Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104155 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१५ गोशालक |
Translated Chapter : |
શતક-૧૫ ગોશાલક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 655 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं समणे भगवं महावीरे अन्नया कदायि सावत्थीओ नगरीओ कोट्ठयाओ चेइयाओ पडिनिक्खमति, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं मेंढियगामे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं मेंढियगामस्स नगरस्स बहिया उत्तरपु-रत्थिमे दिसीभाए, एत्थ णं साणकोट्ठए नामं चेइए होत्था–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं साणकोट्ठगस्स चेइयस्स अदूर-सामंते, एत्थ णं महेगे मालुयाकच्छए यावि होत्था–किण्हे किण्होभासे जाव महामेहनिकुरंबभूए पत्तिए पुप्फिए फलिए हरियगरेरि-ज्जमाणे सिरीए अतीव-अतीव उवसोभेमाणे चिट्ठति। तत्थ णं मेंढियगामे नगरे रेवती नामं गाहावइणी परिवसति–अड्ढा जाव बहुज-णस्स अपरिभूया। तए णं समणे भगवं महावीरे अन्नदा कदायि पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव मेंढियगामे नगरे जेणेव साणकोट्ठए चेइए तेणेव उवागच्छइ जाव परिसा पडिगया। तए णं समणस्स भगवओ महावीरस्स सरीरगंसि विपुले रोगायंके पाउब्भूए–उज्जले विउले पगाढे कक्कसे कडुए चंडे दुक्खे दुग्गे तिव्वे दुरहियासे, पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतिए यावि विहरति, अवि याइं लोहिय-वच्चाइं पि पकरेइ, चाउवण्णं च णं वागरेति–एवं खलु समणे भगवं महावीरे गोसालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अन्नाइट्ठे समाणे अंतो छण्हं मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतिए छउमत्थे चेव कालं करेस्सति। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी सीहें नामं अनगारे–पगइभद्दए जाव विनीए मालुयाकच्छगस्स अदूरसामंते छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे विहरति। तए णं तस्स सीहस्स अनगारस्स ज्झाणंतरियाए वट्टमाणस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–एवं खलु ममं धम्मायरियस्स धम्मोवदेसगस्स समणस्स भगवओ महावीरस्स सरीरगंसि विउले रोगायंके पाउब्भूए–उज्जले जाव छउमत्थे चेव कालं करेस्सति, वदिस्संति य णं अन्नतित्थिया–छउमत्थे चेव कालगए–इमेणं एयारूवेणं महया मणोमाणसिएणं दुक्खेणं अभिभूए समाणे आयावणभूमीओ पच्चोरुभइ, पच्चोरुभित्ता जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मालुयाकच्छगं अंतो-अंतो अनुपविसइ, अनुप-विसित्ता महया-महया सद्देणं कुहुकुहुस्स परुण्णे। अज्जोति! समणे भगवं महावीरे समणे निग्गंथे आमंतेति, आमंतेत्ता एवं वयासी–एवं खलु अज्जो! ममं अंते-वासी सीहे नामं अनगारे पगइभद्दए जाव विनीए मालुयाकच्छगस्स अदूरसामंते छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे विहरति। तए णं तस्स सीहस्स अनगारस्स ज्झाणंतरियाए वट्टमाणस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–एवं खलु ममं धम्मायरियस्स धम्मोवदेसगस्स समणस्स भगवओ महावीरस्स सरीरगंसि विउले रोगायंके पाउब्भूए–उज्जले जाव छउमत्थे चेव कालं करेस्सति, वदिस्संति य णं अन्नतित्थिया–छउमत्थे चेव कालगए–इमेणं एयारूवेणं महया मणो-माणसिएणं दुक्खेणं अभिभूए समाणे आयावणभूमीओ पच्चोरुभइ, पच्चोरुभित्ता जेणेव मालुया-कच्छए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मालुयाकच्छगं अंतो-अंतो अनुपविसइ अनुपविसित्ता महया-महया सद्देणं कुहुकुहुस्स परुण्णे। तं गच्छह णं अज्जो! इब्भे सीहं अनगारं सद्दाह। तए णं ते समणा निग्गंथा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीरं वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ साणकोट्ठगाओ चेइयाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव मालुयाकच्छए, जेणेव सीहे अनगारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सीहं अनगारं एवं वयासी–सीहा! धम्मायरिया सद्दावेंति। तए णं से सीहे अनगारे समणेहिं निग्गंथेहिं सद्धिं मालुयाकच्छगाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता जेणेव साण कोट्ठए चेइए, जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं जाव पज्जुवासति। सीहादि! समणे भगवं महावीरे सीहं अनगारं एवं वयासी–से नूनं ते सीहा! ज्झाणंतरियाए वट्टमाणस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–एवं खलु ममं धम्मायरियस्स धम्मोवदेसगस्स समणस्स भगवओ महावीरस्स सरीरगंसि विउले रोगायंके पाउब्भूए–उज्जले जाव छउमत्थे चेव कालं करेस्सति, वदिस्संति य णं अन्नतित्थिया–छउमत्थे चेव कालगए–इमेणं एयारूवेणं महया मणोमाणसिएणं दुक्खेणं अभिभूए समाणे आयावणभूमीओ पच्चोरुभित्ता, जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छित्ता मालुयाकच्छगं अंतो-अंतो अनुपविसित्ता महया-महया सद्देणं कुहुकुहुस्स परुण्णे। से नूनं ते सीहा! अट्ठे समट्ठे? हंता अत्थि। तं नो खलु अहं सीहा! गोसालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अन्नाइट्ठे समाणे अंतो छण्हं मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतिए छउमत्थे चेव कालं करेस्सं अहण्णं अद्ध सोलस वासाइं जिने सुहत्थी विहरिस्सामि, तं गच्छह णं तुमं सीहा! मेंढिय गामं नगरं, रेवतीए गाहावतिणीए गिहं, तत्थ णं रेवतीए गाहावतिणीए ममं अट्ठाए दुवे कवोयसरीरा उवक्खडिया, तेहिं नो अट्ठो, अत्थि से अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए, तमाहराहि, एएणं अट्ठो। तए णं से सीहे अनगारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठतुट्ठ-चित्तमानंदिए नंदिए पीइमाणे पर-मसोमणस्सिए हरिसवसविसप्पमाणहियए समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता अतुरियमचवलमसंभंतं मुहपोत्तियं पडिलेहेति, पडिलेहेत्ता भायणवत्थाइं पडिलेहेति, पडिलेहेत्ता भायणाइं पमज्जइ, पमज्जिता भायणाइं उग्गाहेइ, उग्गाहेत्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ साणकोट्ठगाओ चेइयाओ पडिनिक्खमति, पडि-निक्खमित्ता अतुरियमचवलमसंभंतं जुगंतरपलोयणाए दिट्ठीए पुरओ रियं सोहेमाणे-सोहेमाणे जेणेव मेंढियगामे नगरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मेंढियगामं नगरं मज्झंमज्झेणं जेणेव रेवतीए गाहावइणीए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रेवतीए गाहावत्तिणीए गिहं अनुप्पविट्ठे। तए णं सा रेवती गाहावतिणी सीहं अनगारं एज्जमाणं पासति, पासित्ता हट्ठतुट्ठा खिप्पामेव आसणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता सीहं अनगारं सत्तट्ठ पयाइं अनुगच्छइ, अनुगच्छित्ता तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेति, करेत्ता वंदति नमंसति, वंदित्ता नमंसित्ता एवं वयासी–संदिसंतु णं देवानुप्पिया! किमागमणप्पयोयणं? तए णं से सीहे अनगारे रेवतिं गाहावइणिं एवं वयासी–एवं खलु तुमे देवानुप्पिए! समणस्स भगवओ महावीरस्स अट्ठाए दुवे कवोय-सरीरा उवक्खडिया, तेहिं नो अट्ठो, अत्थि ते अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए एयमाहराहिं, तेणं अट्ठो। तए णं सा रेवती गाहावइणी सीहं अनगारं एवं