Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118083
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Translated Chapter :

અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં

ચૂલિકા-૧ એકાંત નિર્જરા

Section : Translated Section :
Sutra Number : 1383 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वज्जेंतो बीय-हरीयाइं, पाणे य दग-मट्टियं। उववायं विसमं खाणुं रन्नो गिहवईणं च॥
Sutra Meaning : એમ કરતા ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડૈષણા શાસ્ત્રમાં કહેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતા વિષમ ઉપદ્રવો, કદાગ્રહને છોડતો, શંકાસ્થાનનો ત્યાગ કરતો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચર ચર્યામાં પ્રાભૃતિક નામક દોષવાળી ભિક્ષા ન વર્જે તો ઉપવાસ પ્રાયશ્ચિત્ત જણાવવું. જો તે ઉપવાસી ન હોય અને સ્થાપના કુળોમાં પ્રવેશ કરે તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિકૂળ વસ્તુ ગ્રહણ કર્યા પછી તુરંત જ નિરુપદ્રવ સ્થાનમાં ન પરઠવે તો ઉપવાસ, અકલ્પ્ય વસ્તુ ભિક્ષામાં ગ્રહણ કરે તો યથાયોગ્ય ઉપવાસાદિ, કલ્પ્યનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન. ગૌચરી માટે નીકળેલો ભિક્ષુ વાતો વિકથાદિની પ્રસ્તાવના કરે, ઉદીરણા કરે, કહેવા લાગે, સાંભળે તો છઠ્ઠ પ્રાયશ્ચિત્ત. ગૌચરી લઈને પાછા આવ્યા પછી લીધેલા આહાર – પાણી, ઔષધ જેણે આપ્યા, જે રીતે ગ્રહણ કર્યા તે પ્રમાણે તે ક્રમે જો આલોચે નહીં તો પુરિમડ્ઢ, ઇરિયાવહી પ્રતિક્રમ્યા વિના આહાર – પાણી આદિ આલોવે તો પુરિમડ્ઢ, રજયુક્ત પગોને પ્રમાર્જ્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો પુરિમડ્ઢ ઇરિયં પ્રતિક્રમવાની ઇચ્છાવાળો પગની નીચેના ભૂમિભાગને ત્રણ વખત ન પ્રમાર્જે તો નિવી, કાન સુધી અને હોઠ સુધી મુહપત્તિ રાખ્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુક્કડમ્‌, પુરિમડ્ઢ. સજ્‌ઝાય પરઠવતા અને ગૌચરી આલોવતા ધમ્મો મંગલ ગાથાનું પરાવર્તન કર્યા વિના, ચૈત્ય અને સાધુને વાંદ્યા વિના, પચ્ચક્‌ખાણ પારે તો પુરિમડ્ઢ, પચ્ચક્‌ખાણ પાર્યા વિના ભોજન, પાણી, ઔષધનો પરિભોગ કરે તો ચોથ ભક્ત, ગુરુ સન્મુખ પચ્ચક્‌ખાણ ન પારે તો, ઉપયોગ ન કરે, પ્રાભૃતિક ન આલોવે, સજ્ઝાય ન પરઠવે, આ દરેક પ્રસ્થાપનામાં ગુરુ પણ શિષ્ય પ્રતિ ઉપયોગવાળા ન થાય, તો તેમને પારંચિત પ્રાયશ્ચિત્ત. સાધર્મિક સાધુને ગૌચરીમાંથી આહારાદિ આપ્યા વિના, ભક્તિ કર્યા વિના કંઈ આહારાદિ પરિભોગ કરે તો છઠ્ઠ, કડવા, તીખા, કષાયેલા, ખાટા, મધુર, ખારા રસોનો આસ્વાદ કરે, વારંવાર આસ્વાદે, તેવા સ્વાદુ ભોજન કરે તો ઉપવાસ, તેવા સ્વાદિષ્ટ રસોમાં રાગ પામે તો ઉપવાસ કે અઠ્ઠમ, કાઉસ્સગ્ગ કર્યા વિના વિગઈ વાપરે તો પાંચ આયંબિલ, બેથી વધારે વિગઈ વાપરે તો પાંચ નિવિગ્ગઈ, નિષ્કારણ વિગઈ વાપરે તો અઠ્ઠમ, ગ્લાન માટેના અશન, પાન, પથ્ય, અનુપાન જ લાવેલા હોય અને વગર આપેલુ વાપરે તો પારંચિત. ગ્લાનની સેવા માવજત કર્યા વિના ભોજન કરે તો ઉપસ્થાપન પોત – પોતાના સર્વે કર્તવ્યોનો ત્યાગ કરીને, ગ્લાન કાર્યોનું આલંબન લઈને અર્થાત્‌ તેના બહાને સ્વ – કર્તવ્યોમાં પ્રમાદ સેવે તો અવંદનીય. ગ્લાન યોગ્ય કરવા લાયક કાર્યો જે કરી ન આપે તો અઠ્ઠમ, ગ્લાન બોલાવે અને એક શબ્દ બોલવા સાથે તુરંત જઈને જે આજ્ઞા કરે તેનો અમલ ન કરે તો પારંચિત. પરંતુ જો ગ્લાન સાધુ સ્વસ્થચિત્ત હોય તો, જો સનેપાત આદિ કારણે ભ્રમિત માનસવાળા હોય તો જે તે ગ્લાને કહ્યું હોય તેમ કરવાનું ન હોય. તેને યોગ્ય જે હિતકારી થતું હોય તે જ કરવું. ગ્લાનના કાર્ય કરનારને સંઘ બહાર કરવો. આધાકર્મ, ઔદ્દેશિક, પૂતિકર્મ, મિશ્રમત, સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્યક, અભ્યાહૃત, ઉદ્‌ભિન્ન, માલોપહૃત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, અધ્યવપૂરક, ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવક, વનીપક, ચિકિત્સા, ક્રોધ – માન – માયા – લોભ, પૂર્વે – પશ્ચાત્‌ સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળ કર્મ, શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહૃત, દાયક, ઉદ્‌ભિન્ન, અપરિણત, લિપ્ત, છર્દિત આ ૪૨ દોષોમાંથી કોઈપણ દોષથી દૂષિત આહાર, પાણી, ઔષધનો પરિભોગ કરે તો યથા – યોગ્ય ક્રમથી ઉપવાસ, આયંબિલનું પ્રાયશ્ચિત્ત આપવું. છ કારણોની ગેરહાજરીમાં ભોજન કરે તો અઠ્ઠમ, ધુમ્રદોષ અને અંગાર દોષ યુક્ત આહારનો ભોગવટો કરે તો ઉપસ્થાપન, જુદા આહાર કે સ્વાદવાળા સંયોગ કરીને જિહ્વાનો સ્વાદ પોષવાને ભોજન કરે તો આયંબિલ અને ઉપવાસ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોવા છતાં આઠમ, ચૌદશ, જ્ઞાનપંચમી, પર્યુષણામાં ધોઈને પાણી પી ન જાય તો ઉપવાસ, પાત્ર ધોયેલ પાણી પરઠવે તો પાંચ ઉપવાસ. પાત્રા, માત્રક, તરપણી કે કોઈપણ પ્રકારના ભાજન – ઉપકરણ માત્રને ભીનાશ દૂર કરી, કોરા કરીને, ચીકાશવાળા કે વગરના ન લૂંછેલા સ્થાપન કરી રાખે તો ચોથા ભક્ત, પાત્રાબંધની ગાંઠ ન છોડે, તેની પડિલેહણા કરીને ન શોધે તો ચોથભક્ત, ભોજન માંડલીમાં હાથ ધોવે, તેના પાણીમાં પગનો સંઘટ્ટો કરીને ચાલે, ભોજન કરવાની જગ્યામાં સાફ કરીને દંડપુચ્છણકથી કાજો ન લે તો નિવી. ભોજનમાંડલીના સ્થાને જગ્યા સાફ કરીને પુંછણકથી કાજો લઈ, એકઠો કરીને ઇરિયા ન પ્રતિક્રમે તો નિવી. એ પ્રમાણે ઇરિયાવહી કરીને બાકી રહેલા દિવસનું અર્થાત્‌ તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ. ગુરુ સન્મુખ પચ્ચક્‌ખાણ ન કરે તો પુરિમડ્ઢ, અવિધિથી પચ્ચક્‌ખાણ કરે તો આયંબિલ, પચ્ચક્‌ખાણ કર્યા પછી ચૈત્ય અને સાધુને ન વાંદે તો પુરિમડ્ઢ. કુશીલને વાંદે તો અવંદનીય. ત્યારપછીના સમયમાં બહાર સ્થંડિલ ભૂમિ જવા માટે પાણી લેવા માટે જાય. વડી નીતિ કરીને પાછા ફરે તે સમયે કંઈક ન્યૂન ત્રીજી પોરીસી પૂર્ણ થાય. તેમાં પણ ઇરિયાવહી પ્રતિક્રમીને વિધિથી ગમનાગમન આલોચીને પાત્રા, માત્રક આદિ ભાજન અને ઉપકરણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરીસી બરાબર પૂર્ણ થાય. આ પ્રમાણે ત્રીજી પોરીસી વીત્યા પછી હે ગૌતમ ! જે ભિક્ષુ ઉપધિ અને સ્થંડિલો વિધિપૂર્વક ગુરુ સન્મુખ ‘સંદિસાઉં’ એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચક્‌ખાણ કરીને કાળવેળા સુધી સ્વાધ્યાય ન કરે તેને છઠ્ઠ પ્રાયશ્ચિત્ત જણાવવું. આ પ્રમાણે કાળવેળા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપધિ અને સ્થંડિલ, વંદન, પ્રતિક્રમણ, સજ્ઝાય, માંડળી આદિ વસતીની પ્રત્યુપેક્ષણા કરીને સમાધિપૂર્વક, ચિત્તના વિક્ષેપ વિના સંયમિત બનીને પોતાની ઉપધિ અને સ્થંડિલની પ્રત્યુપેક્ષણા કરીને ગોચર ચરિત અને કાળને પ્રતિક્રમીને, ગોચર ચર્યા ઘોષણા કરીને ત્યારપછી દૈવસિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો. આ દરેકમાં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમડ્ઢ એકાસણાદિ પ્રાયશ્ચિત્ત જાણવા. આ પ્રમાણે કાયોત્સર્ગ કરીને મુહપત્તિ પડિલેહીને વિધિપૂર્વક ગુરુને કૃતિકર્મ વંદન કરીને સૂર્યોદયથી માંડીને કોઈ પણ સ્થાને જવા કે બેસતા, જતા, ચાલતા, ભમતા, ઉતાવળ કરતા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ, ફૂલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે – ત્રણ – ચાર – પાંચ ઇન્દ્રિયોવાળા જીવોના સંઘટ્ટન, પરિતાપન, કિલામણા, ઉપદ્રવ વગેરે કર્યા હોય તથા – ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ મહાવ્રતો, છ જીવનિકાયો, સાત પાણૈષણા અને આહારૈષણા, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ, દશવિધ શ્રમણ ધર્મ, જ્ઞાન – દર્શન – ચારિત્રની જે ખંડના, વિરાધના થઈ હોય તેની નિંદા, ગર્હા, આલોચના, પ્રાયશ્ચિત્ત કરીને એકાગ્ર મનથી સૂત્ર, અર્થ, તદુભયને અતિશય ભાવતો, તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન. એમ કરતા સૂર્યાસ્ત થયો. ચૈત્યોને વંદના કર્યા સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથભક્ત. અહીં અવસર જાણી લેવો. પ્રતિક્રમણ પછી રાત્રે વિધિ સહિત બિલકુલ ઓછો સમય નહીં એવા પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય ન કરે તો પાંચ ઉપવાસ, પહેલી પોરીસી પૂર્ણ થતા પહેલાં સંથારો કરવાની