Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104861 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१६ अवरकंका |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ અવરકંકા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 161 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] सा णं तओनंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे चंपाए नयरीए सागरदत्तस्स सत्थवाहस्स भद्दाए भारियाए कुच्छिंसि दारियत्ताए पच्चायाया। तए णं सा भद्दा सत्थवाही नवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारियं पयाया–सुकुमालकोमलियं गयता-लुयसमाणं। तए णं तीसे णं दारियाए निव्वत्तबारसाहियाए अम्मापियरो इमं एयारूवं गोण्णं गुणनिप्फण्ण नामधेज्जं करेंति–जम्हा णं अम्ह एसा दारिया सुकुमाल-कोमलिया गयतालुयसमाणा, तं होउ णं अम्हं इमीसे दारियाए नामधेज्जं सुकुमालिया-सुकुमालिया। तए णं तीसे दारियाए अम्मापियरो नामधेज्जं करेंति सूमालियत्ति। तए णं सा सूमालिया दारिया पंचधाईपरिग्गहिया तं जहा–खीरधाईए मज्जणधाईए मंडावणधाईए खेल्लावणधाईए अंकधाईए अंकाओ अंकं साहरिज्जमाणी रम्मे मणिकोट्टिमतले गिरिकंदरमल्लीणा इव चंपगलया निवाय-निव्वाघायंसि सुहं-सुहेणं परिवड्ढइ। तए णं सा सूमालिया दारिया उम्मुक्कबालभावा विन्नय-परिणयमेत्ता जोव्वणगमणुपत्ता रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૧. તે ત્યાંથી ઉદ્વર્તીને આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામે ભાર્યાની કુક્ષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યારે તે ભદ્રા સાર્થવાહીએ નવ માસ પૂર્ણ થતા પુત્રીને જન્મ આપ્યો. તે બાલિકા હાથીના તાલુ સમાન સુકુમાલ અને કોમળ હતી. તે બાલિકાને બાર દિવસ વીત્યા પછી માતા – પિતાએ આ આવા સ્વરૂપનું ગૌણ, ગુણનિષ્પન્ન નામ કર્યું – કે અમારી આ બાલિકા હાથીના તાલુ સમાન સુકુમાલ છે, તેથી તેનું ‘સુકુમાલિકા’ નામ થાઓ. ત્યારે તે પુત્રીના માતા – પિતાએ ‘સુકુમાલિકા’ નામ પાડ્યું. પછી તે બાલિકા ક્ષીરધાત્રી વગેરે પાંચધાત્રીથી પાલન – પોષણ પામતી યાવત્ પર્વતીય ગુફામાં રહેલ નિર્વ્યાઘાત અને નિર્વાત ચંપકલતાની જેમ યાવત્ મોટી થઈ. ત્યારપછી સુકુમાલિકા બાલ્યભાવ છોડીને યાવત્ રૂપ, યૌવન, લાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી થઈ. સૂત્ર– ૧૬૨. તે ચંપાનગરીમાં જિનદત્ત નામે ધનાઢ્ય સાર્થવાહ હતો. તે જિનદત્તની ભદ્રા નામે ભાર્યા હતી, જે સુકુમાલ, ઇષ્ટા હતી યાવત્ માનુષી કામભોગ અનુભવતી વિચરતી હતી. તે જિનદત્તનો પુત્ર, ભદ્રા ભાર્યાનો આત્મજ સાગર નામે સુકુમાલ યાવત્ સુરૂપ પુત્ર હતો. ત્યારે તે જિનદત્ત સાર્થવાહ અન્ય કોઈ દિને પોતાના ઘેરથી નીકળ્યો, સાગરદત્તના ઘરની થોડે દૂરથી જતો હતો, આ તરફ સુકુમાલિકા સ્નાન કરીને, દાસીસમૂહથી પરિવૃત્ત થઈ, અગાસીમાં ઉપર સોનાના દડાથી રમતી હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહે સુકુમાલિકાને જોઈ, જોઈને તેણીના રૂપ આદિથી વિસ્મિત થઈ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું – હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે ? શું નામ છે ? ત્યારે તે કૌટુંબિક પુરુષોએ જિનદત્ત સાર્થવાહ પાસે આ વાત સાંભળી હર્ષિત થઈ, બે હાથ જોડી યાવત્ કહ્યું – આ સાગરદત્ત સાર્થવાહની પુત્રી, ભદ્રાની આત્મજા સુકુમાલિકા નામે પુત્રી છે, તે સુકુમાલ હાથ – પગવાળી યાવત્ ઉત્કૃષ્ટા રૂપ – લાવણ્ય – યૌવન યુકતા હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહે તે કૌટુંબિકની પાસે આ અર્થ સાંભળીને પોતાના ઘેર આવ્યો. આવીને સ્નાન કરીને યાવત્ મિત્ર, જ્ઞાતિથી પરીવરીને ચંપાનગરીમાં સાગરદત્તના ઘેર ગયો. ત્યારે સાગરદત્ત સાર્થવાહે જિનદત્તને આવતો જોઈને આસનેથી ઊભો થયો, આસને બેસવા નિમંત્રણ આપ્યું. તે આશ્વસ્ત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠો ત્યારે સાગરદત્ત સાર્થવાહે કહ્યું – હે દેવાનુપ્રિય ! કહો, આપના આગમનનું