Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106679 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-११ भाषा |
Translated Chapter : |
પદ-૧૧ ભાષા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 379 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] भासा णं भंते! किमादीया किंपहवा किंसंठिया किंपज्जवसिया? गोयमा! भासा णं जीवादीया सरीरपहवा वज्जसंठिया लोगंतपज्जवसिया पन्नत्ता। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૭૯. ભગવન્ ! ભાષાની આદિ શું છે ? શાથી ઉત્પન્ન થાય છે? આકાર કેવો છે? અંત ક્યાં થાય છે ? ગૌતમ ! ભાષાની આદિ જીવ છે, શરીરથી ઉપજે છે, વજ્ર આકારે છે, લોકાંતે તેનો અંત થાય છે. સૂત્ર– ૩૮૦. ભાષા ક્યાંથી ઉપજે છે ? કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારે છે ? કેટલી ભાષા બોલવા યોગ્ય છે ? સૂત્ર– ૩૮૧. શરીરથી ભાષા ઉપજે છે, બે સમયે ભાષા બોલે છે, ભાષા ચાર પ્રકારની છે, બે ભાષા બોલવા યોગ્ય છે. સૂત્ર– ૩૮૨. ભગવન્ ! ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – પર્યાપ્તા અને અપર્યાપ્તા. પર્યાપ્તા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – સત્ય અને મૃષા. ભગવન્ ! પર્યાપ્તા સત્યભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે – જનપદ સત્ય, સંમત સત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપ સત્ય, પ્રતીત્ય સત્ય, વ્યવહાર સત્ય, ભાવ સત્ય, યોગ સત્ય, ઉપમા સત્ય. સૂત્ર– ૩૮૩. સંગ્રહગાથા છે – જનપદ યાવત્ ઉપમા સત્ય. સૂત્ર– ૩૮૪. ભગવન્ ! પર્યાપ્તા મૃષાભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે – ક્રોધ નિશ્રિત, માન નિશ્રિત, માયા નિશ્રિત, લોભ નિશ્રિત, પ્રેમ નિશ્રિત, દ્વેષ નિશ્રિત, હાસ્ય નિશ્રિત, ભય નિશ્રિત, આખ્યાયિકા નિશ્રિત અને ઉપઘાત નિશ્રિત. સૂત્ર– ૩૮૫. સંગ્રહગાથા છે – ક્રોધ યાવત્ ઉપઘાત નિશ્રિતા. સૂત્ર– ૩૮૬. ભગવન્ ! અપર્યાપ્તા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – સત્યમૃષા અને અસત્યમૃષા. ભગવન્ ! અપર્યાપ્તા સત્યમૃષા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે – ઉત્પન્ન મિશ્રિતા, વિગતા મિશ્રિતા, ઉત્પન્નવિગત મિશ્રિતા, જીવ મિશ્રિતા, અજીવ મિશ્રિતા, જીવાજીવ મિશ્રિતા, અનંત મિશ્રિતા, પ્રત્યેક મિશ્રિતા, અદ્ધા મિશ્રિતા, અદ્ધાદ્ધા મિશ્રિતા. સૂત્ર– ૩૮૭. ભગવન્ ! અપર્યાપ્તા અસત્યામૃષા કેટલા ભેદે છે ? ગૌતમ ! બાર ભેદે છે – સૂત્ર– ૩૮૮. આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાલોમા, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરીણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા ભાષા. સૂત્ર સંદર્ભ– ૩૭૯–૩૮૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] bhasa nam bhamte! Kimadiya kimpahava kimsamthiya kimpajjavasiya? Goyama! Bhasa nam jivadiya sarirapahava vajjasamthiya logamtapajjavasiya pannatta. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 379. Bhagavan ! Bhashani adi shum chhe\? Shathi utpanna thaya chhe? Akara kevo chhe? Amta kyam thaya chhe\? Gautama ! Bhashani adi jiva chhe, sharirathi upaje chhe, vajra akare chhe, lokamte teno amta thaya chhe. Sutra– 380. Bhasha kyamthi upaje chhe\? Ketala samaye bhasha bole chhe\? Bhasha ketala prakare chhe\? Ketali bhasha bolava yogya chhe\? Sutra– 381. Sharirathi bhasha upaje chhe, be samaye bhasha bole chhe, bhasha chara prakarani chhe, be bhasha bolava yogya chhe. Sutra– 382. Bhagavan ! Bhasha ketala bhede chhe\? Gautama ! Be bhede chhe – paryapta ane aparyapta. Paryapta bhasha ketala bhede chhe\? Gautama ! Be bhede chhe – satya ane mrisha. Bhagavan ! Paryapta satyabhasha ketala bhede chhe\? Gautama ! Dasha bhede chhe – janapada satya, sammata satya, sthapana satya, nama satya, rupa satya, pratitya satya, vyavahara satya, bhava satya, yoga satya, upama satya. Sutra– 383. Samgrahagatha chhe – janapada yavat upama satya. Sutra– 384. Bhagavan ! Paryapta mrishabhasha ketala bhede chhe\? Gautama ! Dasha bhede chhe – krodha nishrita, mana nishrita, maya nishrita, lobha nishrita, prema nishrita, dvesha nishrita, hasya nishrita, bhaya nishrita, akhyayika nishrita ane upaghata nishrita. Sutra– 385. Samgrahagatha chhe – krodha yavat upaghata nishrita. Sutra– 386. Bhagavan ! Aparyapta bhasha ketala bhede chhe\? Gautama ! Be bhede chhe – satyamrisha ane asatyamrisha. Bhagavan ! Aparyapta satyamrisha bhasha ketala bhede chhe\? Gautama ! Dasha bhede chhe – utpanna mishrita, vigata mishrita, utpannavigata mishrita, jiva mishrita, ajiva mishrita, jivajiva mishrita, anamta mishrita, pratyeka mishrita, addha mishrita, addhaddha mishrita. Sutra– 387. Bhagavan ! Aparyapta asatyamrisha ketala bhede chhe\? Gautama ! Bara bhede chhe – Sutra– 388. Amamtrani, ajnyapani, yachani, prichchhani, prajnyapani, pratyakhyani, ichchhaloma, anabhigrihita, abhigrihita, samshayakarini, vyakrita ane avyakrita bhasha. Sutra samdarbha– 379–388 |