वयासी–केस णं सीहा! से नाणी वा तवस्सी वा, जेणं तव एस अट्ठे मम ताव रहस्सकडे हव्वमक्खाए, जओ णं तुमं जाणासि? तए णं से सीहे अनगारे रेवइं गाहावइणिं एवं वयासी–एवं खलु रेवई! ममं धम्मायरिए धम्मोवदेसए समणे भगवं महावीरे उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली तीयपच्चुप्पन्नमणा-गयवियाणए सव्वण्णू सव्वदरिसी जेणं मम एस अट्ठे तव ताव रहस्सकडे हव्वमक्खाए, जओ णं अहं जाणामि। तए णं सा रेवती गाहावतिणी सीहस्स अनगारस्स अंतियं एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठा जेणेव भत्तघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पत्तगं मोएति, मोएत्ता जेणेव सीहे अनगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहस्स अनगारस्स पडिग्गहगंसि तं सव्वं सम्मं निस्सिरति। तए णं तीए रेवतीए गाहावतिणीए तेणं दव्वसुद्धेणं दायगसुद्धेणं पडिगाहगसुद्धेणं तिविहेणं तिकरणसुद्धेणं दाणेणं सीहे अनगारे पडिलाभिए समाणे देवाउए निबद्धे, संसारे परित्तीकए, गिहंसि य से इमाइं पंच दिव्वाइं पाउब्भूयाइं, तं जहा –वसुधारा वुट्ठा, दसद्धवण्णे कुसुमे निवातिए, चेलुक्खेवे कए, आहयाओ देवदुंदुभीओ, अंतरा वि य णं आगासे अहो दाने, अहो दाने त्ति घुट्ठे। तए णं रायगिहे नगरे सिंघाडग-तिग-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु बहुजनो अन्नमन्नस्स एवमाइक्खइ एवं भासइ एवं पन्नवेइ एवं परूवेइ–धन्ना णं देवानुप्पिया! रेवई गाहावइणी, कयत्था णं देवानुप्पिया! रेवई गाहावइणी, कयपुण्णा णं देवानुप्पिया! रेवई गाहावइणी, कयलक्खणा णं देवानुप्पिया! रेवई गाहावइणी, कया णं लोया देवानुप्पिया! रेवतीए गाहावतिणीए, सुलद्धे णं देवानुप्पिया! माणुस्सए जम्मजीवियफले रेवतीए गाहावतिणीए, जस्स णं गिहंसि तहारूवे साधु साधुरूवे पडिलाभिए समाणे इमाइं पंच दिव्वाइं पाउब्भूयाइं, तं जहा–वसुधारा वुट्ठा जाव अहो दाणे, अहो दाने त्ति घुट्ठे, तं धन्ना कयत्था कयपुण्णा कयलक्खणा, कया णं लोया, सुलद्धे मानुस्सए जम्मजीवियफले रेवतीए गाहावतिणीए, रेवतीए गाहावतिणीए। तए णं से सीहे अनगारे रेवतीए गाहावतिणीए गिहाओ पडिनिक्खमति, पडिनिक्खमित्ता मेंढियगामं नगरं मज्झं-मज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जहा गोयमसामी जाव भत्तपाणं पडिदंसेति, पडिदंसेत्ता समणस्स भगवओ महावीरस्स पाणिंसि तं सव्वं सम्मं निस्सिरति। तए णं समणे भगवं महावीरे अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववन्ने बिलमिव पन्नगभूएणं अप्पाणेणं तमाहारं सरीरकोट्ठगंसि पक्खिवति। तए णं समणस्स भगवओ महावीरस्स तमाहारं आहारियस्स समाणस्स से विपुले रोगायंके खिप्पामेव उवसंते, हट्ठे जाए, अरोगे, बलियसरीरे। तुट्ठा समणा, तुट्ठाओ समणीओ, तुट्ठा सावया, तुट्ठाओ सावियाओ, तुट्ठा देवा, तुट्ठाओ देवीओ, सदेवमनुयासुरे लोए तुट्ठे–हट्ठे जाए समणे भगवं महावीरे, हट्ठे जाए समणे भगवं महावीरे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૫૫. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે મેંઢિકગ્રામ નગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોષ્ઠક નામે ચૈત્ય હતું યાવત્ ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે શાલકોષ્ઠક ચૈત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા કચ્છ હતો. તે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્ મહામેઘ સમાન હતો. પત્ર – પુષ્પ – ફળ – હરિતકથી લચકતો અને શ્રી વડે અતિ શોભતો હતો. તે મેંઢિકગ્રામ નગરમાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતી. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાવત્ મેંઢિકગ્રામ નગરમાં શાલકોષ્ઠક ચૈત્યે પધાર્યા યાવત્ પર્ષદા ધર્મ શ્રવણ કરીને, પાછી ફરી. ત્યારે ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાંતક પ્રાદુર્ભૂત થયો. ઉજ્જવલ યાવત્ દૂરધિસહ્ય પિત્તજ્વર પરિગત શરીરમાં દાહ વ્યાપ્ત થતા યાવત્ વિચરે છે. તથા લોહી યુક્ત ઝાળા પણ થયા. ચાતુર્વર્ણ લોકો કહેવા લાગ્યા – શ્રમણ ભગવંત મહાવીર, ગોશાલક મંખલિપુત્રના તપ – તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે પિત્તજ્વર ગ્રસ્ત શરીરમાં દાહથી પીડિત થઈને છદ્મસ્થપણે જ કાળ કરશે. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના શિષ્ય સિંહ નામક અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે માલૂકા કચ્છથી થોડે સમીપ નિરંતર છઠ્ઠ છઠ્ઠ તપોકર્મ સાથે બંને હાથ ઊંચા કરી, આતાપના લેતા, વિચરતા હતા. ત્યારે તે સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં વર્તતા આ આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો – ખરેખર, મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાંતક ઉત્પન્ન થયો છે, ઉજ્જવલ વેદના છે યાવત્ છદ્મસ્થપણે કાળ કરશે. અન્યતીર્થિકો કહેશે કે છદ્મસ્થપણે જ કાળધર્મ પામ્યા, આવા પ્રકારના મહા મનોમાનસિક દુઃખથી અભિભૂત થઈને આતાપના ભૂમિથી ઊતર્યા. ઊતરીને માલુકાકચ્છે આવ્યા, તેમાં પ્રવેશ્યા. પ્રવેશીને મોટા મોટા શબ્દોથી અવાજથી. કુહુકુહુ કરતા જોર – જોરથી. રડવા લાગ્યા. હે આર્યો ! એમ આમંત્રીને ભગવંત મહાવીરે શ્રમણ નિર્ગ્રન્થોને આમંત્રીને આ પ્રમાણે કહ્યું – ખરેખર, હે આર્યો! મારા શિષ્ય સિંહ અણગાર પ્રકૃતિભદ્રક ઇત્યાદિ બધું કહેવું યાવત્ તે મોટેમોટેથી રડી રહ્યા છે તો હે આર્યો ! જાઓ. તમે સિંહ અણગારને બોલાવો. ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થો ભગવંત દ્વારા આમ કહેવાતા ભગવંતને વંદન – નમસ્કાર કર્યા. કરીને ભગવંત પાસેથી શાણકોષ્ઠ ચૈત્યથી નીકળ્યા, નીકળીને માલુકાકચ્છમાં સિંહ અણગાર પાસે આવ્યા. આવીને સિંહ અણગારને આમ કહ્યું – હે સિંહ ! ધર્માચાર્ય તમને બોલાવે છે. ત્યારે તે સિંહ અણગાર શ્રમણ નિર્ગ્રન્થ સાથે માલુકાકચ્છથી નીકળ્યા. નીકળીને શાણકોષ્ઠક ચૈત્યે ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસના કરી. સિંહાદિને આમંત્રી ભગવંત મહાવીરે સિંહ અણગારને આમ કહ્યું – હે સિંહ! ધ્યાનાંતરિકામાં વર્તતા તને આવા પ્રકારનો સંકલ્પ થયો યાવત્ તું રડવા લાગ્યો. હે સિંહ ! આ અર્થ સમર્થ છે. હા, છે. હે સિંહ ! ગોશાલક મંખલિપુત્રના તપ – તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે યાવત્ હું કાળ કરવાનો નથી. હું બીજા સાડા પંદર વર્ષ ગંધહસ્તિ માફક જિનરૂપે વિચરીશ. તો હે સિંહ ! તું, મેંઢિકગ્રામ નગરે રેવતી ગાથાપત્નીના ઘરે જા, ત્યાં રેવતીએ મારા માટે કોહલાના બે ફળ સંસ્કારિત કરેલા છે. તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેને ત્યાં માર્જારા નામક વાયૂપશાંતક બિજોરાપાક કાલે તૈયાર કરેલ છે તે લઈ આવ, મારે તેનું પ્રયોજન છે. ત્યારે તે સિંહ અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા, હર્ષિત સંતુષ્ટ યાવત્ આનંદિત હૃદય થઈ શ્રમણ ભગવંતને વાંદી, નમી અત્વરિત – અચપળ – અસંભ્રાંતપણે મુહપત્તિ પડિલેહે છે. પછી ગૌતમસ્વામી માફક યાવત્ શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરી, તેમની પાસેથી શાણકોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને અત્વરિત યાવત્ મેંઢિકગ્રામ નગરે આવ્યા. આવીને મેંઢિકગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને રેવતી ગાથાપત્નીનું ઘર હતું, ત્યાં આવીને તેણીના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે રેવતી ગાથાપત્ની સિંહ અણગારને આવતા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને જલદીથી આસનથી ઊભી થઈ, પછી સિંહ અણગાર પ્રતિ સાત – આઠ પગલા સામે ગઈ, જઈને તેમને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી, વંદન – નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આજ્ઞા કરો. આપના આગમનનું પ્રયોજન જણાવો. ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને આમ કહ્યું કે – હે દેવાનુપ્રિય ! તમે ભગવંત મહાવીર માટે બે કોહલાના ફળ સંસ્કારિત કરેલા છે, તેનું પ્રયોજન નથી. પરંતુ માર્જર વાયુ ઉપશાંતક બિજોરાપાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન છે. ત્યારે તે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને આમ કહ્યું – એવા કોણ જ્ઞાની કે તપસ્વી છે, જેણે તમને આ અર્થ કહ્યો અને મારા અંતરનું રહસ્ય જલદી બતાવી દીધું કે જેથી તમે આ જાણો છો ? ત્યારે સ્કંદકના વર્ણન સમાન સિંહ અણગારે કહ્યું યાવત્ હું જાણુ છું. ત્યારે સિંહ અણગાર પાસે આ વાત સાંભળી, અવધારી રેવતી ગાથાપત્ની હર્ષિત, સંતુષ્ટ થઈને, રસોઈ ગૃહમાં આવી, આવીને વાસણ ખોલ્યું, ખોલીને સિંહ અણગાર પાસે આવી, આવીને સિંહ અણગારના પાત્રમાં, તે બધો બિજોરા પાક સમ્યક્ પ્રકારે વહોરાવ્યો. રેવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશુદ્ધિથી યાવત્ દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરતા દેવાયુ બાંધ્યુ, જેમ વિજય ગાથાપતિમાં કહ્યું તેમ યાવત્ રેવતી ગાથાપત્નીનો જન્મ અને જીવિત સફળ છે. ત્યારે તે સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘેરથી નીકળ્યા. નીકળીને મેંઢિકગ્રામ નગરની વચ્ચોવચ્ચથી નીકળ્યા. નીકળીને ગૌતમસ્વામીની માફક યાવત્ ભોજન – પાન દેખાડ્યા. દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરના હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અમૂર્ચ્છિત યાવત્ અનાસક્ત રહીને જેમ બિલમાં સર્પ પ્રવેશે તેમ તે આહારને પોતાના શરીર રૂપી કોઠામાં પ્રક્ષેપ્યો. ત્યારે ભગવંતને તે આહાર કર્યા પછી તે વિપુલ રોગાંતક જલદીથી ઉપશાંત થઈ ગયો. તેઓ હર્ષિત યાવત્ રોગરહિત, બલિષ્ઠ શરીરી થઈ ગયા. તેનાથી શ્રમણો સંતુષ્ટ થયા, શ્રમણીઓ સંતુષ્ટ થયા, શ્રાવક – શ્રાવિકાઓ સંતુષ્ટ થયા, દેવ – દેવીઓ સંતુષ્ટ થયા. દેવ – મનુષ્ય – અસુર સહિત લોક સંતુષ્ટ, હર્ષિત થયો. કેમ કે ભગવંત હૃષ્ટ થયા. સૂત્ર– ૬૫૬. ભગવન્ ! એમ સંબોધન કરી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કરીને કહ્યું – હે દેવાનુપ્રિય! આપના શિષ્ય પ્રાચીન જાનપદી સર્વાનુભૂતિ નામક અણગાર જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, હે ભગવન્ ! તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપ – તેજથી ભશ્મરાશિ કરાયા પછી ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! મારા શિષ્ય પ્રાચીન જાનપદી, સર્વાનુભૂતિ નામે અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે ત્યારે ગોશાળા દ્વારા ભસ્મરાશિ કરાયા પછી, ઊંચે ચંદ્ર – સૂર્ય યાવત્ બ્રહ્મલોક – લાંતક – મહાશુક્ર કલ્પ ઓળંગીને સહસ્રાર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાક દેવોની ૧૮ સાગરોપમ સ્થિતિ છે, ત્યાં સર્વાનુભૂતિની દેવની પણ ૧૮ સાગરોપમ સ્થિતિ છે. તે સર્વાનુભૂતિ દેવ તે દેવલોકથી આયુ – ભવ – સ્થિતિ ક્ષય પછી યાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખોનો અંત કરશે. એ પ્રમાણે આપ દેવાનુપ્રિયના શિષ્ય કૌશલજાનપદી સુનક્ષત્ર નામક અણગાર જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા. હે ભગવન્ ! તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપથી પરિતાપિત થઈને કાળમાસે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! મારા શિષ્ય સુનક્ષત્ર અણગાર૦ હતા. તે ગોશાળાના તપ – તેજથી પરિતાપિત થઈને મારી પાસે આવ્યા. આવીને વાંદી, નમીને સ્વયં જ પાંચ મહાવ્રત આરોપી, પછી શ્રમણ – શ્રમણીને ખમાવીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ કાળમાસે કાળ કરીને ઊંચે ચંદ્ર – સૂર્ય યાવત્ આનત – પ્રાણત આરણ કલ્પને ઓળંગીને અચ્યુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ કહી છે, ત્યાં સુનક્ષત્ર દેવની પણ બાવીશ સાગરોપમ સ્થિતિ હતી. બાકી સર્વાનુભૂતિ મુજબ છે૦ યાવત્ અંત કરશે. સૂત્ર– ૬૫૭. એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર હતો. હે ભગવન્ ! તે ગોશાલક કાળમાસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલ નામક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળમાસે કાળ કરીને ચંદ્રથી ઉપર યાવત્ અચ્યુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ છે, ગોશાલક દેવની પણ ત્યાં બાવીશ સાગરોપમની સ્થિતિ થઈ. ભગવન્ ! તે ગોશાલક દેવ તે દેવલોકથી આયુક્ષયાદિ પછી યાવત્ ક્યાં ઉપજશે ? ગૌતમ ! આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદમૂલમાં પુંડ્ર જનપદમાં શતદ્વાર નગરમાં સંમુતિ રાજાની ભદ્રા નામે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ માસ પ્રતિપૂર્ણ થતા યાવત્ સુરૂપ બાળકરૂપે જન્મ લેશે. જે રાત્રિએ તે બાળક જન્મશે, તે રાત્રિ શતદ્વાર નગરમાં અંદર અને બહાર ભાર પ્રમાણ, કુંભ પ્રમાણ પદ્મ અને રત્નોની વર્ષા થશે. ત્યારે તે બાળકના માતા – પિતા ૧૧મો દિવસ વીત્યા પછી યાવત્ બારમા દિવસે આવા પ્રકારે ગૌણ, ગુણ નિષ્પન્ન નામ કરશે. જ્યારથી આ બાળકનો જન્મ થયો, શતદ્વાર નગરની અંદર – બહાર યાવત્ રત્નોની વૃષ્ટિ થઈ, તેથી અમારા આ બાળકનું નામ મહાપદ્મ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ મહાપદ્મ રાખ્યુ. ત્યારે તે મહાપદ્મ બાળકના માતાપિતાએ સાતિરેક આઠ વર્ષનો થયેલો જાણીને શોભન તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્ત્તમાં ઘણા મોટા રાજ્યાભિષેક થી અભિષિક્ત કરશે તે ત્યાં રાજા થશે, તે મહાહિમવંતાદિ રાજા થઈ૦ યાવત્ વિચરશે. ત્યારે તે મહાપદ્મ રાજા અન્ય કોઈ દિવસે મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય બે દેવો સેનાકર્મ કરશે – પૂર્ણભદ્ર અને માણિભદ્ર. તે જોઈને શતદ્વાર નગરના ઘણા રાજા, ઇશ્વર, તલવર યાવત્ મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે, તે જોઈને. યાવત્ સાર્થવાહ આદિ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે – હે દેવાનુપ્રિયો! જે કારણથી આપણા મહાપદ્મ રાજાને મહર્દ્ધિક એવા બે દેવો યાવત્ સેનાકર્મ કરે છે – પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન થાઓ. ત્યારે મહાપદ્મ રાજાનું બીજું નામ ‘દેવસેન’ થશે. ત્યારે તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે શંખતલ સમાન વિમલ, ચાર દાંતવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેનરાજા તે શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન પર આરૂઢ થઈ શતદ્વાર નગરની વચ્ચોવચ્ચથી વારંવાર આવશે – જશે ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાજા, ઇશ્વર યાવત્ સર્વે એકબીજાને બોલાવીને પરસ્પર કહેશે કે હે દેવાનુપ્રિયો ! જેથી આપણો દેવસેન રાજા શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ, ત્યારથી તે દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થશે. ત્યારે તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે શ્રમણ નિર્ગ્રન્થ પ્રત્યે મિથ્યાત્વને અંગીકૃત કરશે. તે કેટલાક શ્રમણો પ્રત્યે આક્રોશ કરશે, કેટલાકનો ઉપહાસ કરશે, કેટલાકને એકમેકથી અલગ કરશે, કેટલાકની ભર્ત્સના કરશે, કેટલાકને બાંધશે, કેટલાકને નિરુંભશે, કેટલાકનો અંગચ્છેદ કરશે, કેટલાકને મારશે, ઉપદ્રવ કરશે, વસ્ત્ર – પાત્ર – કંબલ – પાદ પ્રૌંછનકને છિન્નભિન્ન કરશે – નાશ કરશે – અપહરણ કરશે, કેટલાકના ભોજન – પાનનો વિચ્છેદ કરશે, કેટલાકને નિર્નગર કરશે, કેટલાકને નિર્વાસિત કરશે. ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાજા, ઇશ્વર યાવત્ કહેશે – હે દેવાનુપ્રિયો ! વિમલવાહન રાજા શ્રમણ નિર્ગ્રન્થ પ્રતિ મિથ્યાત્વવાસિત થઈને કેટલાક શ્રમણાદિ પ્રત્યે આક્રોશ કરે છે યાવત્ નિર્વાસિત કરે છે. હે દેવાનુપ્રિયો ! તે આપણે માટે શ્રેયસ્કર નથી, તે વિમલવાહન રાજા માટે પણ શ્રેયસ્કર નથી, તે રાજ્ય – રાષ્ટ્ર – સૈન્ય – વાહન – પુર – અંતઃપુર કે જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે જે આ વિમલવાહન રાજા શ્રમણ – નિર્ગ્રન્થો પ્રત્યે મિથ્યાત્વી થયો છે. હે દેવાનુપ્રિયો ! તો શ્રેયસ્કર છે કે આપણે વિમલવાહન રાજાને આ વિષયમાં વિનયપૂર્વક કહીએ. આ પ્રમાણે વિચારી એકબીજાની પાસે આ અર્થને સ્વીકારીને વિમલવાહન રાજા પાસે જશે, જઈને બે હાથ જોડી, વિમલવાહન રાજાને જય વિજય વડે વધાવીને એમ કહેશે – હે દેવાનુપ્રિય! શ્રમણ નિર્ગ્રન્થો પ્રતિ આપ મિથ્યાત્વી થયા છો. કેટલાક પર આપ આક્રોશ કરો છો યાવત્ કેટલાકને આપ નિર્વાસિત કરો છો. હે દેવાનુપ્રિય ! તે આપના કે અમારા માટે શ્રેયસ્કર નથી. રાજ્ય, રાષ્ટ્ર યાવત્ જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે આપ દેવાનુપ્રિય શ્રમણ નિર્ગ્રન્થ પ્રતિ અનાર્યત્વ સ્વીકારો. હે દેવાનુપ્રિય! આપ આ અકાર્યથી અટકો. ત્યારે તે વિમલવાહન રાજા, તે ઘણા રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહ આદિ વિનયપૂર્વક કહેશે, ત્યારે ‘‘ધર્મ કાંઈ નથી, તપ મિથ્યા છે’’ એવી બુદ્ધિ છતાં મિથ્યા વિનય બતાવી આ વાતને સ્વીકારી લેશે. તે શતદ્વાર નગરની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હશે. તે સર્વઋતુક૦ આદિ હશે. તે કાળે, તે સમયે વિમલ અરહંતના પ્રશિષ્ય સુમંગલ નામે અણગાર, જાતિસંપન્નાદિ, ધર્મઘોષ અણગાર સમાન હશે યાવત્ તેઓ સંક્ષિપ્ત – વિપુલ તેજોલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વડે યુક્ત હશે. તેઓ સુભૂમિભાગ ઉદ્યાનની કંઈક સમીપે નિરંતર છઠ્ઠ – છઠ્ઠ તપ કરતા યાવત્ આતાપના લેતા વિચરશે. ત્યારે અન્ય કોઈ દિવસે તે વિમલવાહન રાજા રથચર્યા કરવા નીકળશે. ત્યારે તે રાજા સુભૂમિભાગ ઉદ્યાનની કંઈક સમીપથી રથચર્યા કરતા નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપપૂર્વક યાવત્ આતાપના લેતા સુમંગલ અણગારને જોશે. જોઈને ક્રોધિત થઈ યાવત્ ધમધમતો, સુમંગલ અણગારને રથશિર વડે પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજા દ્વારા રથશિર વડે પાડી દેવાતા, ધીમે – ધીમે ઉઠ્યા, ઉઠીને ફરી બીજી વખત ઊંચા હાથ રાખીને યાવત્ આતાપના લેતા વિચરવા લાગશે. ત્યારે તે રાજા, સુમંગલ અણગારને બીજી વખત પણ રથના અગ્રભાગથી પાડી દેશે, ત્યારે તે સુમંગલ મુનિ, વિમલવાહને બીજી વખત પાડી દીધા પછી પણ ધીમે – ધીમે ઉઠી જશે, ઉઠીને અવધિજ્ઞાન પ્રયોજશે, પછી વિમલવાહન રાજાનો ભૂતકાળ અવધિજ્ઞાનથી જોશે. જોઈને રાજાને એમ કહેશે કે – તું વિમલવાહન રાજા નથી, તું દેવસેન કે મહાપદ્મ પણ નથી, તું આજથી પૂર્વે ત્રીજા ભવમાં ગોશાલક નામે મંખલિપુત્ર હતો. શ્રમણઘાતક હતો, યાવત્ છદ્મસ્થપણે મૃત્યુ પામેલ હતો. તે સમયે સર્વાનુભૂતિ અણગાર સમર્થ હોવા છતાં તારો અપરાધ સમ્યક્ પ્રકારે સહેલ, ખમેલ, તિતિક્ષેલ, અધ્યાસિત કરેલ. એ પ્રમાણે ત્યારે સુનક્ષત્ર અણગારે પણ યાવત્ અધ્યાસિત કરેલ. જે સમયે શ્રમણ ભગવંત મહાવીરે પણ સમર્થ હોવા છતાં યાવત્ અધ્યાસિત કરેલ. પરંતુ હું તે પ્રમાણે સહન યાવત્ અધ્યાસિત કરીશ નહીં. હું તને મારા તપ – તેજથી તારા ઘોડા, રથ અને સારથિ સહિત એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરી દઈશ. ત્યારે તે વિમલવાહન રાજા, સુમંગલ અણગારને આમ કહેતા સાંભળીને ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતો, સુમંગલ અણગારને ત્રીજી વખત રથના અગ્રભાગથી પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજાએ ત્રીજી વખત પાડી દેતા ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતા આતાપના ભૂમિથી ઉતરશે, ઉતરીને તૈજસ સમુદ્ઘાતથી સમવહત થઈને સાત – આઠ ડગલા પાછા ખસશે, ખસીને વિમલવાહન રાજાને ઘોડા – રથ – સારથિ સહિત પોતાના તપ – તેજથી ભસ્મરાશિ કરી દેશે. ભગવન્ ! સુમંગલ અણગાર વિમલવાહન રાજાને ઘોડા સહિત યાવત્ ભસ્મરાશિ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! સુમંગલ અણગાર ત્યારપછી ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, બારસ યાવત્ વિચિત્ર તપકર્મોથી માસિકી સંલેખના કરી ૬૦ ભક્તોને અનશન વડે યાવત્ છેદીને, આલોચના – પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ ચંદ્રથી પણ ઊંચે યાવત્ ૧૦૦ ગ્રૈવેયક વિમાનાવાસ ઓળંગી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં દેવોની અજઘન્ય – ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમની સ્થિતિ હોય છે, ત્યાં સુમંગલ દેવની પણ અજઘન્યોત્કૃષ્ટ ૩૩ – સાગરોપમની સ્થિતિ થશે. ભગવન્ ! તે સુમંગલ દેવ તે દેવલોકથી ચ્યવી ક્યા જશે? ક્યાં ઉત્પન્ન થશે ? તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ યાવત્ સિદ્ધ થશે યાવત્ સર્વદુઃખોનો અંત કરશે. સૂત્ર સંદર્ભ– ૬૫૫–૬૫૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam samane bhagavam mahavire annaya kadayi savatthio nagario kotthayao cheiyao padinikkhamati, padinikkhamitta bahiya janavayaviharam viharai. Tenam kalenam tenam samaenam memdhiyagame namam nagare hottha–vannao. Tassa nam memdhiyagamassa nagarassa bahiya uttarapu-ratthime disibhae, ettha nam sanakotthae namam cheie hottha–vannao java pudhavisilapattao. Tassa nam sanakotthagassa cheiyassa adura-samamte, ettha nam mahege maluyakachchhae yavi hottha–kinhe kinhobhase java mahamehanikurambabhue pattie pupphie phalie hariyagareri-jjamane sirie ativa-ativa uvasobhemane chitthati. Tattha nam memdhiyagame nagare revati namam gahavaini parivasati–addha java bahuja-nassa aparibhuya. Tae nam samane bhagavam mahavire annada kadayi puvvanupuvvim charamane gamanugamam duijjamane suhamsuhenam viharamane jeneva memdhiyagame nagare jeneva sanakotthae cheie teneva uvagachchhai java parisa padigaya. Tae nam samanassa bhagavao mahavirassa sariragamsi vipule rogayamke paubbhue–ujjale viule pagadhe kakkase kadue chamde dukkhe dugge tivve durahiyase, pittajjaraparigayasarire dahavakkamtie yavi viharati, avi yaim lohiya-vachchaim pi pakarei, chauvannam cha nam vagareti–evam khalu samane bhagavam mahavire gosalassa