Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104852
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१४ तेतलीपुत्र

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧૪ તેતલીપુત્ર

Section : Translated Section :
Sutra Number : 152 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं तीसे पोट्टिलाए अन्नया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि कुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झ-त्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–एवं खलु अहं तेयलि-पुत्तस्स पुव्विं इट्ठा कंता पिया मणुण्णा मणामा आसि, इयाणिं अणिट्ठा अकंता अप्पिया अमणुण्णा अमणामा जाया। नेच्छइ णं तेयलीपुत्ते मम नामगोयमवि सवणयाए किं पुण दंसणं वा परिभोगं वा? तं सेयं खलु ममं सुव्वयाणं अज्जाणं अंतिए पव्वइत्तए–एवं संपेहेइ, संपेहेत्ता कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठि यम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते जेणेव तेयलिपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल-परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वयासी–एवं खलु देवानुप्पिया! मए सुव्वयाणं अज्जाणं अंतिए धम्मे निसंते, से वि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए। तं इच्छामि णं तुब्भेहिं अब्भणुण्णाया पव्वइत्तए। तए णं तेयलिपुत्ते पोट्टिलं एवं वयासी–एवं खलु तुमं देवानुप्पिए! मुंडा पव्वइया समाणी कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए उववज्जिहिसि। तं जइ णं तुमं देवानुप्पिए! ममं ताओ देवलोगाओ आगम्म केवलिपन्नत्ते धम्मे बोहेहि, तो हं विसज्जेमि। अह णं तुमं ममं न संबोहेसि, तो ते न विसज्जेमि। तए णं सा पोट्टिला तेयलिपुत्तस्स एयमट्ठं पडिसुणेइ। तए णं तेयलिपुत्ते विउलं असनं पानं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि -परियणं आमंतेइ जाव सक्कारेइ-सम्मानेइ, सक्कारेत्ता सम्मानेत्ता पोट्टिलं ण्हायं सव्वालंकारविभूसियं पुरिससहस्सवाहिणीयं सीयं दुरुहित्त मित्त-नाइ-नियग-सयण-संबंधि-परियणेणं सद्धिं संपरिवुडे सव्विड्ढीए जाव दुंदुहिनिग्घोसनाइय-रवेणं तेयलिपुरं मज्झंमज्झेणं जेणेव सुव्वयाणं उवस्सए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पोट्टिलं पुरओ कट्टु जेणेव सुव्वया अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–एवं खलु देवानुप्पिया! मम पोट्टिला भारिया इट्ठा कंता पिया मणुण्णा मणामा। एस णं संसारभउव्विग्गा भीया जम्मण-जर-मरणाणं इच्छइ देवानुप्पियाणं अंतिए मुंडा भवित्ता अगाराओ अनगारियं पव्वइत्तए। पडिच्छंतु णं देवानुप्पिया! सिस्सिणिभिक्खं। अहासुहं, मा पडिबंधं करेहि। तए णं सा पोट्टिला सुव्वयाहि अज्जाहि एवं वुत्ता समाणी हट्ठा उत्तरपुरत्थिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, जेणेव सुव्वयाओ अज्जाओ तेणेव उवागच्छइ, वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– आलित्ते णं अज्जा! लोए एवं जहा देवानंदा जाव एक्कारस अंगाइं अहिज्जइ, बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं ज्झोसेत्ता, सट्ठिं भत्ताइं अनसणेणं छेएत्ता आलोइय-पडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए उववन्ना।
