Sutra Navigation: Pushpachulika ( પુષ્પચૂલા )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108301 | ||
Scripture Name( English ): | Pushpachulika | Translated Scripture Name : | પુષ્પચૂલા |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१ थी १० |
Translated Chapter : |
અધ્યયન-૧ થી ૧૦ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1 | Category : | Upang-11 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं तइयस्स वग्गस्स पुप्फियाणं अयमट्ठे पन्नत्ते, चउत्थस्स णं भंते! वग्गस्स पुप्फचूलियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पन्नत्ता? एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फचूलियाणं दस अज्झयणा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૧. ભગવન્ ! શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગનો આ અર્થ કહ્યો, તો ચોથા પુષ્પચૂલિકા ઉપાંગનો કયો અર્થ કહેલ છે ? પુષ્પચૂલિકાના દશ અધ્યયનો કહેલા છે. સૂત્ર– ૨. શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, રસ, ગંધ. સૂત્ર– ૩. જો પુષ્પચૂલા ઉપાંગના દશ અધ્યયન કહ્યા છે, તો પહેલાનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ચૈત્ય હતું, શ્રેણિક નામે રાજા હતો. ભગવાન મહાવીર સ્વામી સમોસર્યા, પર્ષદા દર્શનાર્થે નીકળી. તે કાળે તે સમયે શ્રીદેવી સૌધર્મકલ્પમાં શ્રીવતંસકવિમાને સુધર્માસભામાં શ્રી સિંહાસને ૪૦૦૦ સામાનિકાદિ સાથે બહુપુત્રિકા દેવીની માફક રહેલી હતી યાવત્ તેણી નૃત્યવિધિ દેખાડી, પાછી ગઈ. વિશેષ એ કે અહી બાલક બાલિકા વિકુર્વણા ન કહેવી. પૂર્વભવ પૃચ્છા – હે જંબૂ ! તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું, ગુણશીલ ચૈત્ય હતું, જિતશત્રુ રાજા હતો. ત્યાં રાજગૃહ નગરમાં સુદર્શન ગાથાપતિ રહેતો હતો. તેને પ્રિયા નામે પત્ની હતી. તેઓની ભૂતા નામે પુત્રી હતી. તે મોટી થવા છતાં કુંવારી જ રહી. તેણી જીર્ણશરીરી અને જીર્ણકુમારી હતી, તેણીના સ્તન અને નિતંબ શિથિલ થઇ ગયા હતા. તેમજ તેણી અવિવાહિત હતી. તે કાળે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત યાવત્ નવ હાથના હતા આદિ પૂર્વવત્ વર્ણન કરવું. તેઓ સમોસર્યા. પર્ષદા દર્શનાર્થે નીકળી. ત્યારે ભૂતાએ આ વૃત્તાંત જાણ્યો. હર્ષિત થઈ, માતા – પિતા પાસે જઈને કહ્યું – પાર્શ્વ અરહંત પૂર્વાનુપૂર્વીથી વિચરતા યાવત્ શિષ્યગણથી પરિવૃત્ત થઇ પધારેલ છે. હે માતાપિતા ! આપની અનુજ્ઞા પામી, પાર્શ્વ અરહંતના પાદવંદનાર્થે જવા ઇચ્છું છું. માતાપિતાએ કહ્યું – સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ ન કર. પછી ભૂતા કન્યા સ્નાન કરી યાવત્ વિભૂસિત શરીરી થઈ, દાસીના સમૂહથી પરીવરીને પોતાના ઘેરથી નીકળી, બાહ્ય ઉપસ્થાનશાળાએ આવી, ધાર્મિક યાનપ્રવરે આરૂઢ થઈ. ત્યાર પછી ભૂતા પોતાના પરિવારથી પરિવૃત્ત થઈ રાજગૃહીની મધ્યેથી નીકળી, ગુણશીલ ચૈત્યે આવી. તીર્થંકરના છત્રાદિ અતિશય જોઈ, ધાર્મિક યાનપ્રવરથી ઊતરી, દાસીવૃંદથી પરીવરી અરહંત પાર્શ્વ પાસે આવી. ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસે છે. ત્યારપછી પાર્શ્વ અરહંતે ભૂતા દારિકાને અને તે પર્ષદાને ધર્મ કહ્યો. તે સાંભળી, સમજી, હર્ષિત થઈ, વાંદી – નમીને ભૂતા દારિકા બોલી – ભગવન્ ! હું નિર્ગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવત્ તેના માટે અભ્યુત્થિત છું, તે આપ કહો છો, તેમજ છે. વિશેષ એ કે – માબાપને પૂછીશ. પછી હું યાવત્ દીક્ષા લઈશ. ભગવંતે કહ્યું – સુખ ઉપજે તેમ કરો.. પછી ભૂતા તે જ ધાર્મિક યાન પ્રવરે યાવત્ બેસીને રાજગૃહનગરે આવી, રાજગૃહી મધ્યેથી પોતાના ઘેર આવી. રથથી ઊતરી. માતાપિતા પાસે આવી, હાથ જોડી, જમાલી માફક પૂછે છે. માતાપિતા કહે છે – સુખ ઉપજે તેમ કરો. પછી સુદર્શન ગાથાપતિએ વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિજનાદિને આમંત્ર્યા. યાવત્ જમીને શૂચિભૂત થઈને, દીક્ષા માટે અનુમતિ લઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા – જલદીથી ભૂતા માટે હજાર પુરુષો દ્વારા વાહ્ય શિબિકા લાવો. યાવત્ આજ્ઞા પાછી સોંપો. પછી સુદર્શન ગાથાપતિ, ભૂતા દારિકાનેને સ્નાન યાવત્ વિભૂષિત શરીરે હજાર પુરુષથી વાહ્ય શિબિકામાં બેસાડે છે. પછી મિત્ર, જ્ઞાતિજન આદિ સહિત યાવત્ વાજિંત્રના રવ વડે રાજગૃહી નગરની મધ્યેથી ગુણશીલ ચૈત્યે આવે છે. તીર્થંકરના છત્રાદિ અતિશય જોઈ શિબિકા રોકી. ભૂતા ઊતરી. ભૂતાને આગળ કરી માતા – પિતા પાર્શ્વ અરહંત પાસે આવ્યા. ત્રણ વખત વંદન – નમન કરીને કહ્યું – દેવાનુપ્રિય! ભૂતા અમારી એક માત્ર પુત્રી છે, અમને ઇષ્ટ છે, સંસારભયથી ઉદ્વિગ્ન છે યાવત્ આપની પાસે મુંડ થઈ યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છે છે. અમે આપને શિષ્યા ભિક્ષા આપીએ છીએ. આપ તે સ્વીકારો. ભગવંતે કહ્યું – સુખ ઉપજે તેમ કરો.. ત્યારે ભૂતા, પાર્શ્વ અરહંતે આમ કહેતા હર્ષિત થઈને પૂર્વ દિશામાં જઈ સ્વયં આભરણ અલંકાર ઉતારે છે. દેવાનંદા માફક પુષ્પચૂલા આર્યા પાસે દીક્ષા લઈ યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી થઈ. પછી તે ભૂતા આર્યા કોઈ દિવસે શરીરબાકુશિકા થઈ, વારંવાર હાથ – પગ – મુખ – સ્તનાંતર – કક્ષાંતર – ગુહ્યાંતર ધોવે છે. જે – જે સ્થાને શય્યા કે નિષિધિકા કરે છે, ત્યાં ત્યાં પહેલા પાણી છાંટે છે. પછી શય્યા કે નિષિધિકા કરે છે. ત્યારે તે પુષ્પચૂલા આર્યા, ભૂતા આર્યાને કહે છે – આપણે ઇર્યાસમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી શ્રમણી નિર્ગ્રન્થીઓ છીએ. આપણે શરીર બાકુશિક થવું ન કલ્પે. તું શરીર બાકુશિક થઈ વારંવાર હાથ ધોવે છે યાવત્ નિષિધિકા કરે છે. તો તું આ સ્થાનની આલોચના કર, ઈત્યાદિ વર્ણન કરવું. પછી ભૂત આર્યા, સુભદ્રાની જેમ યાવત્ બીજે જઈને રહે છે. પછી તે ભૂતાઆર્યા ઘણા ઉપવાસ, છઠ્ઠ આદિ કરી, ઘણા વર્ષો શ્રામણ્યપર્યાય પાળી, તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ ન કરી કાળમાસે કાળ કરી સૌધર્મકલ્પમાં શ્રીવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીયમાં યાવત્ તેટલી અવગાહનાથી શ્રીદેવીપણે ઉત્પન્ન થઈ પંચવિધ પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ. એ રીતે ગૌતમ ! શ્રીદેવીએ આ દિવ્ય દેવર્દ્ધિ પ્રાપ્ત કરી, તેણીની સ્થિતિ ત્યાં એક પલ્યોપમ કહી છે. શ્રીદેવી ત્યાંથી ચ્યવીને ક્યાં જશે ? તે મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. હે જંબૂ ! એ પ્રમાણે ભગવંત મહાવીરે પુષ્પચૂલિકા સૂત્રના પહેલા અધ્યયનનો કહ્યો છે. એ પ્રમાણે બાકીના નવે અધ્યયનો કહેવા. સદૃશ નામના વિમાન, સૌધર્મ કલ્પ, પૂર્વભવમાં નગરાદિના નામ સંગ્રહણી મુજબ છે. બધી ભગવંત પાર્શ્વ પાસે દીક્ષિત થઈ. બધી મહાવિદેહે મોક્ષે જશે. સૂત્ર સંદર્ભ– ૧–૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam uvamganam taiyassa vaggassa pupphiyanam ayamatthe