mamkhaliputtassa tavenam teenam annaitthe samane amto chhanham masanam pittajjaraparigayasarire dahavakkamtie chhaumatthe cheva kalam karessati. Tenam kalenam tenam samaenam samanassa bhagavao mahavirassa amtevasi sihem namam anagare–pagaibhaddae java vinie maluyakachchhagassa adurasamamte chhatthamchhatthenam anikkhittenam tavokammenam uddham bahao pagijjhiya-pagijjhiya surabhimuhe ayavanabhumie ayavemane viharati. Tae nam tassa sihassa anagarassa jjhanamtariyae vattamanassa ayameyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–evam khalu mamam dhammayariyassa dhammovadesagassa samanassa bhagavao mahavirassa sariragamsi viule rogayamke paubbhue–ujjale java chhaumatthe cheva kalam karessati, vadissamti ya nam annatitthiya–chhaumatthe cheva kalagae–imenam eyaruvenam mahaya manomanasienam dukkhenam abhibhue samane ayavanabhumio pachchorubhai, pachchorubhitta jeneva maluyakachchhae teneva uvagachchhai, uvagachchhitta maluyakachchhagam amto-amto anupavisai, anupa-visitta mahaya-mahaya saddenam kuhukuhussa parunne. Ajjoti! Samane bhagavam mahavire samane niggamthe amamteti, amamtetta evam vayasi–evam khalu ajjo! Mamam amte-vasi sihe namam anagare pagaibhaddae java vinie maluyakachchhagassa adurasamamte chhatthamchhatthenam anikkhittenam tavokammenam uddham bahao pagijjhiya-pagijjhiya surabhimuhe ayavanabhumie ayavemane viharati. Tae nam tassa sihassa anagarassa jjhanamtariyae vattamanassa ayameyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–evam khalu mamam dhammayariyassa dhammovadesagassa samanassa bhagavao mahavirassa sariragamsi viule rogayamke paubbhue–ujjale java chhaumatthe cheva kalam karessati, vadissamti ya nam annatitthiya–chhaumatthe cheva kalagae–imenam eyaruvenam mahaya mano-manasienam dukkhenam abhibhue samane ayavanabhumio pachchorubhai, pachchorubhitta jeneva maluya-kachchhae teneva uvagachchhai, uvagachchhitta maluyakachchhagam amto-amto anupavisai anupavisitta mahaya-mahaya saddenam kuhukuhussa parunne. Tam gachchhaha nam ajjo! Ibbhe siham anagaram saddaha. Tae nam te samana niggamtha samanenam bhagavaya mahavirenam evam vutta samana samanam bhagavam mahaviram vamdamti namamsamti, vamditta namamsitta samanassa bhagavao mahavirassa amtiyao sanakotthagao cheiyao padinikkhamamti, padinikkhamitta jeneva maluyakachchhae, jeneva sihe anagare teneva uvagachchhamti, uvagachchhitta siham anagaram evam vayasi–siha! Dhammayariya saddavemti. Tae nam se sihe anagare samanehim niggamthehim saddhim maluyakachchhagao padinikkhamai, padinikkhamitta jeneva sana kotthae cheie, jeneva samane bhagavam mahavire, teneva uvagachchhai, uvagachchhitta samanam bhagavam mahaviram tikkhutto ayahina-payahinam java pajjuvasati. Sihadi! Samane bhagavam mahavire siham anagaram evam vayasi–se nunam te siha! Jjhanamtariyae vattamanassa ayameyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–evam khalu mamam dhammayariyassa dhammovadesagassa samanassa bhagavao mahavirassa sariragamsi viule rogayamke paubbhue–ujjale java chhaumatthe cheva kalam karessati, vadissamti ya nam annatitthiya–chhaumatthe cheva kalagae–imenam eyaruvenam mahaya manomanasienam dukkhenam abhibhue samane ayavanabhumio pachchorubhitta, jeneva maluyakachchhae teneva uvagachchhitta maluyakachchhagam amto-amto anupavisitta mahaya-mahaya saddenam kuhukuhussa parunne. Se nunam te siha! Atthe samatthe? Hamta atthi. Tam no khalu aham siha! Gosalassa mamkhaliputtassa tavenam teenam annaitthe samane amto chhanham masanam pittajjaraparigayasarire dahavakkamtie chhaumatthe cheva kalam karessam ahannam addha solasa vasaim jine suhatthi viharissami, tam gachchhaha nam tumam siha! Memdhiya gamam nagaram, revatie gahavatinie giham, tattha nam revatie gahavatinie mamam atthae duve kavoyasarira uvakkhadiya, tehim no attho, atthi se anne pariyasie majjarakadae kukkudamamsae, tamaharahi, eenam attho. Tae nam se sihe anagare samanenam bhagavaya mahavirenam evam vutte samane hatthatuttha-chittamanamdie namdie piimane para-masomanassie harisavasavisappamanahiyae samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta aturiyamachavalamasambhamtam muhapottiyam padileheti, padilehetta bhayanavatthaim padileheti, padilehetta bhayanaim pamajjai, pamajjita bhayanaim uggahei, uggahetta jeneva samane bhagavam mahavire teneva uvagachchhai, uvagachchhitta samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta samanassa bhagavao mahavirassa amtiyao sanakotthagao cheiyao padinikkhamati, padi-nikkhamitta aturiyamachavalamasambhamtam jugamtarapaloyanae ditthie purao riyam sohemane-sohemane jeneva memdhiyagame nagare teneva uvagachchhai, uvagachchhitta memdhiyagamam nagaram majjhammajjhenam jeneva revatie gahavainie gihe teneva uvagachchhai, uvagachchhitta revatie gahavattinie giham anuppavitthe. Tae nam sa revati gahavatini siham anagaram ejjamanam pasati, pasitta hatthatuttha khippameva asanao abbhutthei, abbhutthetta siham anagaram sattattha payaim anugachchhai, anugachchhitta tikkhutto ayahina-payahinam kareti, karetta vamdati namamsati, vamditta namamsitta evam vayasi–samdisamtu nam devanuppiya! Kimagamanappayoyanam? Tae nam se sihe anagare revatim gahavainim evam vayasi–evam khalu tume devanuppie! Samanassa bhagavao mahavirassa atthae duve kavoya-sarira uvakkhadiya, tehim no attho, atthi te anne pariyasie majjarakadae kukkudamamsae eyamaharahim, tenam attho. Tae nam sa revati gahavaini siham anagaram evam vayasi–kesa nam siha! Se nani va tavassi va, jenam tava esa atthe mama tava rahassakade havvamakkhae, jao nam tumam janasi? Tae nam se sihe anagare revaim gahavainim evam vayasi–evam khalu revai! Mamam dhammayarie dhammovadesae samane bhagavam mahavire uppannananadamsanadhare araha jine kevali tiyapachchuppannamana-gayaviyanae savvannu savvadarisi jenam mama esa atthe tava tava rahassakade havvamakkhae, jao nam aham janami. Tae nam sa revati gahavatini sihassa anagarassa amtiyam eyamattham sochcha nisamma hatthatuttha jeneva bhattaghare teneva uvagachchhai, uvagachchhitta