Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110794 | ||
Scripture Name( English ): | Devendrastava | Translated Scripture Name : | દેવેન્દ્રસ્તવ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
इसिप्रभापृथ्वि एवं सिद्धाधिकार |
Translated Chapter : |
ઇસિપ્રભાપૃથ્વિ એવં સિદ્ધાધિકાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 294 | Category : | Painna-09 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सुरगणसुहं समत्तं सव्वद्धापिंडियं अनंतगुणं । न वि पावइ मुत्तिसुहं नंताहिं वग्गवग्गूहिं ॥ | ||
Sutra Meaning : | દેવગણના સમૂહના સમસ્ત કાળના સમસ્ત સુખોને અનંતગણા કરવામાં આવે. ત્યારપછી – તે સંખ્યાને અનંત વર્ગોથી વર્ગિત કરાય. તો પણ મુક્તિના સુખની તુલના ન થઈ શકે. મુક્તિ પ્રાપ્ત સિદ્ધોને જે અવ્યાબાધ સુખ છે, તે સુખ મનુષ્યને કે સમસ્ત દેવતાને પણ નથી. સિદ્ધના સમસ્ત સુખરાશિને જો – ૧) સમસ્તકાળથી ગુણિત કરવામાં આવે, ૨) ત્યારપછી તેનું અનંત વર્ગમૂળ કરવામાં આવે, ૩) તો પણ પ્રાપ્ત સંખ્યા સમસ્ત આકાશમાં ન સમાય. જેવી રીતે કોઈ મ્લેચ્છ અનેક પ્રકારના નગરના ગુણોને જાણતો હોય તો પણ પોતાની ભાષામાં અપ્રાપ્ત ઉપમાઓને કારણે તે ગુણો કોઈને કહી શકતો નથી. એ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે. સિદ્ધોના સુખોની કોઈ ઉપમા નથી, તો પણ કેટલાક વિશેષણો દ્વારા તેની સમાનતા કહું છું. કોઈ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ ભોજન કરીને, ભૂખ અને તરસથી મુક્ત થઈ જાય અને તે એમ જાણે કે તે અમૃતથી તૃપ્ત થયો છે. એ રીતે સમસ્ત કાળમાં તૃપ્ત, અતુલ, શાશ્વત અને અવ્યાબાધ નિર્વાણસુખને પામીને સિદ્ધો સુખી રહે છે. તેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે. કર્મરૂપી કવચથી ઉન્મુક્ત, અજર – અમર – અસંગ છે. જેમણે બધા દુઃખોને દૂર કરી દીધા છે. જાતિ – જન્મ – જરા – મરણના બંધનથી મુક્ત, શાશ્વત, અવ્યાબાધ સુખનો તે સિદ્ધો નિરંતર અનુભવ કરતા રહે છે. સૂત્ર સંદર્ભ– ૨૯૪–૩૦૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] suraganasuham samattam savvaddhapimdiyam anamtagunam. Na vi pavai muttisuham namtahim vaggavagguhim. | ||
Sutra Meaning Transliteration : | Devaganana samuhana samasta kalana samasta sukhone anamtagana karavamam ave. Tyarapachhi – te samkhyane anamta vargothi vargita karaya. To pana muktina sukhani tulana na thai shake. Mukti prapta siddhone je avyabadha sukha chhe, te sukha manushyane ke samasta devatane pana nathi. Siddhana samasta sukharashine jo – 1) samastakalathi gunita karavamam ave, 2) tyarapachhi tenum anamta vargamula karavamam ave, 3) to pana prapta samkhya samasta akashamam na samaya. Jevi rite koi mlechchha aneka prakarana nagarana gunone janato hoya to pana potani bhashamam aprapta upamaone karane te guno koine kahi shakato nathi. E rite siddhonum sukha anupama chhe. Siddhona sukhoni koi upama nathi, to pana ketalaka visheshano dvara teni samanata kahum chhum. Koi purusha sauthi utkrishta bhojana karine, bhukha ane tarasathi mukta thai jaya ane te ema jane ke te amritathi tripta thayo chhe. E rite samasta kalamam tripta, atula, shashvata ane avyabadha nirvanasukhane pamine siddho sukhi rahe chhe. Teo siddha chhe, buddha chhe, paragata chhe, paramparagata chhe. Karmarupi kavachathi unmukta, ajara – amara – asamga chhe. Jemane badha duhkhone dura kari didha chhe. Jati – janma – jara – maranana bamdhanathi mukta, shashvata, avyabadha sukhano te siddho niramtara anubhava karata rahe chhe. Sutra samdarbha– 294–302 |