Sutra Navigation: Antkruddashang ( અંતકૃર્દ્દશાંગસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105201
Scripture Name( English ): Antkruddashang Translated Scripture Name : અંતકૃર્દ્દશાંગસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वर्ग-१

अध्ययन-१ गौतम

Translated Chapter :

વર્ગ-૧

અધ્યયન-૧ ગૌતમ

Section : Translated Section :
Sutra Number : 1 Category : Ang-08
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी। पुन्नभद्दे चेइए–वन्नओ। तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मे समोसरिए। परिसा निग्गया। धम्मो कहिओ। परिसा जामेव दिसिं पाउब्भूया तामेव दिसिंपडिगया। तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अंतेवासी अज्जजंबू जाव पज्जुवासमाणे एवं वयासी– जइ णं भंते! समणेणं भगवया महावीरेणं आदिकरेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासग-दसाणं अयमट्ठे पन्नत्ते, अट्ठमस्स णं भंते! अंगस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अट्ठ वग्गा पन्नत्ता। जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अट्ठ वग्गा पन्नत्ता, पढमस्स णं भंते! वग्गस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पन्नत्ता? एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૧. તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. (બન્નેનુંવર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું). તે કાળે, તે સમયે આર્ય સુધર્મા પધાર્યા, પર્ષદા નીકળી યાવત્‌ પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્માસ્વામીના શિષ્ય, આર્ય જંબૂસ્વામી યાવત્‌ પર્યુપાસના કરતા બોલ્યા કે – જો શ્રુતધર્મની આદિ કરનારા યાવત્‌ નિર્વાણને પ્રાપ્ત ભગવંત મહાવીર સ્વામીએ સાતમા અંગસૂત્ર ઉપાસકદશાનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્‌ ! આઠમાં અંગસૂત્રનો શ્રમણ ભગવંતે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! શ્રમણ ભગવંતે આઠમા અંગ અંતકૃત્‌દશાના આઠ વર્ગો કહ્યા છે. ભગવન્‌ ! જો શ્રમણ ભગવંત મહાવીરે આઠમા અંગ અંતકૃત્‌દશાના આઠ વર્ગો કહ્યા છે, તો ભંતે ! અંતકૃત્‌દશાના પહેલા વર્ગના શ્રમણ યાવત્‌ નિર્વાણને પ્રાપ્ત ભગવંત મહાવીર સ્વામીએ કેટલા અધ્યયન કહ્યા છે ? હે જંબૂ ! શ્રમણ ભગવંતે યાવત્‌ આઠમા અંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે. તે આ – સૂત્ર– ૨. ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કાંપિલ્ય, અક્ષોભ, પ્રસેન, વિષ્ણુકુમાર આ દશ અધ્યયનો પ્રથમ વર્ગમાં કહેલા છે. સૂત્ર– ૩. ભંતે ! જો શ્રમણ યાવત્‌ યાવત્‌ નિર્વાણને પ્રાપ્ત ભગવંત મહાવીરે અંતકૃદ્દશા આઠમા અંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! શ્રમણ ભગવંત મહાવીરે પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? નિશ્ચે હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી, બાર યોજન લાંબી, નવ યોજન પહોળી હતી, તે ધનપતિની મતિથી બનાવેલી, સુવર્ણના પ્રાકારવાળી, વિવિધ પંચરંગી મણીના કાંગરા વડે મંડિત, સુરમ્ય, અલકાપુરી સદૃશ, પ્રમુદિત – પ્રક્રીડિત, પ્રત્યક્ષ દેવલોક સમાન, પ્રાસાદીય(ચિત્તને પ્રસન્ન કરનારી), દર્શનીય(જોવા લાયક), અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે દ્વારવતી નગરી બહાર ઈશાન ખૂણામાં રૈવત નામે પર્વત હતો, તે રૈવત પર્વતે નંદનવન નામે ઉદ્યાન હતું, સુરપ્રિય નામના યક્ષનું પુરાતન – જૂનું યક્ષાયતન હતું. તે એક વનખંડથી ઘેરાયેલ હતું. તે વનખંડ મધ્યે એક ઉત્તમ અશોકવૃક્ષ હતું. તે દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રાજ્ય કરતો હતો, તે મહાન્‌, મહા હિમવંત પર્વત સમાન હતો, ઇત્યાદિ રાજાનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર કરવું. તે ત્યાં સમુદ્રવિજય આદિ દશ દશાર્હ, બલદેવ આદિ પાંચ મહાવીર, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્દાંતો, મહસેન આદિ ૫૬,૦૦૦ બળવાનો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજા, રુકિમણી આદિ ૧૬,૦૦૦ દેવીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ તથા બીજા પણ ઘણા ઇશ્વર, તલવર, માડમ્બિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, અને સાર્થવાહોનું તેમજ દ્વારાવતી નગરી અને સમગ્ર અર્ધ ભરતક્ષેત્રનું આધિપત્ય, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહત્તરત્વ, આજ્ઞાકારક સેનાપતિત્વ કરતો યાવત્‌ વિચરતો હતો. તે દ્વારવતી નગરીમાં અંધકવૃષ્ણિ રાજા હતો, તેનું મહા હિમવંત આદિ વિશેષણો યુક્ત વર્ણન કરવું. તે રાજાને ધારિણી રાણી હતી. તે ધારિણી દેવી કોઈ દિવસે તેવી, તેવા પ્રકારની શય્યામાં સૂતી હતી ઇત્યાદિ (જ્ઞાતાધર્મકથા સૂત્રમાં વર્ણિત)મહાબલ કુમારની માફક અહી વર્ણન કરવું. સૂત્ર સંદર્ભ– ૧–૩