pattagam moeti, moetta jeneva sihe anagare teneva uvagachchhai, uvagachchhitta sihassa anagarassa padiggahagamsi tam savvam sammam nissirati. Tae nam tie revatie gahavatinie tenam davvasuddhenam dayagasuddhenam padigahagasuddhenam tivihenam tikaranasuddhenam danenam sihe anagare padilabhie samane devaue nibaddhe, samsare parittikae, gihamsi ya se imaim pamcha divvaim paubbhuyaim, tam jaha –vasudhara vuttha, dasaddhavanne kusume nivatie, chelukkheve kae, ahayao devadumdubhio, amtara vi ya nam agase aho dane, aho dane tti ghutthe. Tae nam rayagihe nagare simghadaga-tiga-chaukka-chachchara-chaummuha-mahapaha-pahesu bahujano annamannassa evamaikkhai evam bhasai evam pannavei evam paruvei–dhanna nam devanuppiya! Revai gahavaini, kayattha nam devanuppiya! Revai gahavaini, kayapunna nam devanuppiya! Revai gahavaini, kayalakkhana nam devanuppiya! Revai gahavaini, kaya nam loya devanuppiya! Revatie gahavatinie, suladdhe nam devanuppiya! Manussae jammajiviyaphale revatie gahavatinie, jassa nam gihamsi taharuve sadhu sadhuruve padilabhie samane imaim pamcha divvaim paubbhuyaim, tam jaha–vasudhara vuttha java aho dane, aho dane tti ghutthe, tam dhanna kayattha kayapunna kayalakkhana, kaya nam loya, suladdhe manussae jammajiviyaphale revatie gahavatinie, revatie gahavatinie. Tae nam se sihe anagare revatie gahavatinie gihao padinikkhamati, padinikkhamitta memdhiyagamam nagaram majjham-majjhenam niggachchhai, niggachchhitta jaha goyamasami java bhattapanam padidamseti, padidamsetta samanassa bhagavao mahavirassa panimsi tam savvam sammam nissirati. Tae nam samane bhagavam mahavire amuchchhie agiddhe agadhie anajjhovavanne bilamiva pannagabhuenam appanenam tamaharam sarirakotthagamsi pakkhivati. Tae nam samanassa bhagavao mahavirassa tamaharam ahariyassa samanassa se vipule rogayamke khippameva uvasamte, hatthe jae, aroge, baliyasarire. Tuttha samana, tutthao samanio, tuttha savaya, tutthao saviyao, tuttha deva, tutthao devio, sadevamanuyasure loe tutthe–hatthe jae samane bhagavam mahavire, hatthe jae samane bhagavam mahavire. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 655. Tyare shramana bhagavamta mahavira anya koi divase shravasti nagarina koshthaka chaityathi nikalya, nikaline bahya janapadomam vihara karata vichare chhe. Te kale, te samaye memdhikagrama nagara hatum, teni bahara ishanakonamam shalakoshthaka name chaitya hatum yavat tyam prithvishilapattaka hato. Te shalakoshthaka chaityani thode samipamam eka moto maluka kachchha hato. Te krishna, krishnavabhasa yavat mahamegha samana hato. Patra – pushpa – phala – haritakathi lachakato ane shri vade ati shobhato hato. Te memdhikagrama nagaramam revati name gathapatni raheti hati. Te dhanadhya yavat aparibhuta hati. Tyare bhagavamta mahavira anya koi divase purvanupurvi vicharata yavat memdhikagrama nagaramam shalakoshthaka chaitye padharya yavat parshada dharma shravana karine, pachhi phari. Tyare bhagavamta mahavirana shariramam vipula rogamtaka pradurbhuta thayo. Ujjavala yavat duradhisahya pittajvara parigata shariramam daha vyapta thata yavat vichare chhe. Tatha lohi yukta jhala pana thaya. Chaturvarna loko kaheva lagya – shramana bhagavamta mahavira, goshalaka mamkhaliputrana tapa – tejathi parabhuta thaine, chha masane amte pittajvara grasta shariramam dahathi pidita thaine chhadmasthapane ja kala karashe. Te kale, te samaye bhagavamta mahavirana shishya simha namaka anagara, je prakritibhadraka yavat vinita hata, te maluka kachchhathi thode samipa niramtara chhaththa chhaththa tapokarma sathe bamne hatha umcha kari, atapana leta, vicharata hata. Tyare te simha anagarane dhyanamtarikamam vartata a ava prakarano yavat samkalpa utpanna thayo – kharekhara, mara dharmacharya, dharmopadeshaka shramana bhagavamta mahavirana shariramam vipula rogamtaka utpanna thayo chhe, ujjavala vedana chhe yavat chhadmasthapane kala karashe. Anyatirthiko kaheshe ke chhadmasthapane ja kaladharma pamya, ava prakarana maha manomanasika duhkhathi abhibhuta thaine atapana bhumithi utarya. Utarine malukakachchhe avya, temam praveshya. Praveshine mota mota shabdothi avajathi. Kuhukuhu karata jora – jorathi. Radava lagya. He aryo ! Ema amamtrine bhagavamta mahavire shramana nirgranthone amamtrine a pramane kahyum – kharekhara, he aryo! Mara shishya simha anagara prakritibhadraka ityadi badhum kahevum yavat te motemotethi radi rahya chhe to he aryo ! Jao. Tame simha anagarane bolavo. Tyare te shramana nirgrantho bhagavamta dvara ama kahevata bhagavamtane vamdana – namaskara karya. Karine bhagavamta pasethi shanakoshtha chaityathi nikalya, nikaline malukakachchhamam simha anagara pase avya. Avine simha anagarane ama kahyum – he simha ! Dharmacharya tamane bolave chhe. Tyare te simha anagara shramana nirgrantha sathe malukakachchhathi nikalya. Nikaline shanakoshthaka chaitye bhagavamta mahavira pase avya. Avine bhagavamtane trana vakhata adakshina – pradakshina kari yavat paryupasana kari. Simhadine amamtri bhagavamta mahavire simha anagarane ama kahyum – he simha! Dhyanamtarikamam vartata tane ava prakarano samkalpa thayo yavat tum radava lagyo. He simha ! A artha samartha chhe. Ha, chhe. He simha ! Goshalaka mamkhaliputrana tapa – tejathi parabhuta thaine, chha masane amte yavat hum kala karavano nathi. Hum bija sada pamdara varsha gamdhahasti maphaka jinarupe vicharisha. To he simha ! Tum, memdhikagrama nagare revati gathapatnina ghare ja, tyam revatie mara mate kohalana be phala samskarita karela chhe. Tenum mare prayojana nathi, paramtu tene tyam marjara namaka vayupashamtaka bijorapaka kale taiyara karela chhe te lai ava, mare tenum prayojana chhe. Tyare te simha anagara, shramana bhagavamta mahavire a pramane kaheta, harshita samtushta yavat anamdita hridaya thai shramana bhagavamtane vamdi, nami atvarita – achapala – asambhramtapane muhapatti padilehe chhe. Pachhi gautamasvami maphaka yavat shramana bhagavamta mahavira pase avya, avine bhagavamta mahavirane vamdana, namaskara