Sutra Meaning : સૂત્ર– ૧૫૨. ત્યારપછી પોટ્ટિલાને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાલસમયે કુટુંબ જાગરિકા કરતા આવા સ્વરૂપનો વિચાર ઉત્પન્ન થયો. હું પહેલા તેતલિપુત્રને ઇષ્ટ ઇત્યાદિ હતી, હવે અનિષ્ટ થઈ છું યાવત્‌ પરિભોગની વાત જ ક્યાં? મારે ઉચિત છે કે સુવ્રતા આર્યા પાસે દીક્ષા લઉં, આમ વિચારી, બીજે દિવસે સૂર્ય ઊગ્યા પછી તેતલિપુત્ર પાસે જઈ, હાથ જોડી યાવત્‌ કહ્યું – મેં સુવ્રતા આર્યા પાસે ધર્મ સાંભળ્યો છે, તે ધર્મ મને ઇષ્ટ છે, અત્યંત ઇષ્ટ અને રુચિકર છે યાવત્‌ આપની અનુજ્ઞાથી દીક્ષા લેવા ઇચ્છુ છું. ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને કહ્યું – દેવાનુપ્રિયા ! તું મુંડ અને પ્રવ્રજિત થઈને કાળમાસે કાળ કરીને, કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈશ, તો જો તું મને દેવલોકથી આવીને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનો બોધ કરે, તો હું તને રજા આપું, જો તું મને બોધ નહીં આપે તો આજ્ઞા નહીં આપું. ત્યારે પોટ્ટિલાએ તેતલિપુત્રના આ કથનનો સ્વીકાર કર્યો. ત્યારપછી તેતલિપુત્રે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિજન આદિને યાવત્‌ આમંત્ર્યા, યાવત્‌ સન્માન કર્યુ. ત્યાર પછી પોટ્ટિલાને સ્નાન કરાવ્યું યાવત્‌ સહસ્રપુરુષવાહિની શિબિકામાં બેસાડી. મિત્ર, જ્ઞાતિજન આદિથી યાવત્‌ પરિવૃત્ત થઈ, સર્વ ઋદ્ધિ યુક્ત થઈ યાવત્‌ દુંદુભીના નાદ સાથે તેતલિપુરની વચ્ચોવચ્ચ થઈ, સુવ્રતા આર્યાના ઉપાશ્રયે આવ્યા, પછી પોટ્ટિલાને શિબિકાથી ઊતારીને, આગળ કરીને સુવ્રતા આર્યા પાસે આવી, વંદન, નમસ્કાર કર્યા. પછી કહ્યું – હે દેવાનુપ્રિયા ! મને પોટ્ટિલા ભાર્યા ઇષ્ટ વગેરે છે. તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ છે. યાવત્‌ દીક્ષા લેવા ઇચ્છે છે. તો હું આપને શિષ્યાની ભિક્ષા આપું છું, સ્વીકાર કરો. જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારપછી પોટ્ટિલા, સુવ્રતા આર્યાને આમ કહેતા સાંભળી, હર્ષિત થઈ, ઈશાન ખૂણામાં જઈ સ્વયં જ આભરણ, માલા, અલંકાર ઊતાર્યા, સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો. સુવ્રતા આર્યા પાસે આવી. વંદન – નમન કર્યું, ત્યારપછી કહ્યું – હે ભગવતી ! આ લોક આલિપ્ત છે, પ્રદીપ્ત છે યાવત એ પ્રમાણે દેવાનંદા માફક ભાવો વ્યક્ત કર્યા. યાવત્‌ સુવ્રતા આર્યા પાસે દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગો ભણ્યા. ઘણા વર્ષ ચારિત્ર પાળ્યુ, પછી માસિકી સંલેખના કરી, આત્માને ઝોસિત કરીને(શરીરને કૃશ કરીને) સાઈઠ ભક્તોનું અનશન કરીને, આલોચના – પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળમાસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. સૂત્ર– ૧૫૩. ત્યારપછી તે કનકરથ રાજા કોઈ દિવસે મરણ પામ્યો. ત્યારે રાજા, ઇશ્વર આદિએ યાવત્‌ તેનું નીહરણ કર્યું. પછી પરસ્પર એમ કહ્યું કે – હે દેવાનુપ્રિયો ! કનકરથ રાજા રાજ્યમાં જે જે પુત્ર જન્મે તે પુત્રને વિકલાંગ કરી દેતો. આપણે રાજાને આધીન છીએ, રાજાથી અધિષ્ઠિત થઇ રહેનારા છીએ,, રાજાની આજ્ઞાને આધીન કાર્યકર્તા છીએ. તેતલિ અમાત્ય કનકરથ રાજાના સર્વસ્થાન, સર્વભૂમિકામાં વિશ્વાસપાત્ર, વિચાર દેનાર, સર્વે કાર્ય ચલવાનાર છે. આપણે માટે યોગ્ય છે કે આપણે તેતલિપુત્ર અમાત્ય પાસે કુમારની યાચના કરીએ. આ પ્રમાણે પરસ્પર આ અર્થને સ્વીકાર્યો. પછી તેતલિપુત્ર અમાત્ય પાસે આવીને, તેને કહ્યું – હે દેવાનુપ્રિય ! કનકરથ રાજા રાજ્ય આદિમાં લુબ્ધ થઈ યાવત્‌ પુત્રને વિકલાંગ કરતો હતો. આપણે રાજાધીન યાવત્‌ રાજાધીન કાર્ય કર્તા છીએ. તમે કનકરથ રાજાના સર્વ સ્થાનોમાં યાવત્‌ રાજ્યધૂરા ચિંતક છો. તેથી જો કોઈ કુમાર રાજ્યલક્ષણ સંપન્ન અને અભિષેકને યોગ્ય હોય, તો તે અમને આપો. જેનો અમે મહાન એવા રાજ્યાભિષેકથી અભિષેક કરીએ. ત્યારે તેતલિપુત્રે તે ઇશ્વર, તલવાર આદિની આ વાત સ્વીકારી, કનકધ્વજ કુમારને સ્નાન કરાવી યાવત્‌ વિભૂષિત કર્યો, કરીને તે ઇશ્વરાદિ પાસે યાવત્‌ લાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! કનકરથ રાજાનો પુત્ર, પદ્માવતી દેવીનો આત્મજ, કનકધ્વજ નામે આ કુમાર છે. તે અભિષેક યોગ્ય છે, રાજલક્ષણસંપન્ન છે. મેં કનકરથ રાજાથી છૂપાવીને ઉછેર્યો છે. તમે તેને મહાન રાજ્યાભિષેકથી અભિષેક કરો. પછી તેતલીપુત્રએ તે કુંવરના સર્વ પાલન – પોષણનો સમગ્ર વૃત્તાંત કહ્યો. ત્યારપછી તે ઇશ્વર, તલવાર આદિએ કનકધ્વજ કુમારનો મહાન અભિષેક કર્યો. પછી કનકધ્વજ કુમાર રાજા થયો – તે મહાહિમવંત પર્વત સમાન, મહાન,ચોમેર ફેલાયેલ યશ – કિર્તીવાળો, મેરુ પર્વત જેવો દૃઢ યાવત્‌ રાજ્યનું પ્રશાસન કરતા વિચરવા લાગ્યો. ત્યારે પદ્માવતી દેવીએ કનકધ્વજ રાજાને બોલાવીને કહ્યું – હે પુત્ર ! તારું આ રાજ્ય યાવત્‌ અંતઃપુર, તને તેતલિપુત્રની કૃપાથી પ્રાપ્ત થયું છે, તેથી તેતલિપુત્ર અમાત્યનો આદર કરજે, જાણજે, સત્કાર – સન્માન કરજે. અભ્યુત્થિત(આવતા જોઇને ઉભો) થજે, પર્યુપાસજે. પાછળ મુકવાજજે, પ્રશંસા કરજે, અર્ધાસને બેસાડજે, તેમના વેતનાદિમાં વૃદ્ધિ કરજે. ત્યારે કનકધ્વજે પદ્માવતીના કથનને ‘તહત્તિ’ કહી સ્વીકાર્યા યાવત્‌ વેતનમાં વૃદ્ધિ કરી. સૂત્ર સંદર્ભ– ૧૫૨, ૧૫૩
Mool Sutra Transliteration : [sutra] tae nam tise pottilae annaya kayai puvvarattavarattakalasamayamsi kudumbajagariyam jagaramanie ayameyaruve ajjha-tthie chimtie patthie manogae samkappe samuppajjittha–evam khalu aham teyali-puttassa puvvim ittha kamta piya manunna manama asi, iyanim anittha akamta appiya amanunna amanama jaya. Nechchhai nam teyaliputte mama namagoyamavi savanayae kim puna damsanam va paribhogam va? Tam seyam khalu mamam suvvayanam ajjanam amtie pavvaittae–evam sampehei, sampehetta kallam pauppabhayae rayanie java utthi yammi sure sahassarassimmi dinayare teyasa jalamte jeneva teyaliputte teneva uvagachchhai, uvagachchhitta karayala-pariggahiyam sirasavattam matthae amjalim kattu evam vayasi–evam khalu devanuppiya! Mae suvvayanam ajjanam amtie dhamme nisamte, se vi ya me dhamme ichchhie padichchhie abhiruie. Tam ichchhami nam tubbhehim abbhanunnaya pavvaittae. Tae nam teyaliputte pottilam evam vayasi–evam khalu tumam devanuppie! Mumda pavvaiya samani kalamase kalam kichcha annayaresu devaloesu devattae uvavajjihisi. Tam jai nam tumam devanuppie! Mamam tao devalogao agamma kevalipannatte dhamme bohehi, to ham visajjemi. Aha nam tumam mamam na sambohesi, to te na visajjemi. Tae nam sa pottila teyaliputtassa eyamattham padisunei. Tae nam teyaliputte viulam asanam panam khaimam saimam uvakkhadavei, uvakkhadavetta mitta-nai-niyaga-sayana-sambamdhi -pariyanam amamtei java sakkarei-sammanei, sakkaretta sammanetta pottilam nhayam savvalamkaravibhusiyam purisasahassavahiniyam siyam duruhitta mitta-nai-niyaga-sayana-sambamdhi-pariyanenam saddhim samparivude savviddhie java