[सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा वेरज्ज-विरुद्धरज्जंसि सज्जं गमनं सज्जं आगमनं सज्जं गमनागमनं करेत्तए
जो खलु निग्गंथो वा निग्गंथी वा वेरज्ज-विरुद्धरज्जंसि सज्जं गमनं सज्जं आगमनं सज्जं गमनागमनं करेइ, करेंतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अनुग्घाइयं।
Sutra Meaning :
સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય – અરાજક કે વિરોધી રાજ્યમાં શીઘ્ર – જલદી જવું, શીઘ્ર આવવું અને શીઘ્ર જવું કે આવવું એટલે કે આવાગમન કરવું કલ્પતું નથી.
જે સાધુ – સાધ્વી વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં જલદી જવું, જલદી આવવું, જલદી આવાગમન કરે છે. તથા શીઘ્ર આવાગમન કરનારાનું અનુમોદન કરે છે. તે બંને અર્થાત્ તીર્થંકર અને રાજાની આજ્ઞાનું અતિક્રમણ કરતા –
અનુદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. અહીં વેરદ્ધરબ્જ શબ્દના અનેક અર્થ થાય છે.જેમ કે –
૧. જે રાજ્યમાં રહેનારાને પેઢી દરપેઢીથી વૈર ચાલતું હોય.
૨. જે બે રાજ્યોમાં વૈર ઉત્પન્ન થયેલ હોય.
૩. જ્યાંના રાજા બીજા રાજ્યના ગ્રામાદિ સળગાવતા હોય.
૪. જ્યાંના મંત્રી આદિ તેના રાજાથી વિરુદ્ધ હોય.
૫. જ્યાં રાજા મરી ગયો હોય કે હરાવી દેવાયો હોય.
જ્યાં બે રાજાના રાજ્યમાં પરસ્પર ગમનાગમન નિષેધ હોય એવા રાજ્યોને વિરુદ્ધ રાજ્ય કહે છે.
Mool Sutra Transliteration :
[sutra] no kappai niggamthana va niggamthina va verajja-viruddharajjamsi sajjam gamanam sajjam agamanam sajjam gamanagamanam karettae
Jo khalu niggamtho va niggamthi va verajja-viruddharajjamsi sajjam gamanam sajjam agamanam sajjam gamanagamanam karei, karemtam va saijjai, se duhao vi aikkamamane avajjai chaummasiyam pariharatthanam anugghaiyam.
Sutra Meaning Transliteration :
Sadhu ane sadhvione vairajya – arajaka ke virodhi rajyamam shighra – jaladi javum, shighra avavum ane shighra javum ke avavum etale ke avagamana karavum kalpatum nathi.
Je sadhu – sadhvi vairajya ane virodhi rajyamam jaladi javum, jaladi avavum, jaladi avagamana kare chhe. Tatha shighra avagamana karanaranum anumodana kare chhe. Te bamne arthat tirthamkara ane rajani ajnyanum atikramana karata –
Anudghatika chaturmasika pariharasthana prayashchittana patra thaya chhe. Ahim veraddharabja shabdana aneka artha thaya chhE.Jema ke –
1. Je rajyamam rahenarane pedhi darapedhithi vaira chalatum hoya.
2. Je be rajyomam vaira utpanna thayela hoya.
3. Jyamna raja bija rajyana gramadi salagavata hoya.
4. Jyamna mamtri adi tena rajathi viruddha hoya.
5. Jyam raja mari gayo hoya ke haravi devayo hoya.
Jyam be rajana rajyamam paraspara gamanagamana nishedha hoya eva rajyone viruddha rajya kahe chhe.