kari, temani pasethi shanakoshthaka chaityathi nikalya, nikaline atvarita yavat memdhikagrama nagare avya. Avine memdhikagrama nagarani vachchovachcha thaine revati gathapatninum ghara hatum, tyam avine tenina gharamam praveshya. Tyare te revati gathapatni simha anagarane avata joine harshita, samtushta thaine jaladithi asanathi ubhi thai, pachhi simha anagara prati sata – atha pagala same gai, jaine temane trana vakhata adakshina – pradakshina kari, vamdana – namaskara kari a pramane kahyum – he devanupriya ! Ajnya karo. Apana agamananum prayojana janavo. Tyare simha anagare revati gathapatnine ama kahyum ke – he devanupriya ! Tame bhagavamta mahavira mate be kohalana phala samskarita karela chhe, tenum prayojana nathi. Paramtu marjara vayu upashamtaka bijorapaka taiyara karela chhe, tenum mare prayojana chhe. Tyare te revati gathapatnie simha anagarane ama kahyum – eva kona jnyani ke tapasvi chhe, jene tamane a artha kahyo ane mara amtaranum rahasya jaladi batavi didhum ke jethi tame a jano chho\? Tyare skamdakana varnana samana simha anagare kahyum yavat hum janu chhum. Tyare simha anagara pase a vata sambhali, avadhari revati gathapatni harshita, samtushta thaine, rasoi grihamam avi, avine vasana kholyum, kholine simha anagara pase avi, avine simha anagarana patramam, te badho bijora paka samyak prakare vahoravyo. Revati gathapatnie te dravyashuddhithi yavat danathi simha anagarane pratilabhita karata devayu bamdhyu, jema vijaya gathapatimam kahyum tema yavat revati gathapatnino janma ane jivita saphala chhe. Tyare te simha anagara revati gathapatnina gherathi nikalya. Nikaline memdhikagrama nagarani vachchovachchathi nikalya. Nikaline gautamasvamini maphaka yavat bhojana – pana dekhadya. Dekhadine shramana bhagavamta mahavirana hathamam samyak prakare rakhi didho. Tyare shramana bhagavamta mahavire amurchchhita yavat anasakta rahine jema bilamam sarpa praveshe tema te aharane potana sharira rupi kothamam prakshepyo. Tyare bhagavamtane te ahara karya pachhi te vipula rogamtaka jaladithi upashamta thai gayo. Teo harshita yavat rogarahita, balishtha shariri thai gaya. Tenathi shramano samtushta thaya, shramanio samtushta thaya, shravaka – shravikao samtushta thaya, deva – devio samtushta thaya. Deva – manushya – asura sahita loka samtushta, harshita thayo. Kema ke bhagavamta hrishta thaya. Sutra– 656. Bhagavan ! Ema sambodhana kari, gautamasvamie shramana bhagavamta mahavirane vamdana – namaskara karine kahyum – he devanupriya! Apana shishya prachina janapadi sarvanubhuti namaka anagara je prakritibhadraka yavat vinita hata, he bhagavan ! Te tyare goshalaka mamkhaliputrana tapa – tejathi bhashmarashi karaya pachhi kyam gaya\? Kyam utpanna thaya\? He gautama ! Mara shishya prachina janapadi, sarvanubhuti name anagara, je prakritibhadraka yavat vinita hata, te tyare goshala dvara bhasmarashi karaya pachhi, umche chamdra – surya yavat brahmaloka – lamtaka – mahashukra kalpa olamgine sahasrara kalpamam devapane utpanna thaya chhe. Tyam ketalaka devoni 18 sagaropama sthiti chhe, tyam sarvanubhutini devani pana 18 sagaropama sthiti chhe. Te sarvanubhuti deva te devalokathi ayu – bhava – sthiti kshaya pachhi yavat mahavideha kshetramam siddha thashe yavat duhkhono amta karashe. E pramane apa devanupriyana shishya kaushalajanapadi sunakshatra namaka anagara je prakritibhadraka yavat vinita hata. He bhagavan ! Te tyare goshalaka mamkhaliputrana tapathi paritapita thaine kalamase kala karine kyam gaya\? Kyam utpanna thaya\? He gautama ! Mara shishya sunakshatra anagara0 hata. Te goshalana tapa – tejathi paritapita thaine mari pase avya. Avine vamdi, namine svayam ja pamcha mahavrata aropi, pachhi shramana – shramanine khamavine alochana pratikramana karine samadhi prapta thai kalamase kala karine umche chamdra – surya yavat anata – pranata arana kalpane olamgine achyuta kalpamam devapane utpanna thaya. Tyam ketalaka devoni bavisha sagaropama sthiti kahi chhe, tyam sunakshatra devani pana bavisha sagaropama sthiti hati. Baki sarvanubhuti mujaba chhe0 yavat amta karashe. Sutra– 657. E pramane apa devanupriyano amtevasi kushishya goshalaka mamkhaliputra hato. He bhagavan ! Te goshalaka kalamase kala karine kyam gayo\? Kyam utpanna thayo\? He gautama ! Maro amtevasi kushishya goshala namaka mamkhaliputra, shramana ghataka yavat chhadmasthapane kalamase kala karine chamdrathi upara yavat achyuta kalpe devapane utpanna thayo. Tyam ketalaka devoni bavisha sagaropama sthiti chhe, goshalaka devani pana tyam bavisha sagaropamani sthiti thai. Bhagavan ! Te goshalaka deva te devalokathi ayukshayadi pachhi yavat kyam upajashe\? Gautama ! A jambudvipana bharatakshetramam vimdhyagirina padamulamam pumdra janapadamam shatadvara nagaramam sammuti rajani bhadra name ranini kukshimam putrarupe utpanna thashe. Te tyam nava masa pratipurna thata yavat surupa balakarupe janma leshe. Je ratrie te balaka janmashe, te ratri shatadvara nagaramam amdara ane bahara bhara pramana, kumbha pramana padma ane ratnoni varsha thashe. Tyare te balakana mata – pita 11mo divasa vitya pachhi yavat barama divase ava prakare gauna, guna nishpanna nama karashe. Jyarathi a balakano janma thayo, shatadvara nagarani amdara – bahara yavat ratnoni vrishti thai, tethi amara a balakanum nama mahapadma thao. Tyare te balakana matapitae tenum nama mahapadma rakhyu. Tyare te mahapadma balakana matapitae satireka atha varshano thayelo janine shobhana tithi, karana, divasa, nakshatra, muhurttamam ghana mota rajyabhisheka thi abhishikta karashe te tyam raja thashe, te mahahimavamtadi raja thai0 yavat vicharashe. Tyare te mahapadma raja anya koi divase maharddhika yavat mahasaukhya be devo senakarma karashe – purnabhadra ane manibhadra. Te joine shatadvara nagarana ghana raja, ishvara, talavara yavat mahasaukhya deva senakarma kare chhe, te joine. Yavat sarthavaha adi ekabijane bolavine a pramane kaheshe – he devanupriyo! Je karanathi apana mahapadma rajane maharddhika eva be devo