વિધિની આજ્ઞા માંગો તો છઠ્ઠ, સંદિસાવ્યા વિના સંથારો કરી સૂઈ જાય તો ઉપવાસ, ઉત્તરપટ્ટા વિનાનો સંથારો કરે તો ઉપવાસ, બે પડનો સંથારો કરે તો ઉપવાસ, વચમાં પોલાણ વાળો, દોરીવાળા ખાટલામાં નીચે નરમ હોય તેવા ઢોલીયામાં, પલંગમાં સંથારો કરે તો ૧૦૦ આયંબિલ. સર્વે શ્રમણ સંઘ, સર્વે સાધર્મિકો તેમજ સર્વ જીવરાશિના તમામ જીવોને સર્વભાવથી ત્રિવિધ – ત્રિવિધે ન ખમાવે, ક્ષમા ન આપે, ચૈત્યોને ન વાંદે, ગુરુના ચરણમાં ઉપધિ, દેહ, આહારાદિના સાગાર પચ્ચક્‌ખાણ કર્યા વિના, કાનના છિદ્રોમાં કપાસનું રૂ ભરાવ્યા વિના સંથારામાં બેસે તો દરેકમાં ઉપસ્થાપન, સંથારામાં બેઠા પછી આ ધર્મ – શરીરને ગુરુ પરંપરાથી પ્રાપ્ત આ ‘શ્રેષ્ઠ મંત્રાક્ષરોથી’ દશે દિશામાં સાપ, સિંહ, દુષ્ટ, પ્રાંત, તુચ્છ, વ્યંતર પિશાચાદિથી રક્ષે નહીં તો ઉપસ્થાપન. દશે દિશામાં સાપ, સિંહ, દુષ્ટ પ્રાંત, હલકા વાણમંતર, પિશાચ વગેરેથી રક્ષણ ન કરે તો ઉપસ્થાપન, દશે દિશાઓમાં રક્ષણ કરીને બાર ભાવના ભાવ્યા સિવાય સૂઈ જાય તો ૨૫ – આયંબિલ. એક જ નિદ્રા પૂર્ણ કરી જાણીને ઇરિયાવહી પ્રતિક્રમીને પ્રતિક્રમણના સમય સુધી સ્વાધ્યાય ન કરે તો પાંચ ઉપવાસ, ઊંઘી ગયા બાદ દુઃસ્વપ્ન કે કુસ્વપ્ન આવે તો ૧૦૦ શ્વાસોચ્છ્‌વાસ કાઉસ્સગ્ગ કરવો. રાત્રે છીંક કે ખાંસી ખાય, પાટીયા – પાટ કે દંડ ખસતા શબ્દ કરે તો ખમણ, દિવસે કે રાત્રે હાસ્ય, ક્રીડા, કંદર્પથી ઉપસ્થાપન. એમ જે ભિક્ષુ સૂત્રનું અતિક્રમણ કરીને કાળનું અતિક્રમણ કરીને આવશ્યક કરે તો હે ગૌતમ ! કારણે મિચ્છામિ દુક્કડમ્‌, અકારણે યથાયોગ્ય ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત કહેવા. જે ભિક્ષુ શબ્દ કરે – કરાવે, ગાઢ – અગાઢ શબ્દોથી બૂમ પાડે તો દરેક સ્થાનમાં દરેકનું દરેક પદમાં યથાયોગ્ય સંબંધ જોડીને પ્રાયશ્ચિત્ત આપવું. એ પ્રમાણે જે ભિક્ષુ અપ્‌કાય, અગ્નિકાય, સ્ત્રી – શરીરના અવયવોનો સંઘટ્ટો કરે પણ ભોગવે નહીં તો તેને પચ્ચીશ આયંબિલ. જે વળી સ્ત્રીને ભોગવે તે દુરંત – પ્રાંત લક્ષણવાળાનું મુખ પણ ન દેખવું. એવા તે મહાપાપીને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું. જો તે મહાતપસ્વી હોય, ૭૦ માસક્ષમણ, ૧૦૦ અર્ધમાસ ક્ષમણ, ૧૦૦ પાંચ ઉપવાસ, ૧૦૦ ચાર ઉપવાસ, ૧૦૦ અઠ્ઠમ, ૧૦૦ છઠ્ઠ, ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયંબિલ, ૧૦૦ એકાસણા, ૧૦૦ શુદ્ધ આચામ્લ એકાશન, ૧૦૦ નિવી યાવત્‌ સવળા – અવળા ક્રમે પ્રાયશ્ચિત્ત જણાવવુ. આ આપેલ પ્રાયશ્ચિત્ત જે ભિક્ષુ વગર વિસામે પાર પાડે તે નજીકના કાળમાં આગળ આવનાર સમજવો. સૂત્ર સંદર્ભ– ૧૩૮૩, ૧૩૮૪
Mool Sutra Transliteration : [gatha] vajjemto biya-hariyaim, pane ya daga-mattiyam. Uvavayam visamam khanum ranno gihavainam cha.