પ્રયોજન શું છે? ત્યારે જિનદત્તે, સાગરદત્તને કહ્યું – હે દેવાનુપ્રિય ! તમારી પુત્રી અને ભદ્રાની આત્મજા સુકુમાલિકાની સાગરની પત્નીરૂપે માંગણી કરું છું. જો તમે આ યુક્ત – પાત્ર – પ્રશંસનીય અને સમાન સંયોગ સમજતા હો તો સુકુમાલિકા સાગરને આપો. અમે સુકુમાલિકા માટે શું શુલ્ક દઈએ ? ત્યારે સાગરદત્તે જિનદત્તને કહ્યું – દેવાનુપ્રિય ! સુકુમાલિકા મારી એક જ પુત્રી છે, ઇષ્ટા છે, ઉદુમ્બર પુષ્પની જેમ તેનું નામ સંભાળવું પણ દુર્લભ છે,તો દર્શનનું તો કહેવું જ શું ? હું સુકુમાલિકાનો ક્ષણમાત્ર પણ વિયોગ ઇચ્છતો નથી. તેથી જો સાગર મારો ઘર જમાઈ થાય તો હું સાગરને સુકુમાલિકા આપું. ત્યારે જિનદત્ત, સાગરદત્તને આમ કહેતો સાંભળીને પોતાના ઘેર આવીને સાગરકુમારને બોલાવીને કહ્યું – હે પુત્ર ! સાગરદત્ત સાર્થવાહે મને કહ્યું – સુકુમાલિકા મારી એકની એક પુત્રી છે યાવત જો સાગરકુમાર ઘર જમાઈ થાય તો મારી પુત્રી આપું. ત્યારે સાગરકુમાર, જિનદત્તની આ વાત સાંભળીને મૌન રહ્યો. ત્યારપછી જિનદત્તે કોઈ દિવસે શોભન તિથિ – કરણાદિ જોઈને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ આદિને નિમંત્ર્યા યાવત્ તેઓને સત્કારિત સન્માનિત કરીને સાગરકુમારને સ્નાન કરાવી યાવત્ સર્વાલંકારથી વિભૂષિત કરીને સહસ્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ કરાવીને મિત્ર – જ્ઞાતિ આદિથી પરીવરીને સર્વ ઋદ્ધિ સાથે પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને ચંપાનગરની વચ્ચોવચ્ચથી નીકળી સાગરદત્તના ઘેર આવ્યો, શિબિકાથી ઊતર્યો. સાગરકુમારને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા યાવત્ સન્માનિત કરી, સાગરકુમારને સુકુમાલિકા કન્યા સાથે પાટ ઉપર બેસાડ્યો, બેસાડીને સોના – ચાંદીન કળશો વડે સ્નાન કરાવ્યુ, હોમ કરાવ્યો. તે બંનેનું પાણીગ્રહણ કરાવ્યું. સૂત્ર– ૧૬૩. સાગરકુમારને સુકુમાલિકાના હાથનો સ્પર્શ અસિપત્ર, કરવત, અસ્ત્રો, છરીની ધાર, શક્તિની ધાર, ભાલાની અણી, તીરની અણી, ભિન્દીવાલનો અગ્રભાગ, સોયની અણી, વીંછીનો ડંખ, કપિકચ્છ વનસ્પતિ,જ્વાળા રહિત અગ્નિ, મુર્મર, ઇંધણ સહિતની જ્વાળા ઇત્યાદિના સ્પર્શ કરતા પણ અનિષ્ટતર આ સ્પર્શ હતો. ત્યારે સાગરકુમાર અનિચ્છાએ, વિવશ થઈને, મુહૂર્ત્ત માત્ર ત્યાં રહ્યો. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે, સાગર કુમારના માતા, પિતા, મિત્ર, જ્ઞાતિજન આદિને વિપુલ અશનાદિ ભોજનથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા આદિથી યાવત્ સન્માનીને વિસર્જિત કર્યા. પછી સાગરકુમાર સુકુમાલિકા સાથે વાસગૃહે આવ્યો. તેણી સાથે શય્યામાં સૂતો. ત્યારે સાગરકુમાર, સુકુમાલિકાના આવા પ્રકારનો અંગ સ્પર્શ અનુભવ્યો – જેમ કોઈ અસિપત્ર યાવત્ અતિ અમનોજ્ઞ અંગસ્પર્શ અનુભવ કરતો રહ્યો. ત્યારે સાગરકુમાર આ અંગસ્પર્શને ન સહેતો, પરવશ થઈ મુહૂર્ત્તમાત્ર ત્યાં રહ્યો. ત્યારે સાગરે, સુકુમાલિકાને સુખે સૂતેલી જાણીને, તેણીની પડખેથી ઉઠ્યો, પોતાની શય્યામાં આવ્યો, ત્યાં સૂઈ ગયો. પછી મુહૂર્ત્ત માત્રમાં સુકુમાલિકા જાગી, તેણી પતિવ્રતા અને પતિ અનુરક્તા હતી, પડખે પતિને ન જોઈને શય્યાથી ઉઠે છે, ઉઠીને પતિની શય્યા પાસે આવી, સાગરની પાસે સૂઈ ગઈ. ત્યારપછી સાગરકુમાર સુકુમાલિકાનો બીજી વખત પણ આવા પ્રકારનો અંગસ્પર્શ અનુભવતો યાવત્ અનિચ્છાએ અને વિવશ થઈને મુહૂર્ત્ત માત્ર ત્યાં રહ્યો. પછી તેણીને સુખે સૂતેલી જોઈને શય્યાથી ઉઠી, ઉઠીને વાસગૃહના દ્વાર ઉઘાડ્યા, મારનારથી મુક્ત થયેલ કાકની જેમ જે દિશામાંથી આવેલ, ત્યાં પાછો ગયો. સૂત્ર– ૧૬૪. ત્યારપછી સુકુમાલિકા મુહૂર્ત્ત પછી જાગી, પતિવ્રતા એવી તેણીએ યાવત્ પતિને ન જોઈને, શય્યાથી ઉઠી, સાગરકુમારની ચોતરફ માર્ગણા – ગવેષણા કરતી વાસગૃહનું દ્વાર ઉઘડેલુ જોયું. જોઈને ‘સાગર તો ગયો’ એમ જાણી અપહતમન સંકલ્પા થઈ (નિરાશ અને ઉદાસ થઇ) આર્ત્તધ્યાન કરતી ત્યાં રહી. ત્યારે તે ભદ્રા સાર્થવાહીએ બીજે દિવસે દાસચેટીને બોલાવીને કહ્યું – દેવાનુપ્રિયા ! જા, વર – વધૂને માટે મુખ શોધનિકા લઈ જા. ત્યારે દાસચેટીએ, ભદ્રાને એમ કહેતા સાંભળી, આ અર્થને ‘તહત્તિ’ કહી સ્વીકાર્યો. મુખધોવણ લીધું, વાસગૃહે આવી. આવીને સુકુમાલિકાને યાવત્ ચિંતામગ્ન થયેલ જોઈ, જોઈને પૂછ્યું – હે દેવાનુપ્રિયા! તું અપહતમન સંકલ્પા યાવત્ ચિંતામગ્ન કેમ છે ? ત્યારે તે સુકુમાલિકાએ દાસચેટીને કહ્યું – સાગરકુમાર મને સુખે સૂતેલ જાણીને મારી પડખેથી ઉઠ્યો, વાસગૃહ દ્વાર ઉઘાડીને યાવત્ ચાલ્યો ગયો. ત્યારપછી મુહૂર્ત્તાન્તર પછી યાવત્ ઉઘાડા દ્વાર જોઈને ‘સાગર તો ગયો,’ એમ જાણીને યાવત્ ચિંતામગ્ન છું. ત્યારે દાસચેટી, સુકુમાલિકાની આ વાત સાંભળીને સાગરદત્ત પાસે આવી, તેમને આ વૃત્તાંત જણાવ્યો, સાગરદત્ત આ વાત સાંભળી, સમજીને ક્રોધિત થઈ જિનદત્ત સાર્થવાહના ઘેર આવ્યો, જિનદત્તને કહ્યું – હે દેવાનુપ્રિય ! શું આ યુક્તછે?, કુલમર્યાદાને યોગ્ય છે?, કુલાનુરૂપ છે?, કે કુલસદૃશ છે કે જે સાગરકુમાર, અદૃષ્ટદોષા – પતિવ્રતા એવી સુકુમાલિકાને છોડીને અહીં આવી ગયો. ઘણી ખેદયુક્ત ક્રિયા કરીને તથા રુદનની ચેષ્ટાપૂર્વક તેમણે જિનદત્તને ઘણો ઉપાલંભ આપ્યો. ત્યારે જિનદત્ત, સાગરદત્ત પાસે આ વૃત્તાંત સાંભળીને સાગરકુમાર પાસે આવ્યો, સાગરકુમારને કહ્યું – હે પુત્ર ! તેં ખોટું કર્યું, જે સાગરદત્તનું ઘર છોડીને અહીં ચાલ્યો આવ્યો. હે પુત્ર ! જે થયું તે, પણ તું હવે સાગરદત્તને ઘેર પાછો જા. ત્યારે સાગરકુમારે જિનદત્તને કહ્યું – હે તાત ! મને પર્વતથી પડવું, ઝાડથી પડવું, મરુ પ્રદેશે જવું, જલપ્રવેશ કરવો, વિષભક્ષણ કરવું, વેહાનસ મરણ, શસ્ત્રાવપાટન, ગૃદ્ધપૃષ્ઠ મરણ, પ્રવ્રજ્યા કે વિદેશગમન સ્વીકાર્ય છે, પણ હું સાગરદત્તના ઘેર નહીં જ જાઉં. ત્યારે સાગરદત્ત સાર્થવાહે ભીંતની પાછળ રહી સાગરના આ અર્થને સાંભળીને, લજ્જિત – વ્રીડિતાદિ થઈ, જિનદત્તના ઘેરથી નીકળી પોતાના ઘેર આવ્યો. સુકુમાલિકાને બોલાવીને, ખોળામાં બેસાડીને કહ્યું – હે પુત્રી ! સાગરકુમારે તને છોડી દીધી તો શું ? હું તને એવા પુરુષને આપીશ, જેને તું ઇષ્ટા યાવત્ મનોજ્ઞા થઈશ. એમ કહી સુકુમાલિકાને તેવી ઇષ્ટા વાણીથી આશ્વાસન આપીને વિદાય કરી. ત્યારે સાગરદત્ત સાર્થવાહે અન્ય કોઈ દિવસે અગાસી ઉપરથી સુખે બેઠા – બેઠા રાજમાર્ગને અવલોકતો હતો. ત્યારે એક અત્યંત દીન ભિખારીને જોયો. તે ફાટેલ – તૂટેલ વસ્ત્ર પહેરી, હાથમાં ફૂટેલુ શકોરું અને ઘડો હાથમાં લઈ, હજારો માખીઓ દ્વારા અનુસરાતો યાવત્ જતો હતો. ત્યારે સાગરદત્તે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું કે તમે આ ભિખારીપુરુષને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી લોભિત કરી ઘરમાં લાવો, લાવીને ફૂટલું શકોરું અને ઘડો એકાંતમાં મૂકી, અલંકારિક કર્મ (હજામત)કરાવી, સ્નાન – બલિકર્મ કરાવી યાવત્ સર્વાલંકારથી વિભૂષિત કરાવી, મનોજ્ઞ અશનાદિ ખવડાવો. પછી મારી પાસે લાવો. ત્યારે કૌટુંબિક પુરુષોએ તે વાત યાવત્ સ્વીકારીને તે ભિખારી પાસે જઈને, યાવત્ ઘરમાં લાવ્યા. તેનો ફૂટલો ઘડો, ફુટલું શકોરું એકાંતમાં મૂક્યા. ત્યારે તે ભિખારી ફુટલું શકોરું અને ઘડો એક બાજુએ મૂકાયેલ જોઈને મોટા – મોટા શબ્દોથી બરાડવા લાગ્યો. ત્યારે સાગરદત્તે, તે ભિખારીને મોટા – મોટા શબ્દોથી બરાડતા સાંભળી, સમજીને કૌટુંબિક પુરુષોને બોલાવીને પૂછ્યું – દેવાનુપ્રિયો ! આ ભિખારી કેમ બરાડે છે ? ત્યારે કૌટુંબિક પુરુષોએ કહ્યું – હે સ્વામી ! તેના ફૂટલા શકોરા અને ફૂટલો ઘડો એકાંતમાં મૂકવાથી મોટા – મોટા અવાજે રડે છે. ત્યારે સાગરદત્તે તેઓને કહ્યું કે – તમે આ ભિખારીના ફૂટલા શકોરા યાવત્ લાવીને, તેની પાસે રાખો, તેથી તેને વિશ્વાસ થાય. તેમણે તેમ કર્યું. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ ભિખારીની હજામત કરાવી, શતપાક, સહસ્રપાક તેલથી માલીશ કર્યો, સુગંધી ઉબટન વડે શરીરનું ઉબટન કર્યુ, ઉષ્ણોદક – ગંધોદક – શીતોદક વડે સ્નાન કરાવ્યુ, રૂંવાટીવાળા – સુકુમાલ – ગંધકાષાયિક વસ્ત્રથી શરીર લૂંછ્યુ, શ્વેત પટ્ટ – શાટક પહેરાવ્યુ, સર્વાલંકારથી વિભૂષિત કર્યો. વિપુલ અશનાદિનું ભોજન કરાવ્યુ, સાગરદત્તની સમીપ લઈ ગયા. પછી સાગરદત્તે, સુકુમાલિકાને સ્નાન યાવત્ સર્વાલંકારથી વિભૂષિત કરીને, તે ભિખારીને કહ્યું – આ મારી પુત્રી, મને ઇષ્ટ છે, તે તને પત્નીરૂપે આપું છું. તું આ કલ્યાણકારિણી માટે કલ્યાણકારી થજે. ત્યારે તે ભિખારીએ સાગરદત્તની આ વાત સ્વીકારી, પછી સુકુમાલિકા સાથે વાસગૃહમાં ગયો. તેણી સાથે શય્યામાં સૂતો. ત્યારે તે ભિખારીએ સુકુમાલિકાના આવા પ્રકારના અંગસ્પર્શને અનુભવ્યો. બાકીનું સાગરકુમાર મુજબ જાણવુ યાવત્ શય્યામાંથી ઉઠીને, વાસગૃહથી નીકળ્યો, પછી ફૂટલું શકોરું, ફૂટલો ઘડો લઈને, મારથી મુક્ત કાકની જેમ જે દિશાથી આવેલો, તે દિશાએ પાછો ગયો. ત્યારપછી સુકુમાલિકા તે ભિખારીને ચાલ્યો ગયેલ જાણીને અપહત મનસંકલ્પા થઈ યાવત્ ચિંતામગ્ન થઈ. સૂત્ર– ૧૬૫. ત્યારે ભદ્રાએ બીજે દિવસે દાસચેટીને બોલાવીને કહ્યું કે વર – વધૂ માટે દાતાન – પાણી લઇ જા યાવત્ દાસીએ દ્રમક્ના ચાલ્યા જવાનો સર્વ વૃત્તાંત સાગરદત્તને કહ્યો. ત્યારે તે સાગરદત્ત તેમજ સંભ્રાંત થઈને વાસગૃહે આવ્યા. આવીને સુકુમાલિકાને ખોળામાં બેસાડીને કહ્યું – અહો! પુત્રી ! તું પૂર્વે બાંધેલ પાપકર્મનું ફળ યાવત્ અનુભવતી વિચરી રહી છો, તો હે પુત્રી ! તું અપહત મન યાવત્ ચિંતામગ્ન ન થા. મારા રસોઈગૃહમાં વિપુલ અશનાદિ ચારે પ્રકારનો આહાર પોટ્ટિલાની જેમ યાવત્ દેતી એવી વિચર. ત્યારે તેણીએ આ વાત સ્વીકારી. રસોઈગૃહમાં વિપુલ અશનાદિ આહાર યાવત્ આપતી વિચરવા લાગી. તે કાળે, તે સમયે બહુશ્રુતા ગોપાલિક આર્યા, ‘તેતલિ’માં કહેલ સુવ્રતા આર્યા માફક સમોસર્યા. તે રીતે જ સાધ્વી સંઘાટક આવ્યા, યાવત્ સુકુમાલિકાએ પ્રતિલાભિત કરી પૂછ્યું – હે આર્યાઓ! હું સાગરને અનિષ્ટ યાવત્ અમણામ છું, સાગર મારું નામ યાવત્ પરિભોગને ઇચ્છતો નથી, જેને – જેને અપાઉં છું, તેને – તેને અનિષ્ટ યાવત્ અમણામ થઉં છું, તો હે આર્યાઓ! આપ ઘણા જ્ઞાની છો, ઇત્યાદિ ‘પોટ્ટિલા’વત્ કહેવું. યાવત્ હું સાગરકુમારને ઇષ્ટ, કાંત યાવત્ થાઉં. આર્યાઓએ પૂર્વવત્ કહ્યું, તે રીતે જ શ્રાવિકા થઈ, તેમજ વિચાર્યુ, તે રીતે જ સાગરદત્ત સાર્થવાહને પૂછ્યુ, યાવત્ ગોપાલિકા આર્યા પાસે દીક્ષા લીધી. ત્યારે સુકુમાલિકા ઇર્યાસમિત યાવત્ બ્રહ્મચારિણી આર્યા થયા, ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ કરતા યાવત્ વિચરવા લાગ્યા. ત્યારપછી સુકુમાલિકા આર્યા કોઈ દિવસે ગોપાલિકા આર્યા પાસે જઈ વાંદી – નમીને કહ્યું – હે આર્યાજી ! હું આપની આજ્ઞા પામીને ચંપાની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી થોડે દૂર નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપોકર્મ સહ સૂર્યાભિમુખ આતાપના લેતી વિચરું ? ત્યારે ગોપાલિકા આર્યાએ, સુકુમાલિકાને કહ્યું – હે આર્યા ! આપણે ઇર્યાસમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી શ્રમણી – નિર્ગ્રન્થીઓ છીએ. આપણે ગામ યાવત્ સંનિવેશ બહાર યાવત્ વિચરવું ન કલ્પે. આપણને વાડથી ઘેરાયેલ ઉપાશ્રયમાં વસ્ત્રબદ્ધ થઈ બંને પગ સમતલ રાખી આતાપના લેવી કલ્પે છે. ત્યારે સુકુમાલિકાએ ગોપાલિકાની આ વાતની શ્રદ્ધા ન કરી, પ્રીતિ ન કરી, રૂચી ન કરી. આ અર્થની અશ્રદ્ધાદિ કરતા સુભૂમિભાગથી સમીપમાં નિરંતર છઠ્ઠ – છઠ્ઠનો તાપ કરતા યાવત્ વિચરે છે. સૂત્ર સંદર્ભ– ૧૬૧–૧૬૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] sa nam taonamtaram uvvattitta iheva jambuddive dive bharahe vase champae nayarie sagaradattassa satthavahassa bhaddae bhariyae kuchchhimsi dariyattae pachchayaya. Tae nam sa bhadda satthavahi navanham masanam bahupadipunnanam dariyam payaya–sukumalakomaliyam gayata-luyasamanam. Tae nam tise nam dariyae nivvattabarasahiyae ammapiyaro imam eyaruvam gonnam gunanipphanna namadhejjam karemti–jamha nam amha esa dariya sukumala-komaliya gayataluyasamana, tam hou nam amham imise dariyae namadhejjam sukumaliya-sukumaliya. Tae nam tise dariyae ammapiyaro namadhejjam karemti sumaliyatti. Tae nam sa sumaliya dariya pamchadhaipariggahiya tam jaha–khiradhaie majjanadhaie mamdavanadhaie khellavanadhaie amkadhaie amkao amkam saharijjamani ramme manikottimatale girikamdaramallina iva champagalaya nivaya-nivvaghayamsi suham-suhenam parivaddhai. Tae nam sa sumaliya dariya ummukkabalabhava vinnaya-parinayametta jovvanagamanupatta ruvena ya jovvanena ya lavannena ya ukkittha ukkitthasarira jaya yavi hottha. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 161. Te tyamthi udvartine a jambudvipamam bharatakshetramam champanagarimam sagaradatta sarthavahani bhadra name bharyani kukshimam putrirupe utpanna thai. Tyare te bhadra sarthavahie nava masa purna thata putrine janma apyo. Te balika hathina talu samana sukumala ane komala hati. Te balikane bara divasa vitya pachhi mata – pitae a ava svarupanum gauna, gunanishpanna nama karyum – ke amari a balika hathina talu samana sukumala chhe, tethi tenum ‘sukumalika’ nama thao. Tyare te putrina mata – pitae ‘sukumalika’ nama padyum. Pachhi te balika kshiradhatri vagere pamchadhatrithi palana – poshana pamati yavat parvatiya guphamam rahela nirvyaghata ane nirvata champakalatani jema yavat moti thai. Tyarapachhi sukumalika balyabhava chhodine yavat rupa, yauvana, lavanyathi utkrishta, utkrishta shariri thai. Sutra– 162. Te champanagarimam jinadatta name dhanadhya sarthavaha hato. Te jinadattani bhadra name bharya hati, je sukumala, ishta hati yavat manushi kamabhoga anubhavati vicharati hati. Te jinadattano putra, bhadra bharyano atmaja sagara name sukumala yavat surupa putra hato. Tyare te jinadatta sarthavaha anya koi dine potana gherathi nikalyo, sagaradattana gharani thode durathi jato hato, a tarapha sukumalika snana karine, dasisamuhathi parivritta thai, agasimam upara sonana dadathi ramati hati. Tyare jinadatta sarthavahe sukumalikane joi, joine tenina rupa adithi vismita thai kautumbika purushone bolavya ane kahyum – he devanupriyo ! A koni putri chhe\? Shum nama chhe\? Tyare te kautumbika purushoe jinadatta sarthavaha pase a vata sambhali harshita thai, be hatha jodi yavat kahyum – a sagaradatta sarthavahani putri, bhadrani atmaja sukumalika name putri chhe, te sukumala hatha – pagavali yavat utkrishta rupa – lavanya – yauvana yukata hati. Tyare jinadatta sarthavahe te kautumbikani pase a artha sambhaline potana ghera avyo. Avine snana karine yavat mitra, jnyatithi parivarine champanagarimam sagaradattana ghera gayo. Tyare sagaradatta sarthavahe jinadattane avato joine asanethi ubho thayo, asane besava nimamtrana apyum. Te ashvasta, vishvasta thai, uttama sukhasane betho tyare sagaradatta sarthavahe kahyum – He devanupriya ! Kaho, apana agamananum prayojana shum chhe? Tyare jinadatte, sagaradattane kahyum – he devanupriya ! Tamari putri ane bhadrani atmaja sukumalikani sagarani patnirupe mamgani karum chhum. Jo tame a yukta – patra – prashamsaniya ane samana samyoga samajata ho to sukumalika sagarane apo. Ame sukumalika mate shum shulka daie\? Tyare sagaradatte jinadattane kahyum – devanupriya ! Sukumalika mari eka ja putri chhe, ishta chhe, udumbara pushpani jema tenum nama sambhalavum pana durlabha chhe,to darshananum to kahevum ja shum\? Hum sukumalikano kshanamatra pana viyoga ichchhato