ૧૬૬, ૧૬૭. જો આલોચના સમ્યક્‌ પ્રકારે ન થયેલ હોય અથવા જે આગળ – પાછળ કરી હોય, તેનું પ્રતિક્રમણ કરે. કાયોત્સર્ગ આમ ચિંતવે – અહો ! જિનેશ્વરોએ સાધુઓને મોક્ષ સાધનાના હેતુભૂત સંયમી – શરીર ધારણ કરવાને નિરવદ્ય વૃત્તિનો ઉપદેશ આપેલ છે. સૂત્ર– ૧૬૮. કાયોત્સર્ગને નમસ્કાર મંત્ર દ્વારા પારિત કરીને જિન સંસ્તવ કરે, પછી સ્વાધ્યાયનો પ્રારંભ કરે, પછી ક્ષણવાર મુનિ વિશ્રામ લે. સૂત્ર– ૧૬૯. વિશ્રામ કરતો એવો તે કર્મ નિર્જરાના લાભનો અભિલાષી મુનિ આ હિતકર અર્થને ચિંતવે કે – જો કોઈ સાધુ મારા ઉપર અનુગ્રહ કરે તો હું તરી જાઉં. સૂત્ર– ૧૭૦. તે પ્રીતિભાવથી સાધુઓને યથાક્રમે નિમંત્રણા કરે. જો તેમનામાંથી કોઈ સાધુ ભોજન કરવા ઇચ્છે તો તેમની સાથે ભોજન કરે. સૂત્ર– ૧૭૧. જો કોઈ સાધુ આહાર લેવા ન ઇચ્છે તો તે એકલો જ પ્રકાશયુક્ત પાત્રમાં અને આહારના કણને નીચે છાંડ્યા વિના જયણાપૂર્વક ભોજન કરે. સૂત્ર સંદર્ભ– ૧૬૨–૧૭૧
Mool Sutra Transliteration : [gatha] siya ya bhikkhu ichchhejja sejjamagamma bhottuyam. Sapimdapayamagamma umduyam padilehiya.
Sutra Meaning Transliteration : Sutra– 162. Kadachit bhikshu vasatimam avine bhojana karavane ichchhe to pimdapata sahita avine bhojana bhuminum pratilekhana kare. Sutra– 163. Vinayapurvaka vasatimam praveshine guruni samipe ave ane muni iryapatha pratikrame. Sutra– 164, 165. Pachhi te samyata sadhu gamanagamanamam ane bhojana – pana levamam lagela badha aticharonum yathakrame upayogapurvaka chimtana karine rijuprajnya ane anudvigna samyami avyakshipta chittathi guruni pase alochana kare tatha je rite bhiksha lidhi hoya te ja prakare nivedana kare. Sutra– 166, 167. Jo alochana samyak prakare na thayela hoya athava je agala – pachhala kari hoya, tenum pratikramana kare. Kayotsarga ama chimtave – aho ! Jineshvaroe sadhuone moksha sadhanana hetubhuta samyami – sharira dharana karavane niravadya vrittino upadesha apela chhe. Sutra– 168. Kayotsargane namaskara mamtra dvara parita karine jina samstava kare, pachhi svadhyayano prarambha kare, pachhi kshanavara muni vishrama le. Sutra– 169. Vishrama karato evo te karma nirjarana labhano abhilashi muni a hitakara arthane chimtave ke – jo koi sadhu mara upara anugraha kare to hum tari jaum. Sutra– 170. Te pritibhavathi sadhuone yathakrame nimamtrana kare. Jo temanamamthi koi sadhu bhojana karava ichchhe to temani sathe bhojana kare. Sutra– 171. Jo koi sadhu ahara leva na ichchhe to te ekalo ja prakashayukta patramam ane aharana kanane niche chhamdya vina jayanapurvaka bhojana kare. Sutra samdarbha– 162–171