Sutra Meaning Transliteration : Ema karata bhiksha samaya avi pahomchyo. He gautama ! A avasare pimdaishana shastramam kahela vidhithi adina manavalo bhikshu bija ane vanaspatikaya, pani, kadava, prithvikayane varjato, raja ane grihastho taraphathi thata vishama upadravo, kadagrahane chhodato, shamkasthanano tyaga karato, pamcha samiti, trana guptimam upayogavalo, gochara charyamam prabhritika namaka doshavali bhiksha na varje to upavasa prayashchitta janavavum. Jo te upavasi na hoya ane sthapana kulomam pravesha kare to upavasa, utavalamam pratikula vastu grahana karya pachhi turamta ja nirupadrava sthanamam na parathave to upavasa, Akalpya vastu bhikshamam grahana kare to yathayogya upavasadi, kalpyano pratishedha kare to upasthapana. Gauchari mate nikalelo bhikshu vato vikathadini prastavana kare, udirana kare, kaheva lage, sambhale to chhaththa prayashchitta. Gauchari laine pachha avya pachhi lidhela ahara – pani, aushadha jene apya, je rite grahana karya te pramane te krame jo aloche nahim to purimaddha, Iriyavahi pratikramya vina ahara – pani adi alove to purimaddha, rajayukta pagone pramarjya vina iriya pratikrame to purimaddha iriyam pratikramavani ichchhavalo pagani nichena bhumibhagane trana vakhata na pramarje to nivi, kana sudhi ane hotha sudhi muhapatti rakhya vina iriya pratikrame to michchhami dukkadam, purimaddha. Sajjhaya parathavata ane gauchari alovata dhammo mamgala gathanum paravartana karya vina, chaitya ane sadhune vamdya vina, pachchakkhana pare to purimaddha, Pachchakkhana parya vina bhojana, pani, aushadhano paribhoga kare to chotha bhakta, guru sanmukha pachchakkhana na pare to, upayoga na kare, prabhritika na alove, sajjhaya na parathave, a dareka prasthapanamam guru pana shishya prati upayogavala na thaya, to temane paramchita prayashchitta. Sadharmika sadhune gaucharimamthi aharadi apya vina, bhakti karya vina kami aharadi paribhoga kare to chhaththa, kadava, tikha, kashayela, khata, madhura, khara rasono asvada kare, varamvara asvade, teva svadu bhojana kare to upavasa, teva svadishta rasomam raga pame to upavasa ke aththama, Kaussagga karya vina vigai vapare to pamcha ayambila, bethi vadhare vigai vapare to pamcha niviggai, nishkarana vigai vapare to aththama, glana matena ashana, pana, pathya, anupana ja lavela hoya ane vagara apelu vapare to paramchita. Glanani seva mavajata karya vina bhojana kare to upasthapana pota – potana sarve kartavyono tyaga karine, glana karyonum alambana laine arthat tena bahane sva – kartavyomam pramada seve to avamdaniya. Glana yogya karava layaka karyo je kari na ape to aththama, glana bolave ane eka shabda bolava sathe turamta jaine je ajnya kare teno amala na kare to paramchita. Paramtu jo glana sadhu svasthachitta hoya to, jo sanepata adi karane bhramita manasavala hoya to je te glane kahyum hoya tema karavanum na hoya. Tene yogya je hitakari thatum hoya te ja karavum. Glanana karya karanarane samgha bahara karavo. Adhakarma, auddeshika, putikarma, mishramata, sthapana, prabhritika, pradushkarana, krita, pramityaka, abhyahrita, udbhinna, malopahrita, achchhedya, anisrishta, adhyavapuraka, dhatri, duti, nimitta, ajivaka, vanipaka, chikitsa, krodha – mana – maya – lobha, purve – pashchat samstava, vidya, mamtra, churna, yoga, mula karma, shamkita, prakshita, nikshipta, pihita, samhrita, dayaka, udbhinna, aparinata, lipta, chhardita a 42 doshomamthi koipana doshathi dushita ahara, pani, aushadhano paribhoga kare to yatha – yogya kramathi upavasa, ayambilanum prayashchitta apavum. Chha karanoni gerahajarimam bhojana kare to aththama, dhumradosha ane amgara dosha yukta aharano bhogavato kare to upasthapana, juda ahara ke svadavala samyoga karine jihvano svada poshavane bhojana kare to ayambila ane upavasa, Bala, virya, purushakara parakrama hova chhatam athama, chaudasha, jnyanapamchami, paryushanamam dhoine pani pi na jaya to upavasa, patra dhoyela pani parathave to pamcha upavasa. Patra, matraka, tarapani ke koipana prakarana bhajana – upakarana matrane bhinasha dura kari, kora karine, chikashavala ke vagarana na lumchhela sthapana kari rakhe to chotha bhakta, Patrabamdhani gamtha na chhode, teni padilehana karine na shodhe to chothabhakta, Bhojana mamdalimam hatha dhove, tena panimam pagano samghatto karine chale, bhojana karavani jagyamam sapha karine damdapuchchhanakathi kajo na le to nivi. Bhojanamamdalina sthane jagya sapha karine pumchhanakathi kajo lai, ekatho karine iriya na pratikrame to nivi. E pramane iriyavahi karine baki rahela divasanum arthat tivihara ke choviharanum pratyakhyana na kare to ayambila. Guru sanmukha pachchakkhana na kare to purimaddha, avidhithi pachchakkhana kare to ayambila, pachchakkhana karya pachhi chaitya ane sadhune na vamde to purimaddha. Kushilane vamde to avamdaniya. Tyarapachhina samayamam bahara sthamdila bhumi java mate pani leva mate jaya. Vadi niti karine pachha phare te samaye kamika nyuna triji porisi purna thaya. Temam pana iriyavahi pratikramine vidhithi gamanagamana alochine patra, matraka adi bhajana ane upakarano vyavasthita kare tyare triji porisi barabara purna thaya. A pramane triji porisi vitya pachhi he gautama ! Je bhikshu upadhi ane sthamdilo vidhipurvaka guru sanmukha ‘samdisaum’ ema ajnya mamgine pani pivana pana pachchakkhana karine kalavela sudhi svadhyaya na kare tene chhaththa prayashchitta janavavum. A pramane kalavela avi pahomche tyare guruni upadhi ane sthamdila, vamdana, pratikramana, sajjhaya, mamdali adi vasatini pratyupekshana karine samadhipurvaka, chittana vikshepa vina samyamita banine potani upadhi ane sthamdilani pratyupekshana karine gochara charita ane kalane pratikramine, gochara charya ghoshana karine tyarapachhi daivasika aticharoni vishuddhi nimitte kayotsarga karavo. A darekamam anukrame upasthapana, purimaddha ekasanadi prayashchitta janava. A pramane kayotsarga karine muhapatti padilehine vidhipurvaka gurune kritikarma vamdana karine suryodayathi mamdine koi pana sthane java ke besata, jata, chalata, bhamata, utavala karata, prithvi, pani, agni, vayu, vanaspati, lilotari, trina, bija, pushpa, phula, kumpala, amkura, pravala, patra, be – trana – chara – pamcha indriyovala jivona samghattana, paritapana, kilamana, upadrava