nathi. Tethi jo sagara maro ghara jamai thaya to hum sagarane sukumalika apum. Tyare jinadatta, sagaradattane ama kaheto sambhaline potana ghera avine sagarakumarane bolavine kahyum – he putra ! Sagaradatta sarthavahe mane kahyum – sukumalika mari ekani eka putri chhe yavata jo sagarakumara ghara jamai thaya to mari putri apum. Tyare sagarakumara, jinadattani a vata sambhaline mauna rahyo. Tyarapachhi jinadatte koi divase shobhana tithi – karanadi joine vipula ashana, pana, khadima ane svadima taiyara karavya. Mitra, jnyati adine nimamtrya yavat teone satkarita sanmanita karine sagarakumarane snana karavi yavat sarvalamkarathi vibhushita karine sahasrapurushavahini shibikamam arudha karavine mitra – jnyati adithi parivarine sarva riddhi sathe potana gherathi nikalyo, nikaline champanagarani vachchovachchathi nikali sagaradattana ghera avyo, shibikathi utaryo. Sagarakumarane sagaradatta sarthavahani pase lai gayo. Tyarapachhi sagaradatta sarthavahe vipula ashana, pana, khadima ane svadima taiyara karavya yavat sanmanita kari, sagarakumarane sukumalika kanya sathe pata upara besadyo, besadine sona – chamdina kalasho vade snana karavyu, homa karavyo. Te bamnenum panigrahana karavyum. Sutra– 163. Sagarakumarane sukumalikana hathano sparsha asipatra, karavata, astro, chharini dhara, shaktini dhara, bhalani ani, tirani ani, bhindivalano agrabhaga, soyani ani, vimchhino damkha, kapikachchha vanaspati,jvala rahita agni, murmara, imdhana sahitani jvala ityadina sparsha karata pana anishtatara a sparsha hato. Tyare sagarakumara anichchhae, vivasha thaine, muhurtta matra tyam rahyo. Tyarapachhi sagaradatta sarthavahe, sagara kumarana mata, pita, mitra, jnyatijana adine vipula ashanadi bhojanathi tatha pushpa, vastra, gamdha, mala adithi yavat sanmanine visarjita karya. Pachhi sagarakumara sukumalika sathe vasagrihe avyo. Teni sathe shayyamam suto. Tyare sagarakumara, sukumalikana ava prakarano amga sparsha anubhavyo – jema koi asipatra yavat ati amanojnya amgasparsha anubhava karato rahyo. Tyare sagarakumara a amgasparshane na saheto, paravasha thai muhurttamatra tyam rahyo. Tyare sagare, sukumalikane sukhe suteli janine, tenini padakhethi uthyo, potani shayyamam avyo, tyam sui gayo. Pachhi muhurtta matramam sukumalika jagi, teni pativrata ane pati anurakta hati, padakhe patine na joine shayyathi uthe chhe, uthine patini shayya pase avi, sagarani pase sui gai. Tyarapachhi sagarakumara sukumalikano biji vakhata pana ava prakarano amgasparsha anubhavato yavat anichchhae ane vivasha thaine muhurtta matra tyam rahyo. Pachhi tenine sukhe suteli joine shayyathi uthi, uthine vasagrihana dvara ughadya, maranarathi mukta thayela kakani jema je dishamamthi avela, tyam pachho gayo. Sutra– 164. Tyarapachhi sukumalika muhurtta pachhi jagi, pativrata evi tenie yavat patine na joine, shayyathi uthi, sagarakumarani chotarapha margana – gaveshana karati vasagrihanum dvara ughadelu joyum. Joine ‘sagara to gayo’ ema jani apahatamana samkalpa thai (nirasha ane udasa thai) arttadhyana karati tyam rahi. Tyare te bhadra sarthavahie bije divase dasachetine bolavine kahyum – devanupriya ! Ja, vara – vadhune mate mukha shodhanika lai ja. Tyare dasachetie, bhadrane ema kaheta sambhali, a arthane ‘tahatti’ kahi svikaryo. Mukhadhovana