Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110733
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वैमानिक अधिकार

Translated Chapter :

વૈમાનિક અધિકાર

Section : Translated Section :
Sutra Number : 233 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एएसिं देवाणं विसओ ओहिस्स होइ जो जस्स । तं सुंदरि! वण्णे हं अहक्कमं आनुपुव्वीए ॥
Sutra Meaning : હે સુંદરી ! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ. સૌધર્મ અને ઇશાન દેવ નીચે એક નરક સુધી, સનત્કુમાર અને માહેન્દ્ર બીજી નરક સુધી જુએ છે. બ્રહ્મ અને લાંતક ત્રીજી નારક સુધી, શુક્ર અને સહસ્રાર ચોથી નારક સુધી, આનત – પ્રાણત તથા આરણ – અચ્યુત દેવો પાંચમી નરક સુધી પોતાના અવધિજ્ઞાનથી જુએ છે. મધ્યવર્તી ગ્રૈવેયક દેવો છઠ્ઠી નરક સુધી, ઉપરના ગ્રૈવેયકના દેવો સાતમી નરક સુધી અવધિ વડે જુએ છે. પાંચ અનુત્તરવાસી સંપૂર્ણ લોકનાડીને જુએ છે. અડધા સાગરોપમથી ઓછા આયુષ્યવાળા દેવો અવધિજ્ઞાનથી તીર્છુ સંખ્યાત યોજન જુએ છે. તેનાથી અધિક ૨૫ – સાગરોપમવાળાને અવધિ વિષય પણ જઘન્યથી સંખ્યાત યોજન હોય છે. તેનાથી વધારે આયુવાળા દેવો તીર્છુ અસંખ્યાત દ્વીપસમુદ્ર સુધી અવધિથી જાણે છે. ઉપર બધા દેવો પોતાના કલ્પની ઊંચાઈ સુધી જાણે. અબાહ્ય અર્થાત્‌ જન્મથી અવધિજ્ઞાનવાળા નારકી, દેવ, તીર્થંકર પૂર્ણપણે જુએ છે, બાકીના દેશથી જુએ છે. મેં સંક્ષેપથી આ અવધિજ્ઞાન વિષયક વર્ણન કર્યું. હવે વિમાનોના રંગ, જાડાઈ, ઊંચાઈ કહીશ. સૂત્ર સંદર્ભ– ૨૩૩–૨૪૦
Mool Sutra Transliteration : [gatha] eesim devanam visao ohissa hoi jo jassa. Tam sumdari! Vanne ham ahakkamam anupuvvie.
Sutra Meaning Transliteration : He sumdari ! A devono je vishaya jetali avadhino hoya chhe tenum hum anupurvi kramathi varnana karisha. Saudharma ane ishana deva niche eka naraka sudhi, sanatkumara ane mahendra biji naraka sudhi jue chhe. Brahma ane lamtaka triji naraka sudhi, shukra ane sahasrara chothi naraka sudhi, anata – pranata tatha arana – achyuta devo pamchami naraka sudhi potana avadhijnyanathi jue chhe. Madhyavarti graiveyaka devo chhaththi naraka sudhi, uparana graiveyakana devo satami naraka sudhi avadhi vade jue chhe. Pamcha anuttaravasi sampurna lokanadine jue chhe. Adadha sagaropamathi ochha ayushyavala devo avadhijnyanathi tirchhu samkhyata yojana jue chhe. Tenathi adhika 25 – sagaropamavalane avadhi vishaya pana jaghanyathi samkhyata yojana hoya chhe. Tenathi vadhare ayuvala devo tirchhu asamkhyata dvipasamudra sudhi avadhithi jane chhe. Upara badha devo potana kalpani umchai sudhi jane. Abahya arthat janmathi avadhijnyanavala naraki, deva, tirthamkara purnapane jue chhe, bakina deshathi jue chhe. Mem samkshepathi a avadhijnyana vishayaka varnana karyum. Have vimanona ramga, jadai, umchai kahisha. Sutra samdarbha– 233–240