pannatte, chautthassa nam bhamte! Vaggassa pupphachuliyanam samanenam bhagavaya mahavirenam java sampattenam kai ajjhayana pannatta? Evam khalu jambu! Samanenam bhagavaya mahavirenam java sampattenam pupphachuliyanam dasa ajjhayana pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1. Bhagavan ! Shramana bhagavamta mahavire pushpika upamgano a artha kahyo, to chotha pushpachulika upamgano kayo artha kahela chhe\? Pushpachulikana dasha adhyayano kahela chhe. Sutra– 2. Shri, hri, dhriti, kirti, buddhi, lakshmi, ila, sura, rasa, gamdha. Sutra– 3. Jo pushpachula upamgana dasha adhyayana kahya chhe, to pahelano sho artha kahyo chhe\? He jambu ! Te kale te samaye rajagriha name nagara hatum, gunashila name chaitya hatum, shrenika name raja hato. Bhagavana mahavira svami samosarya, parshada darshanarthe nikali. Te kale te samaye shridevi saudharmakalpamam shrivatamsakavimane sudharmasabhamam shri simhasane 4000 samanikadi sathe bahuputrika devini maphaka raheli hati yavat teni nrityavidhi dekhadi, pachhi gai. Vishesha e ke ahi balaka balika vikurvana na kahevi. Purvabhava prichchha – he jambu ! Te kale te samaye rajagriha nagara hatum, gunashila chaitya hatum, jitashatru raja hato. Tyam rajagriha nagaramam sudarshana gathapati raheto hato. Tene priya name patni hati. Teoni bhuta name putri hati. Te moti thava chhatam kumvari ja rahi. Teni jirnashariri ane jirnakumari hati, tenina stana ane nitamba shithila thai gaya hata. Temaja teni avivahita hati. Te kale te samaye purushadaniya parshva arahamta yavat nava hathana hata adi purvavat varnana karavum. Teo samosarya. Parshada darshanarthe nikali. Tyare bhutae a vrittamta janyo. Harshita thai, mata – pita pase jaine kahyum – parshva arahamta purvanupurvithi vicharata yavat shishyaganathi parivritta thai padharela chhe. He matapita ! Apani anujnya pami, parshva arahamtana padavamdanarthe java ichchhum chhum. Matapitae kahyum – sukha upaje tema kara, pratibamdha na kara. Pachhi bhuta kanya snana kari yavat vibhusita shariri thai, dasina samuhathi parivarine potana gherathi nikali, bahya upasthanashalae avi, dharmika yanapravare arudha thai. Tyara pachhi bhuta potana parivarathi parivritta thai rajagrihini madhyethi nikali, gunashila chaitye avi. Tirthamkarana chhatradi atishaya joi, dharmika yanapravarathi utari, dasivrimdathi parivari arahamta parshva pase avi. Trana vakhata pradakshina kari yavat paryupase chhe. Tyarapachhi parshva arahamte bhuta darikane ane te parshadane dharma kahyo. Te sambhali, samaji, harshita thai, vamdi – namine bhuta darika boli – bhagavan ! Hum nirgrantha pravachanani shraddha karum chhum yavat tena mate abhyutthita chhum, te apa kaho chho, temaja chhe. Vishesha e ke – mabapane puchhisha. Pachhi hum yavat diksha laisha. Bhagavamte kahyum – sukha upaje tema karo.. Pachhi bhuta te