lidhum, vasagrihe avi. Avine sukumalikane yavat chimtamagna thayela joi, joine puchhyum – he devanupriya! Tum apahatamana samkalpa yavat chimtamagna kema chhe\? Tyare te sukumalikae dasachetine kahyum – sagarakumara mane sukhe sutela janine mari padakhethi uthyo, vasagriha dvara ughadine yavat chalyo gayo. Tyarapachhi muhurttantara pachhi yavat ughada dvara joine ‘sagara to gayo,’ ema janine yavat chimtamagna chhum. Tyare dasacheti, sukumalikani a vata sambhaline sagaradatta pase avi, temane a vrittamta janavyo, sagaradatta a vata sambhali, samajine krodhita thai jinadatta sarthavahana ghera avyo, jinadattane kahyum – he devanupriya ! Shum a yuktachhe?, kulamaryadane yogya chhe?, kulanurupa chhe?, ke kulasadrisha chhe ke je sagarakumara, adrishtadosha – pativrata evi sukumalikane chhodine ahim avi gayo. Ghani khedayukta kriya karine tatha rudanani cheshtapurvaka temane jinadattane ghano upalambha apyo. Tyare jinadatta, sagaradatta pase a vrittamta sambhaline sagarakumara pase avyo, sagarakumarane kahyum – he putra ! Tem khotum karyum, je sagaradattanum ghara chhodine ahim chalyo avyo. He putra ! Je thayum te, pana tum have sagaradattane ghera pachho ja. Tyare sagarakumare jinadattane kahyum – he tata ! Mane parvatathi padavum, jhadathi padavum, maru pradeshe javum, jalapravesha karavo, vishabhakshana karavum, vehanasa marana, shastravapatana, griddhaprishtha marana, pravrajya ke videshagamana svikarya chhe, pana hum sagaradattana ghera nahim ja jaum. Tyare sagaradatta sarthavahe bhimtani pachhala rahi sagarana a arthane sambhaline, lajjita – vriditadi thai, jinadattana gherathi nikali potana ghera avyo. Sukumalikane bolavine, kholamam besadine kahyum – he putri ! Sagarakumare tane chhodi didhi to shum\? Hum tane eva purushane apisha, jene tum ishta yavat manojnya thaisha. Ema kahi sukumalikane tevi ishta vanithi ashvasana apine vidaya kari. Tyare sagaradatta sarthavahe anya koi divase agasi uparathi sukhe betha – betha rajamargane avalokato hato. Tyare eka atyamta dina bhikharine joyo. Te phatela – tutela vastra paheri, hathamam phutelu shakorum ane ghado hathamam lai, hajaro makhio dvara anusarato yavat jato hato. Tyare sagaradatte kautumbika purushone bolavya ane kahyum ke tame a bhikharipurushane vipula ashana, pana, khadima ane svadimathi lobhita kari gharamam lavo, lavine phutalum shakorum ane ghado ekamtamam muki, alamkarika karma (hajamata)karavi, snana – balikarma karavi yavat sarvalamkarathi vibhushita karavi, manojnya ashanadi khavadavo. Pachhi mari pase lavo. Tyare kautumbika purushoe te vata yavat svikarine te bhikhari pase jaine, yavat gharamam lavya. Teno phutalo ghado, phutalum shakorum ekamtamam mukya. Tyare te bhikhari phutalum shakorum ane ghado eka bajue mukayela joine mota – mota shabdothi baradava lagyo. Tyare sagaradatte, te bhikharine mota – mota shabdothi baradata sambhali, samajine kautumbika purushone bolavine puchhyum – devanupriyo ! A bhikhari kema barade chhe\? Tyare kautumbika purushoe kahyum – he svami ! Tena phutala shakora ane phutalo ghado ekamtamam mukavathi mota – mota avaje rade chhe. Tyare sagaradatte teone kahyum ke – tame a bhikharina phutala shakora yavat lavine, teni pase rakho, tethi tene vishvasa thaya. Temane tema karyum. Tyarapachhi te kautumbika