Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120234
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 234 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चंदोदयं च सूरोदयं च रन्नो उ दोन्नि उज्जाणा । तेसिं विवरियगमणे आणाकोवो तओ दंडो ॥
Sutra Meaning : ચંદ્રાનના નગરી, ચંદ્રાવતંસક રાજા, ત્રિલોકરેખા આદિ રાણી હતી. અંત:પુર સાથે સ્વૈર વિહાર કરવાની ઈચ્છાથી ઘોષણા કરાવી કે કોઈએ ઉદ્યાનમાં ન જવું. કેટલાક દુર્જનો રાણીઓને જોવાની ઈચ્છાથી ત્યાં છુપાઈને રહ્યા પણ ઉદ્યાન પાલકોએ તેને પકડી લીધા. તેમાં તૃણ – કાષ્ઠ આદિ લાવનારા પણ કેટલાક પકડાયા. રાજાએ બંને પુરુષોના વૃતાંત જાણી, જેઓએ આજ્ઞાભંગ કરેલો, તેમને મારી નાખ્યા. જેઓ સહજ જ ઉદ્યાનમાં પ્રવેશી ગયા હતા તેઓને છોડી મૂક્યા. જેમ અહી આજ્ઞા ભંગ કરેલા દુર્જનોને રાજાએ મારી નાંખ્યા અને તૃણ – કાષ્ઠાદિ માટે સહજ જનારને મુક્ત કર્યા તેમ આધાકર્મના અધ્યવસાયવાળા શુદ્ધ ભોજન કરે તો પણ આજ્ઞાભંગને કારણે કર્મ બાંધે છે અને શુદ્ધ ભાવવાળા સાધુ આજ્ઞા આરાધક હોવાથી કર્મ બાંધતા નથી. સૂત્ર સંદર્ભ– ૨૩૪–૨૩૮
Mool Sutra Transliteration : [gatha] chamdodayam cha surodayam cha ranno u donni ujjana. Tesim vivariyagamane anakovo tao damdo.
Sutra Meaning Transliteration : Chamdranana nagari, chamdravatamsaka raja, trilokarekha adi rani hati. Amta:pura sathe svaira vihara karavani ichchhathi ghoshana karavi ke koie udyanamam na javum. Ketalaka durjano ranione jovani ichchhathi tyam chhupaine rahya pana udyana palakoe tene pakadi lidha. Temam trina – kashtha adi lavanara pana ketalaka pakadaya. Rajae bamne purushona vritamta jani, jeoe ajnyabhamga karelo, temane mari nakhya. Jeo sahaja ja udyanamam praveshi gaya hata teone chhodi mukya. Jema ahi ajnya bhamga karela durjanone rajae mari namkhya ane trina – kashthadi mate sahaja janarane mukta karya tema adhakarmana adhyavasayavala shuddha bhojana kare to pana ajnyabhamgane karane karma bamdhe chhe ane shuddha bhavavala sadhu ajnya aradhaka hovathi karma bamdhata nathi. Sutra samdarbha– 234–238