vagere karya hoya tatha – Trana gupti, chara kashayo, pamcha mahavrato, chha jivanikayo, sata panaishana ane aharaishana, atha pravachana mata, nava brahmacharyani gupti, dashavidha shramana dharma, jnyana – darshana – charitrani je khamdana, viradhana thai hoya teni nimda, garha, alochana, prayashchitta karine ekagra manathi sutra, artha, tadubhayane atishaya bhavato, tena arthani vicharana karato, pratikramana na kare to upasthapana. Ema karata suryasta thayo. Chaityone vamdana karya sivaya pratikramana kare to chothabhakta. Ahim avasara jani levo. Pratikramana pachhi ratre vidhi sahita bilakula ochho samaya nahim eva prathama praharamam svadhyaya na kare to pamcha upavasa, Paheli porisi purna thata pahelam samtharo karavani vidhini ajnya mamgo to chhaththa, samdisavya vina samtharo kari sui jaya to upavasa, uttarapatta vinano samtharo kare to upavasa, be padano samtharo kare to upavasa, vachamam polana valo, dorivala khatalamam niche narama hoya teva dholiyamam, palamgamam samtharo kare to 100 ayambila. Sarve shramana samgha, sarve sadharmiko temaja sarva jivarashina tamama jivone sarvabhavathi trividha – trividhe na khamave, kshama na ape, chaityone na vamde, guruna charanamam upadhi, deha, aharadina sagara pachchakkhana karya vina, kanana chhidromam kapasanum ru bharavya vina samtharamam bese to darekamam upasthapana, Samtharamam betha pachhi a dharma – sharirane guru paramparathi prapta a ‘shreshtha mamtraksharothi’ dashe dishamam sapa, simha, dushta, pramta, tuchchha, vyamtara pishachadithi rakshe nahim to upasthapana. Dashe dishamam sapa, simha, dushta pramta, halaka vanamamtara, pishacha vagerethi rakshana na kare to upasthapana, dashe dishaomam rakshana karine bara bhavana bhavya sivaya sui jaya to 25 – ayambila. Eka ja nidra purna kari janine iriyavahi pratikramine pratikramanana samaya sudhi svadhyaya na kare to pamcha upavasa, umghi gaya bada duhsvapna ke kusvapna ave to 100 shvasochchhvasa kaussagga karavo. Ratre chhimka ke khamsi khaya, patiya – pata ke damda khasata shabda kare to khamana, divase ke ratre hasya, krida, kamdarpathi upasthapana. Ema je bhikshu sutranum atikramana karine kalanum atikramana karine avashyaka kare to he gautama ! Karane michchhami dukkadam, akarane yathayogya upavasadi prayashchitta kaheva. Je bhikshu shabda kare – karave, gadha – agadha shabdothi buma pade to dareka sthanamam darekanum dareka padamam yathayogya sambamdha jodine prayashchitta apavum. E pramane je bhikshu apkaya, agnikaya, stri – sharirana avayavono samghatto kare pana bhogave nahim to tene pachchisha ayambila. Je vali strine bhogave te duramta – pramta lakshanavalanum mukha pana na dekhavum. Eva te mahapapine paramchita prayashchitta apavum. Jo te mahatapasvi hoya, 70 masakshamana, 100 ardhamasa kshamana, 100 pamcha upavasa, 100 chara upavasa, 100 aththama, 100 chhaththa, 100 upavasa, 100 ayambila, 100 ekasana, 100 shuddha achamla ekashana, 100 nivi yavat savala – avala krame prayashchitta janavavu. A apela prayashchitta je bhikshu vagara visame para pade te najikana kalamam agala avanara samajavo. Sutra samdarbha– 1383, 1384