purushoe bhikharini hajamata karavi, shatapaka, sahasrapaka telathi malisha karyo, sugamdhi ubatana vade shariranum ubatana karyu, ushnodaka – gamdhodaka – shitodaka vade snana karavyu, rumvativala – sukumala – gamdhakashayika vastrathi sharira lumchhyu, shveta patta – shataka paheravyu, sarvalamkarathi vibhushita karyo. Vipula ashanadinum bhojana karavyu, sagaradattani samipa lai gaya. Pachhi sagaradatte, sukumalikane snana yavat sarvalamkarathi vibhushita karine, te bhikharine kahyum – a mari putri, mane ishta chhe, te tane patnirupe apum chhum. Tum a kalyanakarini mate kalyanakari thaje. Tyare te bhikharie sagaradattani a vata svikari, pachhi sukumalika sathe vasagrihamam gayo. Teni sathe shayyamam suto. Tyare te bhikharie sukumalikana ava prakarana amgasparshane anubhavyo. Bakinum sagarakumara mujaba janavu yavat shayyamamthi uthine, vasagrihathi nikalyo, pachhi phutalum shakorum, phutalo ghado laine, marathi mukta kakani jema je dishathi avelo, te dishae pachho gayo. Tyarapachhi sukumalika te bhikharine chalyo gayela janine apahata manasamkalpa thai yavat chimtamagna thai. Sutra– 165. Tyare bhadrae bije divase dasachetine bolavine kahyum ke vara – vadhu mate datana – pani lai ja yavat dasie dramakna chalya javano sarva vrittamta sagaradattane kahyo. Tyare te sagaradatta temaja sambhramta thaine vasagrihe avya. Avine sukumalikane kholamam besadine kahyum – aho! Putri ! Tum purve bamdhela papakarmanum phala yavat anubhavati vichari rahi chho, to he putri ! Tum apahata mana yavat chimtamagna na tha. Mara rasoigrihamam vipula ashanadi chare prakarano ahara pottilani jema yavat deti evi vichara. Tyare tenie a vata svikari. Rasoigrihamam vipula ashanadi ahara yavat apati vicharava lagi. Te kale, te samaye bahushruta gopalika arya, ‘tetali’mam kahela suvrata arya maphaka samosarya. Te rite ja sadhvi samghataka avya, yavat sukumalikae pratilabhita kari puchhyum – he aryao! Hum sagarane anishta yavat amanama chhum, sagara marum nama yavat paribhogane ichchhato nathi, jene – jene apaum chhum, tene – tene anishta yavat amanama thaum chhum, to he aryao! Apa ghana jnyani chho, ityadi ‘pottila’vat kahevum. Yavat hum sagarakumarane ishta, kamta yavat thaum. Aryaoe purvavat kahyum, te rite ja shravika thai, temaja vicharyu, te rite ja sagaradatta sarthavahane puchhyu, yavat gopalika arya pase diksha lidhi. Tyare sukumalika iryasamita yavat brahmacharini arya thaya, ghana upavasa, chhaththa, aththama karata yavat vicharava lagya. Tyarapachhi sukumalika arya koi divase gopalika arya pase jai vamdi – namine kahyum – he aryaji ! Hum apani ajnya pamine champani bahara subhumibhaga udyanathi thode dura niramtara chhaththa – chhaththana tapokarma saha suryabhimukha atapana leti vicharum\? Tyare gopalika aryae, sukumalikane kahyum – he arya ! Apane iryasamita yavat gupta brahmacharini shramani – nirgranthio chhie. Apane gama yavat samnivesha bahara yavat vicharavum na kalpe. Apanane vadathi gherayela upashrayamam vastrabaddha thai bamne paga samatala rakhi atapana levi kalpe chhe. Tyare sukumalikae gopalikani a vatani shraddha na kari, priti na kari, ruchi na kari. A arthani ashraddhadi karata subhumibhagathi samipamam niramtara chhaththa – chhaththano tapa karata yavat vichare chhe. Sutra samdarbha– 161–165 |