yavat senakarma kare chhe – purnabhadra ane manibhadra, tethi he devanupriyo ! Apana mahapadma rajanum bijum nama devasena thao. Tyare mahapadma rajanum bijum nama ‘devasena’ thashe. Tyare te devasena rajane anya koi divase shamkhatala samana vimala, chara damtavalo hastiratna utpanna thashe. Tyare te devasenaraja te shamkhatala samana vimala, chaturdanta hastiratna para arudha thai shatadvara nagarani vachchovachchathi varamvara avashe – jashe tyare shatadvara nagaramam ghana raja, ishvara yavat sarve ekabijane bolavine paraspara kaheshe ke he devanupriyo ! Jethi apano devasena raja shamkhatala samana vimala, chaturdanta hastiratna utpanna thayo chhe, tethi he devanupriyo ! Apana devasena rajanum trijum nama vimalavahana thao, tyarathi te devasena rajanum trijum nama vimalavahana thashe. Tyare te vimalavahana raja anya koi divase shramana nirgrantha pratye mithyatvane amgikrita karashe. Te ketalaka shramano pratye akrosha karashe, ketalakano upahasa karashe, ketalakane ekamekathi alaga karashe, ketalakani bhartsana karashe, ketalakane bamdhashe, ketalakane nirumbhashe, ketalakano amgachchheda karashe, ketalakane marashe, upadrava karashe, vastra – patra – kambala – pada praumchhanakane chhinnabhinna karashe – nasha karashe – apaharana karashe, ketalakana bhojana – panano vichchheda karashe, ketalakane nirnagara karashe, ketalakane nirvasita karashe. Tyare shatadvara nagaramam ghana raja, ishvara yavat kaheshe – he devanupriyo ! Vimalavahana raja shramana nirgrantha prati mithyatvavasita thaine ketalaka shramanadi pratye akrosha kare chhe yavat nirvasita kare chhe. He devanupriyo ! Te apane mate shreyaskara nathi, te vimalavahana raja mate pana shreyaskara nathi, te rajya – rashtra – sainya – vahana – pura – amtahpura ke janapada mate pana shreyaskara nathi ke je a vimalavahana raja shramana – nirgrantho pratye mithyatvi thayo chhe. He devanupriyo ! To shreyaskara chhe ke apane vimalavahana rajane a vishayamam vinayapurvaka kahie. A pramane vichari ekabijani pase a arthane svikarine vimalavahana raja pase jashe, jaine be hatha jodi, vimalavahana rajane jaya vijaya vade vadhavine ema kaheshe – he devanupriya! Shramana nirgrantho prati apa mithyatvi thaya chho. Ketalaka para apa akrosha karo chho yavat ketalakane apa nirvasita karo chho. He devanupriya ! Te apana ke amara mate shreyaskara nathi. Rajya, rashtra yavat janapada mate pana shreyaskara nathi ke apa devanupriya shramana nirgrantha prati anaryatva svikaro. He devanupriya! Apa a akaryathi atako. Tyare te vimalavahana raja, te ghana raja, ishvara yavat sarthavaha adi vinayapurvaka kaheshe, tyare ‘‘dharma kami nathi, tapa mithya chhe’’ evi buddhi chhatam mithya vinaya batavi a vatane svikari leshe. Te shatadvara nagarani bahara ishana khunamam subhumibhaga name udyana hashe. Te sarvarituka0 adi hashe. Te kale, te samaye vimala arahamtana prashishya sumamgala name anagara, jatisampannadi, dharmaghosha anagara samana hashe yavat teo samkshipta – vipula tejoleshyavala, trana jnyana vade yukta hashe. Teo subhumibhaga udyanani kamika samipe niramtara chhaththa – chhaththa tapa karata yavat atapana leta vicharashe. Tyare anya koi divase te vimalavahana raja rathacharya karava nikalashe. Tyare te raja subhumibhaga udyanani kamika samipathi rathacharya karata niramtara chhaththa – chhaththana tapapurvaka yavat atapana leta sumamgala anagarane joshe. Joine krodhita thai yavat dhamadhamato, sumamgala anagarane rathashira vade padi deshe. Tyare te sumamgala anagara, vimalavahana raja dvara rathashira vade padi devata, dhime – dhime uthya, uthine phari biji vakhata umcha hatha rakhine yavat atapana leta vicharava lagashe. Tyare te raja, sumamgala anagarane biji vakhata pana rathana agrabhagathi padi deshe, tyare te sumamgala muni, vimalavahane biji vakhata padi didha pachhi pana dhime – dhime uthi jashe, uthine avadhijnyana prayojashe, pachhi vimalavahana rajano bhutakala avadhijnyanathi joshe. Joine rajane ema kaheshe ke – tum vimalavahana raja nathi, tum devasena ke mahapadma pana nathi, tum ajathi purve trija bhavamam goshalaka name mamkhaliputra hato. Shramanaghataka hato, yavat chhadmasthapane mrityu pamela hato. Te samaye sarvanubhuti anagara samartha hova chhatam taro aparadha samyak prakare sahela, khamela, titikshela, adhyasita karela. E pramane tyare sunakshatra anagare pana yavat adhyasita karela. Je samaye shramana bhagavamta mahavire pana samartha hova chhatam yavat adhyasita karela. Paramtu hum te pramane sahana yavat adhyasita karisha nahim. Hum tane mara tapa – tejathi tara ghoda, ratha ane sarathi sahita eka ja praharamam kutaghata samana bhasmarashi kari daisha. Tyare te vimalavahana raja, sumamgala anagarane ama kaheta sambhaline krodhita thai yavat damta kachakachavato, sumamgala anagarane triji vakhata rathana agrabhagathi padi deshe. Tyare te sumamgala anagara, vimalavahana rajae triji vakhata padi deta krodhita thai yavat damta kachakachavata atapana bhumithi utarashe, utarine taijasa samudghatathi samavahata thaine sata – atha dagala pachha khasashe, khasine vimalavahana rajane ghoda – ratha – sarathi sahita potana tapa – tejathi bhasmarashi kari deshe. Bhagavan ! Sumamgala anagara vimalavahana rajane ghoda sahita yavat bhasmarashi karine kyam jashe\? Kyam utpanna thashe\? Gautama ! Sumamgala anagara tyarapachhi ghana upavasa, chhaththa, aththama, dashama, barasa yavat vichitra tapakarmothi masiki samlekhana kari 60 bhaktone anashana vade yavat chhedine, alochana – pratikramana karine samadhi prapta thai chamdrathi pana umche yavat 100 graiveyaka vimanavasa olamgi sarvarthasiddha mahavimanamam devapane upajashe. Tyam devoni ajaghanya – utkrishta 33 – sagaropamani sthiti hoya chhe, tyam sumamgala devani pana ajaghanyotkrishta 33 – sagaropamani sthiti thashe. Bhagavan ! Te sumamgala deva te devalokathi chyavi kya jashe? Kyam utpanna thashe\? Te mahavideha kshetramam janma lai yavat siddha thashe yavat sarvaduhkhono amta karashe. Sutra samdarbha– 655–657 |