ja dharmika yana pravare yavat besine rajagrihanagare avi, rajagrihi madhyethi potana ghera avi. Rathathi utari. Matapita pase avi, hatha jodi, jamali maphaka puchhe chhe. Matapita kahe chhe – sukha upaje tema karo. Pachhi sudarshana gathapatie vipula ashanadi taiyara karavya. Mitra, jnyatijanadine amamtrya. Yavat jamine shuchibhuta thaine, diksha mate anumati laine kautumbika purushone bolavya – jaladithi bhuta mate hajara purusho dvara vahya shibika lavo. Yavat ajnya pachhi sompo. Pachhi sudarshana gathapati, bhuta darikanene snana yavat vibhushita sharire hajara purushathi vahya shibikamam besade chhe. Pachhi mitra, jnyatijana adi sahita yavat vajimtrana rava vade rajagrihi nagarani madhyethi gunashila chaitye ave chhe. Tirthamkarana chhatradi atishaya joi shibika roki. Bhuta utari. Bhutane agala kari mata – pita parshva arahamta pase avya. Trana vakhata vamdana – namana karine kahyum – devanupriya! Bhuta amari eka matra putri chhe, amane ishta chhe, samsarabhayathi udvigna chhe yavat apani pase mumda thai yavat pravrajya leva ichchhe chhe. Ame apane shishya bhiksha apie chhie. Apa te svikaro. Bhagavamte kahyum – sukha upaje tema karo.. Tyare bhuta, parshva arahamte ama kaheta harshita thaine purva dishamam jai svayam abharana alamkara utare chhe. Devanamda maphaka pushpachula arya pase diksha lai yavat gupta brahmacharini thai. Pachhi te bhuta arya koi divase sharirabakushika thai, varamvara hatha – paga – mukha – stanamtara – kakshamtara – guhyamtara dhove chhe. Je – je sthane shayya ke nishidhika kare chhe, tyam tyam pahela pani chhamte chhe. Pachhi shayya ke nishidhika kare chhe. Tyare te pushpachula arya, bhuta aryane kahe chhe – apane iryasamita yavat gupta brahmacharini shramani nirgranthio chhie. Apane sharira bakushika thavum na kalpe. Tum sharira bakushika thai varamvara hatha dhove chhe yavat nishidhika kare chhe. To tum a sthanani alochana kara, ityadi varnana karavum. Pachhi bhuta arya, subhadrani jema yavat bije jaine rahe chhe. Pachhi te bhutaarya ghana upavasa, chhaththa adi kari, ghana varsho shramanyaparyaya pali, te sthanani alochana – pratikramana na kari kalamase kala kari saudharmakalpamam shrivatamsaka vimanamam upapata sabhamam devashayaniyamam yavat tetali avagahanathi shridevipane utpanna thai pamchavidha paryaptithi paryapta thai. E rite gautama ! Shridevie a divya devarddhi prapta kari, tenini sthiti tyam eka palyopama kahi chhe. Shridevi tyamthi chyavine kyam jashe\? Te mahavideha kshetre siddha thashe. He jambu ! E pramane bhagavamta mahavire pushpachulika sutrana pahela adhyayanano kahyo chhe. E pramane bakina nave adhyayano kaheva. Sadrisha namana vimana, saudharma kalpa, purvabhavamam nagaradina nama samgrahani mujaba chhe. Badhi bhagavamta parshva pase dikshita thai. Badhi mahavidehe mokshe jashe. Sutra samdarbha– 1–3 |