dumduhinigghosanaiya-ravenam teyalipuram majjhammajjhenam jeneva suvvayanam uvassae teneva uvagachchhai, uvagachchhitta siyao pachchoruhai, pachchoruhitta pottilam purao kattu jeneva suvvaya ajja teneva uvagachchhai, uvagachchhitta vamdai namamsai, vamditta namamsitta evam vayasi–evam khalu devanuppiya! Mama pottila bhariya ittha kamta piya manunna manama. Esa nam samsarabhauvvigga bhiya jammana-jara-marananam ichchhai devanuppiyanam amtie mumda bhavitta agarao anagariyam pavvaittae. Padichchhamtu nam devanuppiya! Sissinibhikkham. Ahasuham, ma padibamdham karehi. Tae nam sa pottila suvvayahi ajjahi evam vutta samani hattha uttarapuratthimam disibhagam avakkamai, avakkamitta sayameva abharanamallalamkaram omuyai, omuitta sayameva pamchamutthiyam loyam karei, jeneva suvvayao ajjao teneva uvagachchhai, vamdai namamsai, vamditta namamsitta evam vayasi– Alitte nam ajja! Loe evam jaha devanamda java ekkarasa amgaim ahijjai, bahuni vasani samannapariyagam paunai, paunitta masiyae samlehanae attanam jjhosetta, satthim bhattaim anasanenam chheetta aloiya-padikkamta samahipatta kalamase kalam kichcha annayaresu devaloesu devattae uvavanna.
Sutra Meaning Transliteration : Sutra– 152. Tyarapachhi pottilane anya koi divase madhyaratri kalasamaye kutumba jagarika karata ava svarupano vichara utpanna thayo. Hum pahela tetaliputrane ishta ityadi hati, have anishta thai chhum yavat paribhogani vata ja kyam? Mare uchita chhe ke suvrata arya pase diksha laum, ama vichari, bije divase surya ugya pachhi tetaliputra pase jai, hatha jodi yavat kahyum – mem suvrata arya pase dharma sambhalyo chhe, te dharma mane ishta chhe, atyamta ishta ane ruchikara chhe yavat apani anujnyathi diksha leva ichchhu chhum. Tyare tetaliputre pottilane kahyum – devanupriya ! Tum mumda ane pravrajita thaine kalamase kala karine, koi devalokamam devapane utpanna thaisha, to jo tum mane devalokathi avine kevaliprajnyapta dharmano bodha kare, to hum tane raja apum, jo tum mane bodha nahim ape to ajnya nahim apum. Tyare pottilae tetaliputrana a kathanano svikara karyo. Tyarapachhi tetaliputre vipula ashanadi taiyara karavya. Mitra, jnyatijana adine yavat amamtrya, yavat sanmana karyu. Tyara pachhi pottilane snana karavyum yavat sahasrapurushavahini shibikamam besadi. Mitra, jnyatijana adithi yavat parivritta thai, sarva riddhi yukta thai yavat dumdubhina nada sathe tetalipurani vachchovachcha thai, suvrata aryana upashraye avya, Pachhi pottilane shibikathi utarine, agala karine suvrata arya pase avi, vamdana, namaskara karya. Pachhi kahyum – he devanupriya ! Mane pottila bharya ishta vagere chhe. Te samsarana bhayathi udvigna thai chhe. Yavat diksha leva ichchhe chhe. To hum apane shishyani bhiksha apum chhum, svikara karo. Jema sukha upaje tema karo, pratibamdha na karo. Tyarapachhi pottila, suvrata aryane ama kaheta sambhali, harshita thai, ishana khunamam