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam champa namam nayari. Punnabhadde cheie–vannao. Tenam kalenam tenam samaenam ajjasuhamme samosarie. Parisa niggaya. Dhammo kahio. Parisa Jameva disim paubbhuya tameva disimpadigaya. Tenam kalenam tenam samaenam ajjasuhammassa amtevasi ajjajambu java pajjuvasamane evam vayasi– jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam adikarenam java sampattenam sattamassa amgassa uvasaga-dasanam ayamatthe pannatte, atthamassa nam bhamte! Amgassa amtagadadasanam samanenam bhagavaya mahavirenam java sampattenam ke atthe pannatte? Evam khalu jambu! Samanenam bhagavaya mahavirenam java sampattenam atthamassa amgassa amtagadadasanam attha vagga pannatta. Jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam atthamassa amgassa amtagadadasanam attha vagga pannatta, padhamassa nam bhamte! Vaggassa amtagadadasanam samanenam bhagavaya mahavirenam java sampattenam kai ajjhayana pannatta? Evam khalu jambu! Samanenam bhagavaya mahavirenam java sampattenam atthamassa amgassa amtagadadasanam padhamassa vaggassa dasa ajjhayana pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 1. Te kale, te samaye champa name nagari hati, purnabhadra chaitya hatum. (bannenumvarnana uvavai sutra mujaba janavum). Te kale, te samaye arya sudharma padharya, parshada nikali yavat pachhi gai. Te kale, te samaye arya sudharmasvamina shishya, arya jambusvami yavat paryupasana karata bolya ke – jo shrutadharmani adi karanara yavat nirvanane prapta bhagavamta mahavira svamie satama amgasutra upasakadashano a artha kahyo chhe, to he bhagavan ! Athamam amgasutrano shramana bhagavamte sho artha kahyo chhe\? He jambu ! Shramana bhagavamte athama amga amtakritdashana atha vargo kahya chhe. Bhagavan ! Jo shramana bhagavamta mahavire athama amga amtakritdashana atha vargo kahya chhe, to bhamte ! Amtakritdashana pahela vargana shramana yavat nirvanane prapta bhagavamta mahavira svamie ketala adhyayana kahya chhe\? He jambu ! Shramana bhagavamte yavat athama amgana pahela vargana dasha adhyayano kahya chhe. Te a – Sutra– 2. Gautama, samudra, sagara, gambhira, stimita, achala, kampilya, akshobha, prasena, vishnukumara a dasha adhyayano prathama vargamam kahela chhe. Sutra– 3. Bhamte ! Jo shramana yavat yavat nirvanane prapta bhagavamta mahavire amtakriddasha athama amgana pahela vargana dasha adhyayano kahya chhe, to bhamte ! Shramana bhagavamta mahavire pahela adhyayanano sho artha kahyo chhe\? Nishche he jambu ! Te kale, te samaye dvaravati nagari hati, bara yojana lambi, nava yojana paholi hati, te dhanapatini matithi banaveli, suvarnana prakaravali, vividha pamcharamgi manina kamgara vade mamdita, suramya, alakapuri sadrisha, pramudita – prakridita, pratyaksha devaloka samana, prasadiya(chittane prasanna karanari), darshaniya(jova layaka), abhirupa ane pratirupa hati. Te dvaravati nagari bahara ishana khunamam raivata name parvata hato, te raivata parvate namdanavana name udyana hatum, surapriya namana yakshanum puratana – junum yakshayatana hatum. Te eka vanakhamdathi gherayela hatum. Te vanakhamda madhye eka uttama ashokavriksha hatum. Te dvaravati nagarimam krishna name vasudeva raja rajya karato hato, te mahan, maha himavamta parvata samana hato, ityadi rajanum varnana uvavai sutra anusara karavum. Te tyam samudravijaya adi dasha dasharha, baladeva adi pamcha mahavira, pradyumna adi sada trana karoda kumaro, shamba adi 60,000 durdamto, mahasena adi 56,000 balavano, virasena adi 21,000 viro, ugrasena adi 16,000 raja, rukimani adi 16,000 devio, anamgasena adi aneka hajara ganikao tatha bija pana ghana ishvara, talavara, madambika, kautumbika, ibhya, shreshthi, senapati, ane sarthavahonum temaja dvaravati nagari ane samagra ardha bharatakshetranum adhipatya, bhartritva, svamitva, mahattaratva, ajnyakaraka senapatitva karato yavat vicharato hato. Te dvaravati nagarimam amdhakavrishni raja hato, tenum maha himavamta adi visheshano yukta varnana karavum. Te rajane dharini rani hati. Te dharini devi koi divase tevi, teva prakarani shayyamam suti hati ityadi (jnyatadharmakatha sutramam varnita)mahabala kumarani maphaka ahi varnana karavum. Sutra samdarbha– 1–3