jai svayam ja abharana, mala, alamkara utarya, svayam ja pamchamushtika locha karyo. Suvrata arya pase avi. Vamdana – namana karyum, Tyarapachhi kahyum – he bhagavati ! A loka alipta chhe, pradipta chhe yavata e pramane devanamda maphaka bhavo vyakta karya. Yavat suvrata arya pase diksha grahana kari, agiyara amgo bhanya. Ghana varsha charitra palyu, pachhi masiki samlekhana kari, atmane jhosita karine(sharirane krisha karine) saitha bhaktonum anashana karine, alochana – pratikramana kari, samadhi pami, kalamase kala karine koi devalokamam devapane utpanna thai. Sutra– 153. Tyarapachhi te kanakaratha raja koi divase marana pamyo. Tyare raja, ishvara adie yavat tenum niharana karyum. Pachhi paraspara ema kahyum ke – He devanupriyo ! Kanakaratha raja rajyamam je je putra janme te putrane vikalamga kari deto. Apane rajane adhina chhie, rajathi adhishthita thai rahenara chhie,, rajani ajnyane adhina karyakarta chhie. Tetali amatya kanakaratha rajana sarvasthana, sarvabhumikamam vishvasapatra, vichara denara, sarve karya chalavanara chhe. Apane mate yogya chhe ke apane tetaliputra amatya pase kumarani yachana karie. A pramane paraspara a arthane svikaryo. Pachhi tetaliputra amatya pase avine, tene kahyum – he devanupriya ! Kanakaratha raja rajya adimam lubdha thai yavat putrane vikalamga karato hato. Apane rajadhina yavat rajadhina karya karta chhie. Tame kanakaratha rajana sarva sthanomam yavat rajyadhura chimtaka chho. Tethi jo koi kumara rajyalakshana sampanna ane abhishekane yogya hoya, to te amane apo. Jeno ame mahana eva rajyabhishekathi abhisheka karie. Tyare tetaliputre te ishvara, talavara adini a vata svikari, kanakadhvaja kumarane snana karavi yavat vibhushita karyo, karine te ishvaradi pase yavat lavine kahyum – he devanupriyo ! Kanakaratha rajano putra, padmavati devino atmaja, kanakadhvaja name a kumara chhe. Te abhisheka yogya chhe, rajalakshanasampanna chhe. Mem kanakaratha rajathi chhupavine uchheryo chhe. Tame tene mahana rajyabhishekathi abhisheka karo. Pachhi tetaliputrae te kumvarana sarva palana – poshanano samagra vrittamta kahyo. Tyarapachhi te ishvara, talavara adie kanakadhvaja kumarano mahana abhisheka karyo. Pachhi kanakadhvaja kumara raja thayo – te mahahimavamta parvata samana, mahana,chomera phelayela yasha – kirtivalo, meru parvata jevo dridha yavat rajyanum prashasana karata vicharava lagyo. Tyare padmavati devie kanakadhvaja rajane bolavine kahyum – he putra ! Tarum a rajya yavat amtahpura, tane tetaliputrani kripathi prapta thayum chhe, tethi tetaliputra amatyano adara karaje, janaje, satkara – sanmana karaje. Abhyutthita(avata joine ubho) thaje, paryupasaje. Pachhala mukavajaje, prashamsa karaje, ardhasane besadaje, temana vetanadimam vriddhi karaje. Tyare kanakadhvaje padmavatina kathanane ‘tahatti’ kahi svikarya yavat vetanamam vriddhi kari